Page #1
--------------------------------------------------------------------------
________________
મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજી વિરચિત
યોગ્રાવતાર બત્રીશી
એક પરિશીલન
Lell.gel.m. Eldaquela.
8 LSINIS 8 દીવસતાવારીલિલી જલ્દી
Page #2
--------------------------------------------------------------------------
________________
મહામહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજા– વિરચિત‘દ્વાત્રિશત્-દ્વાત્રિંશિન' પ્રકરણાન્તર્ગત
યોગાવતાર બત્રીશી-એક પરિશીલન
૨૦
: પરિશીલન :
પૂ. પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ.આ.ભ.શ્રી.વિ. રામચન્દ્રસૂ મ.સા. ના પટ્ટાલંકાર પૂ. સ્વ. આ. ભ. શ્રી.વિ. મુક્તિચન્દ્રસૂ. મ. સા. ના શિષ્યરત્ન પૂ. સ્વ. આ. ભ. શ્રી. વિ. અમરગુપ્તસૂ. મ. સા. ના શિષ્યરત્ન પૂ. આ. ભ. શ્રી. વિ. ચન્દ્રગુપ્તસૂ. મ.
પ્રકાશન :
શ્રી અનેકાન્ત પ્રકાશન જૈન રીલીજીયસ ટ્રસ્ટ
: આર્થિક સહકાર : કુંદનમલજી ચુનીલાલજી હરજી : (રાજસ્થાન)
Page #3
--------------------------------------------------------------------------
________________
યોગાવતારબત્રીશી-એક પરિશીલન - ૨૦ આવૃત્તિ - પ્રથમ : પ્રકાશન : વિ. સં. ૨૦૬૦ નક્લ - ૧૦૦૦ શ્રી અનેકાન્ત પ્રકાશન- જેન રીલીજીયસ ટ્રસ્ટ
' : પ્રાપ્તિસ્થાન : ૧ શા. સૂર્યકાન્ત ચતુરલાલ જતીનભાઈ હેમચંદ શાહ મુ. પો. મુરબાડ (જિ. ઠાણે) કોમલ' છાપરીયાશેરી :
મહીધરપુરા, સુરત – ૩૯૫૦૦૩ મુકુંદભાઈ આર. શાહ વિજયકર કાંતિલાલ ઝવેરી ૫, નવરત્ન ફલેટ્સ
પ્રેમવર્ધક ફલેટ્સ નવા વિકાસગૃહ માર્ગ
નવા વિકાસગૃહ માર્ગ-પાલડી પાલડી- અમદાવાદ-૭
અમદાવાદ- ૩૮૦૦૦૭ પ્રમોદભાઈ છોટાલાલ શાહ . ૧૦૨, વોરા આશિષ, ૫. સોલીસીટર રોડ, મલાડ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૯૭.
: આર્થિક સહકાર : કુંદનમલ ચુનીલાલજી હિરજી : (રાજસ્થાન)
: મુદ્રણ વ્યવસ્થા :
'કુમાર ૨૦૩ કેન્ટ ગાર્ડન, જામલી ગલી, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૯૨. ફોન : ૩૧૦૭ ૮૫૪૦
Page #4
--------------------------------------------------------------------------
________________
પરિશીલનની પૂર્વે
યોગવિવેક' બત્રીશીમાં સ્વાભિમત યોગનું નિરૂપણ કરીને અન્યદર્શનકારોએ વર્ણવેલા યોગ; તે ક્યા યોગમાં સમાય છે આવી જિજ્ઞાસાને શાંત કરવા આ બત્રીશીમાં ‘યોગાવતાર’ જણાવાય છે. ચિત્તવૃત્તિઓના નિરોધને યોગ તરીકે વર્ણવીને પતલિ વગેરે યોગના જાણકારોએ સમ્પ્રજ્ઞાત અને અસપ્રજ્ઞાત : આ બે મુખ્ય ભેદો વર્ણવ્યા છે.
તેના અવાર ભેદોનું સ્વરૂપ, તેનું ફળ અને તેને પ્રાપ્ત કરવાના સામાન્ય ઉપાયો વગેરેના વર્ણન સાથે યોગીઓના ચિત્તની દશાદિનું વર્ણન; પાતંજલયોગસૂત્ર વગેરેમાં વિસ્તારથી કરેલું છે. એને અનુલક્ષીને પૂ. મહામહોપાધ્યાયજી મહારાજાએ આ બત્રીશીની શરૂઆતમાં ચૌદ શ્લોક દ્વારા ખૂબ જ સંક્ષેપથી વર્ણન કર્યું છે. ખૂબ જ સ્વસ્થ ચિત્તે એકાગ્રતાપૂર્વક તેનું અધ્યયન કરવાથી અન્યદર્શનના યોગના સ્વરૂપાદિનો ખ્યાલ આવી શકે છે.
મૌલિક આત્માદિના સ્વરૂપમાં જ મતભેદ હોવાથી ખરેખર તો તેમની જ માન્યતા મુજબ તેમણે જણાવેલી વાતો સદ્ગત થતી નથી. તેથી તેમની માન્યતા મુજબના યોગની વિચારણા કરવાનો કોઈ અર્થ નથી. પરંતુ યોગના જિજ્ઞાસુઓને જ્યાં પણ યોગની વાત સાંભળવા મળે એટલે તેનો સમાવેશ આપણે ત્યાં ક્યાં અને કઈ રીતે થઈ શકે તે અંગે જિજ્ઞાસા થતી હોય છે. તેને અનુસરીને પંદરમા શ્લોકથી યોગાવતારનો પ્રારંભ કરાયો છે.
અન્યાભિમત યોગનો યથાસંભવ સ્વાભિમત યોગમાં અવતરણ કરતાં ગ્રંથકારશ્રીએ સમાપત્તિનું વર્ણન વિશમા શ્લોકમાં પષ્ટ રીતે કર્યું છે. ત્યાર પછી અસમ્પ્રજ્ઞાતયોગનો સમાવેશ વૃત્તિસંક્ષય નામના યોગમાં જણાવીને તેના ફળ સ્વરૂપે પાપાકરણનિયમનું વર્ણન કર્યું છે, જે યોગનું વાસ્તવિક ફળ છે. એ નિયમના અભાવમાં યોગની પ્રવૃત્તિનું વસ્તુતઃ કોઈ ફળ નથી. દષ્ટાંતથી પાપાકરણનિયમની આવશ્યક્તા સમજાવીને અંતે મોક્ષની પ્રાપ્તિમાં તેનું મહત્વ સ્પષ્ટ કર્યું છે. તેને લઈને જ વૃત્તિસંક્ષયયોગ ઉપપન્ન બને છે...ઈત્યાદિ નિરૂપણ યોગના અર્થીઓ માટે અનુશીલન કરવા યોગ્ય છે. યોગશાસ્ત્ર અને
Page #5
--------------------------------------------------------------------------
________________
આપણું વર્તન : એ બંન્નેનો સંવાદ જ આપણા આત્માને પરમાત્મા બનાવી શકે છે એ સાધકે તો નહીં જ ભૂલવું જોઈએ.
આ રીતે અન્યદર્શનકારે જણાવેલા અને જૈનદર્શનમાં જણાવેલા યોગનું સ્વરૂપ એક હોય તો ભેદ કઈ રીતે પડે છે-આ શક્કાનું સમાધાન ચોવીશમા શ્લોકમાં જણાવ્યું છે. દશ્ય એક હોવા છતાં બાહ્યસંયોગો, દષ્ટાની સ્થિતિ અને સાધનની ક્ષતિ... વગેરે કારણે જેમ દશ્યમાં ભિન્નતા વર્તાય છે તેમ દર્શનોમાં પણ ભેદ પડે છે.. ઈત્યાદિ વર્ણન ખૂબ જ શ્રદ્ધાજનક છે. પચીસમા શ્લોકથી આ રીતે આઠ સદ્દષ્ટિઓના નિરૂપણનો પ્રારંભ થાય છે. તે તે દષ્ટિઓનું સ્વરૂપ, તે તે દષ્ટિમાં પ્રાપ્ત થતાં યોગનાં અડો, બાધક દોષની હાનિ અને સાધક ગુણની પ્રાપ્તિનું અહીં સામાન્યથી વર્ણન છે. સંક્ષેપથી આઠ દષ્ટિઓના જ્ઞાન માટે એ પૂરતું છે.
બત્રીશીના અંતિમ ભાગમાં દષ્ટિઓના સાપાય નિરપાય; પ્રતિપાતયુતા અને અપ્રતિપાતયુતા : આ રીતે બે બે ભેદ દર્શાવ્યા છે. એમાંનો આદ્ય ચાર દષ્ટિઓનો પ્રથમ ભેદ મિથ્યાદષ્ટિને હોય છે અને બીજો ભેદ ભિન્નગ્રંથિક જીવોને હોય છે-એ જણાવીને છેલ્લે મિથ્યાષ્ટિઓને સદ્દષ્ટિઓ કઈ રીતે હોય-એ શક્કાનું સમાધાન જણાવ્યું છે. મિથ્યાત્વની મંદતામાં પ્રથમ ચાર દષ્ટિઓ પણ આત્માને મોક્ષની સાથે જોડી આપે છે, તેથી તેને યોગદષ્ટિ કહેવાય છે. મિથ્યાદષ્ટિ-ગુણસ્થાનકે પણ નિસર્ગથી જ જેઓ ભદ્રમૂર્તિ, શાંત, મૃદુ, વિનીત અને સંતોષના સુખની પ્રધાનતાને માનનારા હોય છે તેઓ પરમાનંદના ભાજન બને છે-આ વાત છેલ્લા શ્લોકથી જણાવી છે.
અંતે આ રીતે પ્રથમ ગુણસ્થાનકની નૈસર્ગિક એ યોગ્યતાને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની આપણે પરમાનંદના ભાજન બની રહીએ.. એ જ એક અભ્યર્થના...
જૈન ઉપાશ્રય : પિંપળગામ
આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ (બસવંત) (જિ. નાસિક) ફાગણ સુદ ૩, સોમવાર તા. ૨૩-૨-૨૦૦૪
Page #6
--------------------------------------------------------------------------
________________
अथ प्रारभ्यते योगावतारद्वात्रिंशिका ।
આ પૂર્વેની યોગવિવેકબત્રીશીમાં વર્ણવેલા પોતાને માન્ય એવા યોગના ભેદોમાં અન્ય દર્શનકારોએ વર્ણવેલા તે તે યોગના પ્રકારોનો અવતાર(સમાવેશ) થયે છતે પોતાના માન્ય યોગપ્રકારો વ્યવસ્થિત બને છે. તેથી આ બત્રીશીથી યોગાવતાર જણાવાય છે. કહેવાનો આશય એ છે કે અન્યદર્શનકારોએ પણ ચિત્તવૃત્તિના નિરોધાદિને યોગના સ્વરૂપે વર્ણવીને તેના સમ્પ્રજ્ઞાતાદિ ભેદો વર્ણવ્યા છે. એનો ખ્યાલ આવવાથી મુમુક્ષુઓને અધ્યાત્માદિ યોગોમાં તેનો સમાવેશ ક્યાં થાય છે.... વગેરે જાણવાની ઈચ્છા થાય એ સમજી શકાય છે. મુમુક્ષુઓની તે તે જિજ્ઞાસાને તુમ કરવા આ બત્રીશીથી યોગાવતારનું નિરૂપણ કરાય છે
सम्प्रज्ञातोऽपरश्चेति, द्विधाऽन्यैरयमिष्यते । सम्यक् प्रज्ञायते येन, सम्प्रज्ञातः स उच्यते ॥२०-१॥
જૈનેતર દર્શનના અનુયાયી એવા પાતલોએ સમ્પ્રજ્ઞાત અને અસપ્રજ્ઞાત ભેદથી યોગને બે પ્રકારનો માન્યો છે. જેના વડે સારી રીતે ભાવ્ય(ભાવિત બનાવવા માટે યોગ્ય) પદાર્થો જણાય છે તેને સમ્પ્રજ્ઞાતયોગ કહેવાય છે.” આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે પાતરાલોની માન્યતા મુજબ સપ્રજ્ઞાત અને અસપ્રજ્ઞાત ભેદથી યોગ બે પ્રકારનો છે. સારી રીતે સંશય, વિપર્યય અને અનધ્યવસાયથી રહિતપણે ભાવ્યનું જેના વડે જ્ઞાન થાય છે, તેને સમ્પ્રજ્ઞાતયોગ કહેવાય છે. “આ પુરુષ છે કે સ્થાણુ હૂંઠું) છે.... ઈત્યાદિ સ્વરૂપ
Page #7
--------------------------------------------------------------------------
________________
સંશય છે. શુક્તિ(છીપ)માં રજતનું જે જ્ઞાન થાય છે તે વિપર્યય છે અને રસ્તે જતી વખતે પગે અડતી વસ્તુ વગેરેનું જે અસ્પષ્ટ જ્ઞાન થાય છે તે અનધ્યવસાય છે.
ગ્રાહ્ય પૃથ્વી પાણી વગેરે અને ગન્ધ રૂપ રસ વગેરે; ગ્રહણ જ્ઞાનેન્દ્રિય તેમ જ કર્મેન્દ્રિય વગેરે અને ગ્રહીતા આત્મા વગેરે ત્રણ પ્રકારના ભાવ્ય(ધ્યેય-ધ્યાનના વિષય) છે. સંશય, વિપર્યય અને અનધ્યવસાયથી ભિન્ન એવું નિશ્ચયાત્મક, ભાવ્યનું પ્રકૃષ્ટજ્ઞાન, જે યોગથી થાય છે તેને સમ્પ્રજ્ઞાતયોગ કહેવાય છે. સામાન્ય રીતે ધ્યેયભૂત વિષયને ભાવ્ય કહેવાય છે. જેનું ધ્યાન કરાય છે; તેને ધ્યેય કહેવાય છે. ગ્રાહ્યાદિ ભાવ્ય સ્વરૂપનું પ્રકર્ષથી સંશયાદિથી રહિતપણે જે યોગથી જ્ઞાન થાય છે તે સમ્પ્રજ્ઞાતયોગ છે. કોઈ પણ વસ્તુનું તેવા પ્રકારનું વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન કરવું હોય તો તે વિષયના સ્વરૂપનું ધ્યાન આવશ્યક છે-એ સમજી શકાય છે. ૨૦-૧||
સમ્પ્રજ્ઞાતસમાધિ-યોગના પ્રકાર જણાવાય છેवितर्केण विचारेणानन्देनास्मितयान्वितः । भाव्यस्य भावनाभेदात्, सम्प्रज्ञातश्चतुर्विधः ॥ २०-२॥
‘ભાવ્યની ભાવનાના ભેદથી વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતાથી યુક્ત એવો સમ્પ્રજ્ઞાતયોગ ચાર પ્રકારનો છે.’’ આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પાતઝલદર્શનની માન્યતા મુજબ ચિત્તવૃત્તિઓનો નિરોધ યોગ છે. વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતાથી
૨
Page #8
--------------------------------------------------------------------------
________________
અન્વિત(અનુગત-સમ્બદ્ધ) એ નિરોધ અનુક્રમે વિતર્કન્વિત, વિચારાન્વિત, આનંદાન્વિત અને અસ્મિતાન્વિત કહેવાય છે. તેથી તે સ્વરૂપે સમ્પ્રજ્ઞાતસમાધિ-યોગ ચાર પ્રકારનો છે. જે ભાવનામાં સંશય, વિપર્યય અને અનધ્યવસાયાત્મક જ્ઞાનના અભાવપૂર્વક યથાર્થરૂપે ધ્યેય-ભાવ્યનું જ્ઞાન થાય છે; તે ભાવનાવિશેષ સમ્રજ્ઞાત છે. વિષયાંતરના પરિહારપૂર્વક કોઈ એક ધ્યેય-ભાવ્યનો ચિત્તમાં વારંવાર જે નિવેશ છે તેને ભાવના કહેવાય છે, જે ભાવ્યના ભેદથી વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતાથી અન્વિત બને છે. તે ચાર પ્રકારની ભાવનાથી સમ્પ્રજ્ઞાતયોગ ચાર પ્રકારનો છે. 'પાતગ્રલયોગસૂત્રમાં સૂ.નં. ૧-૧૭ થી જણાવ્યું છે કે વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતાત્મક સ્વરૂપના અનુગમથી તે નિરોધ સમ્પ્રજ્ઞાત કહેવાય છે. આને જ સવિકલ્પયોગ અથવા સવિકલ્પસમાધિ કહેવાય છે. વિતર્ક, વિચાર વગેરેનું સ્વરૂપ હવે પછી જણાવાશે.
