________________
શ્રી સીમંધર સ્વામી
૨૫
વર્તમાન તીર્થંકર
(૭) શ્રી ઋષભાનન સ્વામીને નમસ્કાર કરું છું. (૮) શ્રી અનંતવીર્ય સ્વામીને નમસ્કાર કરું છું. (૯) શ્રી સૂરપ્રભ સ્વામીને નમસ્કાર કરું છું. (૧૦) શ્રી વિશાળ સ્વામીને નમસ્કાર કરું છું. (૧૧) શ્રી વ્રજધર સ્વામીને નમસ્કાર કરું છું. (૧૨) શ્રી ચંદ્રાનન સ્વામીને નમસ્કાર કરું છું. (૧૩) શ્રી ચંદ્રબાહુ સ્વામીને નમસ્કાર કરું છું. (૧૪) શ્રી ભુજંગ સ્વામીને નમસ્કાર કરું છું. (૧૫) શ્રી ઇશ્વર સ્વામીને નમસ્કાર કરું છું. (૧૬) શ્રી નેમિપ્રભ સ્વામીને નમસ્કાર કરું છું. (૧૭) શ્રી વીરસેન સ્વામીને નમસ્કાર કરું છું. (૧૮) શ્રી મહાભદ્ર સ્વામીને નમસ્કાર કરું છું. (૧૯) શ્રી દેવયશા સ્વામીને નમસ્કાર કરું છું. (૨૦) શ્રી અજીતવીર્ય સ્વામીને નમસ્કાર કરું છું.
સીમંધર સ્વામી કે યુગમંધર સ્વામી જે શબ્દ છે એ આપણી ભાષામાં અર્થ કરીને નથી મૂકેલાં. ત્યાંના જ શબ્દ છે અને નમસ્કાર કરું છું. એ આપણી ભાષાનો શબ્દ છે. વર્તમાન તીર્થંકર વીસ તીર્થંકરો છે, તેમાંથી એક તીર્થકર શ્રી સીમંધર સ્વામીને ભરતક્ષેત્ર જોડે હિસાબ છે. તીર્થકરોને ય હિસાબ હોય છે. પાછાં સીમંધર સ્વામી તો આજ હાજરાહજૂર છે.
એટલે તમારે હવે અરિહંત કોને માનવા? આ સીમંધર સ્વામીને અને જે બીજા ઓગણીસ તીર્થંકરો છે, એ બધા તીર્થકરો સાથે સંબંધ રાખવાની જરૂર નથી. એકની સાથે રાખીએ તો બધા આવી જાય. એટલે સીમંધર સ્વામીના દર્શન કરજો. “હે અરિહંત ભગવાન ! તમે જ સાચા અરિહંત છો અત્યારે !” એમ કરીને નમસ્કાર કરજો.
એ ક્ષેત્રમાં ભાષા કઈ ? પ્રશ્નકર્તા : એ મહાવિદેહ ક્ષેત્રમાં સંસ્કૃત ભાષા ચાલે છે ?
દાદાશ્રી : એ સંસ્કૃત ચાલતી હોય કે પ્રાકૃત ચાલતી હોય, પણ મૂળ સંસ્કૃત હોવી જોઈએ. એટલે અત્યારે પ્રાકૃતમાં ચાલે છે કે જે આપણે જાણતા નથી. આપણે તો આ એમના નામ પર ગુજરાતી ભાષા વાપરીએ છીએ, પણ તો ય પહોંચે છે. એ નામ પર ભાવ છે ને ? અને આપણી પાસે નામ તો ચોક્કસ છે ને ! એટલે લોક કહેશે, આવાં જ નામ હશે ત્યાં ? હા, ત્યાં નામ આવાં જ છે, આ જ નામ છે.
પ્રશ્નકર્તા : એ નામ આપે જ્ઞાનમાં જાણેલા ?
દાદાશ્રી : બધાં નામ જાણ્યાં નથી. જેટલા જાણ્યાં એની વાત મેં કહી દીધી છે. બીજાં નામ જાણેલાં નથી, બીજાં તો ગ્રહણ કરેલાં છે.
પ્રશ્નકર્તા તો બીજાં નામ આપ શાસ્ત્રોના આધારે કહો છો ?
દાદાશ્રી : એ ગમે ત્યાંથી, પણ એ ગ્રહણ કરીને આવેલાં. અમુક બાબત જાણેલી, પણ બીજી લાંબી નહિ જાણેલી. બીજું ગ્રહણ કરેલું, પણ ગ્રહણ કરેલું ખોળી કાચું જોઈને કે શી હકીકત છે, વાસ્તવિકતા શી છે આમાં ? એવું છે ને, આપણને એની જોડે સંબંધ હોય એટલું જ આપણે ઓળખીએ. બીજે સંબંધ ના હોય તો આપણે ફોન કરીને પૂછી લેવું પડે ને ? પણ એ બધી વાત હકીકત છે, વાસ્તવિક છે !
પ્રશ્નકર્તા ઃ સીમંધર સ્વામી પ્રવચન આપે ખરાં ?
દાદાશ્રી : પ્રવચન ના હોય એમની પાસે. એમની પાસે દેશના હોય. પ્રવચન એમને ના હોય. પ્રવચન અહંકારી આપે. છઠ્ઠું ગુણસ્થાનક ઓળંગે એ પ્રવચન આપી શકે.
પ્રશ્નકર્તા : તો સીમંધર સ્વામીની દેશના સાંભળે કેવી રીતે લોકો ?
દાદાશ્રી : દેશના નીકળે ને ત્યારે લોકો સાંભળે. એ છે તે ઉપદેશ ના આપે. પ્રવચન ના કરે. એટલે એમની દેશના હોય. દેશના એટલે એમને પોતાને બોલવું ના પડે. ટેપરેકર્ડ બોલી દે. આ અમારી દેશના છે, ટેપરેકર્ડની જેમ નીકળે છે. ભગવાન માલિક ના હોય. અમે ય ના