________________
શ્રી સીમંધર સ્વામી
વર્તમાન તીર્થંકર
એવું ભાન થાય.
નમસ્કાર કરે કોણ કોને ? આપણી આ નમસ્કાર વિધિમાં તો બધા દેવ-દેવી, તિર્યંચ, નારકી, બધા જીવમાત્રની જોડે નમસ્કાર બોલી ગયા, તે આપણે શુદ્ધાત્મા નમસ્કાર નથી કરતા જે બોલે છે, તેની પાસે નમસ્કાર કરાવીએ છીએ. આપણે જાણીએ કે બોલનારાએ આટલાં આટલાં બધાને નમસ્કાર કર્યા. હવે દેવ-દેવી, તિર્યંચ, નારકી, બધાને નમસ્કાર કર્યા એટલે એ લોકો કહેશે કે “ભઈ, આ તમને અમે લેટ ગો કરીએ (જવા દઈએ) છીએ, તમે અમને એમ કહેતા હતા ને કે અમે નથી. પણ અમે છીએ ને ?’ ‘હા ભઈ, તમે છો. અમે જાણતા નહોતા, તેથી અમે કહેતાં હતાં કે તમે નથી, પણ એ અમે સાધુ-આચાર્યોના સંગથી એવું કહેતા હતા કે, તમારા દર્શન કરવાથી અમે મિથ્યાત્વી થઈ જશું. પણ અમે હતા જ ક્યાં સમકિતી, તે મિથ્યાત્વી થઈ જવાના હતા તે ?”
પ્રશ્નકર્તા: કોઈ લોકો કહે છે ઘંટાકર્ણ દેવને માનવું અને અમુક કહે છે એમને ના માનવું. તેમાં આપનો શો અભિપ્રાય છે ?
દાદાશ્રી : જેને સંસારની અડચણો હોય તેણે ઘંટાકર્ણ દેવને માનવું.
પ્રશ્નકર્તા એટલે પૈસા માટે ?
દાદાશ્રી : ના. બધી રીતે, કોઈપણ જાતની સંસારની અડચણ હોય તો માનવું. અને અડચણ ના હોય અને મોક્ષે જ જવું હોય તેણે નહિ માનવું અને મોક્ષે જતાં જો અડચણ હોય સાંસારિક, તો માંગવામાં વાંધો નથી. એટલે થોડાક થોડાક વિરોધી માણસો છે. થોડાકને લીધે ઝઘડો ચાલે છે. તે વિરોધી માણસો થોડા અવળું બોલે છે. બધા માણસો એવું ના બોલે.
પ્રશ્નકર્તા : આ ઘંટાકર્ણ દેવ એ સમકિતી દેવ છે કે અસમકિતી દેવ છે ?
દાદાશ્રી : આ શાસનદેવ છે. જેટલાં જેટલાં શાસનદેવો છે એ બધા સમકિતી છે.
દર્શન કરવાની લાયકાત ! પ્રશ્નકર્તા : મારે સીમંધર સ્વામીના દર્શન આજની તારીખમાં, આજે તમે અહીંયા કહો એટલો વખત સત્સંગ કરીને કરવા છે. આપ મને આજે વચન આપો કે તારું આજનું કામ આજે થશે જ. કારણ કે હું ચોક્કસ વિચાર કરીને આવ્યો છું. તમારી પાસે એક વિનંતી કરું છું, આજીજી કરું છું, કે મને જે માર્ગદર્શન હોય તે આપો.
મહાત્મા : દર્શન કરીને શું કરશો ? પ્રશ્નકર્તા : દર્શન કર્યા એટલે પછી બીજું શું હોય ?
દાદાશ્રી : કોઈ દારૂડિયો હોય તેને રાજાનાં દર્શન કરાવવા છે, તો રાજાની પાસે તેડી જઈએ તો દારૂડિયો શું દર્શન કરે ? અરે, વળી કંઈ અવળું બોલે. એટલે આ દારૂડિયાને રાજાના દર્શન ના કરાવાય. એમ આ મનુષ્યોને જે જે મોહને આધીન જીવે છે, મોહનો દારૂ પીધો છે, એમને ભગવાનના દર્શન ના કરાવાય. નહિ તો અધોગતિ નોતરે. એટલે યોગ્યતા આવ્યા પછી દર્શન કરાવાય. કાયમ દારૂ છૂટી ગયો હોય, મોહ છૂટી ગયો હોય ત્યારે દર્શન કરાવાય. યોગ્યતા આવે તે પહેલાં દર્શન કરવા લઈ જઈએ તો ઊંધું બોલી આવે કે આ મોટા સીમંધર સ્વામી આવડા મોટા દેખાય છે, લૂગડાં પહેરેલા નથી. યોગ્યતા આવે પછી આ બધું કામનું. હમણાં ‘દાદા ભગવાનને નમસ્કાર કરો.
ત્યાં જવાય, પણ સદેહે નહિ ! પ્રશ્નકર્તા : સીમંધર સ્વામી ત્યાં છે. આપ તો રોજ દર્શન કરવા જાવ છો, તો એ કઈ રીતે ? એની અમને સમજણ પાડો.
દાદાશ્રી : એ અમે જઈએ. પણ અમારે રોજ દર્શન કરવા જઈ શકાય નહિ. અમારે જ્ઞાની પુરુષને અહીંથી (ખભા પરથી) એક લાઈટવાળું અજવાળું નીકળે અને નીકળીને જયાં તીર્થંકર હોય ત્યાં