૨૦-૨૫
વિતર્યાન્વિત સપ્રજ્ઞાતયોગનું સ્વરૂપ વર્ણવાય છેपूर्वापरानुसन्धानाच्छब्दोल्लेखाच्च भावना । महाभूतेन्द्रियार्थेषु, सविकल्पोऽन्यथापरः ॥२०-३॥
“પૃથ્વી વગેરે પાંચ મહાભૂતો અને ગંધાદિ પાંચ ઈન્દ્રિયાર્થોને વિશે પૂર્વાપરના અનુસંધાનથી અને શબ્દોના ઉલ્લેખથી જ્યારે ભાવના પ્રવર્તે છે, ત્યારે સવિકલ્પ-સવિતર્ક (વિતર્યાન્વિત) સમાધિયોગ હોય છે. અન્યથા તાદશ
Page #9
--------------------------------------------------------------------------
________________
શબ્દોના ઉલ્લેખથી શૂન્ય ભાવના પ્રવર્તે છે; ત્યારે નિર્વિકલ્પનિર્વિતર્કસમાધિં હોય છે.” આ પ્રમાણે ત્રીજા લોકનો સામાન્યર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વાપર અર્થના અનુસંધાન(સ્મરણ)થી શબ્દ અને અર્થના સંબંધને લઈને જ્યારે પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશ : આ પાંચ મહાભૂતો સ્વરૂપ સ્થૂલ વિષયમાં ભાવના-ધ્યાન પ્રવર્તે છે, ત્યારે સવિતર્કસમાધિયોગ હોય છે. સામે ઘટ પડેલો હોય ત્યારે આને શું કહેવાય ? આ શું છે ? અને અહીં શું જાણ્યું?આ ત્રણેય પ્રશ્નોના જવાબમાં ઘટ’ આવો એકાકાર ઉત્તર પ્રાપ્ત થતો હોય છે, જેને શબ્દ, અર્થ અને જ્ઞાનની એકરૂપતાની પ્રતીતિ કહેવાય છે. એમાં પૂર્વાપર અર્થનું અનુસંધાન અવશ્ય હોય છે. શબ્દ, અર્થ અને જ્ઞાન સ્વરૂપ વિકલ્પોથી સંકીર્ણ(એકમેક) આ સમાધિને સવિતર્કસમાધિ કહેવાય છે. જ્યારે પૂર્વાપરઅર્થના અનુસંધાનથી શબ્દાર્થના ઉલ્લેખનો અભાવ હોય ત્યારે માત્ર ઘટાદિસ્વરૂપ મહાભૂતોના અર્થનિર્માસથી યુક્ત સમાધિ નિર્વિતર્ક મનાય છે.
સ્થૂલ મહાભૂતો અને સૂક્ષ્મ ગંધાદિ પચતન્માવા ગ્રાહ્ય છે. તેના વિષયવાળી સમાધિને ગ્રાહ્યસમાધિ કહેવાય છે. સ્થૂલવિષયક ગ્રાહ્મસમાધિ વિતકનુગત છે, જે ઉપર જણાવ્યા મુજબ સવિકલ્પ અને નિર્વિકલ્પ યોગ સ્વરૂપ છે. સામાન્ય રીતે કોઈ પણ લક્ષ્યવેધી પહેલાં સ્થૂલ લક્ષ્યને વીંધવા માટે તેની પ્રત્યે ધ્યાન આપે છે અને ત્યાર પછી સૂક્ષ્મ લક્ષ્યને વધવા માટે તેની પ્રત્યે ધ્યાન આપે છે. તેમ અહીં પણ સ્કૂલ અને સૂક્ષ્મ વિષયમાં અનુક્રમે ભાવના
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રવર્તે છે... ઈત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું.
૨૦-૩
વિચારાન્વિતસમાધિનું(સપ્રજ્ઞાતયોગનું) નિરૂપણ કરાય છેतन्मात्रान्तःकरणयोः, सूक्ष्मयो र्भावना पुनः । दिक्कालधर्मावच्छेदात्, सविचारोऽन्यथापरः ॥२०-४॥
દેશ અને કાળને લઈને સૂક્ષ્મ એવા ગંધાદિતન્માત્રા અને અન્તઃકરણના વિષયમાં જે ભાવના(ધ્યાનવિશેષ) છે; તેને સવિચારસમાધિયોગ કહેવાય છે. અન્યથા દેશ-કાળને આશ્રયીને ન પ્રવર્તતી ભાવનામાં જ્યારે માત્ર ધર્મી જ (પતન્માત્રા અને અન્તઃકરણ જ) ભાસે છે, ત્યારે એ જ સમાધિને “નિર્વિચારસમાધિયોગ” કહેવાય છે.”-આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે.
એનો આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ ગ્રાહ્ય સ્થૂલ અને સૂક્ષ્મ ભેદથી બે પ્રકારના છે. સ્થૂલ ગ્રાહ્યભાવ્યને વિષય બનાવીને જ્યારે ભાવના પ્રવર્તે છે ત્યારે વિતર્યાનુગતસમાધિ હોય છે. પરંતુ સૂક્ષ્મ ગ્રાહ્યને વિષય બનાવીને પ્રવર્તતી ભાવના હોય ત્યારે વિચારાનુગતસમાધિ હોય છે, જેના વિચાર અને નિર્વિચાર : એમ બે ભેદ છે. પૃથ્વી વગેરેના સૂક્ષ્મ પરમાણુ; ગંધાદિ પચતન્માત્રા અને સાખ્યદર્શનપ્રસિદ્ધ મહત્તત્ત્વ સ્વરૂપ અંત:કરણ સૂક્ષ્મ ગ્રાહ્ય છે. તેના ધ્યાન વખતે ઊધ્વદિ દેશ તેમ જ વર્તમાનાદિ કાળને આશ્રયીને જે ભાવના પ્રવર્તે છે, તે સવિચારસમાધિ
Page #11
--------------------------------------------------------------------------
________________
છે. અન્યથા સૂક્ષ્મ ગ્રાહ્યના વિષયમાં જ જ્યારે દેશ કે કાળના અવચ્છેદ વિના માત્ર સૂક્ષ્મ ધર્મીનો જ અવભાસ કરાય છે ત્યારે નિર્વિચારસમાધિ હોય છે. સ્થૂલ મહાભૂતોના કારણભૂત જે પંચતન્માત્રાદિ છે; તે સૂક્ષ્મગ્રાહ્ય છે. તે તે દેશ-કાળને આશ્રયીને સૂક્ષ્મ ગ્રાહ્યની ભાવનાને સવિચારસમાધિયોગ કહેવાય છે... ઈત્યાદિ અન્યત્ર અનુસન્ધેય છે. આથી વિશેષ હવે પછીના શ્લોકોથી સ્પષ્ટ કરાશે.
||૨૦-૪૫
આનંદાનુગત સમ્પ્રજ્ઞાતયોગનું સ્વરૂપ વર્ણવાય છેयदा रजस्तमोलेशानुविद्धं भाव्यते मनः । तदा भाव्यसुखोद्रेकाच्चिच्छक्ते गुणभावतः || २०-५ ॥
“જ્યારે રજોગુણ અને તમોગુણના લેશથી(અંશથી) અનુવિદ્ધ(સમ્બદ્ધ-વ્યાસ) એવા મનનું ધ્યાન(ભાવના) થાય છે; ત્યારે ભાવ્ય(ધ્યેય-ભાવનાનો વિષય)સ્વરૂપ સુખના ઉદ્રેક(આધિય)થી ચિત્રક્તિની ગૌણતાના કારણે સાનંદસમાધિયોગ થાય છે.’’-આ પ્રમાણે સાનન્તોડગૈવ... ઈત્યાદિ શ્લોકમાંના(છઠ્ઠા શ્લોકમાંના) સાનન્ત પદના સંબંધથી પાંચમા શ્લોકનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે સમ્પ્રજ્ઞાતયોગના ત્રીજા આનંદાનુગત-સાનંદ પ્રકારનું આ શ્લોકથી વર્ણન કરાયું છે. ગ્રહણસમાધિસ્વરૂપ આ યોગ છે. આનો વિષય, ગ્રહણ સ્વરૂપ મન અને ઈન્દ્રિયો છે. સામાન્ય રીતે મનના વિષયને આશ્રયીને અહીં સાનયોગનું સ્વરૂપ દર્શાવ્યું છે. સાંખ્યાદિ
Page #12
--------------------------------------------------------------------------
________________
દર્શનપ્રસિદ્ધ અંત:કરણતત્ત્વસ્વરૂપ મન છે; જે જ્ઞાનનું સાધન છે, ચિશક્તિથી અન્વિત છે. સત્વ, રજસ્ અને તમોગુણમાંના રજોગુણ અને તમોગુણની અત્યંત અલ્પતાથી અનુવિદ્ધ એવા મનની જ્યારે ભાવના પ્રવર્તે છે ત્યારે ભાવનાના વિષયભૂત મન; સુખસ્વરૂપ અર્થાત્ સુખપ્રકાશ(જ્ઞાન)સ્વરૂપ સત્ત્વગુણથી પરિપૂર્ણ-ઉદ્રિત હોય છે. તેથી તે વખતે ચિક્તિની અનુદ્રિષ્નાવસ્થાને લઈને સુખાનુભવસ્વરૂપ સાનંદસમાધિ હોય છે. તે વખતે સુખનું જ્ઞાન હોવા છતાં સુખનું પ્રાધાન્ય અને જ્ઞાનનું અપ્રાધાન્ય વર્તાય છે... એ સમજી શકાય છે. ૨૦-પા
સાનન્દસમાધિ વખતે યોગીઓનું જ સ્વરૂપ હોય છે તે વર્ણવાય છેसानन्दोऽत्रैव भण्यन्ते, विदेहा बद्धवृत्तयः । देहाहङ्कारविगमात्, प्रधानपुमदर्शिनः ॥२०-६॥
“આ સાનંદસમાધિમાં જ જેમનું ચિત્ત લીન બન્યું છે; તે યોગીજનોના દેહાહારની નિવૃત્તિ થવાથી તેઓને વિદેહ કહેવાય છે. જેઓ પ્રધાન અને પુરુષતત્ત્વના વિભાવક હોતા નથી.'-આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. આ શ્લોકમાંના સાનઃ આ પદનો સંબંધ પાંચમા શ્લોકમાં છે. ત્યાં એ પ્રમાણે અર્થ કર્યો છે.
કહેવાનો આશય એ છે કે સાનંદસમાધિમાં ભાવ્ય મન છે. તે સમાધિમાં ચિત્ત લીન થવાથી મનમાં જ લય પામવાના કારણે યોગીના શરીરાહટ્ટારનો વિગમ થાય છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
અનાત્મભૂત શરીરમાં અહટ્ટાર(આત્મત્વ)નો વિગમ થવાથી બાહ્ય વિષયોની પ્રત્યેના આવેશની નિવૃત્તિ થાય છે. પરંતુ આ સાનંદસમાધિમાં(ગ્રહણસમાધિમાં) લીન થવાથી ગ્રહીત પ્રધાન-પુરુષ વગેરે તત્ત્વોનું વિભાજન અહીં હોતું નથી. અનાત્મભૂત શરીરનો અધ્યાસ ન હોવાથી અહીં યોગીને વિદેહ કહેવાય છે. ધ્યાતા ધ્યેયાકાર પરિણત બની જ્યારે તેમાં જ બદ્ધવૃત્તિવાળો બને ત્યારે તેનાથી અતિરિક્તનું વિભાવન કરી શકતો નથી-એ સમજી શકાય છે. સામાન્ય રીતે જે માણસ ભૂત અથવા ઈન્દ્રિયોમાંથી કોઈ પદાર્થમાં આત્મત્વની ભાવના કરી તેનું જ સમાધિમાં આલંબન કરી તેનું જ ધ્યાન કરે છે ત્યારે તે વિદેહ કહેવાય છે. કારણ કે તે દેહપાત પછી ભૂત અથવા ઈન્દ્રિયોમાં લીન હોવાથી તે દેહરહિત થાય છે. જ્યાં સુધી તેઓ એ રીતે ધ્યેયમાં લીન રહે છે ત્યાં સુધી તેમની વૃત્તિઓ વિરુદ્ધ રહે છે. ગ્રાહ્ય અને ગ્રહીતૃ(પૃથ્યાદિ વિષયો અને પુરુષોનું ધ્યાન આ સાનંદસમાધિ વખતે હોતું નથી, જે પ્રધાનપુર્શિન. આ પદથી જણાવ્યું છે. ૨૦-.
કોઈ પદાર્થમાં
તેનું જ સમાધિ
નું જ ધ્યાન કરે
અસ્મિતાનુગત સપ્રજ્ઞાતયોગનું નિરૂપણ કરાય છેसत्त्वं रजस्तमोलेशानाक्रान्तं यत्र भाव्यते । स सास्मितोऽत्र चिच्छक्तिसत्त्वयो मुख्यगौणता ॥२०-७॥
“રજોગુણ અને તમોગુણના લેશ(અંશ)થી અનાકાન્ત (રહિત) એવા સત્ત્વનું જ્યાં પરિભાવન છે; તે સાસ્મિત (અસ્મિતાનુગત) સપ્રજ્ઞાતયોગ(સમાધિ) છે. અહીં
Page #14
--------------------------------------------------------------------------
________________
ચિસ્કૃતિનું પ્રાધાન્ય હોય છે અને સત્ત્વનું અપ્રાધાન્ય (ગૌણત્વો હોય છે.” આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે અસ્મિતાનુગતસમાધિમાં સાધક સત્ત્વનું પરિભાવન કરે છે. રજોગુણ અને તમોગુણનો લેશ પણ તેમાં ન હોવાથી શુદ્ધસત્ત્વનું અહીં પરિભાવન હોય છે. ગ્રાહ્ય અને ગ્રહણ વિષયથી અનનુગત આ યોગમાં માત્ર ગ્રહીતુ વિષય હોય છે. અહટ્ટાર, પ્રકૃતિ અને અહટ્ટારોપાધિક પુરુષથી અનુગત આ સમાધિને સાસ્મિત એટલે કે અસ્મિતાનુગતસમાધિ કહેવાય છે. પૂર્વ પૂર્વ સમાધિમાં ઉત્તર ઉત્તર સમાધિનો વિષય અનુગત હોય છે. પરંતુ ઉત્તરોત્તર સમાધિમાં પૂર્વપૂર્વ સમાધિનો વિષય અનુગત હોતો નથી. સ્થૂલ ગ્રાહ્ય, સૂક્ષ્મગ્રાહ્ય, ગ્રહણ અને ગ્રહીતુ : આ ચાર વિષયથી અનુગત વિતર્કસમ્પ્રજ્ઞાતયોગ છે. ત્યાર પછી પૂર્વપૂર્ણવિષયથી અનનુગત ઉત્તરોત્તર ત્રણ બે અને એક વિષયથી અનુગત અનુક્રમે વિચાર, આનંદ અને અસ્મિતાથી અન્વિત સપ્રજ્ઞાતયોગ હોય છે... ઈત્યાદિ પાતગ્રલયોગસૂત્રના અનુસંધાનથી સમજી લેવું જોઈએ. સમાધિની વિશિષ્ટતા તેના વિષયની સૂક્ષ્મતાને લઈને છેએ સમજી શકાય છે.
અસ્મિતાનુગતસમાધિમાં ચિન્શક્તિ(દશક્તિ, પુરુષ, આત્મા) મુખ્ય છે અને શુદ્ધસત્વ ગૌણ છે. ભાવ્ય(ધ્યેય) શુદ્ધસત્વ ગૌણ થવાથી અને ચિત્નતિની ઉદ્દિફત અવસ્થાના કારણે ભાવ્યના બીજા કોઈ પણ ધર્મની ભાવનાને છોડીને માત્ર સત્તાનો પ્રતિભાસ હોવાથી આ સમાધિમાં સાસ્મિતત્વ(અસ્મિતા) સદ્ગત બને છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
આનન્દાનુગતસમાધિમાં સત્ત્વ(અહટ્ટાર)નું પરિભાવન હોય છે અને અસ્મિતાનુગતસમાધિમાં પણ સત્ત્વનું પરિભાવન હોય છે. તેથી અહટ્ટાર(સાનંદસમાધિ) અને અસ્મિતા(સાસ્મિતસમાધિ) : એ બન્નેમાં કોઈ ભેદ નહીં રહે.”આ શડ્ડા કરવી ના જોઈએ. કારણ કે જ્યાં હું અંતઃકરણ છું આ પ્રમાણે વિષય-સત્ત્વનું વેદના થાય છે ત્યાં સાનંદસમાધિ છે. અર્થાત્ તેનો વિષય અહટ્ટાર છે અને જ્યાં પ્રતિલોમ(પાનુપૂર્વી) પરિણામથી પ્રકૃતિના વિકારભૂત ચિત્ત પ્રકૃતિમાં લીન થયે છતે માત્ર સત્તારૂપે(અસ્મિરૂપે) પ્રતીત થાય છે ત્યાં સાસ્મિતસમાધિની વિષયભૂત અસ્મિતા છે.. ઈત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઈએ. તે તે કાર્યનું પોતાના તે તે કારણમાં લીન વિલીન) થવા સ્વરૂપ પરિણામને પ્રતિલોમ પરિણામ કહેવાય છે. ૨૦-ળા.
