Book Title: Yogsar Part 02 Author(s): Ratnabodhivijay Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 8
________________ પ્રકાશકીય પદ્દમીયા' વૃત્તિ અને તેના ગુર્જર ભાવાનુવાદથી વિભૂષિત “યોગસાર' નામના આ ગ્રન્થરત્નનને પ્રકાશિત કરતાં આજે અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. પૂર્વેના કોઈ અજ્ઞાત મહાપુરુષે આ મૂળગ્રંથની રચના કરી છે. પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજશ્રી રત્નબોધિવિજયજીએ અનેક હસ્તલિખિત પ્રતોના આધારે આ મૂળગ્રંથનું સંશોધન કર્યું છે તથા મૂળગ્રંથના રહસ્યોને પ્રગટ કરનારી પમીયા વૃત્તિ નામની સરળ સંસ્કૃત ટીકા રચી છે. મુનિરાજશ્રીએ પમીયા વૃત્તિનો સરળ ગુજરાતી ભાવાનુવાદ પણ લખ્યો છે. આમ આ ગ્રંથના અભ્યાસ દ્વારા યોગસારનો સાંગોપાંગ અભ્યાસ થાય છે. અપૂર્વ શ્રુતસેવા કરવા બદલ મુનિરાજશ્રીની અમે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. પરમ પૂજ્ય શ્રીસીમન્વરજિનોપાસક આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના કૃપા-પ્રેરણા-માર્ગદર્શનથી અમારું ટ્રસ્ટ છેલ્લા પાંત્રીસ વર્ષથી જિનશાસનના સાતક્ષેત્રની ભક્તિ કરી રહ્યું છે. તેમાં પણ શ્રતોદ્ધારનું કાર્ય વિશેષ રીતે થઈ રહ્યું છે. આજ સુધીમાં પાંચસોથી વધુ શાસ્ત્રોનો સમુદ્ધાર અમારા ટ્રસ્ટ વડે થયો છે. આગળ પણ ઉત્તરોત્તર ચઢિયાતી શ્રુતસેવા કરી શકીએ એવી શ્રુતાધિષ્ઠાયિકા સરસ્વતીદેવીને પ્રાર્થના કરીએ છીએ. આ પુસ્તકનું સુંદર મુદ્રણકાર્ય કરનાર ભરત ગ્રાફિક્સવાળા ભરતભાઈ અને મહેન્દ્રભાઈને પણ આ પ્રસંગે ધન્યવાદ આપીએ છીએ. આ પુસ્તકનું આકર્ષક ટાઈટલ તૈયાર કરનાર મલ્ટી ગ્રાફિક્સવાળા મુકેશભાઈને પણ ધન્યવાદ આપીએ છીએ. આ ગ્રન્થરત્નના અભ્યાસ દ્વારા સહુ જીવો પોતાની મુક્તિને નિકટ બનાવે એ જ શુભાભિલાષા. લિ. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટના ટ્રસ્ટીગણ ચંદ્રકુમારભાઈ બી. જરીવાલા લલીતભાઈ કોઠારી પુંડરીકભાઈ એ. શાહ વિનયચંદ કોઠારીPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 430