________________
શ્રી સીમંધર સ્વામી
૮૦
વર્તમાન તીર્થંકર
ડાહ્યો થઈ જા. જરા તપ કરવાનું આવશે ને, તે ઘડીએ ખબર પડશે ?! અને ત્યાં તો એવાં તપ કરવાં પડે છે. એ તો નકેની ય વાત તને કહું ને તે સાંભળતા માણસ મરી જાય એટલું દુઃખ છે ત્યાં તો ! સાંભળતા આજનાં માણસો મરી જાય ! કે અરેરે... થઈ રહ્યું. પ્રાણની હવા નીકળી જાય. માટે ના બોલીશ આવું, નહીંતર નિયાણું થઈ જશે.
મોક્ષ માટે તો આટલું જ ! બાકી મોક્ષ માટે શું જાણવાની જરૂર છે ? મોક્ષ તો પોતાનો આત્મા જાણે જ્ઞાની પાસે આવીને, તો મોક્ષ થઈ જાય. બસ, બીજું જ્ઞાની પાસે જઈને જ્ઞાનીને કહે કે “સાહેબ મારો મોક્ષ કરી આપો', તો કરી આપે છે. કારણ કે જ્ઞાની મુક્ત છે, છુટ્ટા છે. મુક્ત જ છે કાયમને માટે, એ તમને મુક્ત કરી આપે. બંધાયેલો હોય તે બંધાવડાવે અને જ્ઞાની પુરુષ મુક્ત કરી આપે.
અહીં એકાવતારતી ગેરેન્ટી ! પ્રશ્નકર્તા : આત્મસ્વરૂપનું દર્શન થાય પછી જીવ સતત આત્મસ્વરૂપમાં જ રહે, તો આવી સ્થિતિ થયા પછી જીવને પુનર્જન્મ થવાની શક્યતા ખરી ?
પ્રાર્થના સીમંધર સ્વામીની શાને? પ્રશ્નકર્તા: આપણે સીમંધર સ્વામીની પ્રાર્થના કરીએ છીએ, તે શું ? એ શું કામ કરવાની ?
દાદાશ્રી : એ રિયલ છે, જીવતા છે એટલે. અને એમાં અમારી ગેરેન્ટી છે.
અને બીજું બધું રિલેટિવ છે, વ્યવહાર છે. તે વ્યવહારમાં આ વાળ કપાવવા માટે ના જવું પડે ? દરેક કામ કરવાં પડે, દુકાનમાં જવું પડે, બધું કરવું પડે પણ વ્યવહારથી. આપણે અહીં આગળ કોઈ સાહેબ આવેલા હોય, તે આમ આમ જે' જે એક ફેરો કરીએ છીએને, તો એવું મસ્જિદમાં જઈને આમ કરવાથી શું થાય કે આપણું મન બગડે નહિ ! ત્યાં પછી મન સારું રહે. એટલે અમારે તો બધે જ પગે લાગવાનું. મારી જોડે આવેને, બધે જ, મહાદેવજીના દેરામાં જાય, ગણપતિમાં જાય, બીજે, ત્રીજે જાય, મસ્જિદમાં જાય, નિષ્પક્ષપાતી.
દર્શન, રિયલ-રિલેટિવલી ! પ્રશ્નકર્તા: આપણે રામના મંદિરમાં જઈએ કે શિવના મંદિરમાં જઈએ, તો કેવી રીતે પ્રાર્થના કરવી ? કેવી રીતે એમનાં દર્શન કરવા ?
દાદાશ્રી : કશું ય કરવાનું નહિ. રીત-બીત કશું ય નહિ.
અમે હઉ જઈએ છીએને મંદિરમાં. કારણ કે હું ના જાઉં તો લોક શું કહે ? આ દાદા છે, તે જતા નથી તો આપણે ય શું જવાનું કારણ ? એટલે પછી લોક અવળે રસ્તે જાય. મૂળ પાછળની પ્રજા છેને, તે લોકોનો વ્યવહાર બગડી જાય. આપણે તો જ્ઞાનને લઈને ના જઈએ. પણ પેલાં અજ્ઞાની તો કહેશે, ‘નથી જવું.’
પ્રશ્નકર્તા : મંદિર હોય એટલે સાધારણ તરત ખેંચે કે ચાલો દર્શન કરવા.
દાદાશ્રી : એ રિલેટિવને ! તે તમારે “શુદ્ધાત્મા'એ નહિ પગે
દાદાશ્રી : ના. છતાં એક અવતાર બાકી રહે છે. કારણ કે આ ‘અમારી’ આજ્ઞાપૂર્વક છે. આજ્ઞા પાળી એ ધર્મધ્યાન કહેવાય. એનું ફળ ભોગવવા એક અવતાર રહેવું પડે, આમ અહીંથી જ મોક્ષ થઈ ગયેલો લાગે ! અહીં જ મોક્ષ ના થાય તો કામનું શું? નહિ તો આ કળિયુગમાં તો બધા ય છેતરે ! ઓળખાણવાળાને શાક લેવા મોકલ્યો હોય તો ય મહીંથી કમિશન કાઢી લે, કળિયુગમાં શી ખાતરી ? એટલે ‘ગેરેન્ટેડ' હોવું જોઈએ. આ ‘ગેરેન્ટેડ’ અમે આપીએ છીએ. પછી અમારી આજ્ઞા જેટલી પાળે એટલો એને લાભ થાય. બાકી પોતાના સ્વરૂપનું ભાન તો આખો દહાડો રહ્યા કરે, નિરંતર ભાન રહે. ઓફિસમાં કામ કરતા હોય તો ય ભાન રહે. જરા ચીકણું હોય તો તે ચીકણું કામ પરવારી ગયા કે તરત પાછું ભાન આવી જાય.