________________
શ્રી સીમંધર સ્વામી
૬૫
આયા ! કોઈ દફે લગતા હૈ ! ક્યુંકિ મેરેકો તો સબ વેદાંતવાલે પૂછતે હૈ. સબ વેદકી બાતેં પૂછતે હૈ ઔર જૈનીઝમવાલે પૂછતે હૈ, સબ જૈનકી બાત. સબ સબકી બાત પૂછતા હૈ, તો હમકો સબ જવાબ દેના પડતા હૈ.
એ એક જ ભલામણ કરીએ !
સિદ્ધકો તીર્થંકર બોલના, અરિહંત બોલના, યહ આચાર્યકો ઉપાધ્યાય બોલના જૈસી બાત હૈ.
પ્રશ્નકર્તા : આજ ભી એક નહીં, વીસ વિહરમાન તીર્થંકર તો હૈ. ઔર ભી જ્યાદા હો સકતે હૈ.
દાદાશ્રી : નહીં, વીસ જ તીર્થંકરો છે. દૂસરા તીર્થંક૨કી બાત જુદી હૈ ઔર સીમંધર સ્વામીકી બાત જુદી હૈ. અપની યે ભૂમિકે લીયે, યે ભારત ભૂમિકે લિયે સીમંધર સ્વામીકા હમ ઈન સબકો ભલામણ કરતા હૈ કિ સીમંધર સ્વામીકો ભજો. ઈસમેં કોઈ ભૂલ નહીં. આપકો ઠીક લગતા હૈના ?
પ્રશ્નકર્તા : બીલકુલ ઠીક હૈ.
પછી તો સીમંધર સ્વામી પાસે !
દાદાશ્રી : હમારી આજ્ઞા પાલતા હૈ, ઈસસે એક-દો અવતાર પુણ્યાનુબંધી પુણ્યકા હોતા હૈ ઔર સીમંધર સ્વામીકે સાથ બૈઠના પડતા હૈ. વહાંસે ચલે જાતા હૈ મોક્ષમેં.
પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રસે મોક્ષ અભી ચાલુ હૈ ?
દાદાશ્રી : હાં. ઈધરસે નહીં ચલેગા.
પ્રશ્નકર્તા : ઈધર તો સીર્ફ ચોથે આરેમેં હોતા હૈ.
દાદાશ્રી : હાં.
પ્રશ્નકર્તા : વહાં હંમેશાં ચોથા આરા હૈ ?
દાદાશ્રી : હાં, ઈધરસે સીમંધર સ્વામીકે પાસ જાયેગા, ઈસલિયે
વર્તમાન તીર્થંકર
હમ દેરાસર બનાતા હૈ. જો ઈનકા પિછાન હો જાયે ફિર ઈનકે પાસ જાનેકા હૈ.
પ્રશ્નકર્તા : ચોથા આરા કે બિના મોક્ષ હૈ હી નહીં ?
દાદાશ્રી : હાં. ઔર ઈધર આરા ફીરતા હૈ. દો આરે મેં સીર્ફ ભગવાન હોતે હૈ, તીસરા ઔર ચૌથા. ઔર ઉધર ચોથા આરા હૈ હંમેશાં. ભાવિ તીર્થંકર....
૬૬
પ્રશ્નકર્તા ઃ એક મહારાજ સાહેબે એમ કહેલું છે કે સીમંધર સ્વામી પહેલા તીર્થંકર થવાના છે.
દાદાશ્રી : એ તો એવું છે કે મહારાજ સાહેબે કહ્યું હોય જુદું અને કોઈના સમજવામાં જુદું આવ્યું હોય.
પ્રશ્નકર્તા : કદાચ એ પોસિબલ (શક્ય) છે.
દાદાશ્રી : કારણ કે પહેલા તીર્થંકર પદ્મનાભ છે. પદ્મનાભ એ આપણે અહીં પહેલા તીર્થંકર છે. તે શ્રેણિક રાજાનો અવતાર હતો. જે શ્રેણિક રાજા હતા, તે અહીં પદ્મનાભ તરીકે પહેલા તીર્થંકર થશે. પછી કૃષ્ણ ભગવાન છે, દેવકીજી છે, બળદેવ છે - ત્રણેવ શ્યામ કુટુંબના, એ બધા તીર્થંકર થશે. અને રાવણ પણ તીર્થંકર થશે આવતી ચોવીસીમાં.
કાળચક્રની વિગતો !
પ્રશ્નકર્તા : એટલે અહીં એવી અનેક ચોવીસી થાય છે ?
દાદાશ્રી : અરે ! ચોવીસી તો ચાલ્યા જ કરે છે. પણ એક સાથે નહિ. ચોવીસી એટલે શું ? કાળનું ચક્ર હોય છે આખું ગોળ-રાઉન્ડ. તે રાઉન્ડચક્રના બે ભાગ. એક આ ઊતરતો કાળ તેને અવસર્પિણી કહે અને પછી આમથી ચઢતું ચાલ્યું તેને ઉત્સર્પિણી કહે. અવસર્પિણીમાં આયુષ્ય ને સુખ બધું ઘટતું જાય. અત્યારે અવસર્પિણી છે તે બધું ઘટતું જાય. ડુંગરો બધા ઓછા થતાં જાય, દહાડે દહાડે મનુષ્યનાં આયુષ્ય, ઊંચાઈ, સુખ બધું ઘટતું જાય અને પછી જ્યારે ઉત્સર્પિણીકાળ આવશે