Book Title: Yogavatar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 34
________________ “મિથ્યાત્વી, સમ્યત્વવંત અને કેવલજ્ઞાની અનુક્રમે મિશ્રગુણસ્થાનક સુધીના, ત્યાર બાદ ક્ષીણમોહગુણસ્થાનક સુધીના અને ત્યાર બાદ અયોગી ગુણસ્થાનક સુધીના આત્માઓ ક્રમશઃ બાહ્યાત્મા, અંતરાત્મા અને પરમાત્મા સ્વરૂપ છે-એમ બીજા કહે છે.'-આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે સામાન્યથી જે આત્માઓ મિથ્યાત્વી છે અને સભ્યત્વવત નથી એવા આત્માઓને અહીં બાહ્યાત્મા તરીકે વર્ણવ્યા છે, જે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ગુણસ્થાનક સુધી હોય છે. જે આત્માઓ સમત્વવંત છે અને કેવલજ્ઞાન પામ્યા નથી એવા આત્માઓને અહીં અંતરાત્મા તરીકે વર્ણવ્યા છે, જે ચોથા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધી હોય છે. કેવલજ્ઞાનને વરેલા આત્માઓ પરમાત્મા છે; જે છેલ્લાં બે ગુણસ્થાનક સુધી છે. આ ત્રણ પ્રકારની આત્માની દશાઓમાં જ્યારે બાહ્યાભદશા ચાલતી હોય છે ત્યારે અંતરાત્મા અને પરમાત્માની શક્તિ હોય છે. કારણ કે તે ત્રણેય દશાઓ એક જ દ્રવ્યને (એકાત્મદ્રવ્યને) આશ્રયીને છે. અંતરાત્મદશા જ્યારે ચાલતી હોય છે ત્યારે પરમાત્માની શક્તિ હોય છે, અને બાહ્યાત્માનું અસ્તિત્વ ભૂતપૂર્વનયથી હોય છે. વસ્તુ વર્તમાનમાં ન હોય પરંતુ તે ભૂતકાળમાં હતી, તેનો ઉપચાર વર્તમાનમાં ભૂતપૂર્વનયથી કરાય છે. પરમાત્મદશા જ્યારે હોય ત્યારે તો બાહ્યાત્મા અને અંતરાત્મા : એ બંન્નેનો યોગ ભૂતપૂર્વનયથી જ છે-આ પ્રમાણે બીજાઓ કહે છે. આ પૂર્વે સત્તરમા શ્લોકથી જણાવેલા ત્રણ આત્માઓ જુદા

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62