________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૬૦] અવસ્થાથી જોતાં અન્ય-અન્ય ભાસે છતાં દ્રવ્ય અવસ્થામાં તન્મય હોવાથી અનન્ય પણ છે.
લ્યો, આ એક આંખ બંધ કરીને બીજી ઉઘાડેલી આંખ વડે વારાફરતી જોવાની વાત કરી. હવે ત્રીજી વાત કરે છે.
અને જ્યારે તે બન્ને ચક્ષુઓ-દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક-તુલ્યકાળે (એકીસાથે) ખુલ્લાં કરીને તે દ્વારા અને આ દ્વારા (-દ્રવ્યાર્થિક ચક્ષુ દ્વારા તેમ જ પર્યાયાર્થિક ચક્ષુ દ્વારા) અવલોકવામાં આવે છે, ત્યારે...” જુઓ, આ પ્રમાણ થયું. તુલ્યકાળે એટલે એક જ સમયે સામાન્યને જાણે અને વિશેષને પણ જાણે. અહીં આ જાણવાની વાત છે હોં, બાકી આદર તો એક દ્રવ્યસામાન્યનો જ છે, વિશેષનો પણ આદર છે એમ નથી. પરંતુ અહીં તો જાણવાની અપેક્ષાએ જ્ઞાનમાં જેમ સામાન્યને જાણે છે તેમ વિશેષને પણ જાણે છે એમ કહે છે. આદરણીય–ઉપાદેય તો એક શુદ્ધ આત્મદ્રવ્ય જ છે, અને વિશેષ આદરણીય નથી, આશ્રય કરવા લાયક નથી, –એ તો એમ જ છે, પણ અહીં તો સમય-સમયે દ્રવ્ય અને પર્યાયનું અસ્તિત્વ કઈ રીતે છે એની સિદ્ધિ કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com