________________
શ્રી સીમંધર સ્વામી
૧૦૧
તામ દેશે, તેનાં
દુઃખ જશે !
પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીનું મંદિર એટલા માટે બંધાવો છો કે પછી બધાં એ રીતે આગળ આવી શકે.
દાદાશ્રી : સીમંધર સ્વામીનું નામ લેશે ને, ત્યાંથી જ ફેરફાર થવા માંડશે.
પ્રશ્નકર્તા : સદ્ગુરુ વગર તો પહોંચાશે નહિ ને ?
દાદાશ્રી : સદ્ગુરુથી તો મોક્ષે જવાનું સાધન હોય પણ આ લોકોને જે દુઃખો છે તે બધાં જતાં રહે, પુણ્ય ઉદયમાં ફેરફાર થયા કરશે. એટલે આ દુઃખ બિચારાને ના રહે. આ બધા કેટલા દુઃખોમાં સપડાયા કરે છે. પછી મોક્ષ તો થશે. સદ્ગુરુ મળે તો કંઈ દહાડો વળે, નહિ તો ના મળે તો પુણ્ય તો ભોગવે બિચારો. સારું કર્મ તો બાંધે. ખોટાં કર્મ ના કરે તો બહુ થઈ ગયું. મોક્ષ તો બધાંનો હોય જ નહિ ને ! મોક્ષ તો કો'કનો જ હોય. જેને ગુરુ હોય એ ભાગ્યશાળી. એમનાથી બદલાવાનું હોય તે બધું જ બદલાય. ગુરુ સારા એટલે ચોખ્ખા, અહંકાર હોય તેનો વાંધો નથી, પણ ચોખ્ખા એટલે પૈસા ભેગા કરવા માટે નહીં. વિચારો વિષય માટે નહિ જોઈએ. જ્યાં વિષય અને પૈસા હોય ત્યાં ગુરુ નથી. પૈસાનું હોય, એ તો રામલીલા જ કહેવાય ! પૈસા હોય ત્યાં ધર્મ ના હોય. ધર્મ હોય ત્યાં પૈસા ન હોય.
....તો ય થાય કલ્યાણ !
પ્રશ્નકર્તા : આપે એક જગ્યાએ કીધું છે કે ફૂલ સમજ અને ફૂલ અનુભવ એ જ પરમાત્મા છે, તો પછી પરમાત્માના બધા પિકચરો (ફોટાઓ) કેમ છે ? ભગવાનના બધા ફોટાઓ કેમ છે ? બધે રામનો, કૃષ્ણનો, શંકર ભગવાનનો ?
દાદાશ્રી : ફોટા ના હોય તો શી રીતે ઓળખાય ? શી રીતે તમને ખબર પડે ?
પ્રશ્નકર્તા : પણ આ પરમાત્મા સાથે સમજાવ્યા કે ફૂલ (પૂર્ણ)
વર્તમાન તીર્થંકર
સમજ ને ફૂલ અનુભવ એ જ પરમાત્મા, તો એમાં તો કોઈ એવો ફોટો છે જ નહિ.
૧૦૨
દાદાશ્રી : પણ એ જેનામાં હોય, એનો ફોટો તો હોયને ! દેરાસરનો ફોટો હોયને ! જુઓને, આ દેરાસરનો (સીમંધર સ્વામીનું ચિત્રપટ) ફોટો દેખાય છે ને ? ત્યારે એ દેરાસરનો ફોટો જોઈએ, તો ‘ભગવાન અહીં છે' એવું ખાતરી થાય. કશુંક જોઈએ તો આપણને દેખાયને. માટે ભગવાન બધા ફોટાવાળા જોઈએ. ફોટા એ દેરાસર છે ને મહીં ભગવાન બેઠા છે !
પ્રશ્નકર્તા : એમાં બેઠેલા ભગવાનને આપણે ના ઓળખીએ, પણ જેનામાં એવા ભગવાન છે. એમનાં દર્શન કર કર કરીએ, એની ભજના કરીએ તો ય કોઈક દિવસે સમજ આવી જાય ને ?
દાદાશ્રી : તો ય બહુ થઈ ગયું. એમનું નિદિધ્યાસન કરીએ, તો ય આવી જાય. દેરાસરનાં પગથિયાં અડી આવીએ તો ય કલ્યાણ થઈ જાય. આ ભક્તિ શેતા માટે ?
પ્રશ્નકર્તા : મંદિરમાં ભગવાનની લોકો બધા ‘પ્રે’ (પ્રાર્થના) કરતાં હોય છે. હું નથી કરતો, કારણ કે મને એનું મહત્ત્વ સમજ નહિ પડેલું હતું. તે મને જાણવું છે કે મહત્ત્વ શું છે ને કેવી રીતે કરવાનું ?
દાદાશ્રી : કશું ય મહત્ત્વ નથી. લોક કહેશે કે આ ભગવાનનો ફોટો લઈ જાવ, આ તમને બચાવશે. તને બાપો ય બચાવનારો નથી. એ બધા ગયા મહીં, ફોટા લઈને આવ્યા. તો એ કોણ બચાવવાના છે ?
એ આપણી શ્રદ્ધા બચાવે છે ! એ ફોટાવાળા કંઈ બચાવવા આવ્યા છે ! એ ફોટાવાળા તો હમણે નાખી દઈએ તો ડૂબી જાય. એ કંઈ તરે ? એ તો આપણી શ્રદ્ધા છે, એમાં જે છે. આ તો બધા ફોટા ભેગા કર્યાં છે. એનું શું કારણ ? આ મને બચાવશે, આ મને બચાવશે... મૂઆ નહીં બચાવે. એ એમનું જ બચેલું નહિ ત્યાં !!
એટલે એમની લાલચો પૂરી કરવાનું સાધન છે એ. માતાજીની