________________
શ્રી સીમંધર સ્વામી
વર્તમાન તીર્થંકર
પ્રશ્નકર્તા : મગર મોટર નામ દેને સે મોટર નહીં આ જાતી ! જેનું નામ દઈએ, તો પ્રેમ મળતો નથી.
દાદાશ્રી : નામ ઉપર બેસી રહેવા જેવું નથી અને નામ વગર ચાલે એવું નથી. કારણ કે અરૂપીને કેમ કરીને તમે પડકશો ? અરૂપી પકડાશે નહીં. આ માટે આ નામ દીધેલું છે. એમાં નામ કંઈ અડચણ કરતું નથી કોઈ જાતનું, પણ નામમાં જ જે પેસી જાય છે તેને અરૂપી પકડાતા નથી, નામના હઠાગ્રહી જ થઈ જાય છે. અરૂપીના હેતુ માટે જ નામ ઘાલીએ છીએ આપણે. બીજું કોઈ કારણ નથી.
પ્રશ્નકર્તા નામને પકડવાથી પાછી આપણામાં એ યાંત્રિકતા નહીં આવી જાય ને ? મિકેનિકલ નહીં થઈ જાય ને ?
દાદાશ્રી : એવું છે ને, આ દાદા ભગવાન કહો તો આ દેખાય છે એ હોય. મહીં પ્રગટ થયા છે તે દાદા ભગવાન છે, પણ કહેતાંની સાથે સમજાઈ જાય કે મહીં દાદા ભગવાન છે. એમનાં દર્શન કરીએ.
આપણે તો આ દાદા બોલાવે છે ને, સીમંધર સ્વામીનું, તે બધું બોલાવે એટલું બોલવાનું, એટલે બહુ થઈ ગયું. એક ફેરો દર્શન થયા તો કામ કાઢી નાખે. તો આ દાદાની હાજરીમાં દર્શન પહોંચ્યા કરે છે ને ભગવાન ત્યાં સ્વીકાર કરે છે. સ્વીકાર કરે એ ચાલે ને, નહિ તો એ કેવળજ્ઞાની ના કહેવાય. હા, ભીંતની બહાર રહીને દર્શન કરતો હોય તો ય કેવળજ્ઞાની સ્વીકાર કરે ! અહીં બેઠાં બેઠાં નીચેવાળો દર્શન કોઈ કરતો હોય ને, તેનો સ્વીકાર પોતે કરે. તે આ તો દાદાના શ્રુ કહેવાય, તે સિફારસ આપે.
મહાવિદેહ ક્ષેત્ર ક્યાં ? કેવું ? પ્રશ્નકર્તા: સીમંધર સ્વામી વિચરે છે, તો એ મહાવિદેહ ક્ષેત્ર ક્યાં
પ્રશ્નકર્તા : આ મહાવિદેહ ક્ષેત્ર, એ આપણાં ભરતક્ષેત્ર કરતાં જુદું ગણાય છે ?
દાદાશ્રી : હા, જુદું. એક આ મહાવિદેહ ક્ષેત્ર છે જ્યાં કાયમને માટે તીર્થંકરો જન્મ્યા જ કરે છે અને આપણા ક્ષેત્રમાં અમુક ટાઈમે જ તીર્થકરો જન્મ પછી ના રહે. આપણે અહીં અમુક ટાઈમે તીર્થંકર ના ય હોય. પણ અત્યારે આ સીમંધર સ્વામી છે, એ આપણાં માટે છે. એ હજુ ઘણાં કાળ સુધી રહેવાના છે અને અઢારમા તીર્થંકરના વખતથી છે એમનો જન્મ !
પ્રશ્નકર્તા : એ મહાવિદેહ ક્ષેત્રમાં જ કે બીજા ક્ષેત્રમાં ? દાદાશ્રી : મહાવિદેહ ક્ષેત્રમાં જ.
આપણા અહીં આગળ તીર્થંકરો કોણ હતા, તે વખતે એમનો જન્મ છે, તે કહું ! તે આપણે ત્યાં ઓગણીસમા તીર્થંકર મલ્લિનાથ, એમની આગળના તીર્થંકરના જન્મ પૂર્વે સીમંધર સ્વામીનો જન્મ થયેલો હતો.
ભૂગોળ, મહાવિદેહ ક્ષેત્રની ! પ્રશ્નકર્તા : હવે મહાવિદેહ ક્ષેત્ર વિશે થોડું ડિટેલમાં જણાવો ને. આટલાં જોજન દૂર આ મેરુ પર્વત, એ જે બધી વસ્તુ શાસ્ત્રમાં લખેલી છે, એ બરાબર છે ?
દાદાશ્રી : બરાબર છે. એમાં ફેર નથી. ગણતરીબંધ વસ્તુ છે. હા, તે એટલાં વર્ષનાં આયુષ્ય, હજુ કેટલાં વર્ષ રહેશે, પણ બધું ગણતરીબંધ છે બધું, આખું બ્રહ્માંડ છે એમાં મધ્યલોક છે. હવે આમાં પંદર પ્રકારના ક્ષેત્રો છે. આ મધ્યલોક આમ રાઉન્ડ (ગોળ) છે. પણ લોકોને બીજી કંઈ સમજણ ના પડે આ. કારણ કે એક વાતાવરણમાંથી બીજા વાતાવરણમાં જઈ ના શકાય એવા ક્ષેત્રો છે મહીં, એટલે પંદર મનુષ્યોની ભોગ ભૂમિઓ છે. મનુષ્યને જન્મ પામવાની અને મનુષ્ય લોકને રહેવાની પંદર ભૂમિકાઓ છે. આપણી એમાંની આ એક ભૂમિકા છે. આ સિવાયની બીજી ચૌદ છે. એમાં આપણા જેવાં જ માણસો જ્યાં જુઓ ત્યાં
દાદાશ્રી : એ તો આપણાં આ ક્ષેત્રથી બિલકુલ જુદું છે. બધા ક્ષેત્રો જુદાં જુદાં છે. ત્યાં આમ જઈ શકાય એવું નથી.