________________
નિશ્ચિત બની જઈએ છીએ. આ જવાબદારી પોસ્ટખાતાની છે અને તે તેને પૂરી પણ કરે છે. આ જ રીતે પૂજ્ય દાદાશ્રી શ્રી સીમંધર સ્વામીને આપણે સંદેશો પહોંચાડવાની જવાબદારી પોતાના શિરે લે છે.
દાદા ભગવાનને સાક્ષી રાખી નમસ્કારવિધિ કરવી. આ નમસ્કારવિધિ જેમને સમ્યદર્શન લાધ્યું છે, એવાં સમકિતી મહાત્માઓ સમજપૂર્વક કરે તો તેનું ફળ ઓર જ મળે છે ! મંત્ર બોલતાં અક્ષરેઅક્ષર વાંચવો જોઈએ. તેનાથી ચિત્ત સંપૂર્ણપણે શુદ્ધ રહે છે. સંપૂર્ણ ચિત્તશુદ્ધિપૂર્વક નમસ્કાર એટલે પોતાની જાતને શ્રી સીમંધર સ્વામીના મૂર્તિસ્વરૂપને પ્રત્યેક નમસ્કાર કરતી જોવી. પ્રત્યેક નમસ્કારે સાષ્ટાંગ વંદના કરતી દેખાવી જોઈએ. જ્યારે પ્રભુનું મૂર્તિસ્વરૂપ દેખાય ને પ્રભુનું અમૂર્ત એવું જ્ઞાનીસ્વરૂપ તેનાથી કઈ રીતે ભિન્ન છે, તે પણ સમજાઈ જાય ત્યારે માનવું કે શ્રી સીમંધર સ્વામીની નિકટ પહોંચી ગયા છીએ.
જેને સમ્યકદર્શનની પ્રાપ્તિ થઈ નથી, એવાં આત્માર્થીએ નીચે મુજબ શબ્દોમાં પ્રભુને પ્રાર્થના કરવી.
હે પ્રકટ-પ્રત્યક્ષ પરમાત્મા, આપનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે. આપનું કેવળજ્ઞાન સ્વરૂપ છે એ જ મારું કેવળજ્ઞાન સ્વરૂપ છે. પણ મને તેનું ભાન નથી. હે પ્રભુ, આપના આ સમગ્ર બ્રહ્માંડને પ્રકાશમાન કરવાવાળા પરમ જ્યોતિસ્વરૂપને હું અત્યંક ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. હે પ્રભુ, આપ એવી કૃપા કરો કે અમારો આ ભેદભાવ છૂટી જાય અને અમને અભેદ સ્વરૂપ લાધે. અમે તમારામાં અભેદ સ્વરૂપે તદાકાર બની જઈએ.”
શ્રી સીમંધર સ્વામીનું જીવનચરિત્ર આપણા ભારત વર્ષની ઉત્તર દિશામાં ૧૯,૩૧,૫૦,૦OO (ઓગણીસ કરોડ, એકત્રીસ લાખ, પચાસ હજાર) કિલોમીટરના અંતરે જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રની શરૂઆત થાય છે. તેમાં ૩૨ વિજ્યો (ક્ષત્રો) છે. આ વિજ્યોમાં આઠમી વિજય ‘પુષ્પકલાવતી’ છે. તેનું પાટનગર શ્રી પુંડરિકગિણી છે. આ નગરીમાં ગત ચોવીસીના સત્તરમા તીર્થંકર શ્રી કુન્થનાથ ભગવાનનો શાસનકાળ તથા અઢારમા તીર્થપતિ શ્રી અરહનાથજીના જન્મ પૂર્વેનો સમય ઘણો સુંદર હતો. તે વખતે પુંડરિકગિણીના રાજા હતા શ્રી શ્રેયાંસ. તેઓશ્રી શૂરવીર, પ્રજાવત્સલ તથા ન્યાયપ્રિય હતા. તેમને સત્યકી નામની સુંદર, સુશીલ અને પતિવ્રતા પત્ની હતી.
