Book Title: Yogavatar Battrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan View full book textPage 8
________________ અન્વિત(અનુગત-સમ્બદ્ધ) એ નિરોધ અનુક્રમે વિતર્કન્વિત, વિચારાન્વિત, આનંદાન્વિત અને અસ્મિતાન્વિત કહેવાય છે. તેથી તે સ્વરૂપે સમ્પ્રજ્ઞાતસમાધિ-યોગ ચાર પ્રકારનો છે. જે ભાવનામાં સંશય, વિપર્યય અને અનધ્યવસાયાત્મક જ્ઞાનના અભાવપૂર્વક યથાર્થરૂપે ધ્યેય-ભાવ્યનું જ્ઞાન થાય છે; તે ભાવનાવિશેષ સમ્રજ્ઞાત છે. વિષયાંતરના પરિહારપૂર્વક કોઈ એક ધ્યેય-ભાવ્યનો ચિત્તમાં વારંવાર જે નિવેશ છે તેને ભાવના કહેવાય છે, જે ભાવ્યના ભેદથી વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતાથી અન્વિત બને છે. તે ચાર પ્રકારની ભાવનાથી સમ્પ્રજ્ઞાતયોગ ચાર પ્રકારનો છે. 'પાતગ્રલયોગસૂત્રમાં સૂ.નં. ૧-૧૭ થી જણાવ્યું છે કે વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતાત્મક સ્વરૂપના અનુગમથી તે નિરોધ સમ્પ્રજ્ઞાત કહેવાય છે. આને જ સવિકલ્પયોગ અથવા સવિકલ્પસમાધિ કહેવાય છે. વિતર્ક, વિચાર વગેરેનું સ્વરૂપ હવે પછી જણાવાશે. ૨૦-૨૫ વિતર્યાન્વિત સપ્રજ્ઞાતયોગનું સ્વરૂપ વર્ણવાય છેपूर्वापरानुसन्धानाच्छब्दोल्लेखाच्च भावना । महाभूतेन्द्रियार्थेषु, सविकल्पोऽन्यथापरः ॥२०-३॥ “પૃથ્વી વગેરે પાંચ મહાભૂતો અને ગંધાદિ પાંચ ઈન્દ્રિયાર્થોને વિશે પૂર્વાપરના અનુસંધાનથી અને શબ્દોના ઉલ્લેખથી જ્યારે ભાવના પ્રવર્તે છે, ત્યારે સવિકલ્પ-સવિતર્ક (વિતર્યાન્વિત) સમાધિયોગ હોય છે. અન્યથા તાદશPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62