________________
શ્રી સીમંધર સ્વામી
ટાઈમ ડિફરન્સનું શું ? દાદાશ્રી : સીમંધર સ્વામીનું નામ દેશેને તો ય એને ફાયદો થઈ
જશે.
પ્રશ્નકર્તા : આપણે સવારના તમે સીમંધર સ્વામીને ચાલીસ વખત નમસ્કાર કરવાનું કહ્યું છે, તો તે વખતે અહીં સવાર હોય ને ત્યાંનો ટાઈમ ડિફરન્સ હોય ને ?
દાદાશ્રી : એવું આપણે જોવાનું નહિ. સવારનું કહેવાનો ભાવાર્થ એટલે કે બીજા કામ-ધંધા પર જતા પહેલાં. ધંધો ના હોય તો ગમે ત્યારે દસ વાગે કરોને, બાર વાગે કરોને ! સવારમાં કહેવાનો ભાવાર્થ એટલો જ, અને સવારમાં જ જે છે તે, ખરો ટાઈમ તો શિયાળામાં જ કરવું પડે.
પ્રશ્નકર્તા : શિયાળામાં ?
દાદાશ્રી : શિયાળો કયો કહેવાય ? ઉનાળામાં ય સાડા ચારથી સાડા છ સુધી શિયાળો કહેવાય.
એ દર્શન, તુર્ત જ પહોંચે ! આ બધા લોકો સવારે ઊંઘમાંથી તો ઉઠે તો ભીડ થાયને ? અને સાંજે તો નરી ભીડ જ હોય. એટલે સવારનું સાડાચારથી સાડા છે, એ તો બ્રહ્મમુહૂર્ત કહેવાય, ઊંચામાં ઊંચું મુહૂર્ત એ. એમાં જેમણે જ્ઞાની પુરુષને સંભાર્યા, તીર્થંકરોને સંભાર્યા, શાસન દેવદેવીઓને સંભાર્યા, તે બધું જ પહેલું એક્સેપ્ટ થઈ જાય બધાંને ! કારણ કે પછી દર્દી વધ્યાં ને ! પહેલો દર્દી આવ્યો, પછી બીજો આવે. પછી ભીડ થવા માંડે ને ! સાત વાગ્યાથી ભીડ થવા માંડે. પછી બાર વાગે જબરદસ્ત ભીડ હોય. માટે પહેલો દર્દી જઈને ઊભો રહ્યો અને ભગવાનનાં ફ્રેશ દર્શન થાય. ‘દાદા ભગવાનની સાક્ષીએ સીમંધર સ્વામીને નમસ્કાર કરું છું બોલ્યા કે તરત ત્યાં સીમંધર સ્વામીને પહોંચી જાય. તે વખતે ત્યાં કોઈ ભીડ હોય નહિ, પછી ભીડમાં ભગવાને ય શું કરે છે ! માટે સાડા ચારથી સાડા છે, એ તો અપૂર્વ કાળ કહેવાય ! જેની જુવાની હોય, તેણે તો
વર્તમાન તીર્થંકર આ છોડવું ના જોઈએ.
છે, મહાવિદેહ ક્ષેત્રમાં જ ! પ્રશ્નકર્તા : નમસ્કાર વિધિમાં લખ્યું છે કે, મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. તો તીર્થંકર વર્તમાનકાળે મહાવિદેહ ક્ષેત્ર સિવાય અન્ય કોઈ ક્ષેત્રમાં છે જ નહિ ?
દાદાશ્રી : ના, અન્ય ક્ષેત્રોમાં છે ને ! એ પાંચ મહાવિદેહમાં એટલે એ અન્ય. અન્ય એટલે આ એક મહાવિદેહ ક્ષેત્ર ને એવાં બીજા ચાર ખરાંને, એ અન્ય ક્ષેત્ર.
પ્રશ્નકર્તા : હા, એ બરોબર છે. એ અન્ય ક્ષેત્ર તરીકે બરોબર છે. તો એમાં એવો શબ્દ ગોઠવવાની જરૂર હતી.
દાદાશ્રી : ના. એ પાછું બહુ ઊંડા ઊતરવાની જરૂર નહિ અને આ ઉપલક સારું. આપણે ભોળા થઈને, કામ કરીએને, તો મોક્ષ થાય વહેલો ! ભોળપણ જતું રહે, એમાં ફાયદો નહિ. થોડું ભોળપણ સારું.
પ્રશ્નકર્તા : એટલે આમાં જે અન્ય ક્ષેત્ર શબ્દ છે. એમાં ભરતને એ લોકોને જે ધારવું હોય તે ધારી શકે.
દાદાશ્રી : એટલી બધી સમજણ નથી લોકોનામાં. લોકોને તો દાળભાત ને રોટલી ને આની સમજણ છે અને અન્ય ક્ષેત્રો જો ના લખીએ તો એક જ ક્ષેત્રમાં છે એવો અર્થ થાય, પણ ના, એ અમુક જ માણસને લાગે, બધાને નહિ. અને તે પાંચ ક્ષેત્રો છે ને, એ અન્ય કહેવાયને ! એક સિવાય બીજું અન્ય જ ગણાયને !
ભાવિ પ્રજાતે માટે !
આ નમસ્કાર વિધિ બોલજો. એ બધા આજે આ ભૂમિ પર નથી. પણ બીજી ભૂમિ ઉપર જ છે ને પૂર્ણ સ્વરૂપે પહોંચેલા એવાં પુરુષોના નામ લખેલાં છે. અમે તેમને જોયેલાં છે. એટલે તમારે ‘દાદા ભગવાન