________________
શ્રી સીમંધર સ્વામી
૩૩
વર્તમાન તીર્થંકર
દાદાશ્રી : કષાયો ખરો જ ને !
પ્રશ્નકર્તા : તો પછી મહાવિદેહ ક્ષેત્રમાં કેમ એવું હોવું જોઈએ ? ફરક તો હોવો જોઈએ ?
દાદાશ્રી : ના. એવું ના હોય. આપણે અહીં ચોથો આરો હતો તો ય બધા કષાયો જ હતા અને રામચંદ્રજીની વાઈફને ય લઈ ગયા’તા. રામચંદ્રજી તો રાજા હતા તો ય ! પછી બીજા કેટલાય લોકોની વાઈફ ઊઠાવી ગયેલા. એમ તો ચાલ્યા જ કરવાનું.
પ્રશ્નકર્તા: મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ થાય એટલે મોક્ષે જવાય એવું કંઈ છે ? - દાદાશ્રી : ના, ના. એવું કશું જ નથી. ત્યાં ય ગજવા કાપનારા છે, હરણ કરી જનારા બધું ય છે. પછી એ આરો ચોથો રહે છે કાયમ, એટલે ત્યાં આગળ તીર્થંકર ભગવાન કાયમ હોય છે ! અને ચોથા આરામાં મન, વચન, કાયાની એકતા હતી તે જૂઠા-લબાડ બધું જ આવું ને આવું જ, પણ ત્યાં એકતા ને અહીંયા એકતા નહિ. મહાવિદેહ ક્ષેત્રમાં ય આવું જ. આના જેવા જ બધા ગજવા હઉ કાપી લે, માણસો ય આપણા જેવા જ બધા નામે ય આપણા જેવા પાછાં ! પણ હવે અહીં એકતાવાળા થાય, તો પછી ક્ષેત્રનો સ્વભાવ છે તે ખેંચી લે. તે ત્યાં લઈ જાય ને ત્યાં આગળ એકતા તૂટી ગયેલી હોય એવા માણસ હોય તે ક્ષેત્ર સ્વભાવથી અહીં ખેંચાઈ જાય.
પ્રશ્નકર્તા : આપણામાં મન-વચન-કાયાની એકતા નથી એવું આપણે જાણીએ છીએ. આ મનમાં છે એવું જ બોલાય છે. એવું એ લોકો કંઈ જાણે છે ? એ લોકોમાં એવી અવલોકન શક્તિ ખરી ?
પ્રશ્નકર્તા : બહુ ડખોડખલ હોય તો મન-વચન-કાયાની એકતા કેવી રીતે રહે ?
દાદાશ્રી : ના. એ તો એકતા રહે જ. પણ ડખોડખલ તો કરવાનાં જ. આપણે અહીં આગળ છે તે મનમાં હોય કે ભાઈ, ફલાણાની સ્ત્રીનું હરણ કરી જવું છે. તે પણ મોઢે બોલે કે ના એવું કંઈ અમારે નથી કરવું ! કોઈ કહે, ‘તમે આવું કરવાના છો ?” ત્યારે કહે, “ના, ના.” અને ત્યાંના, પેલો તો કહે કે, “હા, હું હરણ કરી જવાનો છું.” અને તે કરી બતાડે ય ! ત્યાં મન-વચન-કાયાની એકતા હોય ને અહીં આગળ એ જુદું હોય ! એટલે એ બોલે એવું જ કરવાનો ને આ અહીં આગળ બોલીને ફરી જાય ! અહીં ફરી જાય કે ના ફરી જાય ?
મહાવિદેહ ક્ષેત્રમાં જવાનો હેતુ !! પ્રશ્નકર્તા : જ્યારે માણસ કંઈ બોલે છે ને તે જ પ્રમાણે કરે છે ને એવું જ્યારે થાય છે, ત્યારે એમાં કર્તાપદ કેવી રીતે છૂટે એ લોકોને ? અજ્ઞાન જ ગ્રહણ થાય ને ?
દાદાશ્રી : એ દ્રઢ જ થવાનું.
પ્રશ્નકર્તા : તો અહીંના બધા લોકો તો મહાવિદેહ ક્ષેત્રની આશા રાખે છે કે ત્યાં જવું છે.
દાદાશ્રી : મહાવિદેહ તો, શેને માટે ત્યાં આગળ જવાનું કે અહીં જેને કર્તાપદ છૂટેલું હોયને એ ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં જાય. ત્યાં આગળ તીર્થકર સાહેબ મળેને, તો એનો મોક્ષ થઈ જાય. બસ, એટલું જ છે ! એને તીર્થંકરનાં દર્શન કરવાની જ જરૂર છે અને ત્યાં તીર્થંકર છે, છતાં લોકો દર્શન કરતાં જ નથી, ત્યાં કોઈને પડેલી નથી. અમુક માણસોને જ મોક્ષની પડેલી છે. બધા લોકોને નથી પડેલી !
પ્રશ્નકર્તા: કારણ કે અહીં તો ઘણાં લોકો એવો જ ભાવ કરે છે કે અહીં મહાવિદેહ ક્ષેત્રમાં જવું છે.
દાદાશ્રી : હા, પણ એ મહાવિદેહ ક્ષેત્રમાં એમને તો મોક્ષને માટે
દાદાશ્રી : હા, ખરીને ! બધી શક્તિ ખરી અને બહુ જ જાગૃતિ. આપણા અહીંના લોકોને જાગૃતિ જ ક્યાં ?
પ્રશ્નકર્તા : તો ત્યાંના લોકોને ડખોડખલ ના હોય ? દાદાશ્રી : ડખોડખલ તો બહુ જ !