________________
શ્રી સીમંધર સ્વામી
૧૦૫
વર્તમાન તીર્થંકર
છે.
મૂર્તિ એ ભગવાન નથી, તમારી શ્રદ્ધા જ ભગવાન છે. છતાં ભગવાનનાં દર્શન કરો તો ભાવથી કરજો. મહેનત કરીને દર્શન કરવા જાઓ. પણ દર્શન બરાબર ભાવથી ના કરો તો મહેનત નકામી જાય.
સાયા દર્શતતી રીત ! ભગવાનના મંદિરમાં કે દેરાસરમાં જઈને સાચાં દર્શન કરવાની ઇચ્છા હોય તો, હું તમને દર્શન કરવાની સાચી રીત શિખવાડું. બોલો, છે કોઈને ઇચ્છા ?
પ્રશ્નકર્તા: હા, છે. શીખવાડો દાદા. કાલથી જ તે પ્રમાણે દર્શન કરવા જઈશું.
દાદાશ્રી : ભગવાનના દેરાસરમાં જઈને કહેવું કે “હે વીતરાગ ભગવાન ! તમે મારી મહીં જ બેઠા છો, પણ મને તેની ઓળખાણ નથી થઈ તેથી તમારાં દર્શન કરું છું. મને આ ‘જ્ઞાની પુરુષ' દાદા ભગવાને શિખવાડ્યું છે, તેથી આ પ્રમાણે તમારા દર્શન કરું છું. તો મને મારી પોતાની ઓળખાણ થાય એવી આપ કૃપા કરો.” જ્યાં જાઓ ત્યાં આ પ્રમાણે દર્શન કરજો. આ તો જુદાં જુદાં નામ આપ્યાં. ‘રિલેટિવલી’ જુદાં જુદાં છે, બધા ભગવાન ‘રિયલી' એક જ છે.
દુકાન ટાવર આગળ હોય ને દુકાનના વિચાર અહીં કરે ! અલ્યા, જે સ્થળ પર હોઉં તે સ્થળના વિચાર કર. અરે, રસ્તામાં પણ દુકાનના વિચાર કરતા કરતા જાય અને મંદિરમાં જવા નીકળે ત્યારે કોઈ ધર્મના વિચાર કરતું જ નથી ! ત્યાં તો દુકાનના વિચાર કરે છે. કેટલાંકને તો રોજ મંદિરમાં જવાની ટેવ પડી ગયેલી હોય છે. અલ્યા, ટેવ પડી છે, માટે તું દર્શન કરે છે ભગવાનનાં ? ભગવાનના દર્શન તો રોજ નવાં નવાં જ લાગવાં જોઈએ ને દર્શન કરવા જતી વખતે નહીં ઉલ્લાસ ‘ફેશન ફેશ’ જ હોવો જોઈએ. આ તો રોજ દાબડી લઈને દર્શન કરવા જવાની ટેવ પડી ગઈ હોય છે.
મૂર્તિ થકી ભક્તિ ! વ્યવહારના દેવ મૂર્ત સ્વરૂપે છે અને નિશ્ચયના દેવ અમૂર્ત સ્વરૂપે
મૂર્તિ શાથી મૂકી છે ? એની પાછળ શી ભાવના છે ? “સાહેબ, તમે સનાતન સુખવાળા છો ને હું તો ‘ટેમ્પરરી” સુખવાળો છું. મારે ય સનાતન સુખની ઇચ્છા છે.” ભગવાન સનાતન સુખવાળા છે, તેથી તો જુઓને મૂર્તિમાં છે તો ય આપણાં કરતાં રૂપાળા દેખાય છે, જાણે જોયા જ કરીએ !
આપણે ભગવાનની મૂર્તિનાં દર્શન કરીએ છીએ, ત્યારે મૂર્તિ શું કરે છે ? “ભાઈ, આ માલ મારો નથી, આ માલ તારા જ શુદ્ધાત્માનો છે.” એટલે મૂર્તિ તમારા શુદ્ધાત્માને પાછું મોકલી આપે છે. આને પરોક્ષ ભક્તિ કહેવાય !
જ્ઞાતી, મૂર્તામૂર્ત ! | ‘આત્મા’ અમૂર્ત છે અને મૂર્તની મહીં રહેલો છે. જે મૂર્તિ છે એ ‘રિલેટિવ' છે અને મહીં અમૂર્ત છે તે ‘રિયલ’ છે. જે મૂર્તિમાં અમૂર્ત પ્રગટ થઈ ગયા છે, તે મૂર્તામૂર્ત ભગવાન કહેવાય. ‘જ્ઞાની પુરુષ' પ્રગટ ભગવાન કહેવાય, ત્યાં આપણું આત્યંતિક કલ્યાણ થાય.
આમ ચીલો ગોઠવી આપે ! પ્રશ્નકર્તા : આપ સાક્ષાત્કારી પુરુષ છો, હવે આપ મંદિરમાં જાવ, એનાથી મંદિરમાં જવા માટેની પ્રતિષ્ઠા નથી ઊભી થતી ?
દાદાશ્રી : અમે જ્યાં જઈએ ત્યાં બધે દર્શન કરવા જઈએ. દેરાસરોમાં, મહાદેવના મંદિરમાં, માતાજીના દેરામાં, મસ્જિદમાં બધે જ દર્શન કરવા જઈએ. અમે ના જઈએ તો લોકો ય ના જાય, એનાથી ચીલો અવળો પડે. અમારાથી ચીલો અવળો ના પડે. એની અમારી જવાબદારી હોય. ‘લોકોને કેમ શાંતિ થાય, કેમ સુખ થાય?’ એવાં અમારા રસ્તા હોય.
આ તો ચિતતા ચમત્કાર ! પ્રશ્નકર્તા : પૂજા કરતી વખતે મને એકાદ ક્ષણ સુધી ચમકારો થાય