Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
श्री कहानगुरुदेवाय नमः ।
અદ્વિતીય ચક્ષુ
શ્રીમદ્દભગવકુંદકુંદાચાર્યદેવવિરચિત શ્રી પ્રવચનસારની ગાથા ૧૧૪ ઉપરનાં દિવ્ય દ્રવ્ય દૃષ્ટિદાતા ૫૨મોપકારી પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો
*
પ્રકાશક :
શ્રી શાંતિલાલ ચીમનલાલ ઝવેરી
મુંબઈ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રથમ આવૃત્તિ પ્રત : ૨OOO
મુદ્રક : સુમતિ પ્રિન્ટિંગ પ્રેસ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
Thanks & Our Request
This shastra has been kindly donated by Naynaben and Kiranbhai Shah, Stevenage, UK who have paid for it to be "electronised" and made available on the internet to encourage their children, Vishal and Rupal, to explore Jainism.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of Advitiy Chakshu is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@ AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Version History Date
Changes
Version Number
001
12 Sept 2002 | First electronic version.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકાશકીય નિવેદન
પૂર્વ વિદેહમાં બિરાજમાન
વિદ્યમાન તીર્થંકર-શ્રી સીમંધરસ્વામીની ધર્મસભામાં બેસીને તેઓશ્રીના પ્રવચનોને (દિવ્યધ્વનિને ) પ્રત્યક્ષ સાંભળનાર કળિકાળ સર્વજ્ઞ શ્રીમદ કુંદકુંદાચાર્યદેવે તે પ્રવચનના સા૨ને પરમાગમ શ્રી પ્રવચનસારમાં ભર્યો છે. અને તેની ઉપ૨ ટીકા રચીને શ્રી અમૃતચંદ્રાચાર્યે ગાથામાં ભરેલા ગૂઢ ભાવોને સ્પષ્ટ કર્યા છે. તથા પોતાના વ્યાખ્યાનો દ્વારા આ કાળે પૂ. શ્રી કાનજીસ્વામીએ તે ટીકાના અર્થોને સાદી ને સરળ ભાષામાં સામાન્ય જીવોને પણ સુલભ રીતે સમજાય તેવી રીતે સમજાવ્યા છે. અને આ રીતે તેઓશ્રીનો આપણા ઉપર અનંત ઉપકાર વર્તે છે.
જેના સ્મરણ માત્રથી શરીરમાં રોમાંચ જાગે છે, હૃદય તેમ જ મસ્તક ભક્તિભાવથી ઝુકી પડે છે, આંખો દર્શન માટે તલસી ઊઠે છે ને વાણી મહિમા ગાતી-ગાતી મૌનતાને ધારણ કરે છે તે શ્રી કહાનગુરુના ગુણોને ગાવા કોણ સમર્થ છે? અહા ! કેમકે
શાયર શ્યાહી સંભવે, સિવ વસુધા હો કાગદ ઉપમાન કે તરુ ગણ લેખણ કીજીએ, ન લિખાયે હો તુજ ગુણગાન....
મુખ અનંત જો મુજ હોય રે, મુખે મુખે જીભ અનંત; ગુણ ગુરુજીના બોલતાં રે, તોહે ન આવે અંત....
6
આવા ભાવિ તીર્થાધિનાથ શ્રી સદ્દગુરુદેવશ્રીના પ્રવચનસારના સારભૂત ગા. ૧૧૪ ઉપરનાં પ્રવચનોને મુમુક્ષુઓના હાથમાં મૂકતા અત્યંત આનંદ થાય છે. આ ૧૧૪ મી ગાથામાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કેવો મર્મ ભર્યો છે તેનો ખ્યાલ તો પૂ. ગુરુદેવશ્રીના આ શબ્દો ઉપરથી આવશે કે “અહો ! આ તો સંતોના હૃદયની કોઈ અપાર ઊંડપ છે! શું કહીએ? જેવું ઊંડુ ભાસે છે તેવું ભાષામાં આવતું નથી. (આવી શકે નહિ)” આ પ્રવચનો સાંભળતા, વાંચતા ને તેમાં રહેલા ભાવોને વાગોળતા પૂ. બહેનશ્રીના એ શબ્દોનું સ્ટેજે સ્મરણ થઈ આવે છે કે તેઓશ્રીને (પૂ. ગુરુદેવશ્રીને) શ્રુતની લબ્ધિ છે...તીર્થકરની વાણી જેવો જોગ છે.
અંતમાં, આ નાના છતાં અત્યંત આત્માર્થ પ્રેરક પુસ્તક દ્વારા તેમાં બતાવેલ વાચ્ય-નિશ્ચયનયના અનુપમ ચક્ષુને-સર્વ જીવો પામો એ જ ભાવના.
-સંત ચરણરજ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભક્તમાંથી ભગવાન ને પામરમાંથી પરમાત્મા થવાનો વીતરાગી ઉપદેશ આપનાર હું પરમ કૃપાળુ ગુરુદેવ !
આપશ્રીના આ ૯૩ મા જન્મ-જયંતિના પાવન પ્રસંગે કોટી કોટી વંદન કરીએ છીએ. અને આશિષ માંગીએ છીએ કે દ્રવ્યાર્થિકનયના અદ્વિતીય ચક્ષુ જે આપે પ્રાપ્ત કર્યા છે તે અમને પણ પ્રાપ્ત થાઓ.
-મુમુક્ષુગણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
श्री परमात्मने नमः। श्री सद्गुरुदेवाय नमः।
શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી
પ્રવચનસા૨જીની
ગાથા-૧૧૪
ઉપર
દિવ્ય શ્રુતજ્ઞાનધારી પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કા ન જી સ્વામી નાં શુદ્ધાત્મરસ ઝરતાં પ્રવચનો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
પ્રવચનસાર
ગાથા-૧૧૪
હવે એક દ્રવ્યને અન્યત્વ અને અનન્યત્વ હોવામાં જે વિરોધ તેને દૂર કરે છે (અર્થાત્ તેમાં વિરોધ નથી આવતો એમ દર્શાવે છે ):
दव्वट्ठिएण सव्वं दव्वं तं पज्जयट्ठिएण पुणो । हवदि य अण्णमणण्णं तक्काले तम्मयत्तादो ॥
द्रव्यार्थिकेन सर्वं द्रव्यं तत्पर्यायार्थिकेन पुनः । भवति चान्यदनन्यत्तत्काले तन्मयत्वात् । । ११४ । । દ્રવ્યાર્થિકે બધું દ્રવ્ય છે, ને તે જ પર્યાયાર્થિકે; છે અન્ય, જેથી તે સમય તરૂપ હોઈ અનન્ય છે. અન્વયાર્થ:- [દ્રવ્યાર્થિન] દ્રવ્યાર્થિક ( નય ) વડે [ સર્વ] સઘળું [દ્રવ્ય] દ્રવ્ય છે; [પુન: વ] અને વળી [ પર્યાયાર્થિòન ] પર્યાયાર્થિક ( નય ) વડે [તત્] તે (દ્રવ્ય) [ અન્યત્] અન્ય-અન્ય છે, [તત્કાળે તન્મયાત્] કારણ કે તે કાળે તન્મય હોવાને લીધે [ અનન્યત્] (દ્રવ્ય પર્યાયોથી ) અનન્ય છે.
ટીકા:- ખરેખર સર્વ વસ્તુ સામાન્યવિશેષાત્મક હોવાથી વસ્તુનું સ્વરૂપ જોનારાઓને અનુક્રમે (૧) સામાન્ય અને (૨) વિશેષને જાણનારાં બે ચક્ષુઓ છે–(૧) દ્રવ્યાર્થિક અને (૨) પર્યાયાર્થિક.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
તેમાં, પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ્યારે અવલોકવામાં આવે છે, ત્યારે નારકપણું, તિર્યચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું-એ પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવસામાન્યને અવલોકનારા અને વિશેષોને નહિ અવલોકનારા એ જીવોને “તે બધુંય જીવદ્રવ્ય છે” એમ ભાસે છે. અને
જ્યારે દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડલા પર્યાયાર્થિક ચક્ષુ વડ અવલોકવામાં આવે છે, ત્યારે
જીવદ્રવ્યમાં રહેલા નારકપણું, તિર્યચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું-એ પર્યાયોસ્વરૂપ અનેક વિશેષોને અવલોકનારા અને સામાન્યને નહિ અવલોકનારા એવા એ જીવોને (તે જીવદ્રવ્ય) અન્ય-અન્ય ભાસે છે, કારણ કે દ્રવ્ય તે તે વિશેષોના કાળે તન્મય લેવાને લીધે તે તે વિશેષોથી અનન્ય છે-છાણાં, તૃણ, પર્ણ અને કાષ્ઠમય અગ્રિની માફક (અર્થાત્ જેમ તૃણ, કાષ્ઠ વગેરેનો અગ્નિ તે તે કાળે તૃણમય, કાષ્ઠમય વગેરે હોવાને લીધે તૃણ, કાષ્ઠ વગેરેથી અનન્ય છે, તેમ દ્રવ્ય તે તે પર્યાયોરૂપ વિશેષોના સમયે તે–મય હોવાને લીધે તેમનાથી અનન્ય છે-જુદું નથી). અને જ્યારે તે બન્ને ચક્ષુઓ-દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક-તુલ્યકાળે (એકીસાથે) ખુલ્લાં કરીને તે દ્વારા અને આ દ્વારા (-દ્રવ્યાર્થિક ચક્ષુ દ્વારા તેમ જ પર્યાયાર્થિક ચક્ષુ દ્વારા) અવલોકવામાં આવે છે, ત્યારે નારત્વતિર્યંચત્વ-મનુષ્યત્વ-દેવત્વ-સિદ્ધત્વ-પર્યાયોમાં રહેલો જીવસામાન્ય અને જીવસામાન્યમાં રહેલા નારકત્વ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates તિર્યંચત્વ-મનુષ્યત્વ સિદ્ધત્વપર્યાયોસ્વરૂપ વિશેષો તુલ્યકાળે જ દેખાય છે.
ત્યાં, એક ચક્ષુ વડે અવલોકન તે એકદેશ અવલોકન છે અને બે ચક્ષુઓ વડે અવલોકન તે સર્વ અવલોકન (–સંપૂર્ણ અવલોકન) છે. માટે સર્વ અવલોકનમાં દ્રવ્યનાં અન્યત્વ અને અનન્યત્વ વિરોધ પામતાં નથી.
ભાવાર્થ- દરેક દ્રવ્ય સામાન્ય-વિશેષાત્મક છે. તેથી દરેક દ્રવ્ય તેનું તે જ પણ રહે છે અને બદલાય પણ છે. દ્રવ્યનું સ્વરૂપ જ આવું ઉભયાત્મક હોવાથી દ્રવ્યના અનન્યપણામાં અને અન્યપણામાં વિરોધ નથી. જેમકે, મરીચિ અને શ્રી મહાવીરસ્વામીનું જીવસામાન્યની અપેક્ષાએ અનન્યપણું અને જીવન વિશેષોની અપેક્ષાએ અન્યપણું હોવામાં કોઈ પ્રકારનો વિરોધ નથી.
દ્રવ્યાર્થિકનયરૂપી એક ચક્ષુથી જોતાં દ્રવ્યસામાન્ય જ જણાય છે તેથી દ્રવ્ય અનન્ય અર્થાત્ તેનું તે જ ભાસે છે અને પર્યાયાર્થિકનયરૂપી બીજા એક ચક્ષુથી જતાં દ્રવ્યના પર્યાયોરૂપી વિશેષો જણાય છે તેથી દ્રવ્ય અન્ય-અન્ય ભાસે છે. બન્ને નયોરૂપી બન્ને ચક્ષુઓથી જોતાં દ્રવ્યસામાન્ય તથા દ્રવ્યના વિશેષ બન્ને જણાય છે તેથી દ્રવ્ય અનન્ય તેમ જ અન્યઅન્ય બને ભાસે છે. ૧૧૪.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનસાર ગાથા ૧૧૪ : મથાળુ
હવે એક દ્રવ્યને અન્યત્વ અને અનન્યત્વ હોવામાં જે વિરોધ તેને દૂર કરે છે (અર્થાત્ તેમાં વિરોધ નથી આવતો એમ દર્શાવે છે ):
અહીં શું કહેવું છે? કે સામાન્યપણે દ્રવ્ય એનું એ જ અનન્ય છે અને વિશેષપણે તે ભિન્ન-ભિન્ન, અન્ય-અન્યપણે છે. અહાહા...! અવસ્થાએ અન્ય અન્ય હોવા છતાં દ્રવ્યે અનન્ય જ છે. દરેક દ્રવ્ય, જોકે દાખલો જીવનો આપશે, સામાન્ય છે અર્થાત્ એનું એ જ અનન્ય છે અને વિશેષ પણ છે અર્થાત્ અન્ય અન્ય પણ છે. દ્રવ્યનું વિશેષ-પર્યાય સ્વકાળે અન્ય અન્ય હોવા છતાં તે દ્રવ્યથી અનન્ય જ છે, દ્રવ્યથી જુદું નથી. ભાઈ ! આ તો દરેક દ્રવ્યના સ્વરૂપનું ક્થન છે.
આત્માને કર્મની સાથે, શરીર સાથે, કુટુંબ સાથે, દેશ સાથે, આબરૂ સાથે કે પૈસા-પગાર સાથે કોઈ સંબંધ નથી. કેમ ? કેમકે એ તો સર્વ પદ્રવ્ય ભિન્ન જ છે, અન્ય જ છે, અનન્ય નથી. અહીં તો દ્રવ્યને પોતામાં જ અન્યત્વ, અનન્યત્વ હોવામાં વિરોધ નથી એ વાત સિદ્ધ કરે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૨] છે. કહે છે-દરેક દ્રવ્ય પોતાના સ્વરૂપે કાયમ રહીને પ્રતિસમય અનેરી–અનેરી એટલે કે અન્ય-અન્ય અવસ્થાપણે થાય છે તેથી એ અપેક્ષાએ તેને અન્યઅન્ય પણ કહેવાય છે અને તે અવસ્થા એની જ (દ્રવ્યની જ) છે, દ્રવ્ય પોતે જ એ અવસ્થારૂપ આવ્યું-પરિણમ્યું છે માટે તે અનન્ય પણ કહેવાય છે.
લ્યો, આવી વાત! આખી દુનિયાની આમ વહેંચણી કરી નાખી.
અહાહા...! શું સૂક્ષ્મ તત્ત્વજ્ઞાન! કહે છે કે પર્યાયમાં જીવને નારકી આદિ અનેકપણું હોવા છતાં જીવ અનન્ય છે, કેમકે આત્માની સાથે તે પર્યાયનું તન્મયપણું છે. ચાહે હિંસાના પરિણામ હો, દયાના પરિણામ હો, ભક્તિ-પૂજાના પરિણામ હો કે રૌદ્રધ્યાનના પરિણામ હો–એ પરિણામ દ્રવ્યની પર્યાયમાં છે. તે પરિણામ અનેરી–અનેરી અવસ્થારૂપ હોવાથી આત્માને અન્ય પણ કહેવાય છે અને આત્મા તેમાં વર્તે છે માટે અનન્ય પણ કહેવાય છે. આત્માને પર પદાર્થની સાથે કાંઈ સંબંધ નથી કેમકે તે પર પદાર્થ તો તદ્દન અન્ય જ છે, અનન્ય નથી. અહીં તો પ્રત્યેક દ્રવ્યની પર્યાય અન્ય અન્ય થતી–ઉપજતી દ્રવ્યથી અનન્ય છે એમ કહે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૩]
છે. અહાહા...! જે અન્ય છે તે અનન્ય છે એમ અહીં અવિરોધપણે સિદ્ધ કરે છે.
