________________
શ્રી સીમંધર સ્વામી
૭૨
વર્તમાન તીર્થકર
વિચાર એ તો મનનો ધર્મ છે, એક વિચાર આવે ને જાય અને કશું અડે નહિ, એને મનોલય જ કહેવાય. મનનું તોફાન ના હોય. મન બગીચા જેવું લાગે ! ઉનાળામાં ફુવારા ઊડ્યા કરતા હોય એવું લાગે અને નિર્વિકલ્પ તો બહુ ઊંચું પદ છે. કર્તાપદનું ભાન તૂટ્યું અને નિર્વિકલ્પ થયો. દેહાધ્યાસ જાય પછી નિર્વિકલ્પ પદ થાય.
દેહ, છતાં દેહધારી નથી ! તીર્થકર સાહેબ એ દેહધારી કહેવાય નહિ. દેહધારી હોવા છતાં તે તીર્થંકર ભગવાન દેહધારી છે નહિ, એ પોતે. પોતાના લક્ષમાં જ છે કે હું આ શું છું ? લક્ષમાં, જ્ઞાનમાં, અનુભવમાં, બધામાં તે જ છે. દેહધારી તો કોને કહેવાય ? જેને કિંચિત્માત્ર દેહાધ્યાસ રહ્યો હોય તો પણ દેહધારી. જેને દેહાધ્યાસ કિંચિત્માત્ર ન રહ્યો હોય, તે દેહ છતાં દેહધારી નથી.
આ દેહધારીનું જ્ઞાન અમને લાગુ ના થાય. કારણ કે એનું જ્ઞાન સીમિત હોય. અમારું તો અનલિમિટેડ હોય. એ અનલિમિટેડમાં જરાક કચાશ હોય એટલો ફેર.
તીર્થંકરનો અર્થ ! પ્રશ્નકર્તા તીર્થંકરનો અર્થ સમજાવો.
દાદાશ્રી : તીર્થકર શબ્દનો અર્થ એવો થાય કે એ જ્યાં જયાં ફર્યા એ ભૂમિ એક બાજુ તીર્થભૂમિ થઈ જાય. એટલે બધા લોકો ઈતિહાસમાં નોંધી રાખે કે ભગવાન અમુક જગ્યાએ ફર્યા હતા ! આ અમે જ્યાં જયાં ફર્યા છીએ, તેની લોકોએ નોંધ કરી લીધી છે કે અમુક અમુક જગ્યાએ દાદા ફર્યા છે ને એ બધી નોંધ પછી રાખી છે. એ પાછી છપાશે. એવું તીર્થંકરના માટે જ્યાં જયાં ફર્યા એ નોંધ કરે. પછી એ તીર્થભૂમિ થાય. માટે એમને તીર્થકર કહેવાય.
વિચરે તે ભૂમિ તીર્થ ! તીર્થને કરે એ તીર્થંકર. જ્યાં ફરે ત્યાં તીર્થ થઈ જાય. તીર્થંકર
એટલે જ્યાં જ્યાં ફરે ત્યાં બધે તીર્થ સ્વરૂપ કહેવાય. જ્યાં જ્યાં પગ પડે ત્યાં એ તીર્થ, એનું નામ તીર્થંકર. બધા તીર્થો જ ઊભાં કરે એ.
પ્રશ્નકર્તા : જ્ઞાનીને જંગમ તીર્થ કહે છેને !
દાદાશ્રી : જ્ઞાનીએ એમના જેવા ખરાંને, પણ એમનાં તો પાછળ તીર્થ જ કહેવાય અને અમારું એમના જેવું નહિને ! એ તો ફૂલ સ્ટેજના (પૂર્ણ દશાના) પુરુષ કહેવાય. અત્યારે ફૂલ સ્ટેજના પુરુષ પાકવાનાં નહિ. એટલે જ્ઞાનીની કિંમત ! નહીં તો જ્ઞાનીની કિંમત એટલી બધી ના હોય. આ તો અત્યારે ફૂલ સ્ટેજના પાકવાનાં નહિ એટલે જ્ઞાનીને ફૂલ સ્ટેજના કહ્યા. સુબાની જગ્યા જ કાઢી નાખે, પછી જે હોય એ ખરો !
ખરી રીતે ગુણથી તીર્થંકર શું ? એમણે બે અવતાર પહેલાં ભાવના કરેલી કે આ જગતને કેમ કરીને કલ્યાણ થાય, કેમ કરીને જગત સુખી થાય ! હું જે જ્ઞાન પામ્યો છું, જે સુખ પામ્યો છું એ સુખ જગત કેમ પામે, એ ભાવનાઓ કરેલી. તેનું આ તીર્થંકર અવતારમાં ઉદયમાં આવ્યું. એનું ફળ આવ્યું એટલે પછી જે બોલે ને તે દેશના હોય. તે એવી બોલે કે મીઠી દ્રાક્ષ જેવી ! તે સાંભળતા જ ફેરફાર થઈ જાય માણસનામાં. તીર્થકર એટલે જેને જોવાથી જ કલ્યાણ થઈ જાય !
પ્રશ્નકર્તા : તમને જોઈએ ત્યારે થાય કે દાદા તમે આવાં છો, કેટલો પ્રેમ ભરેલો છે તમારામાં. તો તીર્થકરો ક્યાં, મહાવિદેહ ક્ષેત્રમાં તો આનાથી શું ય હશે ?!
દાદાશ્રી : એ પ્રેમ આવો ના હોય. આ ખટપટિયો પ્રેમ ! એ ખટપટિયો પ્રેમ ના હોય.
તે તીર્થંકર થાય ! પ્રશ્નકર્તા : તીર્થકર કેવી રીતે બને ?
દાદાશ્રી : એ જગતનું કલ્યાણ કરવાની જ ભાવના. બીજી કોઈ ભાવના જ ના હોય. પોતાનું કલ્યાણ થાય કે ના થાવ. પોતાના દુ:ખને