________________
શ્રી સીમંધર સ્વામી
૪૫
વર્તમાન તીર્થંકર
તે કરનારો જ છૂટી ગયો હવે. એટલે કર્મ બંધાય નહિ. એટલે સંવર જ રહેશે નિરંતર, સંવરપૂર્વક નિર્જરા થયા કરે. ફક્ત એક અવતાર કે બે અવતારનાં કર્મ બંધાશે. તે મારી આજ્ઞા પાળવાને લીધે. અને તે તો તમને અહીંથી સીમંધર સ્વામીની પાસે જ જવું પડશે. મહાવિદેહ ક્ષેત્રમાં જ તમને ખેંચી લેશે. કારણ કે આર્તધ્યાન-રૌદ્રધ્યાન બંધ થાય તે અહીંયા આ ક્ષેત્રમાં રહી શકે નહીં. એને મહાવિદેહ ક્ષેત્ર જ ખેંચી લે. કોઈ લઈ જનારો નથી. ક્ષેત્ર જ ખેંચે ! અને ત્યાં આર્તધ્યાનરૌદ્રધ્યાન સખત થઈ જાય, તેને અહીં આવવા દે.
ચાલુ છે મોક્ષે જવાનું ! પ્રશ્નકર્તા : મોક્ષે જવા માટે પૃથ્વી ઉપર જ આવવું પડે ?
દાદાશ્રી : હા, અહીંયા પંદર ક્ષેત્રોમાં મહાવિદેહ ક્ષેત્ર, આ પૃથ્વી જ કહેવાય એ બધી. મનુષ્ય લોક જ કહેવાય, ત્યાંથી અત્યારે બહુ મોક્ષે જઈ રહ્યા છે. અત્યારે ત્યાંથી સમયે સમયે (વધુમાં વધુ) ૧૦૮ મોશે જઈ રહ્યા છે, લાઈન બંધ. જેમ અહીં આગળ ચાર પોલીસવાળા એમ તાલ દઈને વારાફરતી ચાલ્યા જ કરે છે એ લાઈનો, એવું ૧૦૮ ચાલ્યા જ કરે છે.
વર્તમાન તીર્થકરતી ભજતાથી “મોક્ષ' ! ત્રણ પ્રકારનાં તીર્થકરો. એક ભૂતકાળનાં તીર્થકરો. એક વર્તમાનકાળના તીર્થંકરો અને એક ભવિષ્યકાળનાં તીર્થંકરો ! એમાં ભૂતકાળનાં તો થઈ ગયા. એમને સંભારવાથી આપણને પુણ્યફળ થાય તે ઉપરાંત જેનું શાસન હોય ને, તેમની આજ્ઞામાં રહીએ તો ધર્મ ઉત્પન્ન થાય. એ મોક્ષ ભણી લઈ જનારું બને !
પણ જો કદી વર્તમાન તીર્થકરને સંભારીએ તો એની વાત જ જુદી ! વર્તમાનની જ કિંમત બધી, રોકડા રૂપિયા હશે તેની કિંમત. પછી આવશે એ રૂપિયા ભાવિ ! અને ગયા એ તો ગયા ! એટલે રોકડી વાત જોઈએ આપણને ! તેથી રોકડી ઓળખાણ કરાવી આપું છું ને ! અને આ વાતે ય બધી રોકડી છે. ધીસ ઈઝ ધી કૅશ બેંક ઑફ ડિવાઈન
સોલ્યુશન ! રોકડું જોઈએ, ઉધાર ના ચાલે. અને ચોવીસ તીર્થંકરને ય આપણે નમસ્કાર કરીએ છીએ ને !
બાકી ચોવીસ તીર્થંકરોને સંયતિ પુરુષો શું કહેતા હતા ? ભૂત તીર્થકરો કહેતા હતા. ભૂતકાળમાં થઈ ગયેલા તે ! પણ વર્તમાન તીર્થકરોને ખોળી કાઢો. ભૂત તીર્થકરોને ભજવાથી આપણને સંસારની પ્રગતિ થાય, પણ બીજું કશું મોક્ષફળ આપે નહિ. મોક્ષફળ તો આજે જે હયાત છે તે આપે અને એ હયાતનું શું નામ છે જાણો છો ?
પ્રશ્નકર્તા ઃ સીમંધર સ્વામી ભગવાન !
દાદાશ્રી : હા, તે “ફોન કરવો હોયને તો ફોનનું મિડિયમ જોઈએ તો ફોન પહોંચે. તે આ મિડિયમ છે “દાદા ભગવાન'. બોલો, મહાવીર ભગવાન અત્યારે આજે અહીં દિલ્હીમાં હોય, પણ અહીંથી નામ દઈએ તો પહોંચી જાય. એવું આ ય પહોંચી જાય છે ! આ જરા અરધી મિનિટ ફોન મોડો પહોંચે, પણ પહોંચી જાય છે.
એમનું અનુસંધાન “દાદા ભગવાન' થકી !
આ પોતે છે હાજ૨, પણ આપણી દુનિયામાં નથી, જુદી દુનિયામાં છે. એમની જોડે અમારે તાર ને બધું ચાલવાનું. તે આખા જગતનું કલ્યાણ થવું જ જોઈએ. અમે તો નિમિત્ત હોઈએ. એટલે ‘દાદા ભગવાન' યૂ દર્શન કરાવું છું ને તે ત્યાં પહોંચી જાય છે. એટલે આપણે એક અવતાર કહ્યું છે ને, તે અહીંથી પછી ત્યાં જ જવાનું છે ને એમની પાસે બેસવાનું છે. પછી છુટકારો થશે. એટલા માટે આજથી ઓળખાણ કરાવીએ છીએ અને ‘દાદા ભગવાન' ૐ નમસ્કાર કરાવીએ છીએ.
વિના માધ્યમે, પહોંચે નહિ ! પ્રશ્નકર્તા : પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ સીમંધર સ્વામીને નમસ્કાર કરું છું, એ સીમંધર સ્વામીને કેવી રીતે પહોંચે છે ? એ જોઈ શકે છે એ હકીકત છે ને ?
દાદાશ્રી : એ જોવામાં સામાન્ય ભાવે જુએ છે. એટલે વિશેષ