અસ્મિતાનુગતસમાધિ વખતે યોગીઓનું જે સ્વરૂપ થાય છે તેનું વર્ણન કરાય છે
अत्रैव कृततोषा ये, परमात्मानवेक्षिणः । चित्ते गते ते प्रकृतिलया हि प्रकृतौ लयम् ॥२०-८॥
“આ અસ્મિતાનુગતસમાધિમાં જ જેઓ સંતુષ્ટ થયા છે તે પરમાત્મતત્ત્વને નહિ જોનારા, પ્રકૃતિમાં ચિત્ત લય પામે છતે પ્રકૃતિલય” તરીકે કહેવાય છે.'... આ પ્રમાણે આઠમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે આ અસ્મિતાનુગતસમાધિમાં ગ્રહીતૃસમાપત્તિનું પરિભાસન છે. ગ્રાહ્ય અને ગ્રહણ સમાપત્તિના વિષયની અપેક્ષાએ
Page #16
--------------------------------------------------------------------------
________________
ગ્રહીતૃસમાપત્તિના વિષયની સૂક્ષ્મતા છે. સ્થૂલ વિષયોના પરિભાવન પછી ક્રમે કરીને સૂક્ષ્મ સૂક્ષ્મતરાદિ વિષયોનું પરિભાવન થતું હોય છે : એ વસ્તુ સમજી શકાય છે. પાંચ મહાભૂતો(પૃથ્વી પાણી... વગેરે), ગંધાદિ પાંચ તન્માત્રાઓ અને અહંકારાદિનું પરિભાવન સાનંદસમાધિમાં થયા પછી, સાસ્મિતસમાધિમાં પ્રતિલોમ(સ્કૂલથી સૂક્ષ્મમાં જવા સ્વરૂપ) પરિણામથી અહઙ્ગાર, પ્રકૃતિ અને અહહ્વારોપાધિક પુરુષનું પરિભાવન હોય છે.
આ અવસ્થામાં જ્યારે સાધક તેમાં જ સંતોષ માની પ્રકૃતિમાં લીન બને છે; ત્યારે ચિત્ત પ્રકૃતિમાં લય પામે છે. આ વખતે નિરુપાધિક શુદ્ધ પુરુષનું પરિભાવન ન હોવાથી સાધક પરમપુરુષને જોતો નથી. તેથી આ અવસ્થામાં રહેલા સાધકને ‘પ્રકૃતિવ' કહેવાય છે. પરમપુરુષાદર્શી અવસ્થા હોવા છતાં અહીં સાધક; પરમપુરુષદર્શી અવસ્થાની ખૂબ જ પાસેની અવસ્થાનો અનુભવ કરે છે. આવી અવસ્થામાં લાખ મન્વંતર સુધી સાધકની સ્થિતિ માની છે. ૪૩ લાખ ૨૦ હજાર વર્ષના ચાર યુગ થાય છે અને ૨૫,૫૬૫ યુગચતુષ્ટયનું એક મન્વંતર થાય છે. (૪૩,૨૦,૦૦૦ x ૨૫,૫૬૫ × ૧,૦૦,૦૦૦ = લાખ મન્વન્તર) આટલા કાળ સુધી સમાધિમાં રહ્યા પછી પણ યોગીના સંસારનો અંત આવતો નથી. એ સમાધિકાળ પછી યોગી ફરીથી સંસારમાં(બાહ્યભાવમાં) આવે છે... ઈત્યાદિ તેના જ્ઞાતાઓ પાસેથી સમજી લેવું જોઈએ.
1120-611
૧૧
Page #17
--------------------------------------------------------------------------
________________
ચાર પ્રકારના ઉપર જણાવેલા સમાધિઓના વિષયનો વિભાગ જણાવાય છે
गृहीतृग्रहणग्राह्यसमापत्तित्रयं किल । अत्र सास्मितसानन्दनिर्विचारान्तविश्रमम् ॥२०-९॥
અહીં ગ્રહીતૃગૃહીતુ), ગ્રહણ અને ગ્રાહ્ય સમાપત્તિ અનુક્રમે સાસ્મિત, સાનન્દ અને નિર્વિચાર સમાધિના અંતમાં વિશ્રાંત હોય છે.”-આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. એનો આશય લગભગ આ પૂર્વે જ વર્ણવ્યો છે. સાસ્મિતસમાધિના અંતે પરમપુરુષને જાણીને વિવેકખ્યાતિ(પ્રકૃતિથી સર્વથા ભિન્ન પુરુષ છે... ઈત્યાદાકારક જ્ઞાન)થી યુક્ત એવી ભાવનામાં ગ્રહીતૃસમાપત્તિ વિરામ પામે છે, આનંદાનુગતસમાધિના અંતે ગ્રહણ સમાપત્તિ વિરામ પામે છે અને નિર્વિચારસમાધિના અંતે ગ્રાહ્યસમાપત્તિ વિશ્રાંત થાય છે. અર્થા ઉત્તરોત્તર સમાધિ વખતે તે તે (ગ્રાહ્યાદિ) સમાપત્તિ હોતી નથી. ૨૦-૯ો.
સમાપત્તિનું સ્વરૂપ વર્ણવાય છેमणेरिवाभिजातस्य, क्षीणवृत्तेरसंशयम् । तास्थ्यात्तदञ्जनत्वाच्च, समापत्तिः प्रकीर्तिता ॥२०-१०॥
“જાત્ય સ્ફટિકાદિરત્નની જેમ ક્ષીણ થયેલી છે વૃત્તિઓ જેની એવા ચિત્તની એકાગ્રતાના કારણે અને તન્મયતાના કારણે ભાવ્ય-વિષયની સાથે એકરૂપતા થવાથી સમાપત્તિ થાય છે.”-આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્ય રીતે ચિત્તની વિષયાકાર પરિણતિને સમાપત્તિ કહેવાય છે. ચિત્ત ગૌણ થયે છતે ભાવ્યમાન (જેનું પરિભાવન કરાય છે તે) વિષયના (ગ્રાહ્યાદિ) આકારની સાથે ચિત્ત એકરૂપ થવાથી સમાપત્તિનો આવિર્ભાવ થાય છે.
આ વસ્તુને જણાવતાં યોગસૂત્રમાં જણાવ્યું છે કે'क्षीणवृत्तेरभिजातस्येव मणे ग्रहीतृग्रहणग्राह्येषु तत्स्थतदञ्जनता સમાપત્તિ:' -જશા જાત્ય એવા મણિની જેમ નિર્મળ એવા ચિત્તની, ગ્રહીત ગ્રહણ અને ગ્રાહ્ય એવા વિષયોને વિશે જે એકાગ્રસ્થિતિ સ્વરૂપ વિષયાકારતા છે તેને સમાપત્તિ કહેવાય છે. એનું તાત્પર્ય એ છે કે જેમ નિર્મલસ્ફટિકમાં તે તે રૂપાશ્રય જપાપુષ્પાદિના સન્નિધાનને લઈને તે તે આકાર સ્વરૂપ પ્રતિભાસિત થાય છે તેમ નિર્મળ એવું ચિત્તસત્ત્વ(સાત્ત્વિકચિત્ત), તેના પરિભાવનીય વિષયોના આકાર જેવા આકારને પ્રાપ્ત કરે છે. તેવા પ્રકારની ચિત્તપરિણતિ અહીં સમાપત્તિ છે. અહીં સૂત્રમાં જોકે ગ્રહીત, ગ્રહણ અને ગ્રાહ્ય એ રીતનો વિષયકમ જણાવ્યો હોવાથી સમાપત્તિનો પણ કમ એવો જ જણાય છે; પરંતુ સમાપત્તિના સાધકની ભૂમિકા(યોગ્યતા) મુજબ એ ક્રમમાં વ્યત્યય(વૈપરીત્ય) સમજવો જોઈએ. કારણ કે પ્રથમ સ્થૂલ અને સૂક્ષ્મ પાંચ ભૂતાદિસ્વરૂપ ગ્રાહ્મનિષ્ઠ સમાધિ હોય છે. ત્યાર બાદ ગ્રહણ-ઈન્દ્રિયાદિનિષ્ઠ સમાધિ હોય છે અને અંતે અસ્મિતાન્વિત પુરુષાદિનિષ્ઠ(અહટ્ટારોપાધિક પુરુષાદિનિષ્ઠ) ગ્રહીતસમાધિ હોય છે. નિરુપાધિક કેવલશુદ્ધ પુરુષનું પરિભાવને સંભવિત નથી... ઈત્યાદિ
Page #19
--------------------------------------------------------------------------
________________
યોગસૂત્રથી જાણી લેવું જોઈએ. ૨૦-૧ના
ગ્રાહ્મસમાપત્તિના પ્રકાર જણાવાય છેसङ्कीर्णा सा च शब्दार्थज्ञानैरपि विकल्पतः । सवितर्का परैर्भेदैर्भवतीत्थं चतुर्विधा ॥२०-११॥
શબ્દ, અર્થ અને જ્ઞાનથી વિકલ્પને આશ્રયીને પણ સદ્દીર્ણસમાપત્તિને સવિતર્કસમાપત્તિ કહેવાય છે. આ રીતે બીજા(આગળ વર્ણવવામાં આવશે તે) પ્રકારો સાથે આ સમાપત્તિ(ગ્રાહ્યસમાપત્તિ) ચાર પ્રકારની છે.” આ પ્રમાણે અગિયારમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે શબ્દ અર્થ અને જ્ઞાનથી જે વિકલ્પ થાય છે, તેને લઈને પણ જે સમાપત્તિ સંકીર્ણ હોય છે, તેને સવિતર્કસમાપત્તિ કહેવાય છે. યોગસૂત્રમાં પણ એ મુજબ જણાવ્યું છે કે શબ્દ અર્થ જ્ઞાન વિકલ્પથી સક્કીર્ણ એવી સમાપત્તિને સવિતર્કસમાપત્તિ કહેવાય છે.
તેમાં શ્રવણેન્દ્રિયથી જેનું ગ્રહણ થાય છે, તે શબ્દ છે; જે સર્વવિદિત છે. અથવા વર્ણ, પદ અને વાક્ય વગેરેથી અભિવ્યગ્ય એવો સ્ફોટસ્વરૂપ શબ્દ છે. તેના અભિવ્યગ્રક વર્ણાદિ છે. જાતિ, ગુણ, દ્રવ્ય વગેરે અર્થ છે. સત્ત્વપ્રધાન બુદ્ધિની વૃત્તિ સ્વરૂપ જ્ઞાન સાખ્યદર્શનમાં પ્રસિદ્ધ છે. સામાન્યથી જ્ઞાનનું સ્વરૂપ સુપ્રસિદ્ધ છે. પરંતુ અહીં સાખ્યાભિમત સમાપત્તિનું નિરૂપણ ચાલતું હોવાથી તે દર્શનપ્રસિદ્ધ જ્ઞાનનું સ્વરૂપ જણાવ્યું છે. બુદ્ધિના સત્ત્વગુણની પ્રધાનતાએ બુદ્ધિની વિષયાકાર(યાકાર)
Page #20
--------------------------------------------------------------------------
________________
પરિણતિવિશેષને અહીં જ્ઞાન કહેવાય છે. વસ્તુના(જ્ઞેયના) સ્વરૂપથી શૂન્ય એવા શાબ્દબોધના વિષયને વિકલ્પ કહેવાય છે. આ, ‘ગાય’ એ પ્રમાણે બોલે છે; આ ગાય છે અને મેં ગાયને જાણી; અહીં અનુક્રમે ગાય શબ્દ, ગાય અર્થ, અને ગાયનું જ્ઞાન જણાય છે. એ ત્રણેય ભિન્ન હોવા છતાં એક સ્વરૂપે પ્રતીત થાય છે. આ રીતે શબ્દ, અર્થ અને જ્ઞાનના અભેદની પ્રતીતિ સ્વરૂપ સવિતર્કસમાપત્તિ છે. શબ્દાદિમાં ભેદ હોવા છતાં જે અભેદ જણાય છે તે વિતથ હોવાથી વિકલ્પ છે. આ સમાપત્તિમાં તે શબ્દ, અર્થ અને જ્ઞાન એક સ્વરૂપે પરસ્પર સક્કીર્ણ પ્રતિભાસિત થાય છે. “નૌરિતિ શબ્દો ગૌરિત્યર્થી ગૌરિતિ જ્ઞાનમ્'-આ પ્રમાણે હે... ઈત્યાદિ શબ્દ, અર્થ અને જ્ઞાન એક સ્વરૂપે આ સવિતર્કસમાપત્તિમાં પ્રતીત થાય છે. ગ્રાહ્ય વિષયોનું શબ્દાદિના ઉલ્લેખથી જ્યાં ધ્યાન થાય છે; ત્યાં સવિકલ્પ સમાપત્તિ મનાય છે.
"
આ ગ્રાહ્યસમાપત્તિ બીજા પ્રકારો વડે ચાર પ્રકારની છે. તેમાંની નિર્વિતર્કસમાપત્તિનું વર્ણન કરતાં યોગસૂત્રમાં ફરમાવ્યું છે કે ‘‘સ્મૃતિ(મહાસ્મૃતિ) પરિશુદ્ધી સ્વ પશૂન્યેવાડર્થમાત્રનિર્માતા નિવિંતf '' I?-૪॥ અર્થાદ્ સ્મૃતિ(મહાસ્મૃતિ)ની નિવૃત્તિ થાય ત્યારે જાણે કે સ્વરૂપથી રહિત હોય નહીં એવી, કેવળ અર્થને જ બતાવવાવાળી જે સમાપત્તિ તેને નિર્વિતર્કસમાપત્તિ કહેવાય છે. આશય એ છે કે સામાન્ય રીતે સવિતર્કસમાધિમાં ગ્રાહ્યપદાર્થ, ગ્રાહ્યપદાર્થનો વાચક શબ્દ અને ગ્રાહ્ય પદાર્થનું જ્ઞાન ચિત્તમાં પ્રતિભાસે છે. એમાં મુખ્ય કારણ એ-છે કે સાધકને
૧૫
Page #21
--------------------------------------------------------------------------
________________
શબ્દાર્થના સકેતનું (વાચ્યવાચકભાવનું) સ્મરણ (મહાસ્મૃતિ) હોય છે. તાદશ સ્મૃતિ ન હોય તો આગમ કે અનુમાનાદિથી જ્ઞાન શક્ય બનતું નથી. પરંતુ સવિતર્ક સમાધિના ઉત્તરકાળમાં તાદશ શબ્દાર્થસડ્કતની સ્મૃતિની પરિશુદ્ધિ થયે છતે અર્થાત્ તેનો અપગમ(ઉપયોગનો અભાવ) થયે છતે માત્ર અર્થનો પ્રતિભાસ થાય છે. અપ્રશસ્ત આલંબનમાં રાગાદિની તીવ્ર પરિણતિમાં આવી નિર્વિતર્કતાનો અનુભવ આપણે અનેકવાર કર્યો છે. શરૂઆતમાં ‘આ શું છે ? આને શું કહેવાય ? આ કઈ રીતે જણાય ?' ઈત્યાદિ જિજ્ઞાસાથી ‘આ આ છે; આને
આ કહેવાય અને આ મને જ્ઞાત થયું...' ઈત્યાદિ અનુભવ પછી માત્ર એનો જ પ્રતિભાસ સુદીર્ઘ સમય સુધી થતો હોય છે. આવા પ્રકારની જ સ્થિતિનો અનુભવ પ્રશસ્ત આલંબને સાધક આત્માને થતો હોય છે, જે સવિતર્કનિર્વિતર્ક–સમાધિની ક્રમિક અવસ્થાવિશેષ છે. જેથી અન્યત્ર વર્ણવ્યું પણ છે કે સવિતર્કસમાપત્તિના લક્ષણથી વિપરીત લક્ષણવાળી નિર્વિતર્કસમાપત્તિ છે. જેનો આશય ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે.
