________________
શ્રી સીમંધર સ્વામી
પણ પહેલાં તો ખરાં ને ? એમની આગળ મુખ્ય વસ્તુ શું ?
દાદાશ્રી : એવું છે ને કે આ સીમંધર સ્વામી લગભગ દોઢ લાખ વરસથી છે અને તેમને ગુરુ થયા નથી, આ અવતારમાં. એમના આગલા અવતારમાંય ગુરુ થયા નથી. એમના આગળના ત્રીજા અવતારમાં ગુરુ થયેલા હોય. તેનાં ફળસ્વરૂપે આ બધું આવ્યું. તીર્થંકરોએ હકીક્ત પ્રકાશી !
૬૯
પ્રશ્નકર્તા : ઘણીવાર આપણને એમ કહેવામાં આવે છે કે
ભગવાન મહાવીરનો ત્રીજો જન્મ હતો. આ બધું જે લખેલું છે, એ બધી હકીકત કઈ રીતે ? કોણે લખેલી હોય આ બધી ?
દાદાશ્રી : એ તીર્થંકરોએ બહાર પાડેલી વાત આ. જોઈને બહાર પાડેલી અને આવતી ચોવીસીમાં કોણ તીર્થંકર થશે, તે આ વાત ભગવાન મહાવીરે બહાર પાડેલી. છેલ્લા તીર્થંકર હોય, તે આવતી ચોવીસીનાં પાછાં પોતે જાહેર કરીને જ જાય.
પરમાણુ તીર્થંકરોતા !
પ્રશ્નકર્તા : એ સાચી વાત છે કે ભગવાન મહાવીરના શરીરમાંથી કઈ અદ્ભુત સુવાસ આવતી હતી. મેં એવું સાંભળ્યું છે, મને ખબર
નથી.
દાદાશ્રી : એ સુવાસનો અર્થ એવો નહિ કે આ ચમેલી જેવું સોડે કે રાતરાણી જેવું સોડે (સુગંધ આવે) ! એવું કશું નહિ. સુવાસ એટલે એમની જોડે બેસીએ તે એમનાં જે પરમાણુ ઊડે, તે આપણને અંદર સુગંધી વર્તતી હોય, એવું સાધારણ લાગ્યા કરે. એ કંઈ ગુલાબનું ફૂલ નથી કે સુગંધીદાર હોય !
આપણે ત્યાં બે જણની સુવાસ આવતી. એક તીર્થંકરોની અને એક પદ્મિણીની. તે પદ્મિણીની સુગંધ એવી આવે કે તે અહીં બેઠી હોય ને આપણે ત્યાં બેઠા હોઈએ તો સુગંધ આવ્યા કરે. ફૂલ જેવી નહિ. જે દુર્ગંધ ના હોય અને કંઈક ફેર લાગે. મીઠાશ લાગે એવી ગંધ હોય,
વર્તમાન તીર્થંકર
તેને આપણે સુગંધ કહીએ છીએ. સુગંધ તો ફુલોની બહુ હોય. પણ મહાવીર ભગવાનની એવી સુગંધ ન હતી.
લાવણ્યતા તીર્થંકરોતી !
৩০
તીર્થંકર ભગવાનનું ચરમ શરીર છે, તે ‘ફૂલ' (પૂર્ણ) લાવણ્યવાળું. કેવળીનું ચરમ શરીર છે, પણ લાવણ્ય ના હોય. અને તીર્થંકર ભગવાનનું શરીર ગજબનું લાવણ્યવાળું હોય, વર્લ્ડમાં અજાયબી કહેવાય. એમના લાવણ્યની તો વાત જ ના થાય, વર્ણન ના કરી શકાય ! આપણે જોયેલું છે, પણ તમે ભૂલી ગયા છો ને મને યાદ છે ! કર્મબંધન તો બંધાય ને ?
પ્રશ્નકર્તા : પૃથ્વી ઉપર જે જે ભગવાન થઈ ગયા ઋષભદેવ, મહાવીર, નેમિનાથ, એ બધા કર્મનાં બંધનમાં આવેલા ખરાંને ?
દાદાશ્રી : બધાય કર્મના બંધનમાં આવેલા, ત્યારે તો માતાના પેટે જન્મ થયો. કોઈ ભગવાન એવો નથી કે જે માતાના પેટે જન્મ્યો ના હોય. દેશતા વેળાએ દશા !
પ્રશ્નકર્તા : મહાવીર સ્વામીએ છેલ્લી દેશના આપી, તો તે વખતે પણ એમને વિચાર તો હતા જ, એવો અર્થ થાય ને ?
દાદાશ્રી : ભગવાન મહાવીરને પણ ઠેઠ સુધી વિચાર રહેવાના પણ તેમના વિચાર કેવા હોય કે સમયે સમયે એક વિચાર આવે ને જાય, એને નિર્વિચાર કહી શકાય. આપણે લગ્નમાં ઊભા હોઈએ, ત્યારે બધા જે' જે’ કરવા આવે છે ને ! જે' જે' કરીને આગળ ચાલવા માંડે એટલે એક કર્મનો ઉદય થયો અને તેનો વિચાર આવે પછી એ કર્મ જાય. પછી પાછું બીજું કર્મ ઉદયમાં આવે. આમ ઉદય અને અસ્ત થયા કરે. કોઈ જગ્યાએ અટકે નહિ. એમની મનની ગ્રંથિ બધી ખલાસ થઈ ગયેલી હોય. એટલે એમને વિચાર હેરાન ના કરે ! અમને પણ વિચાર હેરાન ના કરે.