________________
શ્રી સીમંધર સ્વામી
વર્તમાન તીર્થંકર
ભગવાનો, બધાં આમાં આવી જાય છે !
આ વિજ્ઞાત, નિષ્પક્ષપાતી ! | તીર્થંકરોની બહારનું આ જ્ઞાન નથી આપણું. આ તીર્થંકરોનું જ્ઞાન છે. તીર્થંકરો પોતે વીતરાગ હતા, છતાં જ્ઞાન પાછળથી પક્ષપાતી થઈ જતું હતું અને આ તીર્થંકરોનું જ્ઞાન છે. મારી તો કોઈ આમાં કશી વસ્તુ જ નથીને ! હું તો માલિક જ નથીને આનો. આ તો તીર્થંકરનું જ્ઞાન છે અને તે અક્રમ વિજ્ઞાન છે આ. તરત મોક્ષફળ આપે એવું છે, નહિ તો કરોડો ઉપાયે પણ મોક્ષ થાય નહિ, સમ્યક દર્શન થવું, એના માટે તો અનંત અવતારથી ભટક ભટક કરે છે.
દાદાશ્રી : બોલવાની સત્તા જ નહીં ને ! ખટપટ નહીં ને ! ટેપરેકર્ડ જેટલી વાગે એટલી વાગે.
પ્રશ્નકર્તા : એ વાગવાથી કોઈને આત્મા પ્રગટ થઈ જાય ?
દાદાશ્રી : એની મેળે, એ તો નિમિત્ત હોય. છેલ્લો સિક્કો વાગે કે ચાલ્યો જાય મોક્ષે. ઘણાં માણસો મોક્ષે ચાલ્યા જાય. તૈયાર થયેલો માલ બધો. છેલ્લી સહી એમની !
પ્રશ્નકર્તા : આપે એ જ કહેલું કે તીર્થંકરને જોવાની દ્રષ્ટિ હોવી જોઈએ. એટલે પેલાની દ્રષ્ટિ કામ કરે છે.
દાદાશ્રી : જોવાની દ્રષ્ટિ કામ કરે છે.
પ્રશ્નકર્તા : એટલે એવી દ્રષ્ટિથી જુએ કે એનું મહીં કલ્યાણ થઈ જાય.
દાદાશ્રી : મહીં છૂટું થઈ જાય. નહીં તો ભગવાનને તો ત્રણસો સાંઠે ય ડીગ્રી છે, પણ દ્રષ્ટિ હોવી જોઈએ.
મોક્ષનું ઘડતર, જ્ઞાતી થકી ! તીર્થંકરોનું મોટું ક્યારે ખુશમાં, બહુ ખુશમાં આવે ? ત્યારે કહે, જ્ઞાનીઓને જુએ ત્યારે બહુ ખુશમાં આવે કે આ કોમ સારામાં સારી છે, બધાને તૈયાર કરીને એમને ત્યાં મોકલે. મહેનત જ્ઞાની કરે. તીર્થકરોને મહેનત કરવાની નહિ. તૈયાર મસાલો એમની પાસે જાય. ઘડતર અમારે કરવાનું. એના બદલામાં એ અમારી પર ખુશ બહુ હોય, બહુ ખુશ ! એટલે જ આ દાદા ભગવાન શ્રુ નમસ્કાર કરીએ છીએ ને, તે ઠેઠ પહોંચી જાય. બાકી કોઈનો એક નમસ્કાર સ્વીકાર ના થાય. કારણ કે શ્રુ વગરનું શું કરે ? એ બોલ્યો, એનો લાભ મળે, પણ પડઘારૂપે !
તે જેટલાં ઉપરી છે તે બધાનાં નામ આ નમસ્કાર વિધિમાં આવી જાય છે. વીસ તીર્થંકરો, પછી પંચ પરમેષ્ટિ ભગવાનો, ૐ પરમેષ્ટિ
કળિકાળમાં ભેળસેળિયું ! પ્રશ્નકર્તા : આજ દિન સુધી ઈશ્વર, સંતપુરુષો, બધા ક્ષત્રિય બ્રાહ્મણકુળમાં વધુ જન્મ લીધો છે, તેમાં આપનું શું માનવું છે ?
દાદાશ્રી : બરોબર છે, પણ આ કળિયુગમાં તો બધે થોડા થોડા સંતો પાક્યા છે. આ કળિયુગ છે એટલે બધું ડિફોર્મ થઈ ગયું છે. સંત પુરુષો હરિજનમાં ય પાક્યા છે, વૈશ્યમાં ય પાક્યા છે. આ પહેલાંની વાત તમારી બરાબર છે. બીજું શું પૂછવું છે ?
પ્રશ્નકર્તા એમાં કંઈ સંસ્કારનું કારણ છે ? અમુક સંસ્કારને લીધે અમુક કુંટુંબમાં જ પાકે, એમ.........
દાદાશ્રી : એ તો સંસ્કારમાં ફેરફાર થઈ ગયા છે, અત્યારે મોટા ક્ષત્રિયોનાં સંસ્કાર ઘણાં ફેરાં વૈશ્યોમાં દેખવામાં આવે છે. કારણ કે ક્ષત્રિયો જ પોતે અવતાર લીધો છે ત્યાં વૈશ્યમાં. એટલે ભેળસેળ થઈ ગયું છે બધું. જેમ આ ઘી ભેળસેળ આવે છે ને એવું બધું. એટલે પછી સંતો ત્યાં પાકે. પહેલાં તો એવું હતું નહિ. જ્યાં સુધી ભેળસેળ નહોતું ને, ત્યાં સુધી ક્ષત્રિયોમાં અને બ્રાહ્મણોમાં બધું પાકતું.
આ તો ચોળિયાનું ચોળિયું, ચળામણ ચાળતાં ચાલતાં પાંચમા આરાનું બધું ચોળિયું છે. તેમાં ચપટી માટી ચોટી હોય, તે તાપ પડે તો