* ગાથા ૧૧૪ : ટીકા ઉ૫૨નું પ્રવચન *
,
,
‘ ખરેખર સર્વ વસ્તુ... ' જોયું ? ‘ દ્રવ્ય ’ શબ્દ ન વાપરતાં ‘વસ્તુ ’ કીધી. સર્વસ્ય હિ વસ્તુન:—એમ કહ્યું. કેમ ? કેમકે એમાં અનંત શક્તિઓ વસેલી છે. અહાહા...! દરેક દ્રવ્ય, ચાહે તે ૫૨માણુ હો, આકાશ હો કે જીવ હો, તેને વસ્તુ કીધી કારણ કે તેમાં અનંત અન્વયી ગુણો વસેલા છે. અહાહા...! દ્રવ્ય અનંત અનંત ગુણો-શક્તિઓ વડે વસેલું-ભરેલું છે માટે તેને વસ્તુ કીધી છે. વળી વસ્તુમાં વસેલી જે શક્તિઓ છે તે એકરૂપ-તદ્રુપપણે પોતાની છે, પણ એમ નથી કે બીજાની શક્તિ અહીં વસ્તુમાં આવી હોય વા વસ્તુ બીજાની શક્તિમાં જઈ વસી હોય. જુઓ આ વસ્તુનું સ્વરૂપ! નજીકમાં નજીક પોતાનું શરીર કે સ્ત્રી-પુત્રપરિવાર એ સર્વ તદ્દન જુદી ચીજ છે. જ્યારે દ્રવ્યનું વિશેષ અન્ય-અન્ય હોવા છતાં તે દ્રવ્યથી અનન્ય છે કેમકે તે વિશેષ-પર્યાય દ્રવ્યથી જુદી ચીજ નથી. જેમ જાદું ( બીજું ) દ્રવ્ય તદ્દન અન્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૪ ]
છે તેમ અનેરી અનેરી થવા છતાં પર્યાય તદ્દન અન્ય જ છે એમ નથી. જોકે પહેલાં નહોતી અને થઈ છે એ અપેક્ષાએ અન્ય પણ કહેવાય છતાં દ્રવ્ય તેમાં વર્તે છે માટે અનન્ય પણ છે.
સ્વતઃ
કહે છે– ખરેખર સર્વ સર્વ વસ્તુ સામાન્યવિશેષાત્મક હોવાથી...' જીઓ, એક વસ્તુ ન કીધી પણ સર્વ એટલે અનંત વસ્તુ કહી. તે અનંત વસ્તુ દરેક પોતે પોતાથી સામાન્યવિશેષાત્મક છે; દ્રવ્યરૂપથી સામાન્ય અને પર્યાયથી વિશેષરૂપ છે. આવું દ્રવ્યનું સામાન્યવિશેષસ્વરૂપ છે. ત્યાં જેમ સામાન્યપણું–એકરૂપપણું સ્વનું છે તેમ વિશેષપણું પણ સ્વનું છે, તે (-પર્યાય) કાંઈ પરના સંયોગે કે ૫૨ વડે થાય છે એમ નથી. દરેક દ્રવ્યની તે તે સમયની તે વિશેષ અવસ્થા પહેલાં નહોતી અને હવે (બીજે સમયે ) થઈ માટે તે અનેરા દ્રવ્યના કારણે થઈ છે એમ નથી. પર્યાય પહેલાં નહોતી અને નવી થઈ એ અપેક્ષાએ તે અન્ય છે છતાં તે વિશેષમાં-પર્યાયમાં સામાન્ય વર્તે છે માટે તે અનન્ય પણ છે, સામાન્યથી એ કાંઈ જુદી ચીજ નથી. જેમ બીજી બધી ચીજો તદ્દન જુદી છે તેમ પર્યાય સામાન્યથી ાદી નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૫ ] જુઓ, એક આત્માને અને બીજા આત્માને પરસ્પર કાંઈ સંબંધ નથી. બન્ને સામાન્યપણે એક અને વિશેષપણે જુદા એમ નથી તથા તેઓ સામાન્યપણે જુદા અને વિશેષપણે એક એમ પણ નથી. શું કીધું એ ? કે અનંત જે બીજા આત્મા અને અનંતા જે પરમાણુઓ છે તે બધા આ આત્માથી સામાન્યપણે જુદા અને વિશેષપણે એક છે એમ પણ નથી તથા સામાન્યપણે એક અને વિશેષપણે જુદા છે એમ પણ નથી; પરંતુ પોતે જ જાદો (અન્ય-અન્ય ) અને પોતે જ અનન્ય છે એમ અહીં વાત છે.
અહાહા...! પોતાના દ્રવ્યમાં પ્રગટ થતી તે તે
પર્યાયનો કાળ અર્થાત્ ક્રમાનુપાતી સ્વકાળ છે. ( આ વાત ગાથા ૧૧૩ માં આવી ગઈ છે). તે પર્યાય ક્રમે સ્વકાળે ક્રમાનુસાર આવવાની હતી તે આવી છે. ત્યાં પહેલાં-પહેલાંની પર્યાયની અપેક્ષાએ તેને અન્ય કહીએ પણ વસ્તુની અપેક્ષાએ અનન્ય છે. આથી તે તે પર્યાય કોઈ બીજાથી થઈ છે એમ છે જ નહિ. ભાઈ ! ભાષા તો સહેલી સહેલી છે પણ એનો ભાવ...( બેસવો ) કઠણ છે; તથાપિ ન બેસે એમેય નથી. કળશટીકામાં ( કળશ ૬૦ માં ) આવે છે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૬] ભેદજ્ઞાન-આત્મજ્ઞાન સાચે જ કઠણ છે, તોપણ સ્વરૂપનું વેદન કરતાં ભિન્નપણાનો સ્વાદ આવે છે (આત્મજ્ઞાન થાય છે ).
ભાવ બેસવો કઠણ તો છે, પણ ભગવાન આત્મા સામાન્યપણે દ્રવ્ય જે છે તેને જોતાં અંતરમાં ભાવ બેસી જાય છે. આવી વાત છે. ભલે જોનારી પર્યાય વિશેષ છે, પણ એ જુએ છે સામાન્યને, અને એ પર્યાય એમ માને છે કે હું અખંડ એકસ્વરૂપે જ્ઞાયકરૂપે વિરાજમાન છું. અહાહા...! એ પર્યાયનો વિષય એકલી પર્યાય ન રહેતાં, પર્યાયનો વિષય દ્રવ્ય બની જાય છે. (ત્યારે અંતરમાં ભાવ બેસી જાય છે.)
અહીં કહે છે–ખરેખર સર્વ વસ્તુ સામાન્યવિશેષાત્મક છે. એનો અર્થ એ છે કે કોઈ ચીજ કોઈ અન્યથી બનેલી છે વા કોઈ ઈશ્વર એનો કરનારો છે એમ છે નહિ. એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને કરી શકે છે એમ નથી. સર્વ વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે એટલે કે કાયમ રહેવાની અપેક્ષાએ સામાન્ય અને પલટવાની અપેક્ષાએ વિશેષ છે. સામાન્ય અને વિશેષ-એમ બે થઈને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૭] દ્રવ્યનું સ્વરૂપ છે. આગળ પણ એનું સ્વરૂપ બે-રૂપે છે એમ આવશે. પરને અને એને કાંઈ સંબંધ નથી.
પ્રશ્ન- વહાલી પત્ની હોય અને વહાલા દીકરા હોય તોપણ આત્માને તેની સાથે સંબંધ નહિ?
ઉત્તર- અહા ! કોના બાપ અને કોના દીકરા? જ્યાં વસ્તુનું વિશેષ પણ એક સમય ટકે છે ત્યાં બીજી ચીજ (પત્ની, પુત્ર આદિ) તેની (આત્માની) છે એ વાત કયાં રહી પ્રભુ? દરેક વસ્તુ કાયમ રહેવાની અપેક્ષાએ ધ્રુવ છે પણ ક્ષણિક અવસ્થાની અપેક્ષાએ તો એક સમય જ હોય છે. વસ્તુ ધ્રુવ છે છતાં તેનું વિશેષ એક સમય જ ટકે છે. પર્યાય તેની છે છતાં તે એક સમય જ રહે છે તેથી પૂર્વ પર્યાયની અપેક્ષાએ તેને અન્ય પણ કહીએ તથા આભદ્રવ્યની અપેક્ષા તેમાં દ્રવ્ય વર્તે છે માટે અનન્ય પણ કહીએ. પરંતુ આત્માને અને પરને વા પરમાણુ-પરમાણુને કોઈ સંબંધ નથી. આ વાત લોકોને ભારે કઠણ પડે છે, પણ લોકોને વિચારવાનો વખત કયાં છે? આખો દિવસ ધંધા-વેપારમાં, કુટુંબ-પરિવારને પંપાળવામાં અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૮] દુનિયાની જંજાળમાં વીતી જાય છે, અને એમ ને એમ જિંદગી પૂરી થઈ જાય છે.
અહીં કહે છે-“ ખરેખર સર્વ વસ્તુ સામાન્યવિશેષાત્મક હોવાથી વસ્તુનું સ્વરૂપ જોનારાઓને અનુક્રમે (૧) સામાન્ય અને (૨) વિશેષને જાણનારાં બે ચક્ષુઓ છે-(૧) દ્રવ્યાર્થિક અને (૨) પર્યાયાર્થિક.” પાઠમાં (ગાથામાં) તો આટલું જ લીધું છે કે સામાન્ય-વિશેષને અનુક્રમે જોવા. પણ અહીં ટીકામાં સાથે જોવાની વાત પણ લેશે.
તો કહે છે-“તેમાં, પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને.' લ્યો, અહીંથી ઉપાડ્યું છે. દ્રવ્યાર્થિક ચક્ષુને બંધ કરીને–એમ ઉપાડયું નથી. કહે છે દ્રવ્યને જોવા માટે પર્યાયાર્થિક આંખને સર્વથા બંધ કરી દે. ગજબ વાત ભાઈ ! પર્યાય છે ખરી પણ તેને જોવા તરફની દષ્ટિ બંધ કરી દે એમ વાત ઉપાડી છે. પહેલાં એ તો કહ્યું કે-સામાન્ય-વિશેષાત્મક વસ્તુ છે. ( વિશેષ નથી એમ કયાં વાત છે? પણ હવે વિશેષને જોવાની આંખને બંધ કરીને અહાહા...! છે? (પાઠમાં?) તે પાછું કથંચિત્ બંધ કરીને એમ નહિ, પણ “પર્યાયાર્થિક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૯] ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે...' અહાહા...! દ્રવ્યને-ત્રિકાળીને જાણવો છે ને? તો કહે છે–વિશેષનયની આંખ બંધ કરીને દ્રવ્ય જેનું પ્રયોજન છે એવા દ્રવ્યાર્થિકનયની આંખ વડે જો. એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે –અહાહા...! ભાષા તો જુઓ! અવસ્થાને જોનારી પર્યાયાર્થિક આંખ બંધ કરી દઈને દ્રવ્યસામાન્યને જોનારીજાણનારી દ્રવ્યાર્થિક આંખ વડે જો; તેથી તને અવસ્થામાં સામાન્ય-સામાન્ય દ્રવ્ય ભગવાન આત્મા જણાશે. અહાહા...! અવસ્થાને જોનારી આંખ બંધ કરી દઈને સામાન્યને જોતાં જોનારી વિશેષ પર્યાય તો રહેશે, પણ પર્યાયનો જોવાનો વિષય વિશેષ નહિ પણ સામાન્ય રહેશે. સમજાણું કાંઈ...!
કહે છે? કે વિશેષને જોનારી પર્યાયાર્થિક આંખ બંધ કરી દે. અહાહા...! બીજાને જોવાનું બંધ કરી દે એ વાત તો એકકોર રહી; કેમકે પોતાના સિવાય બીજા જે પદાર્થો છે, પછી ભલે તે ત્રણલોકના નાથ ભગવાન હોય તોપણ, તેને જોવાની જે દૃષ્ટિ છે તે કાંઈ પર્યાયાર્થિક દૃષ્ટિ કે દ્રવ્યાર્થિક દ્રષ્ટિ નથી. ફક્ત પોતાનામાં બે પ્રકાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૦] છે : એક સામાન્યપણું-કાયમ રહેવાપણું અને બીજો વિશેષપણું–બદલવાપણું અને તેને જોનાર બે આંખ છે. હવે એ વિશેષને જોનારી આંખને બીલકુલ બંધ કરીને ઉઘાડલી દ્રવ્યાર્થિક આંખ વડે જો એમ કહે છે. ભારે ગજબ વાત છે! થોડે શબ્દ ઘણું ભર્યું છે હોં. અહો ! વાત બહુ ઊંચી છે!
જાઓ! અહીં એમ ન કહ્યું કે પરદ્રવ્યને-સ્ત્રીપુત્ર-મિત્ર-ધનાદિને જોવાનું બંધ કરી દે, કેમકે જે
સ્વરૂપમાં નથી તેની વાત શું કામ કરીએ. અહીં તો કહે છે–પ્રભુ! તારા સ્વરૂપમાં બે-સામાન્ય અને વિશેષ છે. તો હવે એ બે છે એમાંથી વિશેષને જોવાની આંખ સર્વથા બંધ કરી દઈને ઉઘાડલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડ જે. જાઓ! વિશેષને જોવાની આંખને કથંચિત્ ઉઘાડીને અને કથંચિત્ બંધ કરીને અથવા તેને ગૌણ કરીને–એમેય વાત નથી લીધી. અહો ! આ તો તત્કાલ સમ્યગ્દર્શન–વસ્તુ-દર્શન થવાની વાત છે. પર્યાયને જોવાનું બંધ કરી દીધું એટલે દ્રવ્યને જોનારું જ્ઞાન ઉઘડ્યું એમ કહે છે. દ્રવ્યાર્થિક ચક્ષુ વડે દ્રવ્યને જોનારું તે જ્ઞાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧] છે તો પર્યાય, પણ તે ઉઘડેલું જ્ઞાન છે. અહો! શું ગંભીર ટીકા છે! ભરતક્ષેત્રમાં આવી વાત બીજે કયાં છે? અહો! આ તો ત્રણલોકના નાથની દિવ્યધ્વનિનું અમૃત સંતોએ રેલાવ્યું છે. જગતનાં ભાગ્ય છે કે આવી વાણી રહી ગઈ. અહા ! આવી વાણીનો યોગ થયો અને તને નવરાશ નથી ! ભગવાન! તારે કયાં જવું છે? કયાં રહેવું છે?
પહેલી એ વાત કીધી કે સર્વ વસ્તુ સામાન્યવિશેષાત્મક છે. હવે કહે છે–તારે તારી વસ્તુને અમૃતના નાથને જોવો હોય તો પર્યાયાર્થિક આંખ સર્વથા બંધ કરીને ઉઘાડલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જો. જુઓ, આમાં પરની વાત નથી લીધી કે પર્યાયાર્થિક આંખ બંધ કરીને પર છે. અહીં તો સ્વરૂપને અમૃતના નાથને જોવાની વાત છે. અહો ! સંતોએ અમૃત રેયાં છે. પણ અરે ! જગતને...(કયાં દરકાર છે?)
કહે છે-ભગવાન! તારામાં બે પ્રકાર-(૧) સામાન્ય અને (૨) વિશેષ. અહીં વાત તો સર્વદ્રવ્યની કરવી છે પણ ઉતારે છે જીવમાં. જીવમાં ઉતારીને કહે છે કે સર્વદ્રવ્યોમાં એ રીતે સમજી લેવું. આમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨૨]
( અમૃતચંદ્રાચાર્યની ટીકામાં) ખુલ્લું નથી કહ્યું પણ જયસેનાચાર્યની ટીકામાં કહ્યું છે. જુઓ, સર્વદ્રવ્યેષુ યથાસંભવં જ્ઞાતવ્ય કૃતિ અર્થ:-એજયસેનાચાર્યની ટીકાના છેલ્લા શબ્દો છે. બાપુ! આ તો ઘીરાનાં કામ છે. સમયસાર કલશમાં છે ને કે-નિભૃત પુરુષો વડે અર્થાત્ સ્વરૂપમાં એકાગ્ર થનારા પુરુષો વડે, ચિંતા વિનાના પુરુષો વડે આ વસ્તુ વિચારાય છે.
કહે છે– એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે...’ જુઓ, ઉપર પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીનેએમ કહીને જોર આપ્યું અને એથી વિશેષ દઢ જોર આપવા હવે કહે છે–‘ એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે...' મતલબ કે દ્રવ્ય જોવામાં આવે એ રીતે જ્ઞાનને ખુલ્લું પ્રગટ કરીને જો. અહાહા...! પર્યાયને જોવાની નહિ, પણ દ્રવ્યને જોવાની ઉઘાડેલી જ્ઞાનની પર્યાયથી જો. ‘એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ' કીધા છે ને? એટલે કે દ્રવ્યને જોનારા પ્રગટ જ્ઞાન વડે જો. પર્યાયને જોવાનું જ્યારે બંધ કરી દીધું છે ત્યારે સ્વદ્રવ્યને જોવાનું જ્ઞાન ઉઘડયું છે એમ કહે છે, દ્રવ્યને જે નય જુએ છે તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨૩]
જ્ઞાન ઉઘડેલું છે એમ કહે છે.
