________________
શ્રી સીમંધર સ્વામી
૫૩
૫૪
વર્તમાન તીર્થંકર
યૂ', દાદા ભગવાનની સાક્ષીએ” બોલો એટલે બધું ત્યાં દર્શન પહોંચે છે. તે આ બોલજો.
આ તો કૅશ છે ! કારણ કે આ અક્રમ વિજ્ઞાન છે. પેલું ક્રમિક વિજ્ઞાન છે. ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ, પગથિયે પગથિયે ચઢવાનું. અને અક્રમ એટલે લિફટ ! લિફટ સારી કે પગથિયાં સારાં ?
પ્રશ્નકર્તા : લિફટ જો સીધું પહોંચાડતી હોય તો લિફટ સારી.
દાદાશ્રી : તો ય આમાં છેલ્લાં બે પગથિયાં ચઢવા પડે છે. છેલ્લાં બે પગથિયાં બાકી રહે છે, તો તે ય એક અવતાર પૂરતું !
આ અવતારમાં સીધું ડિરેક્ટ મોક્ષે જાય એવું નથી. એટલે લિફટ એક-બે અવતાર જેટલી બાકી રહે છે. તે આપણને ત્યાં આગળ સીમંધર સ્વામી પાસે મહાવિદેહ ક્ષેત્રમાં બેસાડી દે !
એટલે આ સીમંધર સ્વામીનું દેરાસર બંધાય છે. આ વ્યવહાર છે. ભવિષ્યની પ્રજાને ઉગારવા માટે છે આ. અને આ આપણને ય, મારો ફોટો હોય તો હેલ્પફુલ ખરો કે નહીં ?
પ્રશ્નકર્તા : હેલ્પ ઘણો કરે.
દાદાશ્રી : કારણ કે દાદા પોતે છે. એવું સીમંધર સ્વામી પોતે છે, ત્યાં સુધી એ હેલ્પફુલ છે. અને આ તો આપણે જે કરીએ છીએ, એ તો ઈટ હેપન્સ છે ! ‘ઈટ હેપન્સ’ થઈ રહ્યું છે ! સીમંધર સ્વામીને ભજીએ તો હિન્દુસ્તાનમાં ફેરફાર થાય, નહીં તો ફેરફાર કેમનો થાય ?
પ્રશ્નકર્તા : દાદા, હિન્દુસ્તાનમાં હમણાં જોઈએ તો હડહડતો કળિયુગ છે.
દાદાશ્રી : તે છોને રહ્યું હડહડતું ! આ બધું જ્યાં સુધી સીમંધર સ્વામી રાજી છે, જ્યાં દેવલોકો બધા રાજી છે, ત્યાં શું બાકી રહે ? મેં લખ્યું છે પાછું. બે હજારને પાંચમાં હિન્દુસ્તાન વર્લ્ડનું કેન્દ્ર થઈ ગયું હશે ! ત્યારે આ ૨૦૦૫ને વર્ષ કેટલાં બાકી રહ્યાં ? '૮૪ તો થયા,
હવે ૨૧ વર્ષ બાકી રહ્યા ! આવું ના ચાલે આ ?!
સીમંધર સ્વામી જીવતા તીર્થકર છે એટલે એમની મૂર્તિની હિન્દુસ્તાનમાં ખાસ જરૂર છે. સીમંધર સ્વામીના આપણા સુરતના દેરામાં જેટલાંની મૂર્તિઓ છે એટલા બધા હેલ્પફુલ છે, એટલી ઉત્તમ વસ્તુ છે.
મોક્ષમાર્ગ અને દેવ-દેવીઓ .. પ્રશ્નકર્તા : મોક્ષમાર્ગ એ મુક્તિનો માર્ગ છે, એમાં કશી અપેક્ષા ના હોઈ શકે. તો પછી આમાં શાસન દેવ-દેવીઓને રાજી રાખવાની શી જરૂર છે ?
દાદાશ્રી : આ શાસન દેવ-દેવીઓને રાજી એટલા માટે રાખવાનું કે આ કાળના મનુષ્યો પૂર્વવિરાધક છે. પૂર્વવિરાધક એટલે કોઈને સળી કરીને આવેલા, તેથી તો અત્યાર સુધી રખડી મરેલા, આપણે દેવદેવીઓનું આરાધન એટલા માટે કરવાનું કે એમના તરફનો કોઈ ‘ક્લેઈમ' (દાવો) ના રહે, આપણા માર્ગમાં વચ્ચે તેઓ અંતરાય ના નાખે અને આપણને પસાર થવા દે અને હેલ્પ' કરે. આપણને આ ગામ જોડે પહેલાંનો ઝઘડો થયેલો હોય ને એ ગામના લોકો જોડે આરાધનાના ભાવ રાખીએ તો ઝઘડો મટી જાય ને ઊલટું સારું કામ થાય. એમ આખા જગત જોડે આરાધનાથી શાસન દેવ-દેવીઓ જ નહીં, પણ જીવમાત્ર જોડે આરાધનાથી સારું થાય. શાસન દેવ-દેવીઓ નિરંતર શાસન ઉપર, ધર્મ ઉપર કંઈ પણ અડચણ આવે તો તે હેલ્પ કરે ! અને આ મોક્ષમાર્ગ એવો છે કે અહીંથી ‘ડિરેક્ટ’ મોક્ષે ના જવાય, એક-બે અવતાર બાકી રહે એવો આ માર્ગ છે, આ કાળમાં અહીંથી ‘ડિરેક્ટ’ મોક્ષ થતો નથી. આ કાળની વિચિત્રતા એટલી બધી છે કે કર્મો બધાં ‘કોગ્રેસ’ (ખીચોખીચ) કરીને લાવ્યો છે, તે આખો દહાડો પ્લેનમાં ફરે તો ય કામ પૂરાં થાય નહિ. સાયકલ લઈને ફરે, આખો દહાડો રખડ રખડ કરે પણ કામ પૂરાં થાય નહિ, એટલે એક-બે અવતાર જેટલાં કર્મ બાકી રહે છે. એટલે આ મોક્ષ જ કહેવાય ને ? પણ મોક્ષનો અહીં જ અનુભવ થઈ જાય ને છૂટાપણાનું ભાન થાય, “હું છૂટો પડી ગયો છું”