________________
શ્રી સીમંધર સ્વામી
૭૩
વર્તમાન તીર્થંકર
રડે નહિ, લોકોના જ દુ:ખને રડ્યા કરે. એ ધીમે ધીમે ધીમે તીર્થંકર થવા માંડે. જે પોતાના સુખને રડ્યા કરે, એ કોઈ દહાડો કશું થાય નહિ. લોકોનાં દુઃખ એને સહન ના થાય, આખા જગતનું કલ્યાણ કરવાની ઈચ્છા હોય, ત્યારે ધીમે ધીમે તીર્થંકર થાય.
ખાવાનું જે મળે, સૂવાનું જે મળે, જમીન પર સૂવાનું મળે તો ય પણ નિરંતર ભાવના થી હોય ? જગતનું કેમ કરીને કલ્યાણ થાય ? હવે એ ભાવના ઉત્પન્ન કોને થાય ? પોતાનું કલ્યાણ થઈ ગયું હોય, તેને એ ભાવના ઉત્પન્ન થાય. પોતાનું કલ્યાણ થયેલું ના હોય, એ જગતનું કલ્યાણ શી રીતે કરે ? ભાવના ભાવે તો થાય.
‘જ્ઞાની પુરુષ' મળે, તો એને (શુદ્ધાત્માનાં) “સ્ટેજમાં લાવી નાખે અને સ્ટેજમાં આવ્યા પછી એમની આજ્ઞામાં રહે, તો ભાવના ભાવતાં આવડે.
પરિણામે પદ તીર્થકરોતું તીર્થંકરને તો ભાવકર્મ હોય જ નહીં ને ! ભાવકર્મ તો પહેલાં થયેલાં. તીર્થંકર થયા પછી ભાવકર્મ હોય નહીં. આ અમને હજુ ભાવકર્મ ખરાં ! આ આટલો ભાવ કે લોકોનું કલ્યાણ કેમ કરવું તે ! એમણે તો કલ્યાણ કરવાના ભાવ કરેલા, તે દહાડે જ આ તીર્થકર ગોત્ર બાંધેલું. તે આ તીર્થંકર ગોત્ર ખપાવે છે ખાલી. એનું ડિસ્ચાર્જ જ થયા કરે છે. એટલે એમને કેવળ કરુણા !
ભગવાન મહાવીર, એ જે ક્રિયા કરી રહેલા હોય તે દેખાતી હોય, પોતે એમાં હોય નહિ. અને હું આમાં હોઉં, હું કારણમાં હોઉં અને એ કાર્યમાં હોય. કાર્ય એટલે પૂર્ણ થઈ ગયો. એ બોલે તો જ કાર્ય પૂરું થાય.
પ્રશ્નકર્તા : સમજાયું. પણ મને એમ થાય કે વીતરાગ દશા પામ્યા પછી ભાવના કેમ થાય ? એ તો સંપૂર્ણ ઈચ્છા રહિત થઈ જાય ને ?
દાદાશ્રી : એમને કલ્યાણ કરવાની ભાવના ના હોય. એમને હવે
કલ્યાણ કરવાની જે ભાવના હતી, તે એનું એ ફળ ભોગવે છે. અત્યારે, તીર્થંકરપણું ભોગવે છે. મને કલ્યાણ કરવાની ભાવના ખરી, એટલે હું ખટપટિયો વીતરાગ કહેવાઉં ને એ સાચા વીતરાગ કહેવાય.
જેમ એક માણસ પરીક્ષા આપ્યા પછી, ક્યારેય પણ સ્કૂલમાં ના જતો હોય તો ય પરિણામ તો આવે જ ને ? એના નામથી પરિણામ આવે કે ના આવે ?
પ્રશ્નકર્તા: આવે.
દાદાશ્રી : એવું આ તીર્થંકરના નામથી પરિણામ આવેલું છે અને આ હું પરીક્ષા આપું છું. એટલે આ મને ભાવ ખરો કે આ લોકોનું કલ્યાણ થાય. મારું કલ્યાણ થયું એવું લોકોનું કલ્યાણ કેમ કરીને થાય એવી મારી ભાવના ખરી. એમને એવું ના હોય. એમણે પહેલાંના અવતારમાં કરેલું, તેનું ફળ આવ્યું. બહુ ઝીણી વાત છે આ બધી.
તીર્થકર તે કર્મફળ ! પ્રશ્નકર્તા : ભગવાન જન્મથી ભગવાન હોય કે પછી પુરુષાર્થથી ભગવાન બને ?
દાદાશ્રી : ના, ના. જન્મથી જ ત્રણ જ્ઞાનના ધર્તા હતા. પ્રશ્નકર્તા : ત્રણ જ્ઞાન હોય, પણ બીજા બે જ્ઞાન તો બાકી રહ્યાં
ને ?
દાદાશ્રી : એમાં કશું કરવાનું ના હોય. એ એની મેળે જ ઊઘાડ થાય, એની મેળે જ ! રાતથી રાહ જોઈએ આપણે કે સવાર ક્યારે થાય ? એનો પુરુષાર્થ કરવાનો હોય કે એની મેળે થશે ? મોક્ષ તો એની મેળે જ થાય, માર્ગ ઉપર આવવું જોઈએ. આ લોકોનાં માર્ગ તો અન્ય માર્ગ ઉપર છે, પરાયા માર્ગ ઉપર છે, ઊંધા રસ્તે છે.
છેલ્લા દર્શત જ તીર્થંકરતા પ્રશ્નકર્તા : તો તીર્થકરો એ બીજાને આત્મા પમાડે નહિ ?