સવિચારગ્રાહ્યસમાપત્તિનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે સ્થૂલ ભૂતાદિવિષયમાં શબ્દાદિ વિકલ્પને લઈને જેમ સવિતર્કસમાપત્તિ પ્રવર્તે છે; તેમ સ્થૂલ ભૂતાદિ જેના પરિણામ છે એવા સૂક્ષ્મભૂતાદિ પતન્માત્રાદિના વિષયમાં શબ્દાદિના વિકલ્પની સાથે દેશ(ઉપર નીચે દૂર પાસે...) અને કાળ(વર્તમાનાદિ) વિષ્ટિ સ્વરૂપે તે તે અર્થને ગ્રહણ કરનારી સવિચારસમાધિ છે. અને જ્યારે શબ્દાદિના
૧૬
Page #22
--------------------------------------------------------------------------
________________
વિકલ્પથી રહિત દેશ-કાલાદિની વિવક્ષા વિના ધમમાત્રને ગ્રહણ કરનારી સમાપત્તિ નિર્વિચારા સમાપત્તિ કહેવાય છે. આ વસ્તુનું નિરૂપણ કરતાં “પતા વિવાર નિર્વિવારા ર સૂક્ષ્મવિષય વ્યાયાતા -૪૪”-આ યોગસૂત્રથી જણાવ્યું છે કે આ સવિતર્ક અને નિર્વિતક સમપત્તિના નિરૂપણથી જ સૂક્ષ્મવિષયવાળી સવિચાર અને નિર્વિચાર સમાપત્તિનું નિરૂપણ થઈ ગયું છે. એનો આશય ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે. આ બંન્ને સમાપત્તિની સૂક્ષ્મવિષયતા અલિ સુધીની સમજવી-એ પ્રમાણે “સૂક્ષ્મવિષયત્વે જિફાઈવસાનમ્ ૧-૪પા” આ યોગસૂત્રમાં જણાવ્યું છે.
જે ક્યાંય વૃત્તિ નથી અને જે કોઈને ય જણાવતું નથી તે અલિડ પ્રધાન(પ્રકૃતિ)સ્વરૂપ છે. ત્યાં સુધી સૂક્ષ્મવિષયતા છે. યોગદર્શનની માન્યતા મુજબ પાર્થિવ પરમાણુ, જલપરમાણુ, અગ્નિપરમાણુ, વાયુપરમાણુ અને આકાશપરમાણુ(અંશ) અનુક્રમે પૃથ્વી જલ તેજો વાયુ અને આકાશ સ્વરૂપ સૂક્ષ્મભૂત છે. જેની ઉત્પત્તિ અનુક્રમે ગંધ રસ રૂપ સ્પર્શ અને શબ્દ સ્વરૂપ તન્માત્રાથી થાય છે. આ બધા સૂક્ષ્મવિષય છે. ગુણોના પરિણામમાં ચાર પર્વ છે. વિશિષ્ટ લિવું, અવિશિષ્ટ લિફ, લિમાત્ર અને અલિ. વિશિષ્ટ લિ ભૂતો છે. અવિશિષ્ટ લિો ગંધાદિ તન્માત્રાઓ છે. બુદ્ધિ લિજ્ઞમાત્ર સ્વરૂપ છે અને પ્રકૃતિસ્વરૂપ અલિડ છે. જે તત્ત્વ કારણમાં(ઉપાદાનમાં) લીન થાય છે તેને લિડુ કહેવાય છે. સામાન્યથી ઉત્તરોત્તર કાર્યસ્વરૂપ પરિણામ પૂર્વપૂર્વકારણ- સ્વરૂપ પરિણામમાં લીન થાય છે. પ્રકૃતિનું કોઈ કારણ ન હોવાથી તે ક્યાંય લીન થતી નથી. તેથી તેને
Page #23
--------------------------------------------------------------------------
________________
અલિવું કહેવાય છે... ઈત્યાદિ સ્પષ્ટ છે. પાંચ મહાભૂતોનું કોઈ પરિણામસ્વરૂપ કાર્ય નથી. પચતન્માત્રાનું કાર્ય છે અને બુદ્ધિ અર્થને જણાવનારી છે... ઈત્યાદિ અહીં યાદ રાખવું જોઈએ.
સવિતર્ક નિર્વિતર્ક સવિચાર અને નિર્વિચાર : આ ચારે ય સમાપત્તિ સમ્રજ્ઞાત જ સમાપત્તિ છે. જે ભાવના(ધ્યાન-યોગ)માં સંશય વિપર્યય અને અનધ્યવસાયથી રહિત યથાર્થસ્વરૂપે ધ્યેય(ગ્રાહ્ય ગ્રહણ અને ગ્રહીતુ)નું જ્ઞાન થાય છે, તે ભાવનાવિશેષને સમ્પ્રજ્ઞાતસમાપત્તિ કહેવાય છે; જે સબીજ સમાધિ તરીકે વર્ણવાય છે. આ ચાર સમાપત્તિ સબીજ જ સમાધિ છે. કારણ કે અહીં અનાત્મભૂત સૂક્ષ્મ કે સ્થૂલ ગ્રાહ્યનું જ્ઞાન હોય છે. આત્મભૂત પુરુષનું અહીં જ્ઞાન નથી. બીજભૂત બાહ્ય આલંબનની સાથે વર્તતી હોવાથી આ ચારેય (ગ્રાહ્મસમાપત્તિ) સબીજ જ છે. યોગસૂત્રના “તા વીન: સમાધિઃ -૪દા” આ સૂત્રમાં નો અન્વય જીન ની સાથે છે. અન્યથા યથાસ્થાને તેનો અન્વયે થાય તો ગ્રાહ્મસમાપત્તિ જ સબીજસમાધિ છે : એવો અર્થ થવાથી ગ્રહણ અને ગ્રહી સમાપત્તિને સબીજસમાધિ તરીકે માની શકાશે નહિ.. ઈત્યાદિ યાદ રાખવું. ર૦-૧૧
ૐ જ છે સવિતર્ક નિર્વિતર્ક અને સવિચાર : આ ત્રણ ગ્રાહ્યસમાપત્તિનું ફળ નિર્વિચારસમાપત્તિ હોવાથી નિર્વિચારસમાપત્તિના ફળનું નિરૂપણ કરાય છે
Page #24
--------------------------------------------------------------------------
________________
अध्यात्मं निर्विचारत्ववैशारखे प्रसीदति । ऋतम्भरा ततः प्रज्ञा, श्रुतानुमितितोऽधिका ॥२०-१२॥
“નિર્વિચારસમાપત્તિની વિશારદતા પ્રાપ્ત થયે છતે યોગીને અધ્યાત્મ પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થયેલા એ અધ્યાત્મથી ઋતસ્મા પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે, જે શ્રુત અને અનુમિતિથી અધિક વિષયવાળી છે.” આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સવિતકદિ ગ્રાહ્યસમાપત્તિઓમાંની પ્રથમ ત્રણ સમાપત્તિઓનું ફળ નિર્વિચારસમાપત્તિ છે-એ સમજી શકાય છે. તેથી તેનું નિરૂપણ ન કરતાં નિર્વિચારસમાપત્તિના ફળનું વર્ણન કર્યું છે.
ચરમ સમાપત્તિ સ્વરૂપ નિર્વિચારસમાપત્તિની નિર્મળતા પ્રાપ્ત થયે છતે અધ્યાત્મની પ્રાપ્તિ થાય છે. આ છેલ્લી ગ્રાહ્મસમાપત્તિના અભ્યાસની પ્રકૃષ્ટતાથી તેમાં નિર્મળતા પ્રાપ્ત થાય છે. તેને લઈને શુદ્ધસત્વસ્વરૂપ અધ્યાત્મ પ્રાપ્ત થાય છે. એ અધ્યાત્મ કલેશ અને વાસનાથી રહિત એવી સ્થિતિના પ્રવાહને યોગ્ય બને છે. આશય એ છે કે રજોગુણ અને તમોગુણની અધિકતાથી ચિત્ત અશુદ્ધ બને છે. અને આવરણના કારણે તે મલિન હોય છે. એ અશુદ્ધિ અને મલના વિગમથી પ્રકાશસ્વરૂપ બુદ્ધિમાં સત્ત્વગુણનું પ્રાધાન્ય હોય છે. તેથી ચિત્તસ્વરૂપ અધ્યાત્મ સ્વચ્છ સ્થિરતારૂપ એકાગ્ર પ્રવાહને યોગ્ય બને છે. આ જ અધ્યાત્મની પ્રાપ્તિમાં કારણભૂત નિર્વિચારસમાધિની વિશારદતા છે. “નિર્વિવારત્વવૈશાડધ્યમિકસદ્ધિઃ - જળા” આ યોગસૂત્રથી એ વાત જણાવી છે. જેનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. ચિત્તની એકાગ્રતા માટે ચિત્તની અશુદ્ધિ
Page #25
--------------------------------------------------------------------------
________________
અને તેના આવરણનો વિગમ થવો ખૂબ જ આવશ્યક છે. રજોગુણ અને તમોગુણના તિરોધાનથી (આચ્છાદનથી) ચિત્ત સર્વપ્રધાન બને છે અને તેથી કલેશ અને વાસનાથી રહિત એવું ચિત્ત ઉત્તરોત્તર અધિકાધિક સ્થિરતાને પ્રાપ્ત કરવા માટે અનુકૂળ બને છે.
આ અધ્યાત્મની પ્રાપ્તિથી યોગી જનોને ઋતંભરા પ્રજ્ઞાની પ્રાપ્તિ થાય છે. જે પ્રજ્ઞા(બુદ્ધિ) સદાને માટે સત્યને જ ધારણ કરે છે, તે પ્રજ્ઞાને ઋતંભરા પ્રજ્ઞા કહેવાય છે, ક્યારે પણ એ પ્રજ્ઞા વિપર્યયથી આચ્છાદિત થતી નથી. આગમ અને અનુમાનથી સામાન્ય વિષયનું જ જ્ઞાન થાય છે. તેની અપેક્ષાએ આ પ્રજ્ઞાથી વિશેષ વિષયનું જ્ઞાન થતું હોવાથી મૃત અને અનુમિતિથી આ ઋતંભરા પ્રજ્ઞા અધિક છે. યોગસૂત્રના “તમ તત્ર પ્રજ્ઞા છે ?-૪ટા” અને “શ્રતાનુમાનપજ્ઞખ્યામન્યવિષય વિશેષાર્થત્યાત્ ?૪૨ા” આ બંન્ને સૂત્રોનો આશય ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે. આગમ(શબ્દ)થી તે તે પદાર્થોનો જે બોધ થાય છે તે સામાન્યથી જ થાય છે. કારણ કે તે તે શબ્દ તે તે અર્થને સામાન્યથી જ જણાવવા માટે સમર્થ છે. શબ્દ સ્વવાચ્યાર્થીને જ જણાવવા સમર્થ છે. અનુમાનથી પણ ધૂમાદિ લિના કારણે થનારું અગ્નિ વગેરેનું સામાન્યથી જ જ્ઞાન થાય છે. ઋતમ્બરા પ્રજ્ઞા તો વિશેષરૂપથી પ્રકૃતિ વગેરે અનાત્મ સૂક્ષ્મ પદાર્થોને અને પુરુષગત વિશેષને પણ ગ્રહણ કરી લે છે તેથી મૃત અને અનુમિતિની અપેક્ષાએ તે અધિક છે. ૨૦-૧૨ા.
છું !
Page #26
--------------------------------------------------------------------------
________________
ઋતસ્મા પ્રજ્ઞાથી પ્રાપ્ત થનારા ઉત્તમ યોગના ફળનું નિરૂપણ કરાય છે. આશય એ છે કે આગમ, અનુમાન અને નિદિધ્યાસન : આ ત્રણ દ્વારા પ્રજ્ઞાને અત્યંત નિર્મળ બનાવવાના કારણે યોગી જનને ઉત્તમ યોગની પ્રાપ્તિ થાય છે, જે ઋતભરા પ્રજ્ઞાનું ફળ છે. તેના કારણે જે ફળ મળે છે; તેનું વર્ણન કરાય છેतजन्मा तत्त्वसंस्कारः, संस्कारान्तरबाधकः । असम्प्रज्ञातनामा स्यात्, समाधिस्तन्निरोधतः ॥२०-१३॥
“ઋતંભરા પ્રજ્ઞાના કારણે ઉત્પન્ન થયેલો તત્ત્વસંસ્કાર સંસ્કારતરનો બાધક બને છે. તેના નિરોધથી યોગીને અસપ્રજ્ઞાતયોગની પ્રાપ્તિ થાય છે.'-આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે જણાવેલી ઋતંભરા પ્રજ્ઞાથી જેનો જન્મ-ઉત્પત્તિ છે એવા સંસ્કારને તજજન્મા તરીકે વર્ણવ્યો છે. આ સંસ્કાર તત્ત્વવિષયક (પરમાર્થવિષયક) હોય છે. પોતાથી ભિન્ન એવા વ્યુત્થાન કાળના(સમાધિથી શૂન્ય કાળના) અથવા નિર્વિચારસમાધિ સુધીના સમાધિકાળના સંસ્કારોનો એ તાત્વિક સંસ્કાર પ્રતિબંધક બને છે. અર્થાત્ વ્યુત્થાનકાળના અથવા સમાધિકાળના સંસ્કારો નાશ પામેલા ન હોવા છતાં તેમની પોતાનું કાર્ય કરવાની શક્તિનો ભ કરનારો એ પારમાર્થિક સંસ્કાર બને છે. આ આશયને જણાવતાં “તન: સંજીડાન્યસંરતિવથી ૨-૧ના આ સૂત્ર યોગસૂત્રકારે જણાવ્યું છે. “તાડજ નિરાધે સર્વનિરોધાત્રિર્વાદ સમાધિ -ધશા” આ સૂત્રથી જે જણાવાયું છે તે જણાવતાં
Page #27
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાશ્રીએ આ લોકની ઉત્તરાર્ધથી જણાવ્યું છે કે આ તાત્ત્વિક સંસ્કારના પણ નિરોધથી બધી જ ચિત્તવૃત્તિઓ પોતાના કારણમાં વિલય પામતી હોવાથી યોગીને અસ...જ્ઞાતયોગની પ્રાપ્તિ થાય છે.
વ્યુત્થાનકાળના સંસ્કાર અને સમાધિકાળના સંસ્કારોથી યુક્ત ચિત્ત પ્રકૃતિમાં લીન થવા છતાં અધિકાર વિશિષ્ટ જ પ્રતીત થાય છે. પરંતુ તે અધિકાર વિરોધી નિરોધસંસ્કારને લઈને હોવાથી તે ભોગ માટે થતો નથી. તેથી આ અસમ્રજ્ઞાતયોગમાં યોગીને શુદ્ધ સ્વરૂપનો આવિર્ભાવ થાય છે... ઈત્યાદિ અન્યત્ર અનુસંધેય છે. ૨૦-૧૩યા
અસમ્પ્રજ્ઞાતસમાધિનું સ્વરૂપ અને તેનું ફળ જણાવાય છેविरामप्रत्ययाभ्यासान्नेति नेति निरन्तरात् । ततः संस्कारशेषाच्च, कैवल्यमुपतिष्ठते ।।२०-१४॥
વિતર્કટિસમાધિની ચિતાના ત્યાગના જ્ઞાનવિશેષના અભ્યાસથી નિરંતર “નહિ..નહિ”-એવી ભાવનાથી(સંસ્કાર-શેષસ્વરૂપ ભાવનાથી) ઉત્પન્ન એવી જીવની અવસ્થાવિશેષસ્વરૂપ અસમ્પ્રજ્ઞાતસમાધિ છે. એ સમાધિથી આત્માને કૈવલ્ય પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વિતર્યાદિ સપ્રજ્ઞાતસમાધિની ભાવનાનો ત્યાગ કરવાના પ્રત્યય(જ્ઞાન)ના વિષયના અભ્યાસથી અર્થાત્ તેમાં વારંવાર ચિત્તનો નિવેશ કરવાથી તેમ જ પૂર્વઅવસ્થાથી પોતાનું સ્વરૂપ વિલક્ષણ
Page #28
--------------------------------------------------------------------------
________________
હોવાથી “એ નહિ, એ નહિ.” ઈત્યાદિ પ્રકારના નિવૃત્તિક ચિત્તના સાતત્યથી માત્ર સંસ્કારસ્વરૂપ ચિત્તની અવસ્થાવિશેષ જે ઉત્પન્ન થાય છે તે અવસ્થાવિશેષને અહીં અસપ્રજ્ઞાતસમાધિ કહેવાય છે. યોગસૂત્રમાં “વિરામપ્રત્યાપાસપૂર્વ સંરકોડ: ૨-૨૮ાા'-આ સૂત્રથી જણાવ્યું છે કે-સર્વ વૃત્તિઓના લયનો હેતુ જે પરવૈરાગ્ય, તેનો અભ્યાસ છે સાધન જેનું એવી અને માત્ર સાત્ત્વિક સંસ્કારો જ જેમાં શેષ રહે છે; એવી અસમ્પ્રજ્ઞાતસમાધિ જાણવી.