અહાહા...! ‘ પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ્યારે અવલોકવામાં આવે છે, ત્યારે નારકપણું, તિર્યંચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું-એ પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવસામાન્યને અવલોકનારા અને વિશેષોને નહિ અવલોકનારા એ જીવોને “તે બધુંય જીવદ્રવ્ય છે” એમ ભાસે છે.’
જુઓ, અવલોકનારી છે તો પર્યાય ( પર્યાય અવલોકનારી છે) પણ તે પર્યાયને જોવાનું બંધ કરી દઈને દ્રવ્યને જોવાના પ્રગટ જ્ઞાન વડે દ્રવ્ય-સામાન્યને અવલોકે છે. અહાહા...! શું ભર્યું છે! અજ્ઞાની આમ ને આમ વાંચી જાય અને માને કે અમે સ્વાધ્યાય કર્યો, પણ બાપુ! આ તો ‘પ્રવચનસાર ' એટલે દિવ્યધ્વનિનો સાર. બહુ ગહન ચીજ છે. કોઈ કહેતું હતું કે-મહારાજ (–કાનજીસ્વામી ) સમયસારનાં બહુ વખાણ કરે છે ને? પણ હું તો તે પંદર દિવસમાં જ વાંચી ગયો. અરે ભાઈ! સમયસાર તો (કેવળીના પેટની વાત) બહુ ગહન ચીજ છે પ્રભુ! એમ ને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૪] એમ વાંચી જવાથી એનો પાર આવે એવો નથી.
પ્રશ્ન:- શ્રીમદે છ પદ કહ્યાં છે તેમાં સમ્યગ્દર્શનની વ્યાખ્યા કરી છે તો એ છે પદ જોવાં તો ખરાં ને?
- ઉત્તર:- ભાઈ ! અહીં તો એમ કહે છે કેપદોના જે ભેદ છે તેને પણ જોનારી આંખને સર્વથા બંધ કરી દઈને...(દ્રવ્યને જોનારા પ્રગટ જ્ઞાનરૂપ દ્રવ્યાર્થિકનય વડે જો). અહા ! કોઈને ઝીણું પડે તો ધ્યાન દઈને સાંભળવું. બાપુ! આ તો અમૃતનાં ઘર છે; માંડમાંડ બહાર આવ્યું છે. તો એને ધીમેથી (ધીરજથી) સાવધાન થઈને સાંભળવું–સમજવું. અહા ! આવો સમય ક્યારે આવે ભાઈ ? (અનંતકાળે આવે).
અહાહા...! શું ભાવ ભર્યા છે! પહેલાં કહ્યું કે સર્વ વસ્તુ સામાન્યવિશેષાત્મક છે. આવા વસ્તુના સ્વરૂપને જોનારાઓને અનુક્રમે (૧) સામાન્ય અને (૨) વિશેષને જાણનારાં બે ચક્ષુઓ છે. શું કહ્યું આ? કે જોનાર જે આત્મા છે તે પોતાના સામાન્ય અને વિશેષને જાએ છે પણ પરને નહીં. અહા ! ખૂબ ગંભીર વાત છે! પોતાની વિશેષ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર્યાયમાં જે પર જણાય છે તે ખરેખર પોતાની પર્યાય જણાય છે; એટલે સામાન્ય અને વિશેષને જોનારાં એમ બે ચક્ષુ કહ્યાં છે પણ પરની વાત લીધી નથી.
અહાહાવસ્તુના સ્વરૂપને જોનારાઓને અનુક્રમે સામાન્ય અને વિશેષને જાણનારાં બે ચક્ષુઓ છે. એમાં “અનુક્રમે કહ્યું ને ? મતલબ કે પ્રથમ સામાન્યને જાણે છે, પછી વિશેષને જાણે છે; કારણકે સામાન્યનું યથાર્થ જ્ઞાન થાય તો વિશેષ નું જ્ઞાન યથાર્થ થાય. અહીં પરને જાણવાની વાત નથી લીધી કેમકે આત્મા જે પરને જાણે છે એ ખરેખર તો પોતાની પર્યાયમાં પર્યાયને જાણે છે લ્યો, આવી સૂક્ષ્મ વાત ! પરને જાણે છે એમ કહેવું એ તો અસભૂત વ્યવહાર છે. ખરેખર તો ત્રિકાળ સામાન્ય આત્માનું જે વિશેષ છે તે વિશેષમાં વિશેષને જ જાણવાનું છે, પરને નહિ. અહીં વિશેષ દ્વારા સામાન્યને જાણવાનું પહેલું કહ્યું અને પછી વિશેષ દ્વારા વિશેષને જાણવાનું કહ્યું; કેમકે સામાન્યને જાણતાં જે જ્ઞાન થાય છે, જે પોતાનું વિશેષ છે તેને, વાસ્તવિક યથાર્થ જાણી શકે છે.
કહે છે-“સામાન્ય અને વિશેષને જાણનારાં બે ચક્ષુઓ છે.” ત્રણ ચહ્યું નથી કીધા, પણ પોતાનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જે સામાન્ય સ્વરૂપ છે અને પોતાનું જે વિશેષસ્વરૂપ છે-બસ તેને જાણનારાં બે ચક્ષુ કહ્યાં છે. ત્યાં એ વિશેષમાં બીજા જણાઈ જાય છે એ વાસ્તવમાં પોતાની જ પર્યાય છે. અહો ! શું ગંભીર ટીકા છે ! વળી તેમાં “અનુક્રમે' શબ્દ છે; એટલે કે પહેલાં સામાન્યને જાએ છે અને પછી વિશેષને જુએ છે. ટીકામાં પણ એમ જ લીધું છે.
તો કહે છે તેમાં, પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને...' જાઓ, પોતાની પર્યાયમાં જે વિશેષતા જણાય છે તે પોતાની પર્યાય જ જણાય છે, પર નહિ એટલે પરને જાણવાના ચક્ષુ બંધ કરીને-એમ ન કહ્યું પણ પોતાની પર્યાયને જાણનારું પર્યાયાર્થિક ચક્ષુ સર્વથા બંધ કરીને–એમ કહ્યું. અહાહા...! શું ગંભીર વસ્તુ છે! ભગવાન! આ પ્રવચનસાર, સમયસાર અને નિયમસારની એક એક ગાથા અતિ ગંભીર અને અલૌકિક છે.
અહીં તો કહે છે–ભગવાન! તું પરને જાણતો જ નથી. ભગવાન કેવળી લોકાલોકને જાણે છે એમ કહેવું એ તો અસભૂત વ્યવહાર છે. ભાઈ ! પરને અને આત્માને સંબંધ શું છે? પર અને સ્વની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૭] વચ્ચે તો અત્યંતભાવનો અભેદ્ય કિલ્લો ઊભો છે. પદ્રવ્યની પર્યાય અને સ્વદ્રવ્યની પર્યાય વચ્ચે અત્યંત-અભાવરૂપ અભેદ્ય કિલો પડયો છે. પોતાની એક સમયની જે પર્યાય છે તેમાં પરનો પ્રવેશ કયાં છે? ( નથી). અહીં ટીકામાં તો આમ લીધું છે કેઆત્મા પોતાના વિશેષને જાણે છે. સામાન્યને જાણે છે એ પહેલાં કહીને પછી વિશેષને જાણે છે એમ કહ્યું છે; પરને જાણે છે એમ અહીં વાત જ લીધી નથી.
અહાહા.કહે છે–પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને અર્થાત્ પોતાની પર્યાયનું લક્ષ જ છોડી દઈને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે અવલોકન કર. શું કહ્યું આ? કે જ્યારે પર્યાયને જોનારી પર્યાયાર્થિક દષ્ટિ બંધ કરી તો હવે કોઈ જનારી દષ્ટિ રહી છે કે નહિ? તો કહે છે-દ્રવ્યને જોનારી દષ્ટિ રહી છે. કહ્યું ને કે-એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જો. અહાહા...! આ દ્રવ્યાર્થિક નય છે તે જ્ઞાન છે, તે ઉઘાડેલું જ્ઞાન છે. છે તો એ પર્યાય પણ તે જોનારી પર્યાય પર્યાયને ન જોતાં દ્રવ્યને જુએ છે. પર્યાયને જાણનારી પર્યાય સર્વથા બંધ કરી છે પણ જ્ઞાન સર્વથા બંધ થયું નથી. જ્ઞાન તો ઉઘડેલું છે અને તે દ્રવ્યને જાણે છે. લ્યો, આવી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૮]
વાતુ, ભાઈ ! આ તો ત્રણલોકના નાથની દિવ્ય વાણી
અહાહા...! ભગવાન! તું સામાન્ય વિશેષરૂપ છો. ત્યાં તારા વિશેષમાં પરને જાણવું એ કાંઈ છે નહિ કેમકે ત્યાં તો એ પોતાની પર્યાય જ જણાય છે. તો કહે છે–એ જે પર્યાય જણાય છે તેને જોનારું પર્યાયાર્થિક ચક્ષુ સર્વથા બંધ કરી દે. તો હવે જ્યારે પર્યાયને જોનારું ચક્ષુ સર્વથા બંધ કર્યું તો જોનારું અન્ય કોઈ જ્ઞાનચક્ષુ રહ્યું કે નહિ? તો કહે છે કેદ્રવ્યને જોનારું જ્ઞાનચક્ષુ પ્રગટ ઉઘાડરૂપ છે. કહ્યું ને કે-એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડ જે. પર્યાયને જોનારી આંખ સર્વથા બંધ કરી છે પણ દ્રવ્યસામાન્યને જોનારું જ્ઞાન તો ઉઘડેલું જ છે. જ્યાં પર્યાયને જોવાનું સર્વથા બંધ કર્યું ત્યાં દ્રવ્યને જોવાનું જ્ઞાન ઉઘડી ગયું છે એમ કહે છે. કેમકે પોતે જાણનારો છે ને? જાણનારની પર્યાયમાં અંધારું થઈ જાય અર્થાત્ જાણવાનું જ બંધ થઈ જાય એવું તો કોઈ દિ' છે નહિ.
અહાહા...! કહે છે-પર્યાયને જોવાની આંખ સર્વથા બંધ કરી દઈને..પ્રભુ! આમ કહીને શું કહેવું છે આપને ? એમ કે શુદ્ધ ત્રિકાળી આત્મ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ર૯] દ્રવ્યને જોવું છે ને તારે ? તો તે જાણવું પર્યાયમાં આવે છે. એથી કહે છે કે એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જો. મતલબ કે પર્યાયને જોનારો જ્ઞાનનો અંશ સર્વથા બંધ થઈ જતાં અંદરનો જ્ઞાનનો પર્યાય કે જે એકલા દ્રવ્યને જાણે છે તે ઉઘડી ગયો છે. તો તે વડે દ્રવ્યને (ભાળ) દેખ. હવે આવી વાત સાંભળવાય મળે નહિ એટલે એકાંત છે, એકાંત છે-એમ રાડો પાડે. પણ બાપુ! આ સમ્યક એકાંત છે. ભાઈ ! આ તારા ઘરની વાત છે.
સંતો કહે છે-નારકપણું, તિર્યચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું–એમ પાંચ પર્યાયો કીધી ને? એ પર્યાયોસ્વરૂપ વસ્તુને જોવાની પર્યાયની આંખ બંધ કરી દે. ગજબ વાત છે ભાઈ ! કહે છે-સિદ્ધને– સિદ્ધપર્યાયને જોવાની પર્યાય આંખને બંધ કરી દે. પોતાને વર્તમાન તો સિદ્ધપર્યાય નથી, પણ શ્રદ્ધામાં છે કે મારે સિદ્ધપર્યાય થવાની છે. તો કહે છેસિદ્ધપર્યાયને પણ જોવાની પર્યાયઆંખ બંધ કરી દે.
વંવિત્ત સંવસિદ્ધ' એમ સમયસારમાં છે ને? ત્યાં સર્વસિદ્ધોને જ્ઞાનની પર્યાયમાં સ્થાપ્યા છે. અહીં કહે છે-ભગવાન! સર્વ સિદ્ધોને જાણનારી જે પર્યાય તે પર્યાયને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩૦]. જોવાની પર્યાયઆંખ બંધ કરી દે અને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જો. અહો ! આ તો સંતોના હૃદયની કોઈ અપાર ઊંડપ છે! શું કહીએ ? જેવું ઊંડુ ભાસે છે તેવું ભાષામાં આવતું નથી. (આવી શકે નહિ). ભાઈ ! બીજા કોઈ એમ
અભિમાન કરે કે આ અમને આવડે છે, અમે આ વાંચ્યું છે, તો ગર્વ ઉતરી જાય એવું છે.
કહે છે–ભાઈ! તારી પર્યાયને જોવાની આંખ તું બંધ કરી દે. છતાં જોવાનું રહેશે તો ખરું. પર્યાયને
જ્યાં જોવાનું સર્વથા બંધ કર્યું એટલે તરત જ દ્રવ્યને જોવાનું જ્ઞાન ઉઘડ્યું. લ્યો, આ પુરુષાર્થ. આ પોતાના પુરુષાર્થ વડે ઉઘડયું છે હો. તો તે “ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ્યારે અવલોકવામાં આવે છે ત્યારે નારકપણું, તિર્યચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું-એ પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવસામાન્યને અવલોકનારા' ભાષા જોઈ ? પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવસામાન્યને અવલોકનારા...એટલે કે પર્યાયો પાંચ છે અને છતાં એક જીવસામાન્ય પાંચમાં રહેલો છે. બીજી ચીજ તો કોઈ પર્યાયમાં છે નહિ, તેથી દેવ-ગુરુ-શાસ્ત્ર તથા સિદ્ધોને પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩૧]. કાઢી નાખ્યા. ફક્ત જે સિદ્ધપણું આદિ પાંચ પર્યાયો છે તે પર્યાયોમાં રહેલા એક જીવસામાન્યને અવલોકનારા–એમ વાત છે. તો ત્યાં એ અવલોકનારી-જાણનારી પર્યાય તો રહી? તે રહી ને ? અવલોકનારો દ્રવ્યાર્થિકનય છે તે પર્યાય જ છે, પણ તે પર્યાયને અવલોકતો નથી, દ્રવ્યસામાન્યને અવલોકે છે એમ વાત છે. ભાઈ ! આવું કોઈ દિ' સાંભળ્યું ન હોય એટલે નવું લાગે. પણ આ તો ભગવાન ત્રિલોકનાથની વાણી ! આત્માને સ્પર્શી નાખે એવી વાત છે.
પ્રશ્ન:- એક જીવસામાન્યને અવલોકનારા –એમ કીધું ત્યાં એ “સામાન્ય” શું છે?
