________________
શ્રી સીમંધર સ્વામી
૧૦૩
૧૦૪
વર્તમાન તીર્થંકર
શા હારું ભક્તિ કરતો હોય ? મારું શરીર સારું રહે, છોકરાને ત્યાં છોકરો નથી, લાલચો બધી. ભૌતિક સુખો માટે આ બધા લાલચમાં પડ્યા છે. કોઈ મોક્ષને માટે પૂજા કરતા નથી. પણ તે ય અમે તો કહીએ છીએ કે જ્યાં સુધી મોક્ષનો માર્ગ ના મળે, ત્યાં સુધી ભૌતિક સુખો માટે આ ભક્તિ કરજો અને આ ભક્તિ છોડાવી દેશો તો રમી રમવા જતો રહેશે મૂઓ, જેટલો નવરો પડ્યો તો ! એટલે આમાં ગૂંથાયેલા રહે એવું કર્યા કરવું.
એમાં તમારી જ શ્રદ્ધા ફળે ! પ્રશ્નકર્તા: આ બધા બાધા-આખડીઓ કરે છે કે ભગવાન આમ કરશો તો આમ કરીશ, તો એમાં કેટલી સત્યતા છે ?
દાદાશ્રી : એમાં એવું છે કે કોઈ કશું કરતું નથી. ભગવાન કંઈ એવો નવરો નથી આવું બધું કરવા હારું. તમારી શ્રદ્ધા ફળે છે. તમે ભગવાન પર શ્રદ્ધા રાખો. એ શ્રદ્ધા તૂટે નહિ તો એ શ્રદ્ધા તમારી ફળ છે. બીજું ભગવાન કશું કરતો નથી એમાં ! ભગવાન તો ત્યાં પથ્થર રૂપે બેઠા છે કે જે રૂપે બેઠા છે ! હા, દેહધારી રૂપે જીવતા ભગવાન હોય ત્યાં કૃપા થાય, એમને રાજી કરો તો કૃપા થાય. એમને રાજી કરવા માટે આટલી ચીજ ના જોઈએ. લક્ષ્મીનો વ્યવહાર બિલકુલે ય જોઈએ નહિ. સ્ત્રી-વિષયવિકાર બિલકુલ ના જોઈએ. સ્ત્રીનો વિચાર પણ ના હોવો જોઈએ. લક્ષ્મી અને સ્ત્રી, બે બિલકુલ જોઈએ નહિ અને વર્લ્ડમાં કોઈ ચીજની ભીખ ન હોય. માનની, કીર્તિની, કશાની નહિ. જ્યાં કોઈ પણ જાતની ભીખ છે માનની-કીર્તિની, તો તે શી રીતે ભગવાન કહેવાય ? જાતજાતની ઈચ્છાઓ હોય ! ભગવાન નિરીછુક હોય. નિરંતર સમાધિ હોય ભગવાનને !
પ્રભુપૂજાતાં પગથિયાં ! પ્રશ્નકર્તા: દરેક ધર્મનાં શાસ્ત્રોમાં નામનું મહત્વ બહુ બતાવે છે. નામના જાપ કરવાનું, એમાં શું રહસ્ય હશે ?
દાદાશ્રી : એ બધું એકાગ્રતા માટે છે. ‘નામ’ એ સ્થળ છે, સ્થળ
ભક્તિ છે, પછી ‘સ્થાપના' એ સૂક્ષ્મ ભક્તિ છે, પછી ‘દ્રવ્ય' એ સુક્ષ્મતર ભક્તિ છે અને છેલ્લે ‘ભાવ' એ સૂક્ષ્મતમ છે. આ ચાર પ્રકારની ભક્તિ છે. તે એકલાં “મહાવીર, મહાવીર” બોલતા હોય તો ય એ સ્થળ ભક્તિ થઈ અને જો સ્થાપના એટલે કે ફોટો મૂકીને મહાવીર, મહાવીર’ કરે તે સૂક્ષ્મ ભક્તિ થઈ કહેવાય અને જાતે મહાવીર હાજર હોય ને ભક્તિ કરે તો સૂક્ષ્મતર ભક્તિ કહેવાય. આ મારો ફોટો મૂકીને ભક્તિ કરે, એનાં કરતાં હું જાતે હાજર હોઉં ને મારી હાજરીમાં ભક્તિ કરે તો એ સૂક્ષ્મતર ભક્તિ કહેવાય. અને પછી મારી આજ્ઞા જ પાળે તો એ સૂક્ષ્મતમ ભક્તિ કહેવાય. મારું કહેવાનું, અમારી આજ્ઞા, એના ભાવમાં આવી જાય તો એ ભાવ ભક્તિ થઈ ગઈ. એ તરત ફળ આપનારું છે. પેલી ત્રણેય પ્રકારની ભક્તિ ભૌતિક ફળ આપનારી છે અને ‘આ’ એકલું જ ‘રિયલી કૅશ’ છે. તેથી તો અમે કહીએ છીએ કે “ધીસ ઈઝ કૅશ બેંક ઈન ધી વર્લ્ડ.’ આને ‘કૅશ બેંક’ શાથી કહીએ છીએ કે અત્યારે “અહીં’ છેલ્લી ભક્તિ થાય.
નામ ભક્તિ ય ખોટી નથી. નામનો એવો નિયમ નથી. નામમાં તો “રામ” બોલે તો ય ચાલે ને કોઈ ‘લીમડો' બોલ બોલ કરે તો ય ચાલે. ખાલી બોલવું જોઈએ. જે બોલ્યા તેની મહીં ઉપયોગ રહે, એટલે બીજી બાજુ લિસોટા ના માર માર કરે. આત્માને એક ઘડીવાર વીલો મૂકાય એવો નથી, માટે કંઈકને કંઈક એના માટે ઉપયોગ રાખવો. માટે નામસ્મરણ કરે છે એ કંઈ ખોટું નથી. કોઈ વસ્તુ ખોટી હોતી જ નથી આ જગતમાં. પણ નામ, સ્થાપના ને દ્રવ્ય એ ત્રણેય વ્યવહાર છે અને ભાવ એકલું જ નિશ્ચય છે. વ્યવહારમાં તો અનંત અવતારથી આનું આ જ કર્યું છે ને ભટક, ભટક, ભટક, ભટક કર્યા કર્યું છે ! આચાર્યો થયા, સાધુઓ થયા, સાધ્વીજી થયા, આમ ને આમ ભટક ભટક કર્યા કર્યું, માર્ગ મળ્યો નહિ.
શ્રદ્ધા જ ફળ આપે ! એવું છે, દેવ તમારી ‘બિલિફો’ને આધીન છે. મૂર્તિમાં દર્શન કરો. પણ ‘બિલિફ’ ના હોય તો શો ફાયદો ? ‘બિલિફ’ અન્અવકાશપણે હોય તો તે રાતદહાડો યાદ આવ્યા કરે. માટે મૂર્તિમાં શ્રદ્ધા મૂકો.