આ અસપ્રજ્ઞાતસમાધિના કારણે આત્માને, પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થવા સ્વરૂપ કેવલ્યની પ્રાપ્તિ થાય છે.... ઈત્યાદિ પદાર્થનો વિચાર સાખ્યદર્શનના આધારે કરવો જોઈએ. સામાન્ય રીતે અહીં ગુણસંપન્ન પ્રથમ ગુણસ્થાનક, ચતુર્થગુણસ્થાનક, ષષ્ઠસમગુણસ્થાનક અને સામર્થ્યયોગમાં લાયોપથમિક ભાવોના ત્યાગ... વગેરેની વિચારણાનું અનુસંધાન કરવાથી ઉપર જણાવેલી વાતનો થોડો થોડો ખ્યાલ આવી શકશે. બાકી તો તે અર્થનો સ્પષ્ટ ખ્યાલ યોગસૂત્ર'ના તલસ્પર્શી અધ્યયનથી જ મેળવી શકાશે. અહીં તો સામાન્યપણે દિપ્રદર્શનનું તાત્પર્ય છે; તેથી જિજ્ઞાસુએ અધ્યાપક પાસેથી સ્પષ્ટપણે સમજી લેવા પ્રયત્નશીલ બનવું જોઈએ. ૨૦-૧૪
ઉપર જણાવ્યા મુજબ પાતલદર્શનાભિમત પ્રકારો અને ઉત્પત્તિના ક્રમ સાથે સપ્રજ્ઞાત અને અસમ્પ્રજ્ઞાત નામના યોગવિશેષનું નિરૂપણ કર્યું. હવે તેનો યથાસંભવ (સફત બને તે રીતે) સ્વમતમાં જે રીતે જ્યાં અવતરણ
Page #29
--------------------------------------------------------------------------
________________
થાય છે-તે વર્ણવાય છે
सम्प्रज्ञातोऽवतरति, ध्यानभेदेऽत्र तत्त्वतः । तात्त्विकी च समापत्ति, र्नात्मनो भाव्यतां विना ।।२०- १५ ।।
“વાસ્તવિક રીતે સમ્પ્રજ્ઞાતયોગ ધ્યાનમાં અવતરે છે. તાત્ત્વિક સમાપત્તિ તો આત્માને ભાવ્ય માન્યા વિના ઘટતી નથી.” આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સમ્પ્રજ્ઞાત અને અસમ્પ્રજ્ઞાત આ બે પ્રકારના યોગમાંથી સમ્પ્રજ્ઞાતયોગનો અવતાર (સમાવેશ) ધ્યાનસ્વરૂપ યોગભેદમાં થઈ શકે છે. કારણ કે તે સ્થિર અધ્યવસાયસ્વરૂપ છે. અધ્યાત્મ ભાવના ધ્યાન સમતા અને વૃત્તિસંક્ષય આ પાંચ પ્રકારનો યોગ છે. એમાંના અધ્યાત્મ ભાવના અને ધ્યાન : આ ત્રણ ભેદમાં યથાસમ્ભવ સમ્પ્રજ્ઞાતયોગનો અવતાર થાય છે. સમતા અને વૃત્તિસંક્ષય : આ છેલ્લા બે યોગમાં સમ્પ્રજ્ઞાત-સમાધિનો અવતાર થતો નથી. એ તાત્પર્ય છે.
‘યોગબિંદુ’માં (શ્લો. નં. ૪૧૯) આ અંગે ફરમાવ્યું છે કે-‘મનુષ્ય નારક વગેરે આત્મપર્યાયસ્વરૂપ વૃત્તિઓ અને દ્વીપ પર્વત સમુદ્ર વગેરે સ્વરૂપ અર્થને તે તે સ્વરૂપેયથાર્થપણે નિશ્ચય કરવાવડે માનવાથી આ અધ્યાત્માદિ યોગને બીજા દર્શનકારોએ સમ્પ્રજ્ઞાતયોગ તરીકે વર્ણવ્યો છે. તાત્ત્વિક-ઉપચાર વિનાની સમાપત્તિ તો આત્માને ભાવનાનો વિષય બનાવ્યા વિના ઘટી શકે એમ નથી. યદ્યપિ શુદ્ધ એવા આત્માનું ધ્યાન ન હોવા છતાં અહ્વારોપાધિવિશિષ્ટ આત્માનું ધ્યાન સાઝ્યોએ માન્યું
૨૪
Page #30
--------------------------------------------------------------------------
________________
છે. પરંતુ શુદ્ધનું ભાવ્યત્વ(ભાવનાવિષયત્વ) શક્ય ન હોય તો તાદશ ઉપાધિવિશિષ્ટનું પણ ભાવ્યત્વ શક્ય નથી. વિશેષણના સંબંધ વિના વૈશિષ્ટ્યનું નિર્વચન શક્ય નથી. તેથી સાડ્ખ્યાભિમત ગ્રહીતૃસમાપત્તિ માત્ર બોલવા માટે જ છે, તે વાસ્તવિક નથી. ।।૨૦-૧૫।
તાત્ત્વિક સમાપત્તિ કઈ રીતે ઘટી શકે તે જણાવાય
છે
परमात्मसमापत्ति, जवात्मनि हि युज्यते । अभेदेन तथाध्यानादन्तरङ्गस्वशक्तितः ॥२० - १६॥
‘‘પરમાત્માની સાથે જીવાત્માને પરમાત્મસ્વરૂપે અભેદ છે-એ રીતે અંતરઙ્ગશક્તિથી પરમાત્મસ્વરૂપે ધ્યાન ધરવાથી જીવાત્માને વિશે પરમાત્મસમાપત્તિ(પરમાત્માની સાથે એકરસાપત્તિ) ઘટે છે.'’-આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. એનો ભાવ સ્પષ્ટ છે કે જીવાત્મામાં પરમાત્મસ્વરૂપ પરિણમવાસ્વરૂપ પરમાત્મસમાપત્તિ સંસ્કૃત બને છે. અભેદપણે પરમાત્માનું ધ્યાન કરવાથી અર્થાત્ પરમાત્માનું જે સ્વરૂપ છે તે મારું પણ સ્વરૂપ છે... ઈત્યાદિ રીતે પરમાત્મસ્વરૂપે પરમાત્માનું ધ્યાન કરવાથી; પરમાત્મસ્વરૂપને પ્રગટ કરવાની જીવાત્મામાં જે ઉપાદાનસ્વરૂપ અંતરઙ્ગશક્તિ(સ્વરૂપયોગ્યતા) છે તેને લઈને જીવાત્મા પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. અર્થાત્ તે સ્વરૂપયોગ્યતા(અંતરઙ્ગશક્તિ) પરમાત્મસ્વરૂપ ફળમાં પરિણમે છે. શક્તિ(સ્વરૂપયોગ્યતા)થી સત્(વિદ્યમાન) વ્યક્તિ(ફલાત્મક વ્યક્તિ)રૂપે તેવા
૨૫
Page #31
--------------------------------------------------------------------------
________________
પ્રકારની સામગ્રીને લઈને પરિણામ પામે છે.
માત્ર સ્વરૂપયોગ્યતા હોય એટલે તાદશ યોગ્યતામાત્રથી ફળની સિદ્ધિ થતી નથી. તેમાં તેવા પ્રકારની સામગ્રીની અપેક્ષા હોય છે. માટીમાં શક્તિને આશ્રયીને ઘટ સત્ છે. તેથી કુલાલ ચક ચીવરાદિ તથાવિધ સામગ્રીના કારણે માટી અંતરશક્તિથી ઘટસ્વરૂપે પરિણમે છે. એવી જ રીતે જીવાત્મા પણ તાદશ અંતરડશક્તિથી પરમાત્માની સાથેના અભેદધ્યાનાદિ સામગ્રીના કારણે પરમાત્મસ્વરૂપ બને છે. આપણું પરમાત્મસ્વરૂપ છે; એનો ખ્યાલ આવે, એની શ્રદ્ધા જાગે, એના તિરોધાનને કારણે આત્માને થનારા અહિતનું ભાન થાય અને તેથી એ પરમાત્મસ્વરૂપ પ્રગટાવવાની પ્રબળ ઈચ્છા વગેરે થાય ત્યારે પરમાત્માની સાથે અભેદધ્યાન ધરવાનો પ્રસ પ્રાપ્ત થાય. આ બધું ધારીએ છીએ એટલું સહેલું નથી. આપણે આપણું સર્વસ્વ ગુમાવ્યું છે-એવું જ્યારે લાગે ને, ત્યારે આ દિશામાં આપણી નજર મંડાશે. પરમાત્માની ભકિત આપણા આત્માને પરમાત્મા બનાવવા માટે છે-એ વીસરવું ના જોઈએ. આપણી સ્વરૂપ યોગ્યતા અને વર્તમાનનો આપણો પ્રયત્ન : આ બંન્નેનો મેળ જ ખાતો નથી. નિરંતર આપણી યોગ્યતાનો વિચાર કરી આપણે આપણા આત્માને પરમાત્મા બનાવવા પ્રયત્નશીલ બની રહીએ-એ એકમાત્ર આશયથી અહીં તાત્વિક સમાપત્તિનું નિરૂપણ છે. ૨૦-૧૬ની
જીવાત્મામાં પરમાત્માની સમાપત્તિની ઉપપત્તિ (પ્રામિ) માટે ત્રણ આત્માનું સાન્નિધ્ય જણાવાય છે
Page #32
--------------------------------------------------------------------------
________________
बाह्यात्मा चान्तरात्मा च, परमात्मेति च त्रयः । कायाधिष्ठायकध्येयाः, प्रसिद्धा योगवाङ्मये ॥२०-१७॥
“કાયસ્વરૂપ, તેના અધિષ્ઠાયકસ્વરૂપ અને ધ્યેયસ્વરૂપ; અનુષ્મ બાહાત્મા અંતરાત્મા અને પરમાત્મા : આ ત્રણ આત્મા યોગવષયમાં પ્રસિદ્ધ છે.”-આ પ્રમાણે સત્તરમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય સમજી શકાય એવો છે. પોતાના આત્માની બુદ્ધિએ જ્યારે પોતાના શરીરમાં આત્માની પ્રતીતિ થાય છે, ત્યારે કાય-શરીર સ્વરૂપ બાહ્યાત્મા મનાય છે. પૂછોડરમ્ અને કૃશોષણમ્ ઈત્યાદિ પ્રતીતિ બાહ્યાત્માની છે. સ્થૂલત્વાદિ ધર્માશ્રયથી અભિન્ન એવા આત્માની અહીં પ્રતીતિ થાય છે. સ્કૂલત્વાદિ ધર્મો શરીરના છે અને તેનો સામ્ પદથી (આત્મવાચક પદથી) ઉલ્લેખ છે. આ રીતે શરીરસ્વરૂપ બાહ્યાત્માની પ્રસિદ્ધિ છે.
કાયાની ચેષ્ટાને ઉત્પન્ન કરનાર પ્રયત્નનો જે આશ્રય છે; તે કાયામાં રહેલો અંતરાત્મા છે. હિતની પ્રાપ્તિ અને અહિતનો પરિહાર : તેને અનુકૂળ જે ક્રિયા છે તેને ચેષ્ટા કહેવાય છે. એ ચેષ્ટાસ્વરૂપ ક્લિાવિશેષનો જનક પ્રયત્ન છે. તાદશ પ્રયત્નનો આશ્રય જે છે તે અંતરાત્મા છે અને તે કાયામાં અધિષ્ઠિત છે.
ધ્યેય અર્થાદ્ ધ્યાનના ભાવ્ય(ભાવવાયોગ્ય-વિષય)ભૂત આત્મા પરમાત્મા છે. બાહ્યાભાદિ ત્રણ આત્મા આ રીતે યોગશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. સ્વરભેદપ્રતિયોગિત્વ, ધ્યાતૃત્વ અને ધ્યેયત્વ સ્વરૂપે ધ્યાન કરાતું હોવાથી તે
Page #33
--------------------------------------------------------------------------
________________
ત્રણનો ધ્યાનમાં ઉપયોગ છે. જીવ; પોતાથી ઈતર શરીરાદિથી ભિન્ન છે. શરીરાદિનો ભેદ જીવમાં છે. શરીરાદિ ભેદના પ્રતિયોગી(જેનો ભેદ હોય તે ભેદના પ્રતિયોગી) છે. અને તે ભેદનું પ્રતિયોગિત્વ શરીરાદિમાં છે. તે સ્વરૂપે શરીરાદિ ધ્યાનના ભાવ્ય બને છે. અનાદિકાળથી શરીરમાં જીવ અધિષ્ઠિત હોવાથી એ નિરંતર સહવાસથી જીવનું આત્મત્વ શરીરમાં(બાહ્યાત્મામાં) પ્રતીત થતું આવેલું પરંતુ તે અતાત્ત્વિક પરિણામ છે. જીવનું જીવત્વ(આત્મત્વ) તાત્ત્વિક છે. કારણ કે ધ્યાતા એવા જીવમાં(અંતરઙ્ગ આત્મામાં) આત્મત્વ વાસ્તવિક છે. જીવનું સ્વરૂપ અને પરમાત્માનું સ્વરૂપ એક જ છે. આ રીતે ધ્યાનમાં અતાત્ત્વિક, તાત્ત્વિક અને એકત્વ(એકસ્વરૂ પત્ન) પરિણામને લઈને અનુક્રમે ત્રણેય આત્માનું સન્નિધાન સમાપત્તિસ્વરૂપ ધ્યાનમાં હોય છે. અતાત્ત્વિક પરિણામની નિવૃત્તિ માટે તેનો(અતાત્ત્વિક પરિણામનો) વિચાર કરવો પડે છે. અતાત્ત્વિક પરિણામની નિવૃત્તિ થયે છતે તાત્ત્વિક પરિણામનો ઉપલંભ-સાક્ષાત્કાર થાય છે અને એ જ સમાપત્તિ છે... ઈત્યાદિ વિચારવું જોઈએ.
8 8 8
બીજાઓના મતે બાહ્યાત્માદિ ત્રણ આત્માનું સ્વરૂપ
જણાવાય છે
1120-9011
अन्ये मिथ्यात्वसम्यक्त्वकेवलज्ञानभागिनः ।
मिश्रे च क्षीणमोहे च, विश्रान्तास्ते त्वयोगिनि ।।२०- १८ ।।
૨૮
Page #34
--------------------------------------------------------------------------
________________
“મિથ્યાત્વી, સમ્યત્વવંત અને કેવલજ્ઞાની અનુક્રમે મિશ્રગુણસ્થાનક સુધીના, ત્યાર બાદ ક્ષીણમોહગુણસ્થાનક સુધીના અને ત્યાર બાદ અયોગી ગુણસ્થાનક સુધીના આત્માઓ ક્રમશઃ બાહ્યાત્મા, અંતરાત્મા અને પરમાત્મા સ્વરૂપ છે-એમ બીજા કહે છે.'-આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે સામાન્યથી જે આત્માઓ મિથ્યાત્વી છે અને સભ્યત્વવત નથી એવા આત્માઓને અહીં બાહ્યાત્મા તરીકે વર્ણવ્યા છે, જે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ગુણસ્થાનક સુધી હોય છે. જે આત્માઓ સમત્વવંત છે અને કેવલજ્ઞાન પામ્યા નથી એવા આત્માઓને અહીં અંતરાત્મા તરીકે વર્ણવ્યા છે, જે ચોથા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધી હોય છે. કેવલજ્ઞાનને વરેલા આત્માઓ પરમાત્મા છે; જે છેલ્લાં બે ગુણસ્થાનક સુધી છે.