સમાધાનઃ- સામાન્ય એટલે કાયમ એકરૂપ રહેનારી–બદલ્યા વિના રહેનારી આત્મવસ્તુ અસ્તિ તરીકે બદલ્યા વિનાનું, કાયમ રહેનારું અખંડ એકરૂપ જે ત્રિકાળી આત્મદ્રવ્ય તે સામાન્ય છે. હવે આ વાણિયા બિચારા આખો દિ' વેપાર-ધંધામાં ગરી ગયા હોય એટલે આવુ ઝીણું પડે. પણ ભાઈ ! આ તો ખાસ ફુરસદ લઈ સમજવાની આત્મહિતની વાત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩૨ ]
કહે છે–વિષયોને અને ૫૨ચીજ દેવ-ગુરુ આદિને જોવાનું તો દૂર રહો, સિદ્ધ આદિ પર્યાયને જોવાની આંખ પણ બંધ કરી દઈને ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ્યારે અવલોકવામાં આવે છે ત્યારે નારકપણું આદિ પર્યાવિશેષોમાં રહેલા એક જીવસામાન્યને અવલોકનારા અને વિશેષોને નહિ અવલોકનારા એ જીવોને ‘તે બધુંય જીવદ્રવ્ય છે' એમ ભાસે છે. અહાહા...! પર્યાયાર્થિક ચક્ષુ બંધ કરી દઈને દ્રવ્યાર્થિકનયના ચક્ષુ વડે અવલોકનારાઓને તે બધુંય જીવદ્રવ્ય છે એમ ભાસે છે. એટલે શું? એટલે કે એમાં પર્યાયવિશેષો-ભેદો ભાસતા નથી, પણ એ વિશેષોમાં રહેલું જીવદ્રવ્ય-ભગવાન આત્મા અનંતઅનંત-અનંત પૂરણ શક્તિઓનો સાગર અખંડ એકરૂપ પ્રભુ છે તે ભાસે છે. લ્યો, આ ભાષા લાગે સાધારણ પણ એનો ભાવ ભારે ગંભીર-ઊંડો છે! અહાહા...! આ પ્રવચનસાર, નિયમસાર, સમયસારની શી વાત કરવી! ભરતક્ષેત્રમાં આવી વાત બીજે કય ય છે નહિ. અને આ રીતે અંદર પુરુષાર્થ કરે એને વસ્તુ પ્રાપ્ત થયા વિના રહે નહિ. અહીં કીધું ને કે ‘તે બધુંય જીવદ્રવ્ય છે એમ ભાસે છે’ભાસે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩૩] છે એટલે જણાય છે. પ્રાપ્ત થાય છે એમ અર્થ છે. અહો ! ધન્ય કાળ ! ધન્ય સમય, બાપા!
અહાહા...! પર્યાયને જોનારી દષ્ટિને સર્વથા બંધ કરી દઈને દ્રવ્યને જનારા જ્ઞાન વડે અર્થાત્ ઉઘાડેલા દ્રવ્યાર્થિકનય વડે તે નારકપણું આદિ પાંચે પર્યાયોમાં રહેલા જીવસામાન્યને...અહાહા...! આ પાંચે પર્યાયોમાં રહેલો જીવ છે હોં, પરમા-પરની પર્યાયમાં તો એ રહ્યો જ નથી, વ્યવહાર પણ રહ્યો નથી, પણ એ તો પોતાની પાંચ પર્યાયોમાં રહેલો છે. એવા જીવસામાન્યને અવલોકનારા અને વિશેષને નહિ જોનારા એ જીવોને તે બધુંય જીવદ્રવ્ય છે” એમ ભાસે છે અર્થાત્ આ રીતે જો જુએ તો જીવદ્રવ્ય ભાસે છે-જણાય છે–એમ કહે છે.
પ્રશ્ન:- પણ પ્રભુ! આ પંચમ આરો છે, નિકૃષ્ટ કાળ છે, છતાં તેમાં જીવદ્રવ્ય ભાસે છે!
સમાધાન- પ્રભુ! આરા-સારા કાંઈ આત્માને લાગુ પડતા નથી. અહીં! તેને જ્યાં પર્યાયનય પણ લાગુ પડતી નથી. (ત્યાં આરાની વાત કયાં રહી?) જોકે જાણવા માટે પર્યાયનયથી જોવાની વાત કરશે પણ તે પછી કરશે. બેમાંથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩૪] પહેલી આ (દ્રવ્યાર્થિકનયની) વાત લઈને પછી તેની વાત કરશે. પહેલાં દ્રવ્યાર્થિકનયથી જોવાની વાત લીધી છે.
પ્રશ્ન- અને ત્યારે જ પર્યાયનું સાચું જ્ઞાન થાય
ને ?
ઉત્તર- જ્ઞાન ત્યારે સાચું-એ વાત અહીં નથી. પણ જ્ઞાન જે દ્રવ્યને જુએ છે એ સાચું છે. પાંચે પર્યાયોમાં રહેલું જે આ અખંડ એકરૂપ તત્ત્વ છે તે જીવદ્રવ્ય પોતે છે એમ જોનારું જ્ઞાન સાચું છે. વજન અહીં છે કે તે બધુંય જીવદ્રવ્ય છે એમ ભાસે છે.” અને પછી તો પર્યાય ભાસે છે એમ પણ કહેશે. પર્યાયનયથી પર્યાય ભાસે છે એમ પણ કહેશે પણ એ તો એનું જ્ઞાન કરાવવા માટે છે. અહીં તો આ (દ્રવ્યાર્થિકનયથી જોવાનું) પહેલાં ઉપાડ્યું છે.
પ્રભુતારી પાંચ પર્યાયોમાં તું રહેલો છો. છતાં તે પર્યાયોને જોવાની આંખ બંધ કરી દઈને તું વસ્તુ જે છે તેનું ઉઘાડેલા દ્રવ્યાર્થિકનયના જ્ઞાન વડે અવલોકન કર. ત્યારે તને ભાસ–જણાશે કે આ બધું જીવદ્રવ્ય છે. આખો પરમાત્મા અનંત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩૫] અનંત શક્તિઓનું અભેદ એકરૂપ સ્વરૂપ તને એકપણે જણાશે. આવી વાત હવે અજ્ઞાની જીવો શાંતિથી, ધીરજથી વાંચે-વિચારે નહિ અને બૂમો પાડે કે એકાન્ત છે, એકાન્ત છે; ભાઈ ! બાપુ! તેના પરિણામ આવશે હોં! ભાઈ ! પરિણામ તો સત્ય (જેવા ભાવ) હશે, તેવું આવશે. અસત્યના તો અસત્ય પરિણામ આવશે.
કહે છે-એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ્યારે અવલોકવામાં આવે છે, ત્યારે નારકપણું, તિર્યચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું –એ પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા...' જોયું! ભલે વિશેષને જોવાની આંખ બંધ કરી દીધી, પણ આ (જીવ) વિશેષરહિત છે એમ નથી. જીવ છે તો વિશેષમાં રહેલું સામાન્ય. ગજબ વાત છે ભાઈ ! પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા” –એટલે કે પરના જાણવામાં તે રહેલો છે એમ નથી, પણ પોતાની ફક્ત જે પાંચ પર્યાય છે તેમાં રહેલો છે. લ્યો, આ રીતે સંધિ કરીને કહે છે-“પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવસામાન્યને અવલોકનારા અને વિશેષોને નહિ અવલોકનારા એ જીવોને “તે બધુંય જીવદ્રવ્ય છે” એમ ભાસે છે. અહાહા...! શું ટીકા છે!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩૬ ] પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવસામાન્યને અવલોકનારા...", જાઓ, અવલોકનારી છે તો પર્યાય પણ અવલોક છે દ્રવ્યને. સમયસાર ગાથા ૩૨૦ ની જયસેનાચાર્યની ટીકામાં છે ને કે – “જે સકલનિરાવરણ-અખંડ–એક–પ્રત્યક્ષ-પ્રતિભાસમય –અવિનશ્વર-શુદ્ધ પારિણામિકપરમ-ભાવલક્ષણનિજપરમાત્મદ્રવ્ય તે જ હું છું-એમ પર્યાય જાણે છે, કેમકે “આવું દ્રવ્ય હું છું” –એમ જાણવું (કાર્ય) દ્રવ્યને તો છે નહિ, પર્યાયમાં જાણવું (કાર્ય) થાય છે. તેથી પર્યાય એમ જાણે છે કે-હું આ છું, નિજપરમાત્મદ્રવ્ય તે જ હું છું. ભલે વિશેષોમાં રહેલો છું, પણ હું આએમ પર્યાય જાણે છે. અહીં પણ એ જ કહે છે કેજીવસામાન્યને અવલોકનારા અને વિશેષોને નહિ અવલોકનારા એ જીવોને “તે બધુંય જીવદ્રવ્ય છે” એમ ભાસે છે. લ્યો, ત્યાં (૩૨) ગાથામાં) જે કહ્યું છે એ અહીં છે. બધે એક જ વાત છે.
જોનારી પર્યાય-ઉઘડેલી જ્ઞાનની પર્યાય પર્યાયવિશેષોમાં રહેલા એક જીવસામાન્યને જાએ છે. પર્યાયનય તો બીડાઈ ગયો છે-બંધ થઈ ગયો છે એટલે ઉઘડેલા જ્ઞાન વડ-દ્રવ્યાર્થિક નય વડે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩૭ ]
જોતાં...અહાહા...! બે-ત્રણ લીટીમાં તો કેટલું નાખ્યું છે? ભાઈ! કેવળીના કેડાયતો એવા આ દિગંબર સંતોની વાણીની કોઈ અપાર ઊંડપ છે! ભગવાનના તો વિરહ પડયા પણ આ વાણી રહી ગઈ. અહાહા...! આ વાણીએ ભગવાનના વિરહ ભુલાવ્યા છે. કહે છે-પર્યાયનય બંધ થઈ જતાં અંદર જે એકરૂપ અંત:તત્ત્વ છે તેને જાણનારું જ્ઞાન ઉઘડી ગયું છે. જ્યારે પર્યાય ઉપર દૃષ્ટિ હતી ત્યારે દ્રવ્યને જાણનારું જ્ઞાન અસ્ત થઈ ગયું હતું. પણ હવે જ્યાં પર્યાયને જોવાનું સર્વથા બંધ કર્યું એટલે ત્યાં સ્વને-અંતઃતત્ત્વને અવલોકવાનું જ્ઞાન ઉઘડયું છે. તે ઉઘડેલા જ્ઞાન વડે જોવામાં આવે છે ત્યારે ‘વિશેષોમાં રહેલા એક જીવસામાન્યને અવલોકનારા અને વિશેષોને નહિ અવલોકનારા...’ અહાહા...! છે અંદર ? છે કે નહિ અંદર પુસ્તકમાં ? કે ‘ જીવસામાન્યને અવલોકનારા અને વિશેષોને નહિ અવલોકનારા એ જીવોને તે બધુંય જીવદ્રવ્ય છે એમ ભાસે છે.' અહાહા...! ભગવાન ! આ તો ભાગવત કથા છે. ત્યાં શેના ગર્વ કરવા ? એની અગાધતા આગળ જાણવાના શું ગર્વ કરવા? અહાહા...! સંતો જ્યારે એની વ્યાખ્યા કરતા હશે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩૮ ] ત્યારે એની વ્યાખ્યાનો પાર ન ભાઈ ! ભગવાને જોયું તેના દિવ્યધ્વનિમાં કહેવાયું, અને જે ઝીલાણું પણ નથી. આવે છે ને કે“મુખ ઓંકાર ધુનિ સુનિ અર્થ ગણધર વિચારે, રિચ આગમ ઉદિશૈ ભવિક જીવ સંશય નિવારે.
મળે ? અહાહા...! અનંતમા ભાગે કહેવાયું એટલું તો
,,
અહાહા...! દિવ્યધ્વનિ અનુસાર આગમમાં આવેલી આ વાત છે અને તે જેણે અંદર જાણી છે તેને સંશય રહેતો નથી. દ્રવ્યને જાણનાર ઉઘાડેલા જ્ઞાન વડે જ્યાં વિશેષોમાં રહેલા શુદ્ધ સામાન્ય જીવને ભાળ્યો ત્યાં સંશય રહેતો નથી, મિથ્યાત્વનો કોઈ અંશ રહેતો નથી.
,
'
અહીં ‘વિશેષોમાં રહેલા એક જીવસામાન્યને અવલોકનારા અને વિશેષોને નહિ અવલોકનારા એ જીવોને ’–એમ અનેક જીવ લીધા છે ને ? ‘જીવને ’ એમ એકવચન નથી પણ ‘ એ જીવોને એમ બહુવચન લીધું છે. મતલબ કે પર્યાયચક્ષુને બંધ કરીને ઉઘાડેલા દ્રવ્યાર્થિક જ્ઞાનથી જે જુએ તેવા અનેક જીવોની વર્તમાન પંચમકાળમાં સંભવિતતા છે. જુઓ, આ પંચમ આરાના સંત પંચમ આરાના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩૯] શ્રોતાને આમ વાત કહે છે. એમ કે પંચમકાળમાં પણ અનેક જીવો આમ પોતાના શુદ્ધ ત્રિકાળી દ્રવ્યને જોશે–અવલોકશે; શ્રોતાને એમ કહેતા નથી કે તારાથી આ નહિ થાય. માટે મને ન સમજાય એ વાત મૂકી દે. પ્રભુ ! પર્યાય છે તેને પણ જ્યાં જોવાનું બંધ કરવું છે, ત્યાં આ ન જાણું-આ ન જાણી શકું, એ પ્રશ્ન જ ક્યાં છે? પર્યાયને જોવાનું જ્ઞાન સર્વથા બંધ કરીને જ્યાં દ્રવ્યને જવાના ઉઘાડેલા જ્ઞાન વડે જોઈશ
ત્યાં તને આખો ભગવાન ભળાશે, તારા ભગવાનનો તને ભેટો થશે. એ ભગવાન છાનો નહિ રહે.
અહાહા..“એક જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહિ અવલોકનારા એ જીવોને...' એમ બહુવચન કહીને પંચમ આરાના સંત પોતાના પંચમ આરાના શ્રોતાઓને એમ કહે છે કે-ભગવાન ! તું વિશ્વાસ લાવ, તારામાં અનંત સામર્થ્ય છે, અનંતઅનંત પૂરણ વીર્યથી ભરેલો તું ભગવાન છો. અતીન્દ્રિય સુખામૃતથી–આનંદથી ભરેલો તું સાગર છો. ભગવાન ! આ પુરુષ, સ્ત્રી કે નપુંસક તે તું નથી. માટે તું શરીરને ન જો, આકૃતિને ન જો, પરને ન જ. અરેએ બહારમાં તો કયાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪૦] તારે જોવું છે! પણ એ બધાં જે તારી પર્યાયમાં જણાય છે તે પર્યાયને જોવાની તારી પર્યાય આંખને બંધ કરી દે અને ઉઘડેલા જ્ઞાન વડે દ્રવ્યને જો. તેથી તને અનંતસુખનો સમુદ્ર ભગવાન આત્મા ભળાશે, તું ન્યાલ થઈ જઈશ. અહહાહા..! અદભુત વાત !
અહાહા...! આ બધુંય જીવદ્રવ્ય છે એમ ભાસે છે–એમ કહ્યું ને? એ પણ અનેક જીવોને અને તે દ્રવ્યને જોવાની ઉઘાડલી આંખથી. પર્યાયને જોવાની એક આંખ સાવ બંધ કરેલી છે, જ્યારે દ્રવ્યને જોવાની બીજી જે ઉઘાડલી આંખ છે તે વડે જોતાં બધું જીવદ્રવ્ય છે એમ ભાસે છે, અર્થાત્ અતીન્દ્રિય સુખનો સાગર નિર્મળાનંદ પ્રભુ આત્મા જણાય છે. એટલે કે આત્મદ્રવ્ય ઇન્દ્રિયગમ્ય નથી, વિકલ્પગમ્ય નથી, પર્યાયનય વડે પણ ગમ્ય નથી. પણ એકલા ઉઘાડલા દ્રવ્યાર્થિકનયના ચક્ષુ વડે જ જણાય એવું તત્ત્વ છે.
પહેલાં પર્યાયદષ્ટિમાં દ્રવ્યને જોનારું જ્ઞાન બંધ હતું. અવસ્થાઓને જ જોનારને પોતાની દષ્ટિ પોતાને જોતી ન હતી. તેથી કહ્યું કે-અવસ્થાને-પર્યાયને જોવાની આંખ સર્વથા બંધ કરી દે. પર્યાયો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪૧] તો તે તે પોતાના ક્રમમાં પોતાના કાળે થશે જ. પણ તે પર્યાયોને-નારકપણા આદિને જોવાની આંખ સર્વથા બંધ કરી દે. તેને જોવાની આંખ બંધ કરી એટલે જોવાનું સર્વથા બંધ થઈ ગયું એમ નથી. પર્યાયને જોવાનું જ્યાં બંધ કર્યું ત્યાં તરત જ અંદર દ્રવ્યને જોવાનું દ્રવ્યાર્થિક નયનું જ્ઞાન ઉઘડ્યું છે, અને તે જ્ઞાનમાં આખો પૂર્ણાનંદનો નાથ ચિન્ચમત્કાર પ્રભુ આત્મા જણાય છે. લ્યો, હવે આવી વાત દિગંબર સિવાય બીજે કયાં છે? બીજે તો બારનીક્રિયાકાંડની વાતો છે. પરંતુ ભગવાન! જેનાથી ભવનો અંત ન આવે તે ચીજથી શું? બાપુ! આત્મદષ્ટિ વિના ૮૪ ના અવતારમાં નરકાદિના જે દુઃખો જીવ ભોગવે છે તેનું વર્ણન સાંભળ્યું ન જાય એવું છે. અને તેને જોતા જે આનંદ આવે તે આનંદની શી વાત! એ કહ્યો ન જાય એવો આનંદ તને આવશે.
