________________
વર્તમાન તીર્થંકર
શ્રી સીમંધર સ્વામી એટલે સુખ બધું વધતું જશે.
ટેસઠ શલાકા પુરુષો ! એટલે આ ડેવલપ થતું જાય ત્યારે વાસુદેવ થાય અને બીજા તો બારોબાર મોક્ષે અહીંથી સીધા ચાલ્યા જાય. બધા આશ્રિત થઈને અને આ વાસુદેવ આશ્રિત થાય એવા નહીં ને ! આ આશ્રિત થાય એવા નથી ! દિમાગ બહુ ભારે હોય વાસુદેવનું, તે પછી નરમાંથી નારાયણ થાયને ! છતાં બહુ દુ:ખ પડે અને પ્રતિવાસુદેવે ય બહુ દુઃખ વેઠે ! એટલે બન્ને અવસર્પિણીમાં ને ઉત્સર્પિણીમાં ચોવીસ ચોવીસ તીર્થંકરો એકલાં ના હોય. પછી બાર ચક્રવર્તી હોય, નવ વાસુદેવ હોય, નવ પ્રતિવાસુદેવ હોય ને નવ બળદેવ હોય, ત્રેસઠ શલાકા પુરુષો હોય. શલાકા એટલે શ્રેષ્ઠ, જે મોક્ષે જવાના છે.
પ્રશ્નકર્તા : કૃષ્ણ ભગવાન મોલમાં ખરાં ?
દાદાશ્રી : પૂર્ણ તીર્થકર થવાના છે, ત્યાર પછી મોક્ષે જવાના. શ્રી કૃષ્ણ ભગવાન, એમના મધર, એમના બ્રધર તીર્થંકર થવાના છે.
પ્રશ્નકર્તા: કૃષ્ણ ભગવાન પણ મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર થશે ?
દાદાશ્રી : ના. કૃષ્ણ ભગવાન અહીં ભરત ક્ષેત્રમાં થવાના. કૃષ્ણ ભગવાનને વાર લાગશે.
પ્રશ્નકર્તા : એમ કહે છે કે રાવણ તીર્થંકર થવાના છે ? રાવણે તો બહુ પાપ કરેલાં, એ કેમ ?
દાદાશ્રી : એ તો ઊંધું દેખાય છે લોકોને. ઊંધું જ દેખાય છે. રામને વખાણવા માટે એકને ખરાબ કરીને દેખાડ્યા છે. રામને વખાણવા રાવણની ખરાબી દેખાડે છે. હી વોઝ ધી ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ (એ મહાન વૈજ્ઞાનિક હતા) !
આપણા લોકો સમજણ વગરનાં એટલે પૂતળાં બાળે છે. તે ગુનાને જાણતા નથી. પણ એનો બહુ દોષ બેસે. એ તો ભોગવવો જ પડશે ને ? એનું ફળ તો ભોગવવું પડશે કે નહીં પડે ?
પ્રશ્નકર્તા : રાવણ એટલે પ્રતીકરૂપે છે ને ! કંઈક આપણા ખરાબ ભાવો ખરાબ વસ્તુને બાળવાનું એમ સમજે છે ને ?
- દાદાશ્રી : એવું નથી. બાળનારા તો એમ જ સમજે કે આ રાક્ષસ હતો, એને બાળી મેલો. સમજણ નથી એમને કે આ શલાકા પુરુષ છે. લોકોએ બહાર પાડ્યું જ નથી ને ! એવી ખબર જ નહીં ને !
રાવણ તો દેવ જેવાં માણસ ! આ તો લોકોએ અમથા વગોવ્યા, વગર કામના વગોવ્યા છે. આ તો પૂતળાં બાળે છે ને મૂઆ પાપ બાંધે છે. એ તો ભગવાન જેવાં માણસ ! રાવણ જોડે કોણ લઢેલું ?
પ્રશ્નકર્તા : રામ ભગવાન.
દાદાશ્રી : લક્ષ્મણ લઢેલા. લક્ષ્મણ વાસુદેવ કહેવાય. કૃષ્ણ ભગવાન જેવા અને રામ તો બળરામ કહેવાય. જેમ કૃષ્ણ ને બળદેવ હતાને ? એવા એ બળદેવ કહેવાય. પણ રાવણ તીર્થંકર થવાના છે. એનાં લોકો હજુ હિન્દુસ્તાનમાં પૂતળાં બાળે છે. એ તો સમજ નથી બિચારાને, સમજણ હોય તો ના બાળે ને !
એમના ગુરુ કોણ ? પ્રશ્નકર્તા : શ્રી સીમંધર સ્વામી સાકારી છે. ભગવાનને સ્વરૂપનું જ્ઞાન થયું, તે તેમને કોઈ ગુરુ હતા કે કેમ ? સાચા ગુરુ વિના કોઈ રસ્તો બતાવતો નથી. - દાદાશ્રી : આ વાત બહુ કરવા જેવી નથી. આ તો તીર્થંકર ગોત્ર ! એમને આ ભવમાં ગુરુ ના હોય. ગુરુ તો કેટલાંય અવતાર કર્યા ! એમના ગુરુપદથી આ પ્રાપ્ત થઈ ગયું ! પણ આ ભવમાં તેમને ગુરુ ના હોય.
પ્રશ્નકર્તા : પણ શરુઆતમાં તો ગુરુ હોય ને ? અત્યારે ના હોય
રાવણને ઓળખો તો ખરાંને ! રાવણ પણ શલાકા પુરુષ કહેવાય. મોક્ષે જવાનો અને રાવણ આવતી ચોવીસીમાં તીર્થકર છે.