આ ત્રણ પ્રકારની આત્માની દશાઓમાં જ્યારે બાહ્યાભદશા ચાલતી હોય છે ત્યારે અંતરાત્મા અને પરમાત્માની શક્તિ હોય છે. કારણ કે તે ત્રણેય દશાઓ એક જ દ્રવ્યને (એકાત્મદ્રવ્યને) આશ્રયીને છે. અંતરાત્મદશા જ્યારે ચાલતી હોય છે ત્યારે પરમાત્માની શક્તિ હોય છે, અને બાહ્યાત્માનું અસ્તિત્વ ભૂતપૂર્વનયથી હોય છે. વસ્તુ વર્તમાનમાં ન હોય પરંતુ તે ભૂતકાળમાં હતી, તેનો ઉપચાર વર્તમાનમાં ભૂતપૂર્વનયથી કરાય છે. પરમાત્મદશા જ્યારે હોય ત્યારે તો બાહ્યાત્મા અને અંતરાત્મા : એ બંન્નેનો યોગ ભૂતપૂર્વનયથી જ છે-આ પ્રમાણે બીજાઓ કહે છે. આ પૂર્વે સત્તરમા શ્લોકથી જણાવેલા ત્રણ આત્માઓ જુદા
Page #35
--------------------------------------------------------------------------
________________
જુદા દ્રવ્યને આશ્રયીને જણાવ્યા હતા અને આ શ્લોકથી એકાત્મદ્રવ્યને આશ્રયીને તે તે દશાની અપેક્ષાએ ત્રણ આત્માઓનું નિરૂપણ કર્યું છે. આ વિષયમાં વસ્તુતત્ત્વનું નિરૂપણ અધ્યાત્મમત પરીક્ષામાં ગ્રંથકારશ્રીએ કહ્યું છે, તત્ત્વજિજ્ઞાસુએ તે ગ્રંથથી જાણી લેવું જોઈએ. ર૦-૧૮,
પરમાત્મસમાપત્તિની જેમ વિષય(ભાવ્ય બાહ્ય વિષય)સમાપત્તિ પણ હોય છે તે જણાવવાપૂર્વક તે બન્નેની તાત્ત્વિક્તાદિ જણાવાય છેविषयस्य समापत्तिरुत्पत्तिर्भावसंज्ञिनः । आत्मनस्तु समापत्ति वो द्रव्यस्य तात्त्विकः ॥२०-१९॥
વિષયાત્મક ભાવનામવાળાની ઉત્પત્તિ સ્વરૂપ વિષયની સમાપત્તિ કહેવાય છે અને આત્માની સમાપત્તિ તો પરમાત્મસ્વરૂપ દ્રવ્યના પરિણામને કહેવાય છે-આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. તેનું તાત્પર્ય એ છે કે સામાન્ય રીતે ભાવ્ય એવા પદાર્થના તે તે સ્વરૂપની આત્માને જે પ્રાપ્તિ થાય છે તેને સમાપત્તિ કહેવાય છે. આત્મા અને આત્માતિરિત વિષયો એ બે ભાવ્ય છે. આત્મતિરિક્ત વિષયોની જ્યારે ભાવના પ્રવર્તે છે, ત્યારે આત્મા તે વિષયાકાર પરિણામવાળો થાય છે. અર્થાત્ તે વિષયના ઉપયોગવાળો બને છે. અને તસ્વરૂપ તે ઉપયોગને લઈને તે ભાવના નામને આત્મા ધારણ કરે છે, જેથી ભાવ્યની સંજ્ઞા અને આત્માની સંજ્ઞા બન્ને એક થાય છે. આને વિષયસમાપત્તિ કહેવાય છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
નયના નિપુણો પણ આ વાતને જણાવતાં કહે છે કે “અગ્નિના ઉપયોગવાળો માણવક (નાનો છોકરો, તે નામનો માણસ) પણ અગ્નિ કહેવાય છે.'' શબ્દ (ઘટાદિ) અર્થ (ઘટાદિ) અને પ્રત્યય ઘટાદિજ્ઞાન) : આ ત્રણેય સમાન (એક) અભિધાન(સંજ્ઞા, નામ)વાળા છે. અર્થ અને જ્ઞાન : એ બેમાં એકરૂપતાત્મક પરિણામ થવાનો સંભવ નથી. કારણ કે ચેતનત્વ અને અચેતનત્વનો વિરોધ છે. એક અભિધાન હોવાથી એક શબ્દથી એ બંન્નેનો ઉલ્લેખ થવાથી એ બંન્ને એકરૂપ થાય એવો સંભવ નથી. આથી સમજી શકાશે કે વિષયની સમાપત્તિ ઉપયોગને લઈને છે. પરંતુ વિષયના સ્વરૂપની પ્રામિના કારણે નથી. આત્માની સમાપત્તિ તો પરમાત્મસ્વરૂપ દ્રવ્યના સહજ શુદ્ધ (સ્વભાવથી જ નિર્મળ) તાત્ત્વિક પરિણામ સ્વરૂપ છે. આત્માના સહજ શુદ્ધ પરિણામની પ્રાપ્તિ પરમાત્મસમાપત્તિથી થાય છે, જે ઔપચારિક નથી પરંતુ તાત્ત્વિક છે... ઈત્યાદિ સ્પષ્ટ છે. ૨૦-૧૯ના
*
આત્માની તાત્ત્વિક સમાપત્તિનું જ સમર્થન કરાય
છે
अत एव च योऽर्हन्तं, स्वद्रव्यगुणपर्ययैः । वेदात्मानं स एव स्वं, वेदेत्युक्तं महर्षिभिः || २० - २०॥
“આથી જ જે પોતાના દ્રવ્ય, ગુણ અને પર્યાય(પર્યાય)થી શ્રી અરિહંતપરમાત્માને જાણે છે તે જ પોતાના આત્માને તત્ત્વથી જાણે છે-એ પ્રમાણે મહર્ષિઓએ કહ્યું
૩૧
Page #37
--------------------------------------------------------------------------
________________
છે.” આ પ્રમાણે વીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે યોગ્યતાની દષ્ટિએ પરમાત્મા જ જીવાત્મા છે. તેમાં કોઈ ભેદ નથી. તેથી જ શ્રી તીર્થંકર પરમાત્માને; પોતાના સહજ શુદ્ધ આત્મદ્રવ્યરૂપે, કેવલજ્ઞાનાદિ ગુણો વડે અને સ્વભાવપરિણમનસ્વભાવ સ્વરૂપ પર્યાયોથી જે જાણે છે, તે જ પોતાના આત્માને તત્વથી(પરમાર્થથી) જાણે છે. કારણ કે શ્રી તીર્થંકર પરમાત્માના તેવા પ્રકારના દ્રવ્ય, ગુણ અને પર્યય(પર્યાય)થી થનારા જ્ઞાનથી તે સ્વરૂપે કરાતા ધ્યાન દ્વારા તેવા પ્રકારની પરમાત્મસમાપત્તિ પ્રાપ્ત થાય છે.
મહર્ષિઓ દ્વારા આથી જ કહેવામાં આવ્યું છે કે જે દ્રવ્યત્વસ્વરૂપે, ગુણત્વસ્વરૂપે અને પર્યાયત્વસ્વરૂપે (પ્રકારે) શ્રી અરિહંત પરમાત્માને જાણે છે તે પોતાના આત્માને જાણે છે અને તેનો મોહ(અજ્ઞાન) વિલય પામે છે.” મૂઢબુદ્ધિથી એવી શઠ્ઠા નહીં કરવી જોઈએ કે, “ના ના રહતે.” આ ગાથા દિગંબરકરૂંક(દિગંબરે બનાવેલી) હોવાથી તે ગાથાના કર્તાને મહર્ષિ તરીકે વર્ણવવાનું નિરવદ્ય નથી. કારણ કે શ્રીમદ્ હરિભદ્રસૂરિજીએ સત્ય અર્થનું કથન કરનારા વ્યાસ વગેરેને પણ મહર્ષિ ભગવાન ઈત્યાદિરૂપે વર્ણવ્યા છે. તેથી અહીં દિગંબરને તે સ્વરૂપે વર્ણવવામાં કોઈ દોષ નથી. ૨૦-૨
અધ્યાત્માદિ પાંચ યોગમાંથી; અસમ્પ્રજ્ઞાતયોગનો સમાવેશ જે યોગમાં થાય છે તે જણાવાય છે
૩૨
Page #38
--------------------------------------------------------------------------
________________
असम्प्रज्ञातनामा तु, संमतो वृत्तिसंक्षयः । सर्वतोऽस्मादकरणनियमः पापगोचरः || २० - २१ ॥
“વૃત્તિસંક્ષય નામના યોગમાં અસમ્પ્રજ્ઞાતસમાધિ સમાય છે. એ સમાધિના ફળ સ્વરૂપે બધા પ્રકારે પાપના વિષયમાં અકરણનિયમ પ્રાપ્ત થાય છે.''-આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે બીજા દર્શનકારો જેને અસમ્પ્રજ્ઞાતસમાધિ કહે છે, તેને અધ્યાત્માદિ પાંચ યોગમાંથી વૃત્તિસંક્ષય નામના યોગમાં સમાવી શકાય છે. કારણ કે સયોગી કેવલી અને અયોગી કેવલી અવસ્થાના કાળમાં મનના વિકલ્પના કારણે થનારી મનની પરિસ્પન્દરૂપવૃત્તિઓનો ક્ષય થવાથી તે વખતે અસપ્રજ્ઞાતયોગ માનવામાં આવે છે. આ વિષયમાં ‘યોગબિંદુ’ શ્લોક નં. ૪૨૧ થી જણાવ્યું છે કે “આ જ કૈવલ્યસ્વરૂપ-અવસ્થાંતરપ્રાસ જે યોગ છે તેને પરદર્શનીઓ વડે અસમ્પ્રજ્ઞાત(સજ્ઞાતથી ભિન્ન)સમાધિ તરીકે વર્ણવાય છે. કારણ કે ત્યાં સમગ્ર મનોવૃત્તિ અને તેના બીજભૂત કર્મ(ભવાંતરાનુયાયી કર્મ)નો નિરોધ થવા સ્વરૂપ યોગ આત્મસ્વરૂપે પ્રગટ થાય છે. અર્થાત્ આત્માની સાથે યોગનો અનુવેધ(ઐક્યભાવ) પ્રાપ્ત થાય છે.'' આથી સમજી શકાશે કે જે સમાધિમાં વૃત્તિ અને વૃત્તિબીજો સમગ્રપણે નિરુદ્ધ હોય છે અને આત્મા તે સમાધિસ્વરૂપથી અનુવિદ્ધ હોય છે, તે અસમ્પ્રજ્ઞાતસમાધિ માનસ(મનોજન્ય)વિજ્ઞાનથી વિકલ હોય છે. અહીં યાદ રાખવું જોઈએ કે આ અસમ્પ્રજ્ઞાતસમાધિ(વૃત્તિસંક્ષય નામના યોગમાં સમાવિષ્ટ) બે પ્રકારે છે. એક સયોગીકેવલી અવસ્થાભાવી અને બીજો
૩૩
Page #39
--------------------------------------------------------------------------
________________
અયોગીકેવલી અવસ્થાભાવી. એમાં પ્રથમ અસપ્રજ્ઞાતસમાધિ, વિકલ્પાત્મક જ્ઞાનસ્વરૂપ મનોવૃત્તિઓના અને તેના બીજભૂત જ્ઞાનાવરણાદિના ઉદયના નિરોધથી ઉત્પન્ન થાય છે અને બીજો તો સર્વ કાયાદિવૃત્તિઓના અને તેના બીજભૂત ઔદારિકાદિ શરીરરૂપ વૃત્તિબીજોના આત્યન્તિક ઉચ્છેદથી ઉત્પન્ન થાય છે.
આ સમાધિનું જ બીજું નામ છે ધર્મમેઘ. યાવત્ તત્ત્વની ભાવના વડે ફળની ઈચ્છાથી રહિત થઈને સર્વથા વિવેકખ્યાતિને(પ્રકૃત્યાદિથી ભિન્નપણાના જ્ઞાનને) પ્રાપ્ત કરેલ યોગી અશુક્લકૃષ્ણ ધર્મને સિચે છે તેથી તેને ધર્મમેઘ એવી સમાધિ કહેવાય છે. થી મેતિ-રિતિ-આ 'ઘર'ની વ્યુત્પત્તિ છે. સામાન્ય રીતે શુક્લકર્મ, કૃષ્ણકર્મ, શુકલકૃષ્ણકર્મ અને અશુક્લકૃષ્ણકર્મ-એમ ચાર પ્રકારનાં કર્મ છે. એમાં તમોગુણમૂલક તથા દુઃખરૂપ ફળને આપનારાં બ્રહ્મહત્યાદિસ્વરૂપ દુરાત્માઓનાં કર્મ કૃષ્ણકર્મ છે. સત્ત્વમૂલક અને સુખને આપનારાં તપ સ્વાધ્યાય વગેરે કર્મ શુલકર્મ છે. જે કર્મો રજોગુણમૂલક હોવાથી પુણ્ય પાપના જનક અને દુઃખમિશ્રિત સુખસ્વરૂપ ફળને આપનારાં છે તે યજ્ઞયાગાદિ કર્મ શુકલકૃષ્ણકર્મ છે અને જે કર્મો સુખદુઃખાદિનાં જનક નથી તે સમ્પ્રજ્ઞાતસમાધિ વગેરે કર્મો અશુક્લકૃષ્ણ કર્મ છે. (અશુક્લકૃષ્ણ-અશુકલાકૃષ્ણ કર્મ છે.) “સંપ્રયાનેડથીટચ સર્વથા વિવેહયાત થઈમેષ: સમાધિ: I૪-રા”આ યોગસૂત્રથી પણ ઉપર જણાવેલી વાત જણાવી છે કે ‘વિવેકજ્ઞાનમાં પણ ફળની ઈચ્છાને ન રાખનાર યોગીને વિવેકખ્યાતિને લઈને ધર્મમેઘ-સમાધિ હોય છે.'
Page #40
--------------------------------------------------------------------------
________________
ધર્મમેઘસમાધિના અર્થની જેમ જ તે તે તંત્રપ્રસિદ્ધ શબ્દોનો અર્થ યથાયોગે(જે રીતે સખત થાય તે રીતે) વિચારવો જોઈએ. તે તે તંત્રપ્રસિદ્ધ તે તે શબ્દો(અસપ્રજ્ઞાતસમાધિને જણાવનારા તે તે શબ્દો)ને જણાવતાં યોગબિંદુમાં (શ્લો. નં. ૪૨૨) ફરમાવ્યું છે કે- ધર્મમેઘ અમૃતાત્મા ભવશત્રુ શિવોદય સત્ત્વાનંદ અને પર-આ શબ્દો અહીં અધ્યાત્માદિ યોગાર્ચમાં યોજવા જોઈએ. કારણ કે તે અર્થની સાથે તે તે શબ્દોનો અર્થ સફત થાય છે.'
અસપ્રજ્ઞાતસમાધિની વૃત્તિસંક્ષયયોગસંગતતા જણાવીને તાદશ વૃત્તિસંક્ષયયોગનું ફળ જણાવતાં શ્લોકના ઉત્તરાદ્ધથી ફરમાવ્યું છે કે અધ્યાત્માદિ યોગના ફળભૂત આ વૃત્તિસંક્ષય નામના યોગથી સર્વ પ્રકારે પાપના વિષયમાં અકરણનિયમનું અનુમાન કરાય છે. કારણ કે આવા યોગી જનો નરકાદિ દુર્ગતિગમનની વૃત્તિની નિવૃત્તિવાળા હોવાથી તેઓને વિશે અનુમાન કરાય છે કે નરકાદિગમનની વૃત્તિના હેતુભૂત મહારંભ અને પરિગ્રહાદિને વિશે અકરણનિયમ તેમને છે. અન્યથા તાદશનિયમનો જે અભાવ હોત તો તે યોગીઓને પણ નરકાદિગમનની વૃત્તિ હોત. તેથી સ્પષ્ટ છે કે નરકાદિગમનની વૃત્તિની નિવૃત્તિ પાપકરણનિયમથી જ ઉપપન્ન છે. ૨૦-૨૧
નરકાદિગતિને આશ્રયીને વર્ણવેલા પાપાકરણનિયમનું દષ્ટાંતથી સમર્થન કરાય છે
Page #41
--------------------------------------------------------------------------
________________
ग्रंथिभेदे यथाऽयं स्याद्, बन्धहेतुं परं प्रति । नरकादिगतिष्वेवे, ज्ञेयस्तद्धतुगोचरः ॥२०-२२॥
“ગ્રંથિભેદ થયે છતે મિથ્યાત્વના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને આશ્રયીને જેમ આ અકરણનિયમ જણાવાય છે તેમ નરકાદિગતિને આશ્રયીને તેના હેતુના વિષયમાં પણ આ અકરણનિયમ સમજવો જોઈએ.” આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે રાગદ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રંથિ જેવો ગ્રંથિસ્વરૂપ આત્મપરિણામનો ભેદ થયે છતે મિથ્યાત્વમોહનીય કર્મનો સિત્તેર કોટાકોટી સાગરોપમનો સ્થિતિબંધ થતો નથી. કારણ કે ગ્રંથિભેદ થયે છતે મિથ્યાત્વમોહનીયમના ઉત્કૃષ્ટ સ્થિતિબંધનો હેતુભૂત અધ્યવસાય જ આત્માને આવતો નથી. તેથી કારણના અભાવે કાર્યનો અભાવ થાય છે.
અહીં જેમ પાંપાકરણનો નિયમ સ્પષ્ટ છે, તેમ નરકાદિ ગતિની નિવૃત્તિમાં પણ નરકાદિગતિમાં જવા માટેના કારણભૂત પાપના અકરણનિયમને અવશ્ય માનવો જોઈએ. અન્યથા પાપ ચાલુ હોય તો તેના ફળસ્વરૂપે નરકાદિગતિમાં જવાનું થવાનું છે. તેની નિવૃત્તિ શક્ય નહીં જ બને. તેથી નરકાદિગતિમાં ગમનની નિવૃત્તિના અનુરોધથી નરકાદિ ગતિમાં ગમનના હેતુભૂત પાપના અકરણના નિયમનો સ્વીકાર કરવો આવશ્યક છે. ૨૦-૨રા.