અહાહા...! એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જોતાં બધું દ્રવ્ય છે એમ ભાસે છે અર્થાત્ ત્રિકાળી એકરૂપ દ્રવ્ય જણાય છે. આ દ્રવ્ય ) જ્યારે ભાસ્યું છે ત્યારે હવે પર્યાયને જાણવાનું યથાર્થ જ્ઞાન પ્રગટ થયું છે. પહેલાં દ્રવ્યાર્થિકનયને બંધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪૨] કરીને પર્યાયને જોવું એમ ન લીધું, પણ પર્યાયાર્થિક નયના ચક્ષુ સર્વથા બંધ કરીને દ્રવ્યાર્થિકનયથી જોવું એમ કહ્યું; કેમકે દ્રવ્ય ભાસતાં પર્યાય યથાર્થ ભાસે છે. તો હવે કહે છે
“અને જ્યારે દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડલા પર્યાયાર્થિક ચક્ષુ વડે અવલોકવામાં આવે છે, ત્યારે...”
જાઓ, દ્રવ્ય (અંતઃતત્ત્વ) દેખવામાં તો આવ્યું છે, આ બધુંય સામાન્ય છે, આ બધું દ્રવ્ય છે, વસ્તુ છે–એમ જ્ઞાન તો થયું છે; છતાં તે તરફનું હવે જોવાનું બંધ કરીને અર્થાત્ તેના તરફનું લક્ષ છોડી દઈને...એમ કેમ કહ્યું? કારણ કે પર્યાય પણ પોતાની છે ને? પર્યાય દ્રવ્યમાં-પોતાનામાં છે તેથી તેને જોવા માટે આ દ્રવ્યાર્થિક નયનાં ચક્ષુ બંધ કર એમ કહે છે. બહુ ઝીણી વાત પ્રભુ ! અહાહા...! આ તો કેવળજ્ઞાન લેવાની તૈયારીવાળા દિગંબર સંતોની વાણી! બહુ ગંભીર બાપુ! હવે આવી (સમ્યક ) વાત બીજે (શ્વેતાંબરાદિમાં) કયાં છે? આકરું લાગે એવું છે. પણ શું થાય? આવી વાત બીજે છે જ નહિ.
અહાહા..! સંત મુનિવર કહે છે-દ્રવ્યાર્થિક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચક્ષુને સર્વથા બંધ કર. પહેલાં કહ્યું કે-પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે છે. ત્યાં દ્રવ્યને જોવાની વાત હતી અને દ્રવ્ય પ્રગટ ભાસ્યું તો હવે પર્યાનું જ્ઞાન કરાવવું છે એટલે કહે છે-“દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા પર્યાયાર્થિક ચક્ષુ વડે.” જુઓ ! પર્યાય પણ એની છે, એનામાં છે ને? જીવદ્રવ્ય તેમાં (પર્યાયમાં) રહેલું છે, વર્તી રહ્યું છે. માટે અહીં પર્યાયનું જ્ઞાન કરાવવું છે. પરને જાણવાની તો અહીં વાત નથી કારણ કે પરને અને તેને (સ્વદ્રવ્યને) કાંઈ સંબંધ નથી. જેને જાણતાં પર જણાય છે એ પર્યાય એની એટલે સ્વદ્રવ્યની છે, તે પર્યાયને અને પરને કાંઈ સંબંધ નથી એમ અહીં કહેવું છે. ભગવાનને કેવળજ્ઞાન થયું તે વજવૃષભનારાચ સંહનન હતું માટે થયું છે એમ નથી. અરે ! ચાર જ્ઞાન અને મોક્ષનો માર્ગ હતો માટે થયું છે એમ પણ (પરમાર્થે) નથી.
પરનું જ્ઞાન કરાવવાની તો અહીં વાત નથી. તો કહે છે-ઉઘાડલા પર્યાયાર્થિક ચક્ષુ વડે પર્યાયને જો. અહીં જાણવાની પર્યાય તો ઉઘડેલી છે. જેમ દ્રવ્યને જોનારું જ્ઞાન છે તેમ પર્યાયને જોનારું જ્ઞાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પણ છે. જ્યારે દ્રવ્યને જોનારું દ્રવ્યાર્થિક ચક્ષુ બંધ થયું ત્યારે પર્યાયને જનારું પર્યાયાર્થિક ચક્ષુ ઉઘડેલું છે. તેથી કહ્યું કે-દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને અર્થાત્ દ્રવ્ય તરફનું લક્ષ છોડી દઈને “એકલા ઉઘાડેલા પર્યાયાર્થિક ચક્ષુ વડે અવલોકવામાં આવે છે, ત્યારે જીવદ્રવ્યમાં રહેલા નારકપણું, તિર્યચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું-એ પર્યાયોસ્વરૂપ વિશેષોને અવલોકનારા...' જોયું? આ પાંચે પર્યાયો જીવદ્રવ્યમાં રહેલી છે, પણ કાંઈ એ પરમાં છે એમ નથી. અહીં “જીવદ્રવ્યમાં રહેલા” એમ શબ્દ છે. એટલે કે પર્યાયો સ્વદ્રવ્યમાં રહેલી છે, પણ પરની સાથે એને કાંઈ સંબંધ નથી. લ્યો, આવો ઉપદેશ! અજાણ્યાનેક્રિયાકાંડવાળાને તો એવું લાગે કે આ શું માંડી છે? પણ બાપા! આ તારા ઘરની માંડી છે, ભાઈ ! તારું ઘર કેવું અને કેવડું મોટું છે એ તેં કદી સાંભળ્યું નથી પ્રભુ!
હવે કહે છે-દ્રવ્યાર્થિકનયના ચક્ષુને સર્વથા બંધ કરીને–એટલે કે તેનું ઉઘડેલું જ્ઞાન તો છે પણ તે તરફ લક્ષ નથી પરંતુ લક્ષ તો જે પર્યાય ઉઘડેલી છે તેમાં છે. તો કહ્યું- દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪૫] કરીને એકલા ઉઘાડલા પર્યાયાર્થિક ચક્ષુ વડે અવલોકવામાં આવે છે, ત્યારે” –અર્થાત્ પર્યાયથી જ્યારે જીવની દશાઓ જોવામાં આવે છે ત્યારે... અહાહા...! લ્યો, એને જોવાનું તો એમાં ને એમાંસામાન્ય અને વિશેષમાં છે, બહારમાં કયાંય નહિ. શું કહ્યું? ભગવાન! તારા દ્રવ્ય ને પર્યાય સિવાય, શરીર, કર્મ, કષાય ઇત્યાદિ બહારનું કરવું એ તો દૂર રહો, - એ તો છે નહિ, પણ બહારમાં જોવાનું ય નથી. ભગવાન! તું જે જુએ છે એ તારી પર્યાય છે. ઝીણી વાત ભાઈ !
જેમ આ (દારિક) શરીર છે, તેમ ચૈતન્યભગવાન-પરમપારિણામિકસ્વભાવભાવ ચૈતન્યશરીર-ચૈતન્યવિગ્રહુ છે. “વિગ્રહ’ શબ્દ આવે છે ને શાસ્ત્રમાં? (તેમ) પુણ્ય-પાપના ભાવકે આ ગતિના ઉદયભાવ છે તે પણ એક વિગ્રહ છે. શુદ્ધ ચૈતન્યશરીરી ભગવાન આત્માની અપેક્ષાએ તે પર વિગ્રહ છે, પર શરીર જ છે. ત્રણ પ્રકારે શરીર છે(૧) ચૈતન્ય શરીર (૨) કષાય શરીર (૩) જડ શરીર. ઔદારિક, તેજસ, કાર્માણ, આહારક અને વૈક્રિયક શરીર બધાં જડ શરીર છે. આત્માની પર્યાયમાં થતા વિકારના પરિણામ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪૬] ચૈતન્યનું વિકૃત શરીર-કષાય શરીર છે અને શુદ્ધ ત્રિકાળી જ્ઞાયકભાવ નિજશરીર છે, નિજવસ્તુ છે. એ નિજ ચૈતન્યવસ્તુને જોવા માટે તો એકવાર પર્યાયની આંખ બંધ કર.
હવે, સ્વને જોયો-જાણો છે તો, પર્યાયમાં પણ સામાન્ય સ્વ વર્તે છે તેથી, પર્યાયને જોવા આ સ્વનુંદ્રવ્યસામાન્યનું લક્ષ છોડી ઉઘાડેલા પર્યાયને જોવાના ચક્ષુ વડે જો એમ કહે છે. બીજા દ્રવ્યનો, ઔદારિક, કાર્માણ આદિ શરીરનો તો એક અંશ પણ તારી પર્યાયના અસ્તિત્વમાં નથી, પણ તારી પર્યાયના અસ્તિત્વમાં ચાર ગતિ અને સિદ્ધની પર્યાય છે.
જીવદ્રવ્યમાં રહેલા..' છે ને અંદર? ભાઈ ! નારકપણું આદિ પર્યાયો તારી પર્યાયના અસ્તિત્વમાં છે અને તેને જોવાનું જ્ઞાન ઉઘડેલું છે. તો અહીં કહે છે–તારી પર્યાયમાં જે અસ્તિત્વ છે તેને જોવાની ઉઘાડેલી આંખ વડે જો-જાણ. લ્યો, આવી બધી ઝીણી વાત, બાપા! લોકોને તો બહારથી ધર્મ કરવો છે, પણ ભાઈ ! બહારમાં તે (-જીવ) છે જ નહિ ને. અરે ! આવું સાંભળવાય ન રોકાય તે નિર્ણય કયારે કરે ? બાપુ! ચાર ગતિમાં ૮૪ના અવતાર કરી-કરીને તારા સોથા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪૭] નીકળી ગયા છે છતાં તને દરકાર નથી કે હું કોણ છું? ને કયાં છું?
ગતિ છે એ પર્યાયના અંશમાં છે પણ પોતાની ત્રિકાળી ચીજમાં એ નથી. તેવી રીતે મંદકષાયનાદયા, દાન, ભક્તિ આદિના પરિણામ પણ પોતાની પર્યાયમાં છે પણ પોતાની ત્રિકાળી વસ્તુમાં તે નથી. હવે કહે છે કે-જીવદ્રવ્ય પરમાત્મસ્વરૂપ નિજ ચૈતન્યમય ત્રિકાળી વસ્તુ તેનું જ્યાં જ્ઞાન થયું ત્યાં પર્યાયને જોવાનું જ્ઞાન ઉઘડયું છે. તે જ્ઞાન શાસ્ત્રના ભણતરથી ઉઘડ્યું છે એ પ્રશ્ન અહીં નથી. અહીં તો જીવનસામાન્યને-ત્રિકાળી જ્ઞાયકમૂર્તિ પ્રભુ આત્માને જાણતાં પર્યાયને જોવાનું જ્ઞાન ઉઘડેલું છે એમ વાત છે. સમજાણું કાંઈ? આ તો ત્રણલોકના નાથનીજેની પાસે એકાવતારી ઇન્દ્રો ગલુડિયાની જેમ વિનમ્રપણે બેસી વાણી સાંભળે છે તે જિનેશ્વરદેવ પરમેશ્વરની વાણી છે! એની ગંભીરતાની શી વાત !
કહે છે-જ્યારે પર્યાયને જોવાની આંખ બંધ કરી, સર્વથા હોં, ત્યારે ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે દ્રવ્ય જોવામાં આવ્યું. પણ હવે ઉઘાડેલા પર્યાયાર્થિક જ્ઞાનથી જીવમાં રહેલી પર્યાયોને જો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪૮] છે અંદર? કે ઉઘાડેલા પર્યાયાર્થિક ચક્ષુ વડે અવલોકવામાં આવે છે ત્યારે જીવદ્રવ્યમાં રહેલા
નારકપણું, તિર્યચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું-એ પર્યાયોસ્વરૂપ વિશેષોને અવલોકનારા અર્થાત્ પર્યાયોસ્વરૂપ અનેક વિશેષોને જાણનારા અને સામાન્યને નહિ અવલોકનારા” અર્થાત્ સામાન્યનું લક્ષ નથી પણ પર્યાય તરફ લક્ષ છે તેથી સામાન્યને નહિ જોનારા “એવા એ જીવોને (તે જીવદ્રવ્ય) અન્ય-અન્ય ભાસે છે.” જીવદ્રવ્યમાં તે પર્યાય અનેરી–અનેરી ભાસે છે. દેવ પર્યાય અનેરી, સિદ્ધ પર્યાય અનેરી–એમ પર્યાય અનેરી–અનેરી, અન્યઅન્ય ભાસે છે.
કારણ કે દ્રવ્ય છે તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે તે તે વિશેષોમાં અનન્ય છે-છાણાં તૃણ, પર્ણ અને કાષ્ઠમય અગ્નિની માફક.'
તે તે વિશેષ કોણ?
નારકપણું, તિર્યચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું-એ વિશેષો. “તે તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે...' જોયું? જીવદ્રવ્ય તે તે પર્યાયોમાં તે તે કાળે તન્મય છે પણ ઔદારિક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪૯] શરીર, સ્ત્રી, કુટુંબ-પરિવાર, મકાન, પૈસો આદિની સાથે તો તન્મય પણાનો અંશ પણ નથી. કેમકે એ બધી પૃથક બાહ્ય ચીજ છે. સમજાણું કાંઈ..?
હવે આવી વાત તો બાવો થાય તો સમજાય એમ છે.
બાપુ! આત્મા (રાગાદિરહિત, દેહાદિરહિત) બાવો જ છે. ભાઈ ! તારામાં–સામાન્યમાં રાગાદિયા નથી અને ખરેખર ગતિય નથી. પરંતુ અહીં તો પર્યાયનું અસ્તિત્વ સિદ્ધ કરવું છે, કેમકે પરને લઈને એ પર્યાય છે એમ નથી. “જીવદ્રવ્યમાં રહેલા...” એમ કીધું ને? જીવની પર્યાયમાં રહેલા એમ ન કીધું, કેમકે જીવદ્રવ્ય તે તે પર્યાયમાં તન્મય છે; જીવદ્રવ્ય પોતે પર્યાયદષ્ટિએ પર્યાયમાં છે અને પર્યાયની દષ્ટિથી જોતાં અન્ય-અન્ય ભાસે છે. જીવસામાન્યથી જોતાં તેનું તે જ એટલે અનન્ય ભાસે છે અને પર્યાયથી જતાં અન્ય-અન્ય ભાસે છે. આવું છે, ભાઈ ! જન્મમરણ રહિત થવાની આવી વાત છે. વીજળીના ઝબકારે મોતી પરોવી લો તો પરોવી લો, આ તો વચ્ચે ઝબકારો આવી ગયો છે, બાકી મનુષ્યભવ અને જિનવાણીનો યોગ અતિ અતિ દુર્લભ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૫૦ ]
સામાન્ય કે જે ત્રિકાળ છે તે તો અનન્ય છે. તે અન્યપણે ભાસે છે એમ નહિ, પણ અત્યારે તો સામાન્યને જોનારને પોતાના વિશેષને જોવાનું જ્ઞાન ખુલ્યું છે, ખીલ્યું છે. તે પર્યાયને જોવાના જ્ઞાનથી જોતાં વિશેષોને જોનારા અને સામાન્યને નહિ જોનારા એ જીવોને તે અન્ય-અન્ય ભાસે છે, કેમકે દ્રવ્ય તે તે વિશેષોના કાળે તેમાં તન્મય છે. અહાહા...! દ્રવ્ય જે પરમ જ્ઞાયકભાવ ૫૨મસ્વભાવભાવ છે તે, તે તે વિશેષોના કાળે તેમાં તન્મય છે. પરંતુ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, સ્ત્રી-કુટુંબ પરિવાર, બાગ, બંગલા ઇત્યાદિમાં જીવ દીય તન્મય થતો નથી, થઈ શકતો નથી. અરે ! આમ છે છતાં અજ્ઞાની જીવો અનંતકાળથી એમાં જ સલવાઈ પડયા છે! જે ચીજ તારી પર્યાયમાં પણ નથી તેને પોતાનું માની તેની સંભાળમાં હમણાં પણ તું કાળ ગુમાવે છે તો તારે શું કરવું છે પ્રભુ! તારે કયાં રહેવું છે? શું તને તારી દયા નથી આવતી ? અનંતકાળથી તો તું ચારગતિમાં રખડી રહ્યો છે.
