________________
શ્રી સીમંધર સ્વામી
છે. પૂછીને પછી પાછી આવે છે. ત્યાં સ્થૂળ દેહે કરીને ના જવાય પણ અવતાર ત્યાં થાય ત્યારે જવાય.
આપણે અહીં તીર્થંકરોનો જન્મ થતો તે બંધ થઈ ગયો. અઢી હજાર વર્ષથી ! તીર્થંકર એટલે છેલ્લા, ‘ફૂલ મૂન’ ! પણ ત્યાં કાયમને માટે તીર્થંકરો જન્મ લે છે. સીમંધર સ્વામી ત્યાં આજે હયાત છે. આપણા જેવો દેહ છે, બધું છે.
પ્રશ્નકર્તા : એ અંતર્યામી છે ?
૧૯
દાદાશ્રી : એ આપણને જુએ છે. આપણે એમને જોઈ શકતાં નથી, એ આખી દુનિયા જોઈ શકે છે.
સીમંધર સ્વામી એ બીજા ક્ષેત્રમાં છે, એ બુદ્ધિની બહારની વાત છે બધી. પણ મારા જ્ઞાનમાં આવેલી છે, આ લોકોને સમજાય નહિ. પણ અમને એક્ઝેક્ટ (જેમ છે તેમ) સમજાય. હવે એનાં દર્શન કરવાથી લોકોનું કલ્યાણ બહુ થઈ જાય.
એમનું સ્વરૂપ કેવું ?
પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામીનું સ્વરૂપ કેવું છે ? દેહ સ્વરૂપ છે કે નિરંજન-નિરાકાર છે ?
દાદાશ્રી : દેહ સ્વરૂપ છે.
પ્રશ્નકર્તા : દેહ કેવો ?
દાદાશ્રી : દેહ તમને દેખાય અને અમને આત્મા દેખાય. તમને આત્મા ના દેખાય અને અમને આત્મા દેખાય.
જેવો ?
પ્રશ્નકર્તા : એમનો દેહ કેવો હોય ! મનુષ્ય જેવો ? આપણા
દાદાશ્રી : દેહ આપણા જેવો જ. માણસ જેવો જ છે દેહ. પ્રશ્નકર્તા : એમના દેહનું પ્રમાણ શું ?
વર્તમાન તીર્થંકર
દાદાશ્રી : પ્રમાણ બહુ મોટું હોય. હાઈટ બહુ ઊંચી છે. બધી વાત જ જુદી છે. એનું આયુષ્ય જુદું છે. ત્યાં પણ માણસની લાગણીઓ આપણા જેવી જ બધી. મહાવિદેહ ક્ષેત્રમાં ય માણસો છે તે આપણાં જેવાં છે, દેહધારી જ છે.
૨૦
પ્રશ્નકર્તા : તો એ દેહધારી છે, તો ય આપણને કેમ દેખાતા નથી ? પ્રત્યક્ષ કેમ થતાં નથી ?
દાદાશ્રી : તમને આ જોડેની રૂમમાં કશું પલંગ છે, એ દેખાય
છે અહીંથી ?
પ્રશ્નકર્તા : પલંગ છે, એ ખબર છે.
દાદાશ્રી : હા, પણ દેખાતો નથી. શાથી નથી દેખાતો ? એટલે એ તો કેવળજ્ઞાન થવું જોઈએ !
તામ, રૂપતું રહસ્ય !
પ્રશ્નકર્તા : જો ભગવાન નિરાકાર હોય તો નામ અને રૂપમાં આપણે સીમંધર સ્વામી કહીએ, તો એ તો ‘સીમંધર સ્વામી’ એ નામ કહ્યું. તો ભગવાનનું એ સ્વરૂપ છે, એ સીમિત ના થઈ જાય ? કારણ કે પરમાત્મા તો નિરાકાર છે. તો પછી આ નામ અને રૂપની જ ભજના કરવી, એનું શું કારણ ?
દાદાશ્રી : એવું છે ને, કેરી નામ દેવાથી આપણા લક્ષમાં જ હોય કે રસ હતો. રસને માટે જ કેરીનું નામ દઈએ છીએને આપણે ? એટલે
આ નામ દેવાથી ભગવાન મહીં છે એની ખાતરી જ હોય. નામ એ
મંદિર કહેવાય અને મહીં ભગવાન. અને પેલું જે છે એ તત્ત્વ. એ અરૂપી તત્ત્વ હોય તે લક્ષમાં નહીં આવી શકે. માટે જ્યાં અરૂપી તત્ત્વ પ્રગટ થઈ ગયેલું છે. સંપૂર્ણ પ્રગટ થઈ ગયેલું છે, કમ્પ્લીટ પ્રગટ ! તે ત્યાં એમનાં મંદિરનું નામ દઈએ, ત્યારથી જ આપણને એનો લાભ થાય. આપણે અહીં કેરી બોલીએ તે કંઈ કેરી શબ્દ માટે નથી, રસને માટે છે. અને ઘણાં ફેરી તો કેરી જોઈએ છીએ અને જીભમાં સ્વાદ આવે છે.