પાપાકરણનો નિયમ ન માનીએ તો જે દોષ આવે છે તે જણાવાય છે
Page #42
--------------------------------------------------------------------------
________________
दुःखात्यन्तविमुक्त्यादि, नान्यथा स्याच्छुतोदितम् । हेतुः सिद्धश्च भावोऽस्मिन्निति वृत्तिक्षयौचिती ॥२०-२३॥
“પાપાકરણનો નિયમ ન હોય તો શાસ્ત્રમાં પ્રતિપાદન કરાયેલ દુ:ખોની અત્યંત વિમુક્તિ વગેરે સત નહિ થાય. પાપાકરણનિયમનો સ્વીકાર કર્યો છતે અંતઃકરણનો પરિણામ સ્વરૂપ ભાવ હેતુ તરીકે સિદ્ધ છે. તેથી વૃત્તિસંક્ષયની ન્યાય્યતા થાય છે.'-આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ જેમ યોગની સાધનામાં આત્મા વિકાસ સાધે તેમ તેમ તેને પાપાકરણનિયમની પ્રાપ્તિ થતી હોય છે અને એ રીતે ક્રમે કરી જીવને ફરી પાછા ન આવે એ સ્વરૂપે દુઃખની અત્યંત વિમુક્તિ પ્રાપ્ત થતી હોય છે. પરંતુ આગમમાં વર્ણવેલી એ દુઃખની અત્યંત વિમુક્તિ પાપાકરણનિયમ વિના શક્ય નથી.
યોગબિંદુગ્રંથમાં (શ્લો. નં. ૪૧૭) આ વસ્તુને જણાવતાં ફરમાવ્યું છે કે “પાપાકરણનિયમનો સ્વીકાર કરવામાં ન આવે તો, ફરી પાછું ન આવે એવું આત્મત્તિક મૃત્યુ તેમ જ ફરી પાછા નરકાદિમાં જવાનું ન બને એવી અગતિ વગેરે સદ્યુતિથી ઘટી શકતા નથી. એમ આગમમાં જણાવ્યું છે.” આથી સ્પષ્ટ છે કે પાપાકરણનો નિયમ ન માનીએ તો દુઃખની અત્યંત વિમુક્તિ વગેરે યુક્તિસત નહિ બને. યદ્યપિ તત્ત્વજ્ઞાનથી જ દુઃખની આત્યંતિક વિમુકિત સત થતી હોવાથી તેના માટે (આત્યંતિક દુઃખધ્વસ માટે) પાપાકરણનિયમને કારણ માનવાની આવશ્યકતા નથી. પરંતુ તત્ત્વજ્ઞાનની પ્રત્યે મિથ્યાજ્ઞાનનો નાશ કારણ છે અને મિથ્યાજ્ઞાનનો નાશ
Page #43
--------------------------------------------------------------------------
________________
પાપાકરણનિયમથી થાય છે. તેથી પાપાકરણનિયમ, મિથ્યાજ્ઞાનના નારા દ્વારા તત્ત્વજ્ઞાનની પ્રત્યે હેતુ હોવાથી પાપાકરણનિયમનો અવશ્ય સ્વીકાર કરવો જોઈએ.
પાપાકરણનિયમનો જે હેતુ છે તે શ્લોકના ઉત્તરાર્ધ્વથી જણાવાય છે. એનો આશય એ છે કે પાપાકરણનિયમમાં, પરની(બીજાની) પ્રત્યે કરાતા અપરાધની નિવૃત્તિનો કારણભૂત અને તત્ત્વજ્ઞાનને અનુકૂળ એવો આત્મામાં પ્રતિષ્ઠિત(સુસ્થિર) થયેલો જે ભાવ(અંત:કરણપરિણામ) છે તે હેતુ છે. આ અંગે ‘યોગબિંદુ’(શ્લો. નં. ૪૧૮)માં જણાવ્યું છે કે “આ પાપાકરણના નિયમનો હેતુ આત્માનો ઉત્કૃષ્ટ પરિણામ છે, જે તે તે પાપસ્થાનના વિષયમાં શત્રુ મિત્ર કે ઉદાસીન જનોની પ્રત્યેના અપરાધની નિવૃત્તિનું કારણ છે તેમ જ પ્રધાન એટલે કે યથાવસ્થિત વિજ્ઞાનને અનુસરનારી કરુણાસ્વરૂપ છે-આ પ્રમાણે સૂક્ષ્મદર્શી એવા મહાત્માઓ કહે છે.’
આ રીતે પાપાકરણનિયમની ઉપપત્તિ થયે છતે વૃત્તિક્ષયનું ઔચિત્ય છે. તે તે ફળના(દુષ્ટસંસારસ્વરૂપ ફળના) હેતુને ન કરવાના કારણે ફળની અનુત્પત્તિસ્વરૂપ પર્યાયની પણ ઉપપત્તિ(સસ્કૃતિ) સિદ્ધ થાય છે. “આત્યંતિક દુ:ખવિગમ પૂર્વે તેનો(દુ:ખનો) પ્રાગભાવ નાશ પામે છે. તેથી દુ:ખની અનુત્પત્તિ થાય છે. એમાં હેત્વકરણ(પાપાકરણ)નિયમને કારણ માનવાની આવશ્યકતા નથી.'’-આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે દુ:ખની ઉત્પત્તિની યોગ્યતાના વગમ સ્વરૂપ, દુ:ખ-પ્રાગભાવનો અપગમ પણ વસ્તુત: તેના હેત્વકરણનિયમને લઈને જ
૩૮
Page #44
--------------------------------------------------------------------------
________________
ફળસ્વરૂપ બને છે. હેત્વકરણના નિયમના વિરહમાં ચોક્કસ જ ફળની(દુઃખાદિની) ઉત્પત્તિ થાય છે. યોગબિંદુ-(શ્લો.નં. ૪૨૩)માં એ વિષયમાં જણાવ્યું છે કે “નવમાદિ ગુણસ્થાનકે રહેલા ક્ષપકશ્રેણીગત મહામુનિઓ, શરીર અને મન સંબંધી ચેષ્ટા સ્વરૂપ વૃત્તિઓના બીજને, તે તે કર્મબંધની યોગ્યતાનો વિગમ થવાથી દેડકાની ભસ્મના ન્યાયે શુકલધ્યાનસ્વરૂપ દાવાનલથી બાળીને મોક્ષસ્વરૂપ કલ્યાણને પ્રાપ્ત કરે છે.” દેડકાની ભસ્મ થવાથી નિમિત્ત મળતાં તેમાંથી જેમ ફરી દેડકા પેદા થતા નથી તેમ આ મહામુનિઓને ફરી કર્મબંધ થતો નથી. ૨૦-૨૩
ઉપર જણાવ્યા મુજબ યોગ એક જ (સ્વ-પરદર્શનપ્રસિદ્ધ યોગ અભિન્ન જ) હોય તો ભેદ કેમ પડે ? અને જો બધા યોગમાં ભેદ હોય તો તેનો સમાવેશ કરવાનો પ્રયાસ શા માટે ? (અર્થી એ વ્યર્થ છે)-આ શઠ્ઠાનું સમાધાન કરાય છેयोगे जिनोक्तेऽप्येकस्मिन् दृष्टिभेदः प्रवर्तते । क्षयोपशमवैचित्र्यात्, समेघाद्योघदृष्टिवत् ॥२०-२४॥
શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલો યોગ એક જ હોવા છતાં, મેઘસહિત રાત્રિ વગેરેને વિશે જેમ એક જ દશ્ય હોવા છતાં સામાન્યદષ્ટિમાં ભેદ વર્તાય છે તેમ ક્ષયોપશમની વિચિત્રતાના કારણે દર્શનભેદ પ્રવર્તે છે.'-આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે શ્રી સર્વજ્ઞ એવા અરિહંત પરમાત્માએ દર્શાવેલો
Page #45
--------------------------------------------------------------------------
________________
યોગ એક જ પ્રકારનો હોવા છતાં તેને સમજનારા જિજ્ઞાસુઓના મિથ્યાત્વમોહનીયર્મના ક્ષયોપશમાદિની વિચિત્રતાથી તે તે દર્શનોનો ભેદ પ્રવર્યો છે. એ વાત દષ્ટાંતથી સમજાવવા શ્લોકના ઉત્તરાદ્ધનો અંતિમ ભાગ છે.
એનું તાત્પર્ય એ છે કે દશ્ય-ઘટાદિ એક હોવા છતાં મેઘવાળી રાતમાં ખૂબ જ થોડી માત્રામાં એનું ગ્રહણ થાય છે. મેઘરહિત રાત્રિએ એ જ દશ્યનું થોડું વધારે ગ્રહણ થાય છે. આવી જ રીતે મેઘસહિત દિવસમાં અને મેઘરહિત દિવસમાં દશ્યના ગ્રહણમાં વિશેષતા સ્પષ્ટ છે. તેમ જ એ દશ્યને જોનાર ચિત્તવિભ્રમવાળો(સગ્રહ) અને ચિત્તવિભ્રમથી રહિત(અગ્રહ) હોય તો ય દશ્યગ્રહણમાં ફરક પડે છે. આવી જ રીતે એ દશ્યને જોનાર બાળક હોય અને યુવાન હોય(બાલથી ભિન્ન, તોય દશ્યગ્રહણમાં વિશેષતા હોય છે. કારણ કે એક મુગ્ધ હોય છે અને બીજામાં વિવેક હોય છે. આ રીતે જ જેની આંખમાં દોષ(ખામી) છે અને જેની આંખમાં દોષ નથી (ગુણ છે) એવા ઉપહત લોચનવાળા અને અનુપહત લોચનવાળા દશ્ય જોનારા હોય તોય દશ્યગ્રહણમાં ફરક પડતો હોય છે. તેવી રીતે જ યોગની દષ્ટિમાં ભેદ સમજી લેવો જોઈએ. એ ભેદને લઈને આ દર્શનોનો ભેદ છે-આ પ્રમાણે યોગાચાર્ય કહે છે.
પરંતુ જેમણે રાગદ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રંથિનો ભેદ ક્યો છે, એવા સ્થિરાદિ દષ્ટિવાળા(પાંચમી છઠ્ઠી સાતમી અને આઠમી દષ્ટિવાળા) યોગી જનોને એવો ભેદ વર્તાતો નથી. કારણ કે તેઓને તે તે વિષયને અનુસરી નયાનુસારી બોધ હોય છે. આવા યોગી જનો ઉપદેશાદિની
Page #46
--------------------------------------------------------------------------
________________
જે પ્રવૃત્તિ કરે છે તે પરાર્થ માટે થાય છે. કારણ કે તેઓને શુદ્ધ બોધ હોય છે. તેઓ આગ્રહ વિનાના, મૈત્રી વગેરે ભાવનાથી ભાવિત અને ગંભીર આશયવાળા હોય છે. ચારાને ચરનારો અને સંજીવનીને નહિ ચરનારો જે છે તેને ચરાવનારની નીતિથી આ યોગી જનોની પ્રવૃત્તિ એકાંતે પરાર્થકારિણી હોય છે...ઈત્યાદિ ‘યોગદષ્ટિ એક પરિશીલન' થી સમજી લેવું જોઈએ. ૨૦-૨૪ા
દષ્ટિસામાન્યનું સ્વરૂપ વર્ણવાય છે અને તેનો વિભાગ
કરાય છે
सच्छ्रद्धासङ्गतो बोधो, दृष्टिः सा चाष्टधोदिता । मित्रा तारा बला दीप्रा, स्थिरा कान्ता प्रभा परा ॥ २० - २५ ॥
‘“સત્પ્રદ્ધાથી સઙ્ગત એવા બોધને દૃષ્ટિ કહેવાય છે. તેના આઠ પ્રકારો શાસ્ત્રમાં જણાવાયા છે, જેનાં અનુક્રમે મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા-આ નામો છે.’-આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂર્વે ચોવીસમા શ્લોકથી દૃષ્ટિભેદનું કારણ વર્ણવીને આ શ્લોકથી દૃષ્ટિનું સ્વરૂપ જણાવવા સાથે તેનો વિભાગ કરાય છે.
સત્પ્રદ્ધાથી સૌંત એવો બોધ દૃષ્ટિ છે. શાસ્ત્રથી બાહ્ય(વિપરીત) અભિપ્રાયથી વિકલ(રહિત) એવા સદૂહ (સદ્વિચારણા) સ્વરૂપ સત્ શ્રદ્ધા છે. અસત્ એવી શ્રદ્ધાનું ગ્રહણ ન થાય એ માટે અહીં સત્ શ્રદ્ધાનું ઉપાદાન કર્યું છે. પોતાની ઈચ્છાને આશ્રયીને જે વિચારણા થાય છે, તેને
૪૧
Page #47
--------------------------------------------------------------------------
________________
અસત્ શ્રદ્ધા કહેવાય છે. તેના વ્યવચ્છેદ માટે અહીં સત્ શ્રદ્ધાનું ઉપાદાન કર્યું છે, જે શાસ્ત્રાનુસારી વિચારણા સ્વરૂપ છે. પોતાના અભિપ્રાયથી જે વિચારાય છે તે સત્ શ્રદ્ધા સ્વરૂપ ન હોય એ સમજી શકાય છે. સત્ શ્રદ્ધાથી સંગત જે બોધ-અવગમ(સમજણ) છે-તેને દષ્ટિ કહેવાય છે. માત્ર જ્ઞાનને અહીં દષ્ટિ તરીકે વર્ણવવામાં આવતું નથી. જાણવું અને સમજવું : આ બંન્નેમાં જે ભેદ છે તેને સમજનારા જ્ઞાન અને બોધમાં જે ભેદ છે તેને સમજી શકે છે. બોધને દષ્ટિ તરીકે વર્ણવવાનું કારણ એ છે કે, બોધ; ઉત્તરોત્તર ગુણનું આધાર કરી સમ્પ્રવૃત્તિના સ્થાનને પ્રાપ્ત કરાવે છે.
યોગદષ્ટિસમુચ્ચય' (શ્લો. નં. ૧૭)માં આ અંગે જણાવ્યું છે કે “અસપ્રવૃત્તિનો વ્યાઘાત(રોકવું તે) કરવા વડે સમ્પ્રવૃત્તિના સ્થાનને પ્રાપ્ત કરાવનારો શ્રદ્ધાથી સત એવો જે બોધ છે, તેને દષ્ટિ કહેવાય છે.” અહીં શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિને અસવૃત્તિ કહેવાય છે અને શાસ્ત્રથી અવિરુદ્ધ એવી પ્રવૃત્તિને સમ્પ્રવૃત્તિ કહેવાય છે. પ્રથમ ત્રણ ગુણસ્થાનક સુધી અવેદ્યસંવેદ્યપદાં વે(સંસારાદિના હેતુ)નું સંવેદન નથી તેવું હોય છે. તેનો પરિત્યાગ થવાથી ચોથા ગુણસ્થાનકે વેદ્યસંવેદ્યપદની પ્રામિ દષ્ટિથી થાય છે. પાંચમી વગેરે દષ્ટિઓ (૫ થી ૮) વેદસંવેદ્યપદસ્વરૂપ હોવાથી ત્યાંનો બોધ આવેદ્યસંવેદ્યપદનો પરિત્યાગ કરાવી વેદ્યસંવેદ્યપદને પ્રાપ્ત કરાવનાર બનતો નથી. તેથી તાદશ પદને સપ્રવૃત્તિપદ તરીકે વિવક્ષિત ક્યાં વિના પરમાર્થથી શૈલેશીપદને જ સમ્પ્રવૃત્તિપદ તરીકે વિવક્ષિત કર્યું છે. તેથી
૪૨
Page #48
--------------------------------------------------------------------------
________________
સત્રદ્ધાસત બોધ સાક્ષાત્ કે પરંપરાએ શૈલેશી અવસ્થાનો પ્રાપક હોવાથી કોઈ દોષ નથી. શ્લોકના ઉત્તરાર્ધ્વથી તાદશ બોધસ્વરૂપ દષ્ટિનો વિભાગ કરાય છે. અર્થાદ્ નામમાત્રથી જ તેના પ્રકારો જણાવ્યા છે. મિત્રા તારા બલા દીપ્રા સ્થિરા કાન્તા પ્રભા અને પરા : આ આઠ પ્રકારો દષ્ટિના છે. ૨૦-૨પા.
