________________
શ્રી સીમંધર સ્વામી
૧૮
વર્તમાન તીર્થંકર
દાદાશ્રી : કરવાનું એમને કશું જ ના હોય ને. કર્મના ઉદય પ્રમાણે બસ. પોતાના ઉદયકર્મ જે કરાવડાવે એવું કર્યા કરે. પોતાની જાતનો ઈગોઈઝમ (અહંકાર) ખલાસ થઈ ગયો હોય ને આખો દહાડો જ્ઞાનમાં જ રહે. મહાવીર ભગવાન રહેતા હતા એવું. એમને ફોલોઅર્સ (અનુયાયીઓ) બહુ હોય ને બધા.
અવતાર કરીને પછી જશે અને રામને તો એવી ઇચ્છા ન હતી. રામને તો મોક્ષે જ જવું હતું ! કૃષ્ણ ભગવાને તો નિયાણું કર્યું હતું કે આખું જગત મને પૂજે. અને બધાનું કલ્યાણ કરી અને પછી જવાના, એટલે એ તીર્થંકર થવાના છે. કૃષ્ણ તીર્થંકર છે, દેવકી તીર્થંકર છે ને બળદેવ, એ ત્રણે ય તીર્થંકર થવાના છે અને ચોથા રાવણ પણ તીર્થંકર થવાના છે. આ ડિસાઈડડ (નક્કી) થઈ ગયેલું છે. નામ-બામ બધું ડિસાઈડેડ થઈ ગયું. કયા નંબરના તીર્થંકર થવાના છે, એ ય ડિસાઈડડ થયેલું છે.
અનંત કોણ ?
પ્રશ્નકર્તા: આપે એમ કહ્યું કે સીમંધર સ્વામીનું એક લાખ વર્ષનું આયુષ્ય છે ને પછી ફરી પાછો એમનો જનમ થવાનો છે ?
દાદાશ્રી : ના, એમને જનમ-બનમ હોતો હશે ? એ તો તીર્થંકર ભગવાન ! જગતનું કલ્યાણ કરવા માટે આવેલા.
પ્રશ્નકર્તા : પણ એ તો અનંત હોય. એમને કોઈ મર્યાદા જ ના હોય.
દાદાશ્રી : ના, એ તો દેહ છે માટે દેહધારીરૂપે છે. રામ અનંત હોય. કારણ કે એમને દેહ નથી. દેહધારી છે ત્યાં સુધી દેહ આટલાં વરસ ટકવાનો છે એવું આપણે કહીએ છીએ. બાકી એ તો અનંત જ છે પોતે. અમર તો આપ છો, પેલાં ય અમર છે અને આ બધાં અમર તો મારી જોડે કેટલાંય બન્યા છે. જે મરવાનાં નથી, પણ દેહ તો મરવાનો ને ! દેહ તો કપડાંની પેઠે મરવાનો.
પ્રશ્નકર્તા: એ દ્રષ્ટિએ જોઈએ તો બધા દેહોમાં જે આત્મા છે એ બધા અમર છે. ફક્ત દેહનો નાશ થવાનો છે.
દાદાશ્રી : હા, પણ પોતે દેહને હું છું એવું માનતો નથી, એમને દેહાધ્યાસ નથી ને જગતના લોકોને દેહાધ્યાસ છે. જેને દેહાધ્યાસ જાય, તે અમર થઈ ગયા. તમને દેહાધ્યાસ ગયો નથી ને ?
પ્રશ્નકર્તા : નથી ગયો. એ જ સિદ્ધાંત સ્વીકારીએ તો રામ મોક્ષે ગયા ને કૃષ્ણ મોક્ષે કેમ ના ગયા ? એ પણ અનંત જ હતા ને ?
દાદાશ્રી : કૃષ્ણ એ વાસુદેવ નારાયણ છે. લોકોનું કલ્યાણ કરવા માટે રહ્યા છે. એમને પોતાને બહુ મોટું કલ્યાણ કરવું છે એટલે એક
અંધારામાં રહ્યું જગત ! પ્રશ્નકર્તા : રામ, કણ, અલ્લા, ક્રાઈસ્ટ આવાં કેટલાંય થઈ ગયા. પણ દોઢ લાખ વર્ષથી જો સીમંધર સ્વામી છે, તો એના માટેનું આટલું બધું અજ્ઞાન કેમ છે ?
દાદાશ્રી : એમના એકલાં માટે નહિ, બધા બહુ જણ માટે અજ્ઞાન છે. બધું અજ્ઞાન જ છે આ ! અંધારામાં જ છે જગત. આ તો જેટલું દેખાયું એટલું અજવાળું થયું. બાકી બધું અંધારું જ છે. જગત તો બહુ વિશાળ છે અને સીમંધર સ્વામી જેવા પાછાં બીજાં છે. આ તો ટુંકી, દ્રષ્ટિથી-શોર્ટ સાઈટથી આવું અંધારામાં દેખાય છે. બહુ વિશાળ છે જગત. મોટા મોટા ઇન્દ્ર લોકો ય છે. તેમને બે-બે લાખ વર્ષના આયુષ્ય છે. નર્કગતિમાં ય જીવો છે, તેમને ય બે-બે લાખ વર્ષના આયુષ્ય છે. ત્યાં આયુષ્યની ખોટ જ નથી. અહીં મનુષ્ય એકલામાં જ આયુષ્યની ખોટ છે. અહીં જ ભાંજગડ બધી ! સાસુ-સસરો થયો કે હંડ્યો....!
દર્શન માત્રથી જ મોક્ષ ! પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીનાં દર્શનનું વર્ણન કરો.
દાદાશ્રી : સીમંધર સ્વામી અત્યારે પોણા બે લાખ વરસની ઉંમરના છે. એ ય ઋષભદેવ ભગવાન જેવા છે. ઋષભદેવ ભગવાન આખા બ્રહ્માંડના ભગવાન કહેવાય. તેવા આ આખા બ્રહ્માંડના ભગવાન કહેવાય. તે આપણે અહીં નથી, પણ બીજી ભૂમિકામાં છે કે જ્યાં માણસ જઈ શકતો નથી. જ્ઞાનીઓ પોતાની શક્તિને ત્યાં મોકલે