Book Title: Yogavatar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 53
________________ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ : આ યોગસૂત્રમાં (૨-૨૯) જણાવ્યા મુજબ આઠ યોગનાં અઙ્ગ છે. તે યોગનાં અડ્ડોને ઉપચારથી યોગ તરીકે જણાવ્યાં છે. એ એક એક અઙ્ગ વખતે અનુક્રમે મિત્રાદિ આઠ દૃષ્ટિમાંથી એક એક દૃષ્ટિ હોય છે. અર્થાદ્ યમસ્વરૂપ યોગ મિત્રાદષ્ટિમાનને હોય છે. તારાદિષ્ટ નિયમવાનને હોય છે. આ રીતે તે તે યોગના અઙવાળાને તે તે દૃષ્ટિ હોય છે. સાલમ્બનાદિધ્યાન-અધિકાર પ્રસÌ શ્રી ષોડશ પ્રકરણમાં(૧૪-૩) વર્ણવેલા ખેદ ઉદ્વેગ ક્ષેપ ઉત્થાન ભ્રાન્તિ અન્યમુદ્ રુણ્ અને આસઙ્ગ : આ આઠ યોગપ્રતિબંધક દોષો છે. એમાંથી ખેદનો પરિહાર કરનારને મિત્રાદષ્ટિ હોય છે. ઉદ્વેગનો પરિહાર કરનારને તારાદિષ્ટ હોય છે. એ રીતે યોગના અવરોધક તે તે દોષને દૂર કરવાથી ક્રમાનુસાર તે તે દૃષ્ટિ પ્રાપ્ત થતી હોય છે. આ રીતે શ્રી ષોડશકપ્રકરણમાં(૧૬-૧૪) વર્ણવેલા અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રુષા, શ્રવણ, બોધ, મીમાંસા, પરિશુદ્ધ પ્રતિપત્તિ અને પ્રવૃત્તિ : આ યોગને અનુકૂળ આઠ ગુણો છે. અદ્વેષાદિ તે તે ગુણમાં રહેલાને તે તે દિષ્ટ અનુક્રમે હોય છે. પ્રત્યેક દષ્ટિના વર્ણન વખતે યોગનાં તે તે અડ્ડો, પ્રતિબંધક દોષો અને સાધક ગુણોનું વર્ણન કરાશે. અહીં સામાન્યથી તેનું સ્વરૂપ નીચે જણાવ્યા મુજબ જાણવું. અહિંસાદિ પાંચ યમ છે. શૌચ સંતોષ તપ સ્વાધ્યાય અને ઈશ્વરનું ધ્યાન : આ પાંચ નિયમ છે. સુખકારક સ્થિર પદ્માસનાદિ, આસન છે. શ્વાસપ્રશ્વાસની સ્વાભાવિક ગતિનો ૪૮

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62