દટાન્તમાત્રથી દષ્ટિઓનું નિરૂપણ કરાય છેतृणगोमयकाष्ठाग्निकणदीपप्रभोपमा । रत्नतारार्कचन्द्राभा क्रमेणेक्ष्वादिसन्निभा ॥२०-२६॥
તૃણ(ઘાસ), ગોમય(છાણાં), કાષ્ઠના અગ્નિકણની અને દીપપ્રભાની ઉપમાવાળી તેમ જ રત્ન, તારા, સૂર્ય અને ચંદ્રની આભા જેવી કાંતિવાળી, ઈ(શેલડી) વગેરે જેવી કમે કરી મિત્રા તારા બલા દીપ્રા વગેરે દષ્ટિઓ છે.'-આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. એના ભાવાર્થને સ્પષ્ટ કરતાં ટીકામાં જણાવ્યું છે કે મિત્રાદષ્ટિ તૃણના અગ્નિના કણની ઉપમાવાળી છે. અર્થાત્ એ મિત્રાદષ્ટિનો બોધ તૃણના અગ્નિકણ જેવો અત્યંત અલ્પ અને અલ્પસ્થિતિવાળો હોય છે. તાત્ત્વિક રીતે એથી કોઈ અભીષ્ટ કાર્યની સિદ્ધિ થતી નથી. કારણ કે યથાસ્થિત પ્રવૃત્તિના આરંભકાળ સુધી તે બોધનું અવસ્થાન નથી. તૃણના અગ્નિના કણના પ્રકાશમાં જે કોઈ પણ પ્રવૃત્તિની શરૂઆત કરીએ ત્યાં તો તે અગ્નિ જેમ બુઝાઈ જાય છે તેમ અહીં પણ સારી રીતે પ્રવૃત્તિનો આરંભ કરીએ ના કરીએ
Page #49
--------------------------------------------------------------------------
________________
ત્યાં તો બોધ જતો રહે છે. તેથી અભીષ્ટ કાર્યની નિષ્પત્તિ માટે અહીં સામર્થ્ય રહેતું નથી. તેથી અલ્પ સામર્થના કારણે અત્યંત ઉત્કટ એવી સ્મૃતિના બીજભૂત સંસ્કારોના આધાનની ઉપપત્તિ થતી નથી. આ રીતે વિકલ પ્રયોગ(ભલીવાર વિનાનો)ના કારણે અહીં વંદનાદિ અનુષ્ઠાનો ભાવથી થતાં નથી. પરંતુ દ્રવ્યથી થાય છે.
તારાદષ્ટિ છાણાના અગ્નિના કણ જેવી છે; અર્થા આ દષ્ટિનો બોધ ગોમયાગ્નિકણજેવો છે. આ દષ્ટિ પણ મિત્રાદષ્ટિ જેવી જ છે. સહેજ ફરક છે. પરંતુ એથી તાત્વિક દષ્ટિએ કોઈ વિશિષ્ટ કાર્યની સિદ્ધિ થતી નથી. વિશિષ્ટ સ્થિતિ અને વીર્ય(સામર્થ)ની વિકલતાને લઈને સ્મૃતિની પટુતા(દઢતા) સિદ્ધ થતી નથી. અને તેથી તેના અભાવે પ્રયોગ(પ્રવૃત્તિ)ની વિકલતાના કારણે તે કાર્યનો અભાવ થાય છે અર્થાત્ વિવક્ષિત કાર્ય થતું નથી.
બલાદષ્ટિનો બોધ કાષ્ઠના અગ્નિકણ જેવો છે. પહેલી અને બીજી દષ્ટિના બોધની અપેક્ષાએ થોડો વિશિષ્ટ એવો અહીં બોધ છે. તેને લઈને અહીં બોધની સ્થિતિ અને વીર્ય થોડું અધિક હોય છે. તેથી લગભગ અહીં પટુ સ્મૃતિ હોય છે. યોગની પ્રવૃત્તિના પ્રયોગકાળમાં સ્મૃતિ વિદ્યમાન હોવાથી યોગની પ્રવૃત્તિના અર્થની પ્રીતિને કારણે તેમાં થોડો પ્રયત્ન થાય છે.
ચોથી દીપ્રાદષ્ટિ દીપપ્રભાવી છે. અહીં દીપની પ્રભા જેવો બોધ હોય છે. આ પૂર્વેની ત્રણેય દષ્ટિ કરતાં અહીં વિશિષ્ટતર બોધ હોય છે-એ સમજી શકાય છે. આથી અહીં બોધની સ્થિતિ અને વીર્ય(ઉલ્લાસ-સામર્થ્ય)
Page #50
--------------------------------------------------------------------------
________________
ઉદગ્ર(ઉત્કટ) હોય છે. તેથી યોગ પ્રવૃત્તિ વખતે પટુ પણ
સ્મૃતિ હોય છે. આમ હોવા છતાં વંદનાદિની પ્રવૃત્તિ દ્રવ્યથી થાય છે. પરંતુ પ્રયત્નવિશેષથી તેવી વ્યક્તિના કારણે પ્રવૃત્તિ થાય છે. તેથી પ્રથમ ગુણસ્થાનકની અહીં પરાકાષ્ઠા હોય છે-એમ આગમના જાણકારોનું કહેવું છે.
સ્થિરાદષ્ટિ તો જેમણે ગ્રંથિભેદ ર્યો છે એવા ભિન્નગ્રંથિક જીવોને હોય છે. તે દષ્ટિ રત્નપ્રભાજેવી હોય છે. અર્થાત્ અહીં અવબોધ રત્નની આભા જેવો હોય છે. તે ભાવ અપ્રતિપાતી, ઉત્તરોત્તર વધતો, અપાયથી રહિત, પરિતાપને નહિ કરનારો, આત્માને સંતોષ ઉપજાવનારો અને પ્રાયઃ પ્રણિધાનાદિ આશયને ઉપજાવનારો હોય છે. કોઈ તથાવિધ નિકાચિત કોટિનાં કર્મોનો ઉદય ન હોય તો આ દષ્ટિનો અવબોધ પ્રણિધાનાદિને અવશ્ય ઉત્પન્ન કરે છે.
કાંતાદષ્ટિ તારાજેવી છે. અર્થાત્ તારાઓની પ્રભા જેવો કાંતાદષ્ટિનો બોધ છે. તેથી તે અહીં સ્થિત જ છે. સ્વભાવથી જ અહીં યોગાનુષ્ઠાન અતિચારથી રહિત હોય છે. શુદ્ધ ઉપયોગને અનુસરનારું, વિશેષ પ્રકારના અપ્રમાદની સહાયવાળું, વિનિયોગ નામના આશયની પ્રધાનતા(મુખ્યતા)વાળું એ અનુષ્ઠાન ગંભીર અને ઉદાર આશયવાળું હોય છે. સાતમા ગુણસ્થાનકના પ્રશ્યને પ્રાપ્ત કરવા માટેની યોગ્યતા લગભગ અહીં પ્રાપ્ત થાય છે.
સૂર્યની પ્રભા જેવો બોધ જેમાં છે તે સૂર્યજેવી સાતમી દષ્ટિ છે. સૂર્યની કાંતિ જેવી કાંતિ છે જેમાં એવી આ દષ્ટિ સદાને માટે સધ્યાનનું કારણ બની રહે છે. પ્રાય: કરી અહીં વિકલ્પનો અવસર નથી. આ પ્રભાષ્ટિમાં
Page #51
--------------------------------------------------------------------------
________________
પ્રશમના સારવાળું સુખ છે. બોધ આત્મસાત્ થવાથી અહીં પ્રવૃત્તિ માટે બીજા શાસ્ત્રના આલંબનની આવશ્યકતા રહેતી નથી. ચિત્તની સ્વસ્થતા સ્વરૂપ સમાધિમય અનુષ્ઠાન આ દષ્ટિમાં હોય છે. અહીં આ દષ્ટિથી સંપન્ન યોગીના સાન્નિધ્યમાં હિંસકાદિ જીવોના વૈરાદિનો નાશ થાય છે. બીજાની ઉપર અનુગ્રહ કરનારા અને વિનેયો(શિષ્ય)ને વિશે ઔચિત્યને આચરનારા એવા આ યોગીઓની ક્રિયા ચોક્કસ જ ફળદાયિની હોય છે.
આઠમી પરાષ્ટિમાં તો ચંદ્રની પ્રભા જેવો બોધ હોય છે. અહીં સદાને માટે સધ્યાન હોય છે. આ દષ્ટિમાં વિકલ્પથી રહિત મન હોવાથી ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય છે. ચઢેલાને જેમ ચઢવાનું હોતું નથી તેમ અહીં પ્રતિક્રમણાદિનું અનુષ્ઠાન હોતું નથી. કારણ કે તત્સાધ્ય ફળ અહીં સિદ્ધ હોય છે. સામા જીવોની યોગ્યતા મુજબ પરોપકારને કરનારા આ યોગી જનોની ક્રિયા નિશ્ચિત વિના વિલંબે ફળને આપનારી હોય છે.
આ રીતે સામાન્યથી આઠ સદ્દષ્ટિઓનું નિરૂપણ કર્યું. એમાંની પ્રથમ ચાર દષ્ટિઓમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતી નથી. એ ચાર દષ્ટિઓના સુદીર્ઘકાળ પછી તેની પ્રાપ્તિ પાંચમી દષ્ટિમાં થાય છે. તેથી મિત્રાદિ ચાર દષ્ટિઓ યદ્યપિ સદ્દષ્ટિઓ નથી. પરંતુ તે સદ્દષ્ટિઓની કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરવા દ્વારા તે પ્રથમ ચારે દષ્ટિને સદ્દષ્ટિ જણાવી છે. આ આશયને ગર્ભિત રીતે આ શ્લોકના ચોથા પાદથી જણાવ્યો છે. એનો આશય એ છે કે ઈ(શેલડી) વગેરે જેવી અનુક્રમે મિત્રાદિ
Page #52
--------------------------------------------------------------------------
________________
દષ્ટિઓ છે. ઈજેવી મિત્રાદષ્ટિ, તેના રસ જેવી તારાદષ્ટિ, કક્કબજેવી બલાદષ્ટિ અને ગોળજેવી દીપ્રાદષ્ટિ છે. ખાંડજેવી સ્થિરાદષ્ટિ, શર્કરાજેવી કાંતાદષ્ટિ, મત્સ્યપ્પી- જેવી પ્રભાદષ્ટિ અને વર્ષોલકજેવી છેલ્લી પરાદષ્ટિ છે. આથી સમજી શકાશે કે શેલડી વગેરે જેમ રસાદિ સ્વરૂપે પરિણમે છે, તેમ મિત્રાદિ દષ્ટિઓ તારાદિ દષ્ટિઓ સ્વરૂપે પરિણમે છે. શેલડી વગેરેની મધુરતાની જેમ અહીં મિત્રાદિ દષ્ટિઓમાં માર્ગ પ્રત્યેની રુચિ વગેરે વિષયોના સ્વરૂપમાં સંવેગ(મોક્ષની અભિલાષા)સ્વરૂપ માધુર્ય વિશેષ ઉપપન્ન છે. જે મિત્રાદિ દષ્ટિઓના વિષયમાં એવું માધુર્ય હોય જ નહિ તો અંતિમ દષ્ટિમાં પણ એ નહિ જ આવે. નલાદિ(વનસ્પતિવિશેષ)જેવા અભવ્યાત્મામાં ક્યારે ય એવું સંવેગમાધુર્ય આવતું નથી. સદાને માટે તેઓ સંવેગાદિ-માધુર્યથી શૂન્ય હોય છે..ઈત્યાદિ સમજી લેવું જોઈએ. ૨૦-૨ દા.
આ દષ્ટિ સામાન્યથી સકલયોગીઓના દર્શનમાં હોય છે, તેથી તે જેવાઓને જેવી હોય છે તે જણાવાય છેयमादियोगयुक्तानां, खेदादिपरिहारतः । अद्वेषादिगुणस्थानां, क्रमेणैषा सतां मता ॥२०-२७॥
યમ નિયમ આદિ યોગથી યુક્ત અને અદ્વેષ જિજ્ઞાસા વગેરે ગુણથી સહિત એવા જીવોને ખેદ ઉગ વગેરે દોષના પરિહારથી અનુક્રમે મિત્રા તારા... વગેરે દષ્ટિઓ પતલિ વગેરે વિદ્વાનોએ માની છે.'-આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે
Page #53
--------------------------------------------------------------------------
________________
યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ : આ યોગસૂત્રમાં (૨-૨૯) જણાવ્યા મુજબ આઠ યોગનાં અઙ્ગ છે. તે યોગનાં અડ્ડોને ઉપચારથી યોગ તરીકે જણાવ્યાં છે. એ એક એક અઙ્ગ વખતે અનુક્રમે મિત્રાદિ આઠ દૃષ્ટિમાંથી એક એક દૃષ્ટિ હોય છે. અર્થાદ્ યમસ્વરૂપ યોગ મિત્રાદષ્ટિમાનને હોય છે. તારાદિષ્ટ નિયમવાનને હોય છે. આ રીતે તે તે યોગના અઙવાળાને તે તે દૃષ્ટિ હોય છે.
સાલમ્બનાદિધ્યાન-અધિકાર પ્રસÌ શ્રી ષોડશ પ્રકરણમાં(૧૪-૩) વર્ણવેલા ખેદ ઉદ્વેગ ક્ષેપ ઉત્થાન ભ્રાન્તિ અન્યમુદ્ રુણ્ અને આસઙ્ગ : આ આઠ યોગપ્રતિબંધક દોષો છે. એમાંથી ખેદનો પરિહાર કરનારને મિત્રાદષ્ટિ હોય છે. ઉદ્વેગનો પરિહાર કરનારને તારાદિષ્ટ હોય છે. એ રીતે યોગના અવરોધક તે તે દોષને દૂર કરવાથી ક્રમાનુસાર તે તે દૃષ્ટિ પ્રાપ્ત થતી હોય છે. આ રીતે શ્રી ષોડશકપ્રકરણમાં(૧૬-૧૪) વર્ણવેલા અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રુષા, શ્રવણ, બોધ, મીમાંસા, પરિશુદ્ધ પ્રતિપત્તિ અને પ્રવૃત્તિ : આ યોગને અનુકૂળ આઠ ગુણો છે. અદ્વેષાદિ તે તે ગુણમાં રહેલાને તે તે દિષ્ટ અનુક્રમે હોય છે. પ્રત્યેક દષ્ટિના વર્ણન વખતે યોગનાં તે તે અડ્ડો, પ્રતિબંધક દોષો અને સાધક ગુણોનું વર્ણન કરાશે. અહીં સામાન્યથી તેનું સ્વરૂપ નીચે જણાવ્યા મુજબ જાણવું.
અહિંસાદિ પાંચ યમ છે. શૌચ સંતોષ તપ સ્વાધ્યાય અને ઈશ્વરનું ધ્યાન : આ પાંચ નિયમ છે. સુખકારક સ્થિર પદ્માસનાદિ, આસન છે. શ્વાસપ્રશ્વાસની સ્વાભાવિક ગતિનો
૪૮
Page #54
--------------------------------------------------------------------------
________________
અભાવ, પ્રાણાયામ છે. વિષયના વિકારોની સાથે ઈન્દ્રિયોનું ન જોડાવું તે, પ્રત્યાહાર છે. મનની સ્થિરતા, ધારણા છે. ધ્યાન, ચિત્તની એક વિષયમાં એકાગ્રતા સ્વરૂપ છે અને ધ્યેયમાં લીનતા સ્વરૂપ સમાધિ છે.
ક્રિયામાં પ્રવૃત્તિના અભાવની કારણ સ્વરૂપ શ્રાન્તતા, ખેદ છે. ક્રિયામાં સુખનો અભાવ, ઉદ્વેગ છે. પ્રવૃત્તિના વિષયથી અન્યત્ર ચિત્તનું જવું તે ક્ષેપ છે. ચિત્તની અપ્રશાન્તવાહિતા, ઉત્થાન છે. ભ્રમસ્વરૂપ ભ્રાન્તિ છે. પ્રવૃત્તિના વિષયથી બીજા વિષયમાં હર્ષ, અન્યમુદ્ છે. પ્રવૃત્તિનો ભ કે તેમાં પીડા, ર્ છે અને આસક્તિસ્વરૂપ આસ છે.
તત્ત્વ પ્રત્યે અપ્રીતિનો અભાવ, અદ્રેષ છે. તત્ત્વ જાણવાની ઈચ્છા, જિજ્ઞાસા છે. તત્ત્વશ્રવણની ઈચ્છા, શુશ્રુષા છે. તત્ત્વ સાંભળવા સ્વરૂપ શ્રવણ છે. તત્ત્વનો અવગમ, બોધ છે. તત્ત્વની સર્વિચારણાને મીમાંસા કહેવાય છે. તત્ત્વનો ભાવપૂર્વકનો નિશ્ચય પરિશુદ્ધ પ્રતિપત્તિ છે અને તત્ત્વવિષયક અનુષ્ઠાન સ્વરૂપ પ્રવૃત્તિ છે. આ આઠ પ્રકારે તત્ત્વની પ્રાપ્તિ થાય છે... ઈત્યાદિ યાદ રાખવું. ઉપર જણાવ્યા મુજબ એક યોગ(યોગાણું) એક દોષનો પરિહાર અને એક ગુણની પ્રાપ્તિ તે તે દષ્ટિમાં અનુક્રમે હોય છે. ર૦-૨શા.
ઉપર જણાવ્યા મુજબ તે તે દષ્ટિ કોને હોય છે તે જણાવ્યું. હવે એમાં બે વિભાગને આશ્રયીને તેના આશ્રયાદિ જણાવાય છે
Page #55
--------------------