એક સમયે સત્યકી રાણીને રાત્રિના અર્ધજાગ્રતાવસ્થામાં ચૌદ મહાસ્વપ્નનાં દર્શન થયાં. રાણીએ સવારે પોતાને રાત્રિના આવેલ આ સ્વપ્નાંઓની વાત પતિને કહી સંભળાવી. એ વાત સાંભળીને રાજાને ઘણી ખુશી થઈ. તેણે સ્વપ્નશાસ્ત્રીઓને બોલાવીને આ સ્વપ્નાંઓનો અર્થ કરવાનું કહ્યું. સ્વપ્નશાસ્ત્રીઓએ ગણતરી કરીને કહ્યું કે મહારાણી સત્યકીની કુખે તીર્થકર ભગવાનનો જન્મ થશે. આ વાત સાંભળીને રાજા હર્ષવિભોર બની ગયા.
યથાસમયે મહારાણી સત્યકીએ અદ્વિતીય રૂપ, લાવણ્યવાળા, સવાંગસુંદર, સુવર્ણ કાંતિવાળા તથા વૃષભના લાંછનવાળા પુત્રને જન્મ આપ્યો. (વીર સંવતની ગણના મુજબ ચૈત્ર વદી ૧૦ની મધ્યરાત્રિના) ભગવાનનો જન્મ થતાં દેવતાઓએ ભવ્ય ઉત્સવ ઉજવ્યો. આકાશમાં દંદુભિ વાગવા લાગ્યાં અને નર્કગતિમાં પણ પળવાર આનંદ છવાઈ ગયો. ઈન્દ્રનું સિંહાસન ડોલી ઉઠ્ય. સઘળાં દેવદેવીઓને પોતાની સાથે લઈને ઈન્દ્રરાજા પુત્રના દર્શનાર્થે દોડી આવ્યા. ગર્ભમાંથી જ ત્રણ જ્ઞાનના જ્ઞાતા એવાં શ્રી જિનેન્દ્ર પ્રભુનું નામ રાખવામાં આવ્યું. શ્રી સીમંધર ભગવાનનાં પગલાં થતાં જ રાજા તથા પ્રજાની સમૃદ્ધિમાં આશ્ચર્યજનક કહી શકાય તેવી વૃદ્ધિ થવા લાગી.
બાળ જિનેશ્વર કે જે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન તથા અવધિજ્ઞાન સાથે જ જન્મ્યા હતા. તે લૌકિક લીલા કરતાં મોટા થઈ રહ્યા હતા. સ્નેહાળ મા-બાપે તેમને જે જે શિક્ષણ આપ્યું, તેને તેમણે સારી રીતે ગ્રહણ કરી લીધું. આ રીતે યુવાવસ્થાએ પહોંચતાં તેમનું દેહમાન પાંચસો ધનુષ જેટલું ઊંચું થઈ ગયું. મહાવિદેહ ક્ષેત્રમાં તથા આપણા ક્ષેત્રમાં પણ ચોથા આરાનું દેહમાન સામાન્ય રીતે આટલું જ હોય છે. પોતાની સંપૂર્ણ અનિચ્છા હોવા છતાં મા-બાપ તથા આપ્તજનોની તીવ્ર ઈચ્છા આગળ નમતું જોખીને પ્રભુને પ્રભુતામાં પગલાં માંડવાની ફરજ પડી. રાજકુમારી રુકિમણી પ્રભુનાં અધગના બનવા માટે પરમ સૌભાગ્યશાળી બન્યાં.
ભગવાનનું મહાભિનિષ્ક્રમણ પોતાના ફાળે આવેલી ભૂમિકા ભજવતાં ભજવતાં ભગવાનના અંતરમાં તો આ એક જ વિચાર ઘોળાયા કરતો હતો કે આ જગતને જન્મ, જરા તથા મરણના બંધનમાંથી મુક્ત કરીને કેવી રીતે મોક્ષ અપાવવો. આ
15