________________
લાગ્યો અને તેણે તેને મોતની સજા ફરમાવી. રાજકુમારનો વધ કરવા માટે પ્રધાન તેને જંગલમાં લઈ ગયો. પણ રાજકુમારનો વધ કરવા માટે તેનો જીવ ચાલ્યો નહિ. તેણે રાજકુમારને રાજ્યની હદ છોડી દઈને દૂર દૂર ચાલ્યા જવાની સલાહ આપી.
તોસલ ત્યાંથી નીકળીને પાટલીપુત્ર આવીને ત્યાંના રાજા જયવર્માની સેવામાં રહી ગયો.
આ બાજુ સુવર્ણાદેવીથી પણ આ કલંકનો બોજ જીરવાયો નહિ. તે ઘરનો ત્યાગ કરીને જંગલમાં રહેવા લાગી. અહીં જંગલમાં જ તેણે પૂરા માસે પુત્ર-પુત્રીના જોડકાંને જન્મ આપ્યો. એકવાર તે કોઈક ગામની સમીપે જઈને પુત્રના ગળામાં તોસલકુમારના નામની તથા પુત્રીના ગળામાં સુવર્ણાદેવીના નામની મુદ્રિકા નાખી દઈને, વસ્ત્રના એક છેડે પુત્રને તથા બીજા છેડે પુત્રીને બાંધી દઈને તેમને એક સુરક્ષિત સ્થળે મૂકી દઈને વસ્ત્ર તથા શરીર શુદ્ધિ માટે વિંધ્યાચળની તળેટીમાં આવેલા એક ઝરણાની અંદર ઉતરીને નહાવા લાગી.
આ બાજુ એક નવપ્રસૂતા ભૂખી વાઘણ ત્યાંથી પસાર થાય છે. તેની નજરે આ પોટલી ચઢી જતાં તે તેને વચ્ચેથી પકડીને ભાગી છૂટે છે પણ વસ્ત્રની ગાંઠ ઢીલી હોવાને કારણે માર્ગમાં પુત્રી તેમાંથી સરકીને જમીન પર પડી જાય છે. વાઘણ પુત્રને ઉપાડીને સહેજ આગળ વધે છે તો પાટલીપુત્રના રાજા જયવર્માનો પુત્ર શબરશીલ તેને સામો મળે છે. રાજકુમાર તીર મારીને વાણને મારી નાખે છે. નવજાત બાળકને સંભાળપૂર્વક ઊંચકી લઈને રાજકુમાર તેને પોતાના મહેલમાં લઈ આવીને ગુપ્ત રીતે પોતાની પત્નીને સુપ્રત કરે છે. તે આ બાળકનું નામ મોહદત્ત રાખે છે. આ બાજુ વાઘણના મોંમાથી રસ્તામાં પડી ગયેલી બાળકી એક રાજદૂતના હાથમાં આવે છે. તે તેને પોતાની સાથે ઘેર લઈ જઈને ઉછેરે છે અને તેનું નામ વનદત્તા પાડે છે. આ બાજુ સુવર્ણાદેવી ઝરણામાં સ્નાન કરીને બહાર આવે છે. અને પોતે જ્યાં સુરક્ષિત રાખ્યાં હતા તે જગ્યાએ
પોતાના વહાલાં બાળકોને ન જોતા તેમના વિયોગમાં બહાવરી બની જઈને ઉરફાટ આક્રંદ કરવા લાગે છે. એ પછી તપાસ કરતાં વાઘણના પગની છાપ તેને જોવાં મળે છે. સુવર્ણાદેવીના મનમાં એવું ઠસાઈ જાય છે કે વાઘણ મારા બંને બાળકોને ખાઈ ગઈ છે. રડતી-કકળતી તે પાટલીપુત્ર
22
નગરીમાં પ્રવેશ કરે છે. યોગાનુયોગ તે પેલા રાજદૂતને ત્યાં જ વનદત્તાની ધાવમાતા તરીકે રહીને નોકરી કરવા લાગે છે. આ બાજુ એક જ શહેરમાં રહીને સુવર્ણાદેવીના બન્ને બાળકો યુવાવસ્થામાં પ્રવેશ કરીને એકમેક પર આસક્ત બને છે. બન્નેની આસક્તિ કળી જઈને સુવર્ણાદેવી તેમને એકાંતમાં મળવાની સગવડ કરી આપે છે. કર્મની વિકટતાએ એ જ સમયે તોસલકુમાર ત્યાંથી પસાર થાય છે અને વનદત્તા પ્રત્યે આકર્ષાઈને, તેના પર મોહાંધ બની જઈને પોતાની જ પુત્રી પર બળાત્કાર ગુજારવા માટે તત્પર બની જાય છે. આ આક્રમણથી બચવા માટે વનદત્તા ‘બચાવો, બચાવો'ની બૂમો પાડવા લાગે છે. વનદત્તાનો આર્તનાદ સાંભળીને મોહદત્ત ત્યાં દોડી આવે છે. મોહદત્ત તથા તોસલકુમા૨ વચ્ચે ભયંકર
લડાઈ થાય છે અને મોહદત્ત તક જોઈને તલવારના એક જ ઝાટકે કોળાની
જેમ પોતાના પિતા તોસલકુમારનું મસ્તક વધેરી નાખે છે. તે પછી સુવર્ણાદેવીએ નક્કી કરેલી જગ્યાએ તે વનદત્તાને પોતાની વિષયવાસના સંતોષવા માટે લઈ જાય છે. પણ ત્યાં જ રસ્તામાં આકાશવાણી થાય છે, હે દુષ્ટ, પહેલા બાપની હત્યા કરી અને હવે સગી માની હાજરીમાં જ તારી સગી બહેનની આબરુ લૂંટવા માટે તત્પર બન્યો છે ?’’
આ રીતે ત્રણ વાર આકાશવાણી થઈ. આ આકાશવાણી સાંભળીને મોહદત્તના મનમાં તીવ્ર વૈરાગ્ય ભાવના ઉત્પન્ન થઈ આવે છે અને તે
જંગલમાં જ દીક્ષા અંગીકાર કરીને અન્ય ચાર મુનિવરો સાથે ધર્મ
આરાધતાં આરાધતાં કાળધર્મ પામી દેવલોકમાં જાય છે.
આ દેવો એક સમયે તીર્થંકર શ્રી ધર્મનાથજીની દેશના સાંભળવા ગયાં. અહીં બધાંએ એકમેકને ધર્મ પમાડવાની પ્રતિજ્ઞા લીધી. અહીં કામગજેન્દ્રને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેણે સમ્યક્ત્વ અંગીકાર કર્યું.
(૪) યક્ષા સાધ્વીજીનું સમાધાત
શ્રીયકમુનિની પ્રકૃતિ ઉપવાસની વિરુદ્ધ હતી. એકવાર તેમના સંસારી બહેન યક્ષાસાધ્વીજી મહારાજે તેમને વિનંતિ કરી, ‘આજે તો સંવત્સરી પર્યુષણ મહાપર્વ હોવાથી આપ પોરિસનું પચ્ચક્ખાણ કરો.' શ્રીયકમુનિએ બહેનના આગ્રહને માન આપીને પચ્ચક્ખાણ કર્યું. પણ રાત્રિના જ ક્ષુધાવેદના અસહ્ય બનતા તેઓશ્રી આકુળ-વ્યાકુળ બની ગયા અને આ ક્ષુધાવેદનાના કારણે રાત્રિમાં જ તેઓશ્રી કાળધર્મ પામી
23