________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
તેનું લક્ષ કરાવવાનું પ્રયોજન છે ત્યારે અહીં તો જેને અંત:તત્ત્વનું ભાન થયું છે તેને પોતાના દ્રવ્ય-પર્યાયનું પ્રતિસમય અસ્તિત્વ કેવું છે તે બતાવવાનું પ્રયોજન છે. (અહીં જ્ઞાનપ્રધાન શૈલી છે). લ્યો, આવી એક એક ગાથા ખૂબ ગંભીરતાથી ભરેલી છે. બાપુ! કોઈ (અજ્ઞાની) ઉપર-ઉપરથી વાંચી જાય તો તેનો મર્મ કેમ સમજાય?
હવે કહે છે-“માટે સર્વ અવલોકનમાં દ્રવ્યનાં અન્યત્વ અને અનન્યત્વ વિરોધ પામતાં નથી.' લ્યો, સર્વ અવલોકનમાં દ્રવ્યનાં અન્યત્વ એટલે અનેરીઅનેરી પર્યાયપણું અને અનન્યત્વ અર્થાત્ વર્તમાન અપેક્ષા અનન્યપણું–તે પર્યાય દ્રવ્યથી જુદું નથી એમ અનન્યપણું-વિરોધ પામતાં નથી. શું કીધું? કે જે ગતિની પર્યાય છે તે, તે તે કાળે એક એક છે તેથી અન્ય-અન્ય છે. સંસારની ચાર ગતિ છે તે કાળે સિદ્ધત્વ નથી અને સિદ્ધત્વ કાળે સંસારની ચાર ગતિ નથી. આ અપેક્ષાએ દ્રવ્યને અન્યત્વ છે અને આત્મા તેમાં તે તે કાળે તન્મયપણે છે માટે અનન્યત્વ પણ છે. આ પ્રમાણે સર્વ અવલોકનમાં દ્રવ્યનાં અન્યત્વ અને અનન્યત્વ વિરોધ પામતાં નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com