Book Title: Yogavatar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 30
________________ છે. પરંતુ શુદ્ધનું ભાવ્યત્વ(ભાવનાવિષયત્વ) શક્ય ન હોય તો તાદશ ઉપાધિવિશિષ્ટનું પણ ભાવ્યત્વ શક્ય નથી. વિશેષણના સંબંધ વિના વૈશિષ્ટ્યનું નિર્વચન શક્ય નથી. તેથી સાડ્ખ્યાભિમત ગ્રહીતૃસમાપત્તિ માત્ર બોલવા માટે જ છે, તે વાસ્તવિક નથી. ।।૨૦-૧૫। તાત્ત્વિક સમાપત્તિ કઈ રીતે ઘટી શકે તે જણાવાય છે परमात्मसमापत्ति, जवात्मनि हि युज्यते । अभेदेन तथाध्यानादन्तरङ्गस्वशक्तितः ॥२० - १६॥ ‘‘પરમાત્માની સાથે જીવાત્માને પરમાત્મસ્વરૂપે અભેદ છે-એ રીતે અંતરઙ્ગશક્તિથી પરમાત્મસ્વરૂપે ધ્યાન ધરવાથી જીવાત્માને વિશે પરમાત્મસમાપત્તિ(પરમાત્માની સાથે એકરસાપત્તિ) ઘટે છે.'’-આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. એનો ભાવ સ્પષ્ટ છે કે જીવાત્મામાં પરમાત્મસ્વરૂપ પરિણમવાસ્વરૂપ પરમાત્મસમાપત્તિ સંસ્કૃત બને છે. અભેદપણે પરમાત્માનું ધ્યાન કરવાથી અર્થાત્ પરમાત્માનું જે સ્વરૂપ છે તે મારું પણ સ્વરૂપ છે... ઈત્યાદિ રીતે પરમાત્મસ્વરૂપે પરમાત્માનું ધ્યાન કરવાથી; પરમાત્મસ્વરૂપને પ્રગટ કરવાની જીવાત્મામાં જે ઉપાદાનસ્વરૂપ અંતરઙ્ગશક્તિ(સ્વરૂપયોગ્યતા) છે તેને લઈને જીવાત્મા પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. અર્થાત્ તે સ્વરૂપયોગ્યતા(અંતરઙ્ગશક્તિ) પરમાત્મસ્વરૂપ ફળમાં પરિણમે છે. શક્તિ(સ્વરૂપયોગ્યતા)થી સત્(વિદ્યમાન) વ્યક્તિ(ફલાત્મક વ્યક્તિ)રૂપે તેવા ૨૫

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62