લ્યો, હવે એકકોર એમ કહેવું કે ત્રિકાળી સામાન્યવસ્તુ જે ૫રમસ્વભાવભાવ શુદ્ધ જ્ઞાયકભાવ તેમાં તો ગતિય નથી, ગુણભેદ પણ નથી અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ૧] પર્યાય પણ નથી અને વળી અહીં કહ્યું-દ્રવ્ય તે તે વિશેષોના કાળે તન્મય છે. આ તે કેવી વાત!
સમાધાન - ભાઈ ! ત્રિકાળી સામાન્યવસ્તુ જે પરમ-સ્વભાવભાવ શુદ્ધ જ્ઞાયકભાવ તેની દષ્ટિ કરાવવા કહ્યું કે તેમાં ગતિય નથી, ગુણભેદ પણ નથી અને પર્યાય પણ નથી અને અહીં તે તે વિશેષોના કાળે તેમાં દ્રવ્ય વર્તી રહ્યું છે, તે તે વિશેષો તે કાળે તે દ્રવ્યના છે એમ જ્ઞાન કરાવવા તે તે કાળે તે વિશેષોમાં તન્મય છે એમ કહ્યું. માટે જ્યાં જે અપેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ.
“દ્રવ્ય છે તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે તે તે વિશેષોથી અનન્ય છે.” લ્યો, આ મનુષ્યગતિનો જે પર્યાય છે તેમાં એ (-દ્રવ્ય) તન્મય છે. મનુષ્યગતિ એટલે મનુષ્યનું શરીર નહિ હોં. ગતિને યોગ્ય તેની જે પર્યાયવિશેષ છે તે મનુષ્યગતિ છે. મનુષ્યને યોગ્ય જે ગતિની યોગ્યતા છે તેમાં તે (–દ્રવ્ય) તન્મય છે. પણ પર્યાય અપેક્ષાએ તન્મય હતું. તે તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે તે તે વિશેષોથી અનન્ય છે એટલે કે જીવદ્રવ્ય તે તે કાળે વિશેષોથી અન્ય-અન્ય,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પર]. અનેરું-અનેરું છે એમ નથી. અહા ! ભગવાન કુંદકુંદાચાર્ય ભગવાનની વાણીમાં આવેલી વાત જગત સામે જાહેર કરે છે.
કહે છે–ભગવાન! તારામાં બે જ ભાગ છે – એક સામાન્ય અને બીજો વિશેષ. આ સિવાય ત્રીજો (બીજા) કોઈ દ્રવ્યનો અંશ તારામાં ત્રણકાળ ત્રણલોકમાં નથી. જેની વ્યવસ્થા અને સંભાળ માટે તું રોકાણો છે તે શરીર, વાણી, કુટુંબ આદિનો એક અંશ પણ તારામાં નથી. અહાહા...! શરીરને આમ રાખું, ને વાણી આમ બોલું, ને ખોરાક આમ સરખો લઉં ને કુટુંબનું આમ કરું ઇત્યાદિ પરદ્રવ્યની વ્યવસ્થા કરવાનો વિચાર મિથ્યા છે કેમકે એ બધી વ્યવસ્થા તારાથી થતી નથી, તું કરી શકતો નથી. છતાં ભગવાન! તું એમાં રોકાઈ ગયો–મૂર્છાઈ ગયો! તારે શું કરવું છે પ્રભુ! શું તારે રખડવું જ છે?
તો શરીરમાં વહુ ઘર્મસાધનન–એમ કહ્યું છે ને? ભાઈ! એ તો નિમિત્તની વાત કરી છે. સાધન તો રાગથી ભિન્ન પડવું એ છે. પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પરમાત્મદ્રવ્યની દષ્ટિ અને અનુભવ કરવો તે સાધન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ૩]
વા.
હવે એ પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પરમાત્મદ્રવ્યનું જ્ઞાન તો, અહીં કહે છે કે, છે; પણ સાથે મનુષ્યપણાની જે ગતિ છે તેનું પણ જ્ઞાન છે. વળી મનુષ્યપણામાંથી દેવમાં જશે, કેમકે ધર્માત્માને તો મનુષ્યમાંથી દેવગતિ થાય છે. તો કહે છે કે ત્યાં પણ–એ દેવગતિમાં પણ– વિશેષમાં તન્મયપણે છે. દ્રવ્ય તેમાં તે તે કાળે તન્મય છે તેથી અનન્ય છે, અન્ય-અન્ય નથી.
અહાહા...કહે છે–એકલા ઉઘાડલા પર્યાયાર્થિક ચક્ષુથી અવલોકવામાં આવે છે ત્યારે જીવ અન્યઅન્ય ભાસે છે. કેમ? કારણ કે તે તે વિશેષોના કાળે તે (દ્રવ્ય) તન્મય છે. તે એક પર્યાય સમયે બીજી પર્યાય નથી. શું કીધું એ? કે નારકપર્યાય સમયે મનુષ્યપર્યાય નથી, મનુષ્યપર્યાય સમયે સિદ્ધપર્યાય નથી અને સિદ્ધપર્યાય સમયે નારક કે મનુષ્યપર્યાય નથી. એક સમયે એક જ પર્યાય છે તેથી અન્ય પર્યાયોની અપેક્ષા તે (જીવ) અન્ય-અન્ય ભાસે છે કારણ કે દ્રવ્ય તેમાં તન્મયપણે છે.
જુઓ, શ્રેણિક રાજા ક્ષાયિક સમકિતી છે. તેઓ વર્તમાનમાં પહેલી નરકમાં છે. તેઓ ત્યાંના સંજોગોમાં તન્મય નથી, પણ નરકગતિની વર્તમાન પર્યાય સાથે તન્મય છે, તે તે કાળે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૫૪]
વર્તમાન પૂરતા હોં. પોતે સમકિતી છે ને ? તો વસ્તુષ્ટિએ ગતિ પોતાના સ્વરૂપમાં છે એમ માનતા નથી પણ સાથે જે પર્યાયને જોવાનું જ્ઞાન છે તે આ ( નરકની ) પર્યાય મારી છે, હું વર્તમાનમાં તેમાં તન્મય છું–એમ જાણે છે. તેઓ નરકમાંથી નીકળી ભવિષ્યમાં તીર્થંકર થવાના છે. ત્યાંથી નીકળી ત્રણજ્ઞાન અને ક્ષાયિક સમકિત સહિત માતાના પેટમાં આવશે. તેઓ જાણે છે કે આ વર્તમાન પર્યાય છે તે મારામાં છે. જાણવાની વાત છે ને ? તો તેટલા પર્યાયકાળે તેમાં હું પર્યાયથી (પર્યાયાર્થિકનયે ) તન્મય છું એમ જાણે છે, પર્યાયથી (પર્યાયાર્થિકનયે ) હોં. દ્રવ્યથી નહિ. દ્રવ્યાર્થિકનયે ) ( દ્રવ્યથી તો દ્રવ્ય ગતિમાં છે જ કયાં ?)
,
દ્રવ્ય, વિશેષોમાં તે તે કાળે તન્મય હોવાને લીધે તે તે વિશેષોમાં અનન્ય છે. કોની પેઠે? તો દષ્ટાંત કહે છે–‘ છાણાં, તૃણ, પર્ણ અને કાષ્ઠમય અગ્નિની માફક, '
જેમ તૃણ, કાષ્ઠ વગેરેનો અગ્નિ તે તે કાળે તૃણમય, કાષ્ઠમય વગેરે હોવાને લીધે તૃણ, કાષ્ઠ વગેરેથી અનન્ય છે, તેમ દ્રવ્ય તે તે પર્યાયોરૂપ વિશેષોના સમયે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૫૫] તે–મય હોવાને લીધે તેમનાથી અનન્ય છે–જાદું નથી. કાષ્ઠની અગ્નિ કાષ્ઠમય છે કેમકે પોતે કાષ્ઠપણે પરિણમી છે ને? તેમ જીવ તે તે પર્યાયથી–વિશેષથી અનન્ય છે કેમકે પોતે તે તે પર્યાયપણે–ગતિ–પણે પરિણમે છે. અહાહા..પોતાની ત્રિકાળી વસ્તુને જેણે જાણી છે તે, પર્યાયને જાણે છે તો તે તે કાળે તેમાં પોતે તન્મય છે એમ જાણે છે. અહાહા...! એ પર્યાય કોઈ પરદ્રવ્યમાં થઈ છે એમ નથી.
ત્યારે શ્રી સમયસારજીમાં તો એમ આવ્યું છે કે-જીવના ચૌદ ભેદો નામકર્મના કરણને કારણે થયા છે? નામકર્મ કરણ છે અને તે ભેદો તેના કારણે થયા છે–એમ ત્યાં કહ્યું છે.
(ગાથા ૬૫-૬૬) સમાધાનઃ- ભાઈ ! ત્યાં (સમયસારમાં) અખંડ એક શુદ્ધ ચૈતન્યમય વસ્તુ ભગવાન શાયકનું લક્ષ કરાવવું છે. શુદ્ધ નિર્મળાનંદસ્વરૂપ પ્રભુ આત્માનું સ્વરૂપ બતાવવું છે તો તેઓ (ચૌદ ભેદો) આત્મામાં નથી એમ કહ્યું. જ્યારે અહીં તેની પર્યાયના અંશમાં જેટલું નારકપણું, તિર્યચપણું, મનુષ્યપણું આદિ ઊભું છે તેનું જ્ઞાન કરાવવું છે તો તેમાં તે (જીવદ્રવ્ય) તે તે કાળે તન્મય છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ૬ ] એમ કહ્યું છે. મનુષ્યપણું આદિ એટલે આ શરીર નહિ પણ અંદર ગતિની યોગ્યતારૂપ અવસ્થાવિશેષ; તેમાં તે તે કાળે જીવ તન્મય છે. જેમ અગ્નિ જેવાં લાકડાં કે પાંદડાં હોય તેવા આકારે થાય છે અર્થાત્ તેનાથી (દાહ્યાકારથી) તન્મય થઈ જાય છે, તેનાથી જુદી રહે છે એમ નથી તેમ આત્મા પાંચમાંથી (ચાર ગતિ અને સિદ્ધ અવસ્થા) જે જે પર્યાયને પામે છે તેમાં તે તે કાળે તન્મય છે.
તો એક ઠેકાણે એમ પણ કહ્યું છે કે-ખૂણ આદિપણે અગ્નિ પરિણમી નથી તેમ જે ગતિ આદિની પર્યાયપણે પરિણમ્યો છે તે પર છે, આત્મા નહિ. આ કેવી રીતે છે?
સમાધાન - ભાઈ એ દ્રવ્યદષ્ટિની અપેક્ષાએ વાત છે. પણ દ્રવ્યદૃષ્ટિવંતને પર્યાયનું જ્ઞાન થવા કાળે તેની પર્યાયમાં શું છે તેનું અહીં જ્ઞાન કરાવ્યું છે. આ પ્રવચનસાર જ્ઞાનપ્રધાન ગ્રંથ છે.
જેમ અગ્નિ તે તે કાળે લાકડાં, છાણાં, અડાયાં, પાંદડાં ઇત્યાદિના આકારે પર્યાયમાં તન્મય છે તેમ દ્રવ્ય તે તે પર્યાયરૂપ વિશેષોના કાળે, તે તે સમયે તે–મય, તે તે પર્યાયમય હોવાને લીધે તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ૭] તે પર્યાયમાં તન્મય છે, તેમનાથી અનન્ય છે–જાદુ નથી. જેમ શરીર જાદુ છે, કર્મ જુદું છે, તેમ આ ગતિની પર્યાય તે તે કાળે દ્રવ્યથી જાદી છે એમ નથી, પણ દ્રવ્ય પર્યાયમાં અનન્ય-તન્મય છે. હવે આવો ઉપદેશ કોઈ દિ' સાંભળ્યો ન હોય બિચારાએ ત્યાં તેને વિચારવાનો તો અવસર જ ક્યાંથી મળે? રળવું-કમાવું અને બાયડી-છોકરાં સાચવવા આડે નવરાશ મળે તો ને? પણ ભાઈ ! એ તો બધું એકલું (નિર્ભેળ ) પાપ છે. ભગવાન ! જો આ ન સમજ્યો તો પાપના પોટલાનો ભાર બાંધીને તું કયાંય ભવસમુદ્રમાં ડૂબી જઈશ!
અહાહા..અહીં કહે છે કે શુદ્ધ એક દ્રવ્યને જેણે જોયું છે તેને પર્યાયને જોવાનું જ્ઞાન ઉઘડ્યું છે અર્થાત્ સ્વ-સ્વરૂપને જાણતાં તેને પર્યાયોને જાણવાનું જ્ઞાન ઉઘડયું છે, અને તેથી તે જાણે છે કે આ વિશેષ-પર્યાય મારામાં છે, પણ બીજી કોઈ ચીજ મારામાં નથી વા હું એમાં નથી. આ દીકરો મારો, પત્ની મારી, પૈસા મારા, બંગલા મારા ઇત્યાદિ બધી ( મિથ્યા, જુઠી) વાતો છે, કેમકે એમાં હું તન્મય નથી વા એ ચીજ મારી પર્યાયમાં તન્મય નથી. જે આમ છે તો પછી અન્ય વસ્તુને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૫૮] . કેવી રીતે પોતાની માનીને બેઠો છે? કયાં જવું છે પ્રભુ! તારે? શું નરક-નિગોદમાં જવું છે તારે ? ભાઈ ! દુનિયાને બેસે કે ન બેસે, વસ્તુસ્થિતિ તો આ જ છે. પોતાના આત્મા સિવાય બહારના ભભકામાં જો વીર્ય ઉલ્લસિત છે, વા એમાં જરી પણ “ઠીક છે” એમ લાગે છે તો તે મિથ્યાદષ્ટિ છે. તેને નથી દ્રવ્યનું જ્ઞાન કે નથી પર્યાયનું જ્ઞાન એ તો અજ્ઞાની જ છે.
આત્માના દ્રવ્ય અને પર્યાય સિવાય, પર પદાર્થની ગમે તેટલી વિભૂતિ કે વૈભવના ગંજ ખડકાયેલા દેખાય તોપણ તેને અને તારે દ્રવ્યગુણમાં તો શું પર્યાયમાં પણ કાંઈ સંબંધ નથી. પરંતુ ફક્ત તારી પર્યાયમાં જે ગતિ થઈ છે તેનાથી તેને સંબંધ છે વા તેમાં તું તે કાળે તન્મય છો. તે કાળે હોં, કેમકે એ પર્યાય સદાય એકની એક રહેતી નથી. મનુષ્યગતિ બદલાઈ ને એકદમ દેવગતિ થશે, દેવગતિ બદલાઈને એકદમ મનુષ્યગતિ થશે અને વળી મનુષ્યગતિ બદલાઈને એકદમ સિદ્ધદશા થશે. તેથી તે પર્યાય અનેરી–અનેરી થશે છતાં તું તેમાં તે તે કાળે અનન્ય છો. આ પ્રમાણે અન્ય-અન્ય છે છતાં અનન્ય છે. એ તો પર્યાય પાંચ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૫૯] છે તો અન્ય-અન્ય કીધું બાકી તો એની સાથે તે તે કાળે દ્રવ્ય તન્મય હોવાથી અનન્ય છે. અહો ! સંતોએ તો અમૃતના વેણલા વાયા છે! અહા ! હુવે આવું સમજવા માટે અજ્ઞાની રોકાય નહીં, તો ( વિચારવાનો) કયાં વખત મળે ?
અરે ભાઈ ! દ્રવ્યમાં જે સમયે, જે ક્ષેત્રે, જે પ્રકારે થવાનું હોય છે, તે સમયે તે ક્ષેત્રે અવશ્ય થાય છે, તેમાં કાંઈ ફેરફાર થાય નહિ. વળી પરદ્રવ્યની અવસ્થા તને અડે છે. પણ કયાં? (નથી અડતી). તો પછી ભગવાન! તને શાની ચિંતા છે? દ્રવ્યના સ્વભાવને જાણીને, પર્યાયના અસ્તિત્વમાં જે પાંચ ગતિ છે–ચારગતિ અને સિદ્ધગતિ છે–એ પાંચેયમાં તે તે કાળે પોતે (-દ્રવ્ય) તન્મયપણે છે પણ પરમાં કદીય તન્મય નથી એમ જ્ઞાની યથાર્થ જાણે છે. મનુષ્યગતિની પર્યાય વખતે તે (-દ્રવ્ય) તેમાં તન્મયપણે છે અને ત્યારે સિદ્ધગતિ આદિ નથી અને સિદ્ધની પર્યાય વખતે તે તેમાં તન્મય હશે કેમકે ત્યારે બીજી સંસારની દેવાદિ ગતિ નથી. આ પ્રમાણે તે તે વિશેષોના સમયે તેમય હોવાને લીધે તેમનાથી તે તે કાળે દ્રવ્ય અનન્ય છે, જુદું નથી એમ યથાર્થ જ્ઞાની જાણે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૬૦] અવસ્થાથી જોતાં અન્ય-અન્ય ભાસે છતાં દ્રવ્ય અવસ્થામાં તન્મય હોવાથી અનન્ય પણ છે.
લ્યો, આ એક આંખ બંધ કરીને બીજી ઉઘાડેલી આંખ વડે વારાફરતી જોવાની વાત કરી. હવે ત્રીજી વાત કરે છે.
અને જ્યારે તે બન્ને ચક્ષુઓ-દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક-તુલ્યકાળે (એકીસાથે) ખુલ્લાં કરીને તે દ્વારા અને આ દ્વારા (-દ્રવ્યાર્થિક ચક્ષુ દ્વારા તેમ જ પર્યાયાર્થિક ચક્ષુ દ્વારા) અવલોકવામાં આવે છે, ત્યારે...” જુઓ, આ પ્રમાણ થયું. તુલ્યકાળે એટલે એક જ સમયે સામાન્યને જાણે અને વિશેષને પણ જાણે. અહીં આ જાણવાની વાત છે હોં, બાકી આદર તો એક દ્રવ્યસામાન્યનો જ છે, વિશેષનો પણ આદર છે એમ નથી. પરંતુ અહીં તો જાણવાની અપેક્ષાએ જ્ઞાનમાં જેમ સામાન્યને જાણે છે તેમ વિશેષને પણ જાણે છે એમ કહે છે. આદરણીય–ઉપાદેય તો એક શુદ્ધ આત્મદ્રવ્ય જ છે, અને વિશેષ આદરણીય નથી, આશ્રય કરવા લાયક નથી, –એ તો એમ જ છે, પણ અહીં તો સમય-સમયે દ્રવ્ય અને પર્યાયનું અસ્તિત્વ કઈ રીતે છે એની સિદ્ધિ કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૬૧] તો કહે છે-અને જ્યારે તે બન્ને ચક્ષુઓદ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક-તુલ્યકાળે ખુલ્લાં કરીને બેય દ્વારા અવલોકવામાં આવે છે, ત્યારે.... જોયું? ક્ષયોપશમજ્ઞાન છે ને ? તેમાં બેયને જાણવાનો ઉઘાડ છે. તો કહ્યું કે- દ્વારા અને તે દ્વારા અર્થાત્ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બન્ને ચક્ષુ દ્વારા એક જ સમયે અવલોકવામાં આવે છે ત્યારે જે સામાન્યદ્રવ્ય છે તે અવલોકવામાં આવે છે અને તે દ્રવ્ય પર્યાયમાં તન્મય છે એમ પણ અવલોકવામાં આવે છે, -બેય એકસાથે જોવામાં આવે છે. અહીં જાણવાની અપેક્ષાએ વાત છે.
અહાહા..દ્રવ્યાર્થિક ચક્ષુ દ્વારા તેમ જ પર્યાયાર્થિક ચક્ષુ દ્વારા અવલોકવામાં-જાણવામાં આવે છે, ત્યારે નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ, દેવત્વ અને સિદ્ધત્વ પર્યાયોમાં રહેલો જીવસામાન્ય છે. અર્થાત્ પાંચ પર્યાયોમાં રહેલો જીવ સામાન્ય , પાંચ પર્યાયોમાં રહેલો એટલે એક જ સમયે પાંચ પર્યાયોમાં રહેલો એમ નહિ, પણ તે તે સમયે એક એક પર્યાયમાં રહેલો, અને એમ જુદા જુદા સમયે થઈને પાંચ પર્યાયોમાં રહેલો સમજવો. આ પ્રમાણે-નારત્વ, તિર્યચત્વ, મનુષ્યત્વ, દેવત્વ અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૬૨] સિદ્ધત્વ પર્યાયોમાં રહેલો જીવસામાન્ય અને
જીવસામાન્યમાં રહેલા નારકત્વ-તિર્યચત્વ-મનુષ્યત્વદેવત્વ-સિદ્ધત્વ પર્યાયો–સ્વરૂપ વિશેષો તુલ્યકાળે જ દેખાય છે.”
પહેલાં દ્રવ્યને મુખ્ય અને પર્યાયને ગૌણ કરીને સામાન્યને જોવાનું કહ્યું, અને પર્યાયને જોવાના કાળે સામાન્યદ્રવ્યને જોવાનું મુખ્યપણે છોડી દીધું, હવે તે બેયને સમકાળે જવા માટે આ પ્રમાણજ્ઞાન કહ્યું; પણ પરને જોવાની વાત ન કરી કેમકે એનો અહીં પ્રશ્ન જ નથી, પરને જાણે છે એ પર્યાય પોતાની છે, પરની નહિ, પરને લઈને નહિ. પરને જાણે છે માટે એ પરને લઈને એ પર્યાય થઈ છે એમ નથી. ભાઈ ! આ તો આત્માના એક દ્રવ્ય અને પર્યાય સિવાય અનંત બીજા દ્રવ્ય અને પર્યાયના (મારાપણાના અને કર્તાપણાના ) ગર્વને ઉઠાવી દેવાની વાત છે. જો કયાંય પણ બીજે ગર્વ રહ્યો તો... (હા ! મરી જ ગયો સમજો).
અહાહા...! ભગવાન! તું ત્રિકાળી સામાન્યદ્રવ્ય છો અને તારી વિશેષ પાંચ પર્યાયો છે, અને તે તે કાળે તું તેમાં તન્મય છો. પાંચેયમાં એકી સાથે નહિ, પણ તે તે ગતિના કાળે એકમાં જ. આ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૬૩]
પ્રમાણે અવસ્થાએ અન્ય-અન્ય હોવા છતાં દ્રવ્ય અપેક્ષાએ અનન્ય છે. પરંતુ એવી રીતે બીજાની સાથે-અન્યદ્રવ્યની સાથે કદીય અનન્ય નથી. એક ગતિની પર્યાય વખતે બીજી ગતિ નથી તેથી અન્યઅન્ય છે પણ તે તે પર્યાયમાં દ્રવ્ય અનન્ય છે પણ બીજાં જે દ્રવ્યો અન્ય છે તેની સાથે કદીય-એક સમય પણ-અનન્ય છે એમ ત્રણકાળમાં નથી.
જુઓ, આ પુસ્તક અને પાનાં-એ બધાં અન્યદ્રવ્યની પર્યાય છે. એને જાણવું એ પણ કાં છે? કેમકે તેને જાણવા કાળે તો તારી જ્ઞાનની પર્યાય જે છે તેમાં તું તન્મય છો, પણ તેને જાણવા કાળે તું તેમાં (૫૨માં ) તન્મય નથી. શું કીધું આ –સમજાણું કાંઈ...? કે જાણવામાં આવ્યું કે આ શાસ્ત્ર આદિ છે, તો તે જાણનારી જ્ઞાનની પર્યાય કાંઈ તેમાં (શાસ્ત્ર આદિમાં ) તન્મય નથી. બીજે સમયે વિશેષ જાણવામાં આવ્યું તો તે કાળે પણ તે જ્ઞાન પરની સાથે તન્મય નથી. તે અન્ય-અન્ય પર્યાય છે તેથી પર્યાયની અપેક્ષા અન્ય-અન્ય છે પણ દ્રવ્યની અપેક્ષાએ અનન્ય છે, કેમકે પર્યાય દ્રવ્યથી કોઈ જુદી ચીજ નથી. ભાઈ! બીજાં દ્રવ્ય અને પર્યાય તો સ્વદ્રવ્ય-પર્યાયથી તદ્દન જુદાં છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૬૪] શેઢે અને સીમાડે કયાંય તેમનો મેળ નથી. અહાહા...! જેની સાથે પચાસ-પચાસ કે સો-સો ગાળ્યાં હોય તે શરીર સાથે એક સમયમાત્ર પણ આત્મા તન્મય નથી. એ તો અન્ય છે તે અન્ય જ છે. જ્યારે આ પોતાની પર્યાય પર્યાયથી જોતાં અન્ય-અન્ય હોવા છતાં દ્રવ્ય જ તેમાં વર્તતું હોવાથી અનન્ય છે.
હવે કહે છે-“ત્યાં, એક ચક્ષુ વડે અવલોકન તે એકદેશ અવલોકન છે અને બે ચક્ષુઓ વડે અવલોકન તે સર્વ અવલોકન (–સંપૂર્ણ અવલોકન) છે. જુઓ, એક ચક્ષુ વડે જતાં એકદેશનું જ્ઞાન-એક ભાગનું જ્ઞાન-થાય છે અને બેય ચક્ષુથી જોતાં સંપૂર્ણ જ્ઞાન થાય છે. આ જાણવાની અપેક્ષાએ વાત છે, આદરણીય શું છે એ વાત અહીં નથી, કેમકે આદરણીય તો ક્ષાયિકભાવ પણ નથી.
વાહએકવાર એમ કહે કે ક્ષાયિકભાવ પદ્રવ્ય, પરભાવ છે અને હેય છે (નિયમસાર ગાથા ૫૦) અને વળી અહીં ગતિના ઉદયભાવમાં દ્રવ્ય તન્મય છે એમ કહે–એ તે કેવી વાત !
સમાધાન - ભાઈ ત્યાં નિયમસારમાં ઉપાદેયરૂપ જે શુદ્ધ અંત:તત્ત્વ એક શુદ્ધ જ્ઞાયકભાવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
તેનું લક્ષ કરાવવાનું પ્રયોજન છે ત્યારે અહીં તો જેને અંત:તત્ત્વનું ભાન થયું છે તેને પોતાના દ્રવ્ય-પર્યાયનું પ્રતિસમય અસ્તિત્વ કેવું છે તે બતાવવાનું પ્રયોજન છે. (અહીં જ્ઞાનપ્રધાન શૈલી છે). લ્યો, આવી એક એક ગાથા ખૂબ ગંભીરતાથી ભરેલી છે. બાપુ! કોઈ (અજ્ઞાની) ઉપર-ઉપરથી વાંચી જાય તો તેનો મર્મ કેમ સમજાય?
હવે કહે છે-“માટે સર્વ અવલોકનમાં દ્રવ્યનાં અન્યત્વ અને અનન્યત્વ વિરોધ પામતાં નથી.' લ્યો, સર્વ અવલોકનમાં દ્રવ્યનાં અન્યત્વ એટલે અનેરીઅનેરી પર્યાયપણું અને અનન્યત્વ અર્થાત્ વર્તમાન અપેક્ષા અનન્યપણું–તે પર્યાય દ્રવ્યથી જુદું નથી એમ અનન્યપણું-વિરોધ પામતાં નથી. શું કીધું? કે જે ગતિની પર્યાય છે તે, તે તે કાળે એક એક છે તેથી અન્ય-અન્ય છે. સંસારની ચાર ગતિ છે તે કાળે સિદ્ધત્વ નથી અને સિદ્ધત્વ કાળે સંસારની ચાર ગતિ નથી. આ અપેક્ષાએ દ્રવ્યને અન્યત્વ છે અને આત્મા તેમાં તે તે કાળે તન્મયપણે છે માટે અનન્યત્વ પણ છે. આ પ્રમાણે સર્વ અવલોકનમાં દ્રવ્યનાં અન્યત્વ અને અનન્યત્વ વિરોધ પામતાં નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[
૬ |
આવું ઝીણું! બિચારાને આખો દિ' બાયડીછોકરાં સાચવવામાં પડ્યો હોય તેને આ શું સમજાય? એને ફુરસદ પણ કયાં છે? અરેરે ! એ કયાં જશે? અરે ! ઘણા તો મરીને તિર્યંચ જ થવાના, કેમકે ધર્મ તો દૂર રહો, એને હજી પુણ્યનાં પણ ઠેકાણાં નથી. અહીં તો જીવને પરના સંબંધથી તો સર્વથા ભિન્ન જ કરી નાખ્યો છે; ભિન્ન જ છે, છતાં ભગવાન ! તું પરની વ્યવસ્થામાં રોકાઈ ગયો! કયાં બાયડી, ક્યાં છોકરાં, કયાં મકાન, કયાં લુગડાં, કયાં દાગીના, કયાં આબરૂ ને કયાં શરીર? ભગવાન! એ તો બધાં પોતપોતામાં છે, તેને અને તારે કોઈ સંબંધ નથી. છતાં પ્રભુ! તું ત્યાં રોકાઈ ગયો ! અને તે તને ન જોયો ! તારા દ્રવ્ય-પર્યાયની સ્થિતિ ન જોઈ ! અહીં આ વાત કહેવા માગે છે, અર્થાત્ આ તાત્પર્ય છે. સમજાણું કાંઈ....? * ગાથા ૧૧૪: ભાવાર્થ ઉપરનું પ્રવચન *
દરેક દ્રવ્ય સામાન્ય-વિશેષાત્મક છે. તેથી દરેક દ્રવ્ય તેનું તે જ પણ રહે છે અને બદલાય પણ છે.”
દરેક દ્રવ્ય સામાન્ય-વિશેષાત્મક છે–એમ કહીને શું કહેવું છે? કે દ્રવ્યમાં જે વિશેષપણું ભાસે છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૬૭] તે તેનું સ્વરૂપ છે, વિશેષ કોઈ પરને લઈને થાય છે એમ નથી. દરેક દ્રવ્ય સામાન્ય-વિશેષસ્વરૂપ છે, એટલે કે સામાન્ય છે એ તો ધ્રુવપણે છે પણ વિશેષમાં-પર્યાયમાં બદલો થાય છે; હવે વિશેષમાંપર્યાયમાં બદલો થાય છે તો એમાં કોઈ પરની અપેક્ષા છે કે નહિ? તો કહે છે કે-ના; કેમકે પર્યાયમાં બદલો થવો તે તેનો-પર્યાયનો સ્વભાવ જ છે. તેથી સ્વદ્રવ્યની પર્યાયમાં કોઈ અન્યદ્રવ્યની અપેક્ષા છે જ નહિ. આવો સિદ્ધાંત! (અજ્ઞાનીને) બેસવો ભારે કઠણ છે. કહે છે–આખા વિશ્વમાં-ચૌદ બ્રહ્માંડમાંઅનંત અનંત દ્રવ્યો પ્રત્યેક સામાન્ય-વિશેષપણે વિરાજે છે, અને તેથી તેના વિશેષને માટે કોઈ અન્યની અપેક્ષા નથી. કોઈ કાળે કે કોઈ ક્ષેત્ર તેની અવસ્થાને પરની અપેક્ષા છે જ નહિ. એની અવસ્થા તેના કાળે સ્વતંત્ર થાય એવું જ એનું સામાન્યવિશેષ સ્વરૂપ છે.
તેથી દરેક દ્રવ્ય સામાન્યપણે-ધ્રુવપણે, જેમાં બદલવું નથી તેવું, તેનું તે જ રહે છે. તથા વિશેષપણે બદલાય પણ છે, પલટે પણ છે” અહાહા...! પલટવું એ તો એની પર્યાયનો સ્વભાવ જ છે, માટે પર્યાય કોઈ પરને લઈને પલટે છે એમ ત્રણકાળમાં નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #69
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૬૮] કોઈ પણ દ્રવ્યની-આત્માની કે પુગલની, નરકના જીવની, નિગોદના જીવની કે કોઈ સ્કંધની-કોઈ પણ પર્યાયનો વિશેષપણે થવાનો તેનો પોતાનો સ્વભાવ છે. માટે તેમાં જે વિશેષપણું લાગે છે તે જો કોઈ પરને-સંયોગને લઈને લાગે છે તો તે દૃષ્ટિ વિપરીત છે. અહા ! આવી વાત! અજ્ઞાનીના ગળે ઉતરવી મુશ્કેલ છે. પણ શું થાય? શબ્દો તો સારી છે. પણ ભાવ ગંભીર છે.
અહા ! વસ્તુનું અસ્તિત્વ અનંત પરપદાર્થોથી ભિન્ન છે. દરેક દ્રવ્ય એક ક્ષેત્રે રહેવા છતાં ભિન્ન ભિન્ન છે. આકાશના એક પ્રદેશમાં છયે દ્રવ્ય છે. ભલે આકાશના એક પ્રદેશમાં આખો આત્મા નથી, પણ અસંખ્ય પ્રદેશનો ભાગ એક આકાશના પ્રદેશમાં છે. એક જીવના અસંખ્ય પ્રદેશ છે. તેથી એક જીવ એક પ્રદેશમાં ન રહી શકે, પણ એક જીવ આકાશના અસંખ્ય પ્રદેશમાં રહે, છતાં કહે છે કે-જીવ જે પોતાના અસંખ્ય પ્રદેશમાં રહેલો છે તેને આકાશની અપેક્ષા નથી. ગંભીર વાત, ભાઈ ! (ખરેખર તો જીવના પ્રદેશો આકાશના પ્રદેશોને અડતાય નથી).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૬૯] પ્રશ્ન:- તો કહેવામાં તો એમ આવે છે કે આકાશ ન હોય તો (સર્વ દ્રવ્યો) રહે કયાં?
સમાધાન - ભાઈ ! એ તો નિમિત્તની કથની છે. એમ પણ આવે છે ને કે જે આકાશ પરદ્રવ્યોનો આધાર હોય તો આકાશનો આધાર કોણ ? અને પરિણમનમાં દરેક દ્રવ્યને કાળનું નિમિત્ત છે તો કાળ દ્રવ્યના પરિણમનમાં કોણ ? ભાઈ ! એ તો નિમિત્તપણું સિદ્ધ કરવું હોય ત્યારે એમ કહેવાય કે આકાશ ન હોય તો (સૌ દ્રવ્ય) રહે કયાં ? પણ એથી કરીને પરદ્રવ્યની પર્યાયમાં કોઈ પણ ઘાલમેલ કે ફેરફાર કોઈ અદ્રવ્યથી થાય એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. આકરી વાત, બાપા!
ચૌદ બ્રહ્માંડમાં અનંતા દ્રવ્યો છે. પ્રત્યેક દ્રવ્ય પોતાથી જ સામાન્ય-વિશેષપણે રહેલું છે. હવે સામાન્ય જે અક્રિય ધ્રુવ તેને તો પરની અપેક્ષા નથી પણ વિશેષ જેમાં પલટવારૂપ અનેક ભિન્ન ભિન્ન અવસ્થા થાય તેને તો પરની અપેક્ષા હોય ને? તો કહે છે-ના; વિશેષ પણ દ્રવ્યનું સહુજ સ્વરૂપ જ છે. જે પલટવું થાય છે તે એનો પોતાનો સ્વભાવ જ છે. વિશેષપણું પરને લઈને થાય એવું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ 0 ]
વસ્તુસ્વરૂપ જ નથી. આત્માને પોતાના સામાન્ય અને વિશેષ માટે કોઈ પરની-તીર્થંકરની પણ-અપેક્ષા નથી. તો શાસ્ત્રમાં તો આવે છે કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સદ્દગુરુના ચરણકમળના પ્રસાદથી થાય છે?
સમાધાનઃ- હા, એવી ભાષા તો બહુ આવે છે, પણ એ તો ત્યાં નિમિત્ત કેવું હોય એટલું જણાવ્યું છે. બાકી સમ્યગ્દર્શનની પર્યાય વિશેષ છે. સામાન્ય પોતે ધ્રુવ છે અને સમ્યગ્દર્શન વિશેષપર્યાય છે. તે વિશેષપણું તેનું પોતાનું જ સ્વરૂપ છે અને તેથી કોઈ ૫૨ની અપેક્ષાથી થયું છે એમ નથી. ગુરુની પ્રસાદીથી, વા કર્મનો ઉઘાડ થયો માટે વા દર્શનમોહનો અભાવ થયો માટે તે સમ્યગ્દર્શનની પર્યાય થઈ છે એમ નથી; જો એમ હોય તો ત્યાં વિશેષનું સામર્થ્યપણું જે પોતાનું છે તે રહે નહિ.
તત્ત્વાર્થસૂત્રમાં આવે છે કે-‘ તમાવ: પરિણામ:' પરિણામ તેનો (દ્રવ્યનો ) સ્વભાવ છે. પરિણમન દ્રવ્યનો સ્વભાવ જ છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવ પોતાના સામાન્ય અને વિશેષ, સિવાય ૫૨ પદાર્થથી અંતરમાં અત્યંત ઉદાસ છે. કોઈ પરની અપેક્ષાએ મારામાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૭૧] ફેર પડશે અને માટે લઈને પરમાં કાંઈક ફરક પડશે એ દષ્ટિ સમ્યગ્દષ્ટિની નથી. ભાઈ ! વાત તો આમ થોડી છે પણ તેની ગંભીરતા અપાર છે. ટૂંકી વાતમાં ઘણું ભર્યું છે.
હવે કહે છે-“દ્રવ્યનું સ્વરૂપ જ આવું ઉભયાત્મક હોવાથી દ્રવ્યના અનન્યપણામાં અને અન્યપણામાં વિરોધ નથી.' દ્રવ્ય સામાન્ય-વિશેષરૂપે જ છે તેથી તે તે પર્યાય (વિશેષ) પહેલાં ન હતી અને થઈ છે તે અપેક્ષાએ અન્ય-અન્ય છે, પરંતુ તે તે પર્યાયમાં દ્રવ્ય તન્મય છે તેથી અનન્ય છે. બેયમાં કાંઈ વિરોધ નથી. આ પ્રમાણે અન્યપણું પણ કહેવાય છે અને અનન્યપણું પણ કહેવાય છે. મનુષ્યગતિ વખતે સિદ્ધગતિ આદિ નથી અને સિદ્ધપદના કાળે મનુષ્યગતિ આદિ નથી તેથી અન્ય-અન્ય કહેવાય છે અને તે તે કાળે દ્રવ્ય તે તે પર્યાયમાં અનન્ય છે માટે અનન્ય પણ કહેવાય છેઆ પ્રમાણે દ્રવ્યના અનન્યપણામાં અને અન્યપણામાં કાંઈ વિરોધ નથી. ' હવે દાખલો આપી કહે છે-“ જેમ કે, મરીચિ અને મહાવીરસ્વામીનું જીવસામાન્યની અપેક્ષાએ અનન્યપણું અને જીવન વિશેષોની અપેક્ષાએ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૭૨] અન્યપણું હોવામાં કોઈ પ્રકારનો વિરોધ નથી.” અહાહા...! કયાં મરીચિની પર્યાય ને કયાં ભગવાન મહાવીરની પર્યાય. જીવની પર્યાયોની અપેક્ષાએ જોતાં ત્યાં અન્ય-અન્યપણું ભાસે છે. છતાં એ અવસ્થાઓમાં જીવ તો એનો એ જ છે. માટે દ્રવ્યની અપેક્ષા–જીવસામાન્યની અપેક્ષાએ અનન્યપણું ભાસે છે. આ પ્રમાણે અન્યપણું અને અનન્યપણું વસ્તુના સ્વરૂપની સ્થિતિમાં જ છે, તેમાં કોઈ પ્રકારનો વિરોધ નથી. તથા તેમાં કોઈ પરની અપેક્ષા છે એમ પણ નથી.
દ્રવ્યાર્થિકનયરૂપી એક ચક્ષુથી જોતાં દ્રવ્યસામાન્ય જ જણાય છે તેથી દ્રવ્ય અનન્ય અર્થાત્ તેનું તે જ ભાસે છે.” જુઓ, પર્યાયને જોનારી આંખને બંધ કરીને દ્રવ્યને જોવાની આંખ ઉઘાડે તો એક દ્રવ્યસામાન્ય જ જણાય છે અને તેથી દ્રવ્ય અનન્ય અર્થાત્ તેનું તે જ ભાસે છે. દ્રવ્યાર્થિકનયથી તો દ્રવ્ય તેનું તે જ ભાસે છે.
“અને પર્યાયાર્થિકનારૂપી બીજા એક ચક્ષુથી જતાં દ્રવ્યના પર્યાયોરૂપી વિશેષો જણાય છે. ત્યારે વિશેષમાં તફાવત-મોટો તફાવત-જણાય છે. તેથી દ્રવ્ય અન્ય-અન્ય ભાસે છે.” જુઓ, દાખલામાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૭૩ ]
આવ્યું ને કે મરીચિની કયાં મિથ્યાદર્શનની અવસ્થા અને ભગવાન મહાવીરની કાં તીર્થંકર કેવળીની અવસ્થા ? પૂર્વ-પશ્ચિમનો ફેર. અહાહા...! કયાં નિગોદમાં એક અક્ષરના અનંતમા ભાગની જ્ઞાનની પર્યાય અને કયાં એ જ જીવ ત્યાંથી નીકળીને મનુષ્ય થઈને આઠ વર્ષે કેવળ પામે તે કેવળીની પર્યાય? ત્યાં જીવસામાન્યથી તો એનો એ જ જીવ છે પણ વિશેષની અપેક્ષા એ અન્યપણું ભાસે છે, ફેર ભાસે છે.
નિગોદમાં અક્ષરના અનંતમા ભાગનો ઉઘાડ છે. ત્યાંથી નીકળીને કોઈ જીવ મનુષ્ય પણ થાય, કારણ કે ત્યાં પણ શુભભાવ છે અને શુભભાવના કાળે તે જીવ તેમાં તન્મય છે, તથા તેના ફળપણે જીવને મનુષ્યપણું થાય છે. હવે એ મનુષ્યપણાની વિશેષ દશામાં આઠ વર્ષે જ્યાં અંદર પૂર્ણ સામર્થ્યના સ્વભાવથી ભરેલા ભગવાનમાં અંતર્મુખ દષ્ટિ કરી એમાં જ ઠરે છે ત્યાં કેવળ થાય છે. લ્યો, હવે નિગોદમાં કયાં અક્ષરના અનંતમા ભાગનું જ્ઞાન અને મનુષ્યપણામાં કયાં કેવળજ્ઞાન? આવો એકદમ મોટો ફેર ! અહો ! વીતરાગનો માર્ગ કોઈ અચિંત્ય અલૌકિક છે! લોકોએ તેને બહારથી ક્રિયાકાંડમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪ ] દયા કરવી, દાન કરવું ને પ્રતિક્રમણ કરવું ને સામાયિક કરવી ને ઉપવાસ કરવા ને ચોવિહાર કરવા ઇત્યાદિ ક્રિયાકાંડમાં તેને માની લીધો છે. બહારમાં વ્રત કરવાં તે સંવર અને તપ-ઉપવાસ કરવા નિર્જરાએમ ધર્મ માની લીધો છે. અરેરે! કયાંનું કયાં માન્યું પ્રભુ! તેં? પરમાત્માએ કહેલો દ્રવ્યનો ને પર્યાયનો સ્વભાવ તો અલૌકિક છે. અહીં કહે છે–ભલે પર્યાયથી ફેર માલૂમ પડે તેથી અન્યપણું ભાસે છે પણ દ્રવ્યથી તો અનન્યપણું છે કેમકે દ્રવ્ય તો તે તે પર્યાયોમાં તેનું તે જ છે.
કોઈ એક અબજોપતિ અહીં ખમા-ખમાં થતો હોય, ગાદી પર બેઠો હોય અને પચીસ-પચાસ નોકરો હોય તે ખમા-ખમા કહેતા હોય, પણ ફૂ થઈ જાય, - મરી જાય તો મરીને નરકે જાય. જાઓ, ત્યાં પર્યાય અપેક્ષાએ અન્ય-અન્યપણું છે, ક્ષણમાં અનેરી પર્યાય, ક્ષણમાં અનેરી પર્યાય-એમ અનેરી પર્યાયપણું છે. છતાં આત્માની સાથે તે અનેરી (જુદી) છે એમ નથી. આત્મા સાથે તો તે અનન્ય જ છે, કેમકે આત્મા જ તેમાં વર્તે છે. આ પ્રમાણે પર્યાયથી જાએ તો દ્રવ્ય અન્ય-અન્ય ભાસે છે, પણ દ્રવ્યથી જાએ તો અનન્ય છે કેમકે દ્રવ્યથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૭૨] પર્યાય જુદી નથી વા પર્યાયથી દ્રવ્ય જુદું નથી.
હવે કહે છે-“બન્ને નયોરૂપી બને ચક્ષુઓથી જોતાં દ્રવ્યસામાન્ય તથા દ્રવ્યના વિશેષો બન્ને જણાય છે તેથી દ્રવ્ય અનન્ય તેમ જ અન્ય-અન્ય બને ભાસે છે.' વસ્તુ પોતે ત્રિકાળ ધ્રુવ પણ છે અને વિશેષ વર્તમાન પર્યાય પણ છે એમ બન્ને ભાસે છે. આવું દ્રવ્ય-પર્યાયનું સ્વરૂપ સમજવાની ફુરસદ લે નહિ તેને મનુષ્યપણું ચાલ્યું જાય ! કેમકે મનુષ્યપણાનો તો જે કાળ છે તે જ છે. હવે એમાં પોતાની–દ્રવ્યની સામાન્ય-વિશેષ-શક્તિને જો પરથી જાદી સંભાળી નહિ ને પરને લીધે મારામાં કાંઈક ફેરફાર થાય છે વા મારે લીધે પરમાં કાંઈક ફેરફાર થાય છે એમ માની પ્રવર્ચો તો પ્રભુ! તારું પરિભ્રમણ નહિ મટે; તારા ભવભ્રમણનું ચક્ર વિપરીત દષ્ટિને લઈને નહિ મટે.
દિવ્ય દ્રવ્યાર્થિકનયરૂપી દિવ્ય ચક્ષુના, દિવ્ય દેદાર દેખાડનાર, દિવ્ય જ્ઞાનધારી દિવ્ય પુરુષ શ્રી કહાનગુરુદેવનો જય હો.. વિજય હો. ત્રિકાલ જયવંત હો...
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૭૬ ] ૨. ન...ક....
ણિકા * મેં પૂર્વે આ વાત સાંભળી હતી એમ માનીશ
નહિ. કારણ કે સાંભળ્યું એને કહેવાય કે વીર્ય ઉછાળા મારતું અંદરમાં જાય-સંધિ અંદરમાં થાય
તો સાંભળ્યું કહેવાય. * અહા! જેની જરૂરીયાત છે તેની દરકાર કરતો
નથી અને જેની જરૂર નથી તેની આખો દિ' દરકાર કરે છે. * મોક્ષાર્થીએ પ્રથમ આત્માને જાણવો પણ મોક્ષને કે
તેના ઉપાયરૂપ સંવર-નિર્જરાને નહિ. * જીવના મિથ્યાત્વને એકવાર મારી નાખ. અને
સૂતેલા જીવને એકવાર જીવતો-જાગતો કર. * આટલું સાંભળ્યા પછી હવે મુંઝવણનો આ કાળ
નથી. પરંતુ મુંઝવણ ટાળવાનો કાળ છે. * સ્વના જ્ઞાન વિના, સ્વપરપ્રકાશક સ્વભાવ હોવા
છતાં, પરનું યથાર્થ જ્ઞાન થાય નહિ.
:
હેo)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #78
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અહો ! આ તો સંતોના હૃદયની કોઈ અપાર ઊંડપ છે! શું કહીએ ? જેવું ઊંડું ભાસે છે તેવું ભાષામાં આવતું નથી. ( આવી શકે નહિ). ભાઈ ! બીજા કોઈ એમ અભિમાન કરે કે આ અમને આવડે છે, અમે આ વાંચ્યું છે, તો ગર્વ ઉતરી જાય એવું છે. - અદ્વિતીય ચક્ષુ 'માંથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com