________________
શ્રી સીમંધર સ્વામી
૧૧૭
૧૧૮
વર્તમાન તીર્થંકર
ડિગ્રીનું છે. ચાર બીજા ઉમરેવા ત્યાં જવાનું. અમે અમારું જેટલું છે એટલું આપી શકીએ. બીજું જ્ઞાન લેવાનું રહેતું નથી. જ્ઞાન તો સંપૂર્ણ આપી દીધેલું જ છે. પણ એમનાં દર્શન કરવાથી જ, એ મૂર્તિ જોવાથી જ આપણે એવાં થઈ જઈએ, બસ. એટલે ખાલી દર્શન જ બાકી રહ્યા.
બીજમાંથી પૂનમ ! જ્ઞાન આપીએ છીએ ત્યારે અનાદિકાળથી, એટલે લાખો અવતાર થઈ ગયા, તો અમાસ હતી. અમાસ તમે સમજ્યા ? ‘નો મૂન” ! અનાદિકાળથી ‘ડાર્કનેસ'માં (અંધારામાં) જ જીવે છે બધા. અજવાળું જોયું જ નથી. મૂન (ચંદ્ર) જોયો જ નથી ! તે અમે આ જ્ઞાન આપીએ છીએ એટલે મન પ્રગટ થાય છે. તે પહેલું બીજના જેવું અજવાળું આવે. અને આખું ય જ્ઞાન આપીએ ત્યારે મહીં પ્રગટ થાય. કેટલું ? બીજના ચંદ્રમા જેટલું જ. પછી આ અવતારમાં પૂનમ થાય ત્યાં સુધી આપણે કરી લેવું. પછી બીજની ત્રીજી થાય, ચોથ થાય, ચોથની પાંચમ થાય.... ને પૂનમ થઈ જાય એટલે કમ્પ્લીટ થઈ ગયો !
પ્રશ્નકર્તા : ફૂલ મૂન આ જ જન્મમાં થઈ જશે ને ?
દાદાશ્રી : હં, આ જ જન્મમાં. પણ પછી એક અવતાર થાય, તે બિલકુલ જાહોજલાલીવાળો. સીમંધર સ્વામીની પાસે જ બેસી રહેવાનું. કારણ કે ફૂલ મૂન (પૂનમ) નથી. ફોરટીન્થ (ચૌદસ) છે અને સીમંધર સ્વામી ભગવાન, એ ફૂલ મૂન છે. ત્યાં સુધી ઈન્ટ્રીમ (મધ્યવર્તી) ગવર્નમેન્ટ અને પછી ફૂલ ગવર્નમેન્ટ ! સ્વતંત્ર ! નોટ ડિપેન્ડન્ટ ! ઈન્ડિપેન્ડન્ટ (સ્વતંત્ર) !
પછી આગળ આપણે બહુ જરૂર નથી. આપણી કોલેજ એથી આગળનો ભાગ નથી. આપણી કોલેજમાં છેલ્લું વર્ષ બાકી રહી જાય છે, એટલે નકામી આગલી માથાકૂટ કરવાની ?
પ્રશ્નકર્તા : પણ દાદાજી, અમને છેલ્લી ડિગ્રી ગમે તે ભવમાં આપી દેજો.
દાદાશ્રી : એ તો ડિગ્રી જ આપી દેવાની. છેલ્લું વર્ષ ત્યાં બાકી
પ્રશ્નકર્તા : છેલ્લું વર્ષ બાકી ન રાખતા.
દાદાશ્રી : અત્યારે છેલ્લું વર્ષ બાકી રહ્યું. તે આ (સીમંધર સ્વામી) ભગવાન પાસે જઈને, ત્યાં આગળ પૂરું થવાનું.
જવાબદારી કોતી લીધી ? અમારે સીમંધર સ્વામી જોડે સંબંધ છે. અમે બધા મહાત્માઓની મોક્ષની જવાબદારી લીધી છે. અમારી આજ્ઞા જે પાળશે, તેની અમે જવાબદારી લઈએ છીએ.
બીજા દેહધારણ ક્યાં ? પ્રશ્નકર્તા : આપ હમણાં જગત કલ્યાણ કરો છો, હવે એ ઈચ્છાઓ અમુક વખત પછી ઓછી થશે તો ખરી જ ને ? અથવા એ પૂરી થઈ જશે, તે પછી તમારો જન્મ ક્યાં થશે ?
દાદાશ્રી : પૂરું થાય જ નહિ. જયારે દેહ છૂટે ત્યારે આનું પરિણામ આવે. તે પાછું તે ઘડીએ થોડું બાકી હોય તે પૂરું થઈ જાય અને પૂરું થાય એટલે મોક્ષે જાય. આ છેલ્લી ઈચ્છા છે, પોતાને લેવાદેવા નથી, છતાં એ ઈચ્છા છે. એક પણ ઈચ્છા છે, ત્યાં સુધી સંસારમાંથી છૂટે નહિ, જો કે આ અમારી ભરેલી ઈચ્છા છે. આજની ઈચ્છા નથી. પણ ભરેલી ઈચ્છા પૂરી થવી જોઈએ. ભરેલી ઈચ્છા જે હોય ને તે પૂરી થવાની, નિકાલ થઈ જવાની.
પ્રશ્નકર્તા : આપનું એ ચાર્જ થયેલું કહેવાય ?
દાદાશ્રી : ના, આ જે ઈચ્છાઓ છે તે ડિસ્ચાર્જ રૂપે છે, ચાર્જ રૂપે નથી આ. હવે ખલાસ થવા આવે, આ દેહનું બધું એ થઈ ગયું એટલે ખલાસ, ડિસ્ચાર્જ ખલાસ થઈ જાય. પહેલાં ચાર્જ કરેલું, તે આ ડિરચાર્જ થાય છે. મને ગમે કે ના ગમે, પણ ડિસ્ચાર્જ થયે જ છૂટકો.
પ્રશ્નકર્તા એ ઈચ્છાઓ જ્યારે પૂરી થશે, પછી આ દેહ કાયમ