Book Title: Yogsar Part 02
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 10
________________ Pટ, - અંતર્મુખી મહેશભાઈ શાકમાર્કેટમાં ગયા. ત્યાં શાક 1. G Mા (WEJવેચનારા મણીબેન મહેશભાઈને કહ્યું, “ભાઈ ! આ છે, સદા સુખી પ્રેરણાબેન ભણેલા હશે, નહીં ? મહેશભાઈ બોલ્યા, 5૭ “માસી, તમને એની ક્યાંથી ખબર પડી?” મણીબેન બોલ્યા, “એ બહેને પહેલા ટમેટાં ખરીદ્યા, પછી સંતરા લીધાં, ત્યારપછી દૂધી થેલીમાં નાખી અને માથે તરબૂચ મૂક્યું છે, એટલે કહું છું !” આ ટુચકાનો સાર એટલો છે કે ગણતર વિનાના ભણતરની કશી કિંમત નથી. આધુનિક શિક્ષણ લગભગ ગણતર વિનાનું હોય છે. વિદ્યાર્થીઓ આગળ વધીને પૈસા કમાઈ શકે એ માટે ભણે છે. શિક્ષક પણ પૈસા માટે ભણાવે છે. વિદ્યાર્થીઓને ભણાવાતાં વિષયો પણ અર્થવિહીન હોય છે. તેથી જ ભણ્યા પછી પણ સાચું જ્ઞાન તેમને મળતું નથી. સાચું શિક્ષણ તો એ કહેવાય કે જેનાથી આત્મામાં ગુણો વધે. સાચું જ્ઞાન પણ જીવનમાં પરિણમવું જોઈએ. તો જ એ આપણને આધ્યાત્મિક માર્ગે આગળ વધારે છે. નહીંતર એ માત્ર બોજારૂપ બની જાય છે. જ્ઞાન એ તો સાધન છે. તેનાથી આત્માને અને એની ગુણસમૃદ્ધિને ઓળખીને તે ગુણસમૃદ્ધિની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવાનો છે. જ્ઞાન મેળવીને બહાર વધવાનું નથી પણ અંદરમાં વધવાનું છે. જ્ઞાન જ્યારે આત્મામાં પરિણમે છે ત્યારે આપણી દૃષ્ટિ બદલાઈ જાય છે. બાહ્ય દુનિયા એ જ હોવા છતાં જ્ઞાન પરિણમ્યા પછી આપણને એ નવી લાગે છે. એક સાધકે ત્રીસ દિવસ ભીતર ઊતરવાની ઘનિષ્ઠ સાધના કરી. એકત્રીસમા દિવસે ગુરુ સાથે તે નગરની બહાર નીકળ્યો. તેણે ગુરુને કહ્યું, “આખું નગર બદલાઈ ગયેલું લાગે છે !” ગુરુ હસીને બોલ્યા, “નગર તો એનું એ જ છે, તું બદલાઈ ગયો છે !” જ્ઞાની બાહ્ય દુનિયાના કાર્યોમાં રો-પચ્યો ન રહે. તે અંદરમાં ઊતરી જાય. તેથી જ દુનિયાને એ નવી દૃષ્ટિથી જુવે. જીવનવ્યવહાર એ જ રીતે ચાલતો હોવા છતાં જ્ઞાન પરિણમ્યા પછી ભાવ બદલાઈ જાય છે. જીવનમાં થતી ક્રિયાઓને માત્ર જોવાનું અને એના પરથી આત્માને સુધારવાનું થાય છે. પણ એ ક્રિયાઓમાં ભળવાનું થતું નથી. એક સાધકને પૂછવામાં આવ્યું, “પહેલાં પણ તમે ખાતાં હતા, પીતા હતાં, આજે પણ એ બધું ચાલે છે. તો ફરક શું પડ્યો ?' સાધકે કહ્યું, “પહેલા એ બધું હું કર્તુત્વના ભાવથી આસક્તિપૂર્વક કરતો હતો. આજે એ બધું થયા કરે છે અને હું જોયા કરું છું.”

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 430