________________
શ્રી સીમંધર સ્વામી પાસેથી મહારાજાના તથા પોતાના ભવ જાણી લાવવાનું કહ્યું.
શાસનદેવી દેવાધિદેવ પાસે ગયા અને તેમને ભાવપૂર્વક વંદન કરીને પૂછયું, “ભગવનું, આચાર્ય હેમચંદ્રસૂરીશ્વરજી તથા મહારાજા કુમારપાળના ભવ કેટલાં ?”
દેવાધિદેવ મંદ સ્મિત ફરકાવીને કહ્યું, “તમે ત્યાં જઈને જોશો ત્યારે જે વૃક્ષની નીચે જે ઊભા હશે, એ વૃક્ષના જેટલા પાંદડાં હશે તેટલાં તેના ભવ સમજવા.”
દેવાધિદેવને વંદના કરીને શાસનદેવી પાછા ફર્યા. આવીને જોયું તો આચાર્યશ્રી આંબલીના વૃક્ષ નીચે ઊભા હતા અને મહારાજા કુમારપાળ ત્રણ પાંદડાંવાળા પલાશના વૃક્ષ નીચે ઊભા હતા. પોતાના આંબલીના પાંદડાં જેટલા ભવ છે, એ વાત જાણ્યા પછી પણ કળિકાળ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી હર્ષ પામ્યા. તેમણે હસતાં હસતાં કહ્યું, “અનંતાનંત ભવોની સામે આટલાં ભવ તો કંઈ જ નથી !”
(૭) વસ્તુપાળ અને પ્રભાદેવી મહાવિદેહ ક્ષેત્રમાં
મહામંત્રી વસ્તુપાળ કાળધર્મ પામ્યાના સમાચાર સાંભળતાં જ વર્ધમાનસૂરીશ્વર મહારાજને ઘણો આઘાત લાગ્યો. તેમણે ઉગ્ર તપશ્ચર્યા કરી દેહને ગાળવા માંડ્યો. તેમણે અભિગ્રહ કર્યો કે શંખેશ્વર તીર્થના દર્શન કર્યા પછી જ પારણાં કરીશ. પણ શરીર અતિકશ થઈ જવાના કારણે રસ્તામાં જ કાળધર્મ પામીને શંખેશ્વર તીર્થના દેવ બની ગયા. એ પછી તે મહામંત્રી વસ્તુપાળનો પુનર્જન્મ ક્યાં થયો છે, તે જાણવા માટે મહાવિદેહ ક્ષેત્રમાં ગયા અને દેવાધિદેવ શ્રી સીમંધર સ્વામીને ભક્તિભાવપૂર્વક વંદના કરીને મહામંત્રીની ગતિ વિશે પૂછયું. દેવાધિદેવે કહ્યું, “મહામંત્રી વસ્તુપાળ આ પુષ્પકલાવતી વિજયમાં પુંડરીકિણી નગરીમાં પરમ સમ્યકત્વશાળી શ્રી કુચંદ્ર નામે રાજા થયા છે. તે સંયમ ધારણ કરી દેવગતિમાં જશે અને ત્યાંથી પાછા અહીં જ આવીને કેવળજ્ઞાન પામશે.'
“મહામંત્રી વસ્તુપાળનાં ધર્મપત્ની શ્રીમતી અનુપમાદેવી આજ
નગરીમાં શ્રાદ્ધરત્ન શ્રેષ્ઠિની પુત્રી રૂપે જન્મી, આઠમા વરસે ચારિત્ર અંગીકાર કરી, આત્મકલ્યાણ સાધી, નવમા વરસે કેવળજ્ઞાન પામી સાધ્વીજીની પર્ષદામાં કેવળજ્ઞાની રૂપે બિરાજશે. એ પછી આયુષ્ય પૂરું થતાં મોક્ષપદને પામશે.
“મહામંત્રી તેજપાળ પ્રાન્ત સમાધિપૂર્વક કાળધર્મ પામી દેવલોકમાં જઈ, ત્યાં ચોથા ભવે મોક્ષપદને પામશે.”
દેવાધિદેવની અમૃતવાણી શ્રવણ કરીને તેમને ભાવપૂર્વક વંદના કરીને દેવ સ્વસ્થાનકે પાછા ફર્યા.
(૮) શ્રી કુંદકુંદાચાર્યજી સુપ્રસિદ્ધ દિગંબરી આચાર્ય શ્રી કુંદકુંદાચાર્યજી અવારનવાર મહાવિદેહ ક્ષેત્રમાં દેવાધિદેવ પાસે જઈને તેમના પાસેથી પોતાના પ્રશ્નોના ખુલાસા મેળવીને જ્ઞાનપ્રકાશ મેળવતા હતા. જેના ફળસ્વરૂપે તેમણે સમયસાર, પ્રવચનસાર, નિયમસાર વગેરે તથા આત્મતત્વ અને અન્ય તત્ત્વોના છેલ્લામાં છેલ્લા ફોડ પાડ્યા છે.
(૯) શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્ રાજચંદ્ર, કૃપાળુ દેવે પણ સીમંધર સ્વામીનો વારંવાર ઉપકારી ભાવે અત્યંત ભક્તિપૂર્વક ઉલ્લેખ કર્યો છે. પૂજય કાનજીસ્વામીએ પણ શ્રી સીમંધર સ્વામીની ખૂબ જ કીર્તન-ભક્તિ કરી અને લોકો પાસે કરાવી. અનેક જગ્યાએ શ્રી સીમંધર સ્વામીના સુંદર દેરાસરો બંધાવી લોકોને શ્રી સીમંધર સ્વામીની પિછાણ ને ભક્તિ કરવાનો માર્ગ મોકળો કરી આપ્યો.
આચાર્ય શ્રી કલ્યાણસાગરે શ્રી સીમંધર સ્વામીની ભક્તિ કરી મહેસાણામાં તેમનું ભવ્ય દેરાસર બંધાવ્યું છે. આ દેરાસરમાં બિરાજતી પ્રતિમા લોકોના નયનોમાંથી કેમેય કરીને ખસતી નથી. આ રીતે તેમણે આ બાબતમાં એક મહત્ત્વનું પ્રદાન કર્યું છે.
(૧૦) શ્રી દાદા ભગવાન પરમ પૂજ્ય દાદાશ્રી ‘અક્રમમાર્ગ'ના જ્ઞાની પુરુષ કહેવાય કે જેમનાં જ્ઞાન પ્રયોગથી એક કલાકમાં જ આત્મા જાગૃત થઈ જાય. એનો