________________
શ્રી સીમંધર સ્વામી
છૂટવાનો થાય, ત્યારે ત્યાં જ પકડી લે ને ત્યાં જન્મ આપે. ત્યાંને માટે લાયકાત ધરાવતો હોય તો અહીંથી ત્યાં મૂકી દે અને ત્યાંને માટે ડીસ્લાઈક થઈ ગયા હોય, નાલાયક થયા હોય તો અહીં મૂકી દે. એટલે આપણા મહાત્માઓ લાયક થવાના. સામો અવળું કરે તો ય એને માટે ખબાર વિચાર નહીં કરે એટલે લાયક થઈ ગયા. તેમને ગાળો ભાંડે તો તમે એને માટે ખરાબ વિચાર કરો ?
પ્રશ્નકતા : નો.
દાદાશ્રી : એટલે તમે લાયક થઈ ગયા ! સમભાવે નિકાલ કરવાનો. કંઈ જેવી તેવી વાત છે !
પ્રશ્નકર્તા : ત્યાં પણ નાલાયક થવાનાં ખરાં ?
દાદાશ્રી : બધે થવાનાં. જીવનો સ્વભાવ તો ચૂકે નહીં ને ! દેહધારીનો સ્વભાવ તો બદલાય નહીં ને ! અહીં આપણને આત્મસ્વરૂપ થઈ ગયું એટલે એની મેળે જ પેલો યોગ થાય ! આપણે કહીએ કે, ‘મારે નથી આવવું.” ત્યારે એ કહે “ના, પણ તમને બીજે ક્યાં મૂકાય ? મહાવિદેહ ક્ષેત્ર સિવાય બીજા ક્ષેત્ર કામના જ નથી ને ?
ખપે એકતા ત્રિયોગતી ! પ્રશ્નકર્તા : કોઈ વખત એવા ભાવ કરે તો આ પાંચમા આરામાં મન, વચન, કાયાની એકતા આવી શકે કોઈ વખત ?
દાદાશ્રી : હા, આવે, આવે. અમુક અમુક માણસ હોય. કંઈ બિલકુલ સાવ ખલાસ નથી થઈ ગયેલું.
પ્રશ્નકર્તા : આ ક્રમિક માર્ગ જે છે તે મન-વચન-કાયાની એકતા હોય તો જ ચાલે ને ?
દાદાશ્રી : એકતા હોય, તો જ ચાલે. નહિ તો બંધ થઈ જાય. અત્યારે બંધ જ થઈ ગયેલો છે. આ અત્યારે મનમાં માને કે આ ધર્મ ચાલે છે એટલું જ. બાકી બધું બંધ થઈ ગયેલો છે.
વર્તમાન તીર્થંકર પ્રશ્નકર્તા : આ શ્વેતાંબર માર્ગે મોક્ષ મળે કે નહિ, ક્રમિકમાં ?
દાદાશ્રી : ના, ના. મોક્ષની વાત નહિ, ધર્મ જ ના થાય. અને મોક્ષ જ બંધ થઈ ગયો છે.
મન-વચન-કાયાની એકતા છે કે નહિ એટલું જ જુએ. મન હોય બીજી જગ્યાએ અને અહીં આગળ ભગવાનને પટાવવા જાય એ ચાલે નહિ, ભગવાન છેતરાય નહિ, શેઠિયા છેતરાય વખતે !
મહાવિદેહ ક્ષેત્રમાં મન-વચન-કાયાની ભિન્નતા વર્તવા માંડી કે એ અહીં આવીને પડે. ચોથા આરામાં મન-વચન-કાયાની ભિન્નતા ના હોય. ભલેને નાલાયક હોય પણ નાલાયકે ય ચોખ્ખું કહી દે. મનમાં હોય એવું બોલવાનું ય ચોખ્ખું ને વર્તને ય એવું, પણ આમના જેવી આંટીઘૂંટીઓ ના હોય. ચોથા આરામાં આંટીઘૂંટીઓ ના હોય અને પાંચમા આરામાં અહીંના લોકોને આંટી ય ખરી ને ઘૂંટી ય ખરી. અલ્યા, ઘૂંટી શું કરવા કરે છે પાછો ? પણ વકીલો ય ખોટા કેસને જિતાડે છે ને ?! એને પાછો હોંશિયાર ગણે. એ વકીલે ય જાણતો હોય કે મારા જેવો કોઈ હોંશિયાર નથી. અજાયબી છે આ કાળની !
એટલે ત્યાં મન-વચન-કાયાની એકતા અને આપણે અહીંયા છે જુદું જુદું અને એકતા એટલે ત્યાં તીર્થંકર ભગવાનના જન્મ કાયમ હોય છે.
પ્રશ્નકર્તા : મન-વચન-કાયાનો એકાત્મયોગ થઈ જાય, એકતા થઈ જાય, તો એ મહાવિદેહ ક્ષેત્રને લાયક થઈ ગયો કહેવાય ?
દાદાશ્રી : એટલે ત્યાં જન્મ થઈ જાય, એની મેળે જ. ક્ષેત્રનો સ્વભાવ છે કે જે ક્ષેત્રને લાયક હોય, જે સ્ટાન્ડર્ડને લાયક હોય ત્યાં ખેંચાઈ જાય અને ત્યાં છે તે બગડે, તે અહીં આવી જાય.
વિશેષતા મહાવિદેહ ક્ષેત્રતી ! પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રમાં ‘ડાઉન ફોલ' થાય ? પતન થાય ? દાદાશ્રી : એ ‘અપ’ જેવું છે જ નહિ. ત્યાં ઊંચું સ્ટેશન જવાય,