________________
૨૮
આ દુરારાધ્ય મનને જે “ઠેકાણે” લાવે છે, સ્થિર એવા આત્મસ્થાનમાં જોડે છે, તે આ મનને સાધે છે, અને “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું.' આમ બહુ સમ દેશમાં આવ્યું જેમ છાયા સમાઈ જાય છે, તેમ સમત્વ પામી આત્મા સ્વભાવમાં આવે, એટલે મનનું સ્વરૂપ પણ જાય છે, અર્થાત્ ચિત્ત આત્મામાં લીનતારૂપ સમાધિ પામે છે.
“આવ્યું બહુ સમ દેશમાં, છાયા જાય સમાઈ આવે તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ”—શ્રીમદ્ રાજચંદ્રજી. II આ ગણિસમુચ્ચય શાસ્ત્રને અભિધેય વિષય.
૧. યોગદષ્ટિનું સામાન્ય દિગદર્શન “ચરમાવત્ત હો ચરમ કરણ તથા રે, ભવપરિણતિ પરિપાક;
દેષ ટળે ને દૃષ્ટિ ખૂલે ભલી રે, પ્રાપતિ પ્રવચન વાક”—શ્રી આનંદઘનજી.
આમ અત્રે પીઠિકારૂપે સામાન્યપણે, ગની વ્યાખ્યાની મીમાંસા કરી, હવે આપણે આ ગદષ્ટિસમુચ્ચય શાસ્ત્રના અભિધેય વિષય પર આવીએ આ ગ્રંથની આદિમાં જ ભૂમિકા રૂપે વેગનું ઉક્ત મેક્ષહેતુપણું ચરિતાર્થ કરતા એવા ઇચ્છાયેગ, શાસ્ત્ર અને સામર્થ્યોગનું પરમ હૃદયંગમ રસપ્રદ બધપ્રદ સ્વરૂપ કહ્યું છે. તેનું અત્ર પિષ્ટપષણ નહિં કરતાં સુજ્ઞ જિજ્ઞાસુને તે આખું ભૂમિકા પ્રકરણ (પૃ, ૧૨) અવેલેકવાની ભલામણ કરું છું. આ ઈચ્છાયેગાદિ ત્રયીને સીધેસીધો આશ્રય કર્યા વિના પણ વિશેષ કરીને તેમાંથી જ ઉદ્દભવ પામેલી આ આઠ ચોગદષ્ટિ અત્ર કહી છે. મિત્રા, તારા, બલા, દીકા, સ્થિર, કાંતા, પ્રભા, પરા. આ ગદષ્ટિના યથાર્થ નામ છે. જેમકે – સકલ જગત્ પ્રત્યે મિત્રી ભાવવાળી તે મિત્રા, ઈઆ ગદષ્યિના ભેદ કેમ પડે છે તે સમજવા માટે એઘદષ્ટિનું દષ્ટાંત રજૂ કર્યું છે.
સઘન અઘન દિન રયણિમાં, બાલ વિકલ ને અનેરા રે; અર્થ જુએ જેમ જૂજૂઆ, તેમ ઓઘ નજરના ફેરા રે.”—યે સક્ઝાય.
આમ એક જ લૌકિક દશ્યના દર્શનમાં પણ ચિત્ર બાહ્ય ઉપાધિભેદથી ક્ષયોપશમ પ્રમાણે જેમ ઓઘદૃષ્ટિના ભેદ પડે છે, તેમ પારલૌકિક પ્રમેયમાં પણ ક્ષપશમની વિચિત્રતાને કારણે જુદો જુદો પ્રતિપત્તિભેદ હોય છે, દષ્ટિભેદ-દર્શનભેદ હોય છે. જેમ કેમેરાને પડદો ( Diaphragm) ઓછેવત્તે ખુલે, તેમ દૃષ્ટિમર્યાદાનું ક્ષેત્ર ((Field of vision) વધઘટ થાય છે તે જ પ્રકારે જેવી ઉપશમની વધઘટ-તરતમતા હોય, જેટલું કર્મ આવરણ ખસ્યું હોય, કમને પડદો ખૂલ્ય હેય, તેટલું ઓછુંવત્તું દર્શન એગદષ્ટિવાળા પુરુષને થાય છે.