________________
શ્રી સીમંધર સ્વામી
૧૦૦
વર્તમાન તીર્થંકર
મહેસાણા જેવી મૂર્તિ થશે. આ અંબાલાલ મૂળજીભાઈના નામ પર નથી. આ તીર્થંકર ભગવાન શ્રી સીમંધર સ્વામીના નામ પર શેની ખોટ હોય ? હજુ તો કશું નામ નથી બોલાયું, તે પહેલાં તો પાંચ લાખ રૂપિયા ભેગા થઈ ગયા છે. વાર ના લાગેને ! અને આ તો પૈસા ઊડી ઊડીને પડશે. ક્યાંથી પડશે ? આ કંઈ સો-સો, હજાર-હજારે ઓછું વળવાનું છે ?
પ્રશ્નકર્તા : પૈસા ક્યાંથી આવતા હશે ?
દાદાશ્રી : પૈસા તો પુણ્યશાળીની પાસે બધા હોય જ ને. કારણ કે સાચી વાત આ દુનિયામાં હોય તો આ કલ્યાણ થાય. બાકી કલ્યાણ થાય નહિ.
સહેલી વાત નથી. જૈનોએ કહ્યું, પૈસા આપવા માટે પણ એ તો પછી એમના કાયદાઓ ઘાલી દે.
પ્રશ્નકર્તા : હા. કાયદા એમના ઘાલી દે.
દાદાશ્રી : અમારે તો વૈષ્ણવ આવવાના, બધા આવવાના. તે એ લોકો એમના કાયદાથી પેસવા ના દે પછી. પૂજા કરવી હોય તો ના પેસવા દે. વૈષ્ણવોને એ કહે, આવા કપડાં પહેરીને અંદર જાવ.... શું ? કાયદા પેસી જાયને ? એટલે (જૈનોના પૈસા લેવાની) બધાએ ના પાડી, આપણા મહાત્માઓએ.
આરસની અસરો ! મેં કહ્યું, ‘આરસનું આખું દેરાસર બનાવવાનું ?” ત્યારે બધા કહે છે, “આખું દેરાસર આરસનું થાય તો બહુ સારું.’
પ્રશ્નકર્તા : બધાની ઇચ્છા ખરી કે આરસનું થવું જોઈએ.
દાદાશ્રી : બધા બહુ માણસોની ઈચ્છા. મેં પૂછયું પણ ખરું બધાને.
પ્રશ્નકર્તા : આરસ કેમ બધા દેરાસરમાં વપરાય ?
દાદાશ્રી : એને આ વેધર (આબોહવા) અસર ના કરે. બીજા બધાને અસર કરે. આરસને મોડામાં મોડી અસર થાય. હજાર વર્ષનું આરસનું દેરું હોય પણ
પ્રશ્નકર્તા : તો અમે બધા આરસ જેવાં થઈ ગયા.
દાદાશ્રી : હા. આરસ કરતાં ઊંચા ! તમારી તો વાત જ જુદી. તમે કંઈ પથરા છો ? પથરામાં પહેલો નંબર આરસ કહેવાય.
અનન્ય ભક્તિ, ત્યાં અપાય ! આપણે મોક્ષમાં જવાનું છે ત્યાં આગળ. મોક્ષમાં જવાય એટલું પુણ્ય જોઈએ. અહીંયા તમે સીમંધર સ્વામીનું જેટલું કરશો, એટલું બધું તમારું આવી ગયું. બધું બહુ થઈ ગયું. એમાં એવું નથી કે આ ઓછું છે. એમાં તો તમે જે (આપવા માટે) ધાર્યું હોય ને એ બધું કરો. એટલે બધું થઈ ગયું. પછી આથી વધારે કરવાની જરૂર નથી. પછી દવાખાના બાંધો કે બીજું બાંધો. એ બધું જુદે રસ્તે જાય. એ ય પુણ્ય ખરું પણ સંસારમાં જ રાખે અને આ પુણ્યાનુબંધી પુણ્ય, જે મોક્ષે જવા હેલ્પ કરે !
આ અનંત અવતારની ખોટ ભાંગવાની છે અને એક જ અવતારમાં ભાંગવાની છે. એટલે ખરી રીતે મારી પાછળ પડવું જોઈએ, પણ એ તો તમારું ગજું નહીં. આ એમની જોડે તાર-સાંધો મેળવી આપું છું, કારણ કે ત્યાં જવાનું છે. હજી એક અવતાર બાકી રહેશે. અહીંથી સીધો મોક્ષ થવાનો નથી. હજી એક અવતાર બાકી રહેશે. એમની પાસે બેસવાનું છે એટલે સાંધો મેળવી આપું છું અને આ ભગવાન આખા વર્લ્ડનું કલ્યાણ કરશે. એટલે આખા વર્લ્ડનું કલ્યાણ થશે એમના નિમિત્તથી. કારણ કે એ જીવતા છે. ગયેલા હોય ને એ કશું જ ધોળે નહિ, ખાલી પુણ્ય બંધાય.
સીમંધર સ્વામીના નામ પર...
આપણા માટે તો કશું કરવું ન હતું, પણ આ સંકેતથી ઉત્પન્ન થયેલું છે. એટલે આ સુરતની પાસે હાઈવે ઉપર થાય છે આ. લગભગ