________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩૧]. કાઢી નાખ્યા. ફક્ત જે સિદ્ધપણું આદિ પાંચ પર્યાયો છે તે પર્યાયોમાં રહેલા એક જીવસામાન્યને અવલોકનારા–એમ વાત છે. તો ત્યાં એ અવલોકનારી-જાણનારી પર્યાય તો રહી? તે રહી ને ? અવલોકનારો દ્રવ્યાર્થિકનય છે તે પર્યાય જ છે, પણ તે પર્યાયને અવલોકતો નથી, દ્રવ્યસામાન્યને અવલોકે છે એમ વાત છે. ભાઈ ! આવું કોઈ દિ' સાંભળ્યું ન હોય એટલે નવું લાગે. પણ આ તો ભગવાન ત્રિલોકનાથની વાણી ! આત્માને સ્પર્શી નાખે એવી વાત છે.
પ્રશ્ન:- એક જીવસામાન્યને અવલોકનારા –એમ કીધું ત્યાં એ “સામાન્ય” શું છે?
સમાધાનઃ- સામાન્ય એટલે કાયમ એકરૂપ રહેનારી–બદલ્યા વિના રહેનારી આત્મવસ્તુ અસ્તિ તરીકે બદલ્યા વિનાનું, કાયમ રહેનારું અખંડ એકરૂપ જે ત્રિકાળી આત્મદ્રવ્ય તે સામાન્ય છે. હવે આ વાણિયા બિચારા આખો દિ' વેપાર-ધંધામાં ગરી ગયા હોય એટલે આવુ ઝીણું પડે. પણ ભાઈ ! આ તો ખાસ ફુરસદ લઈ સમજવાની આત્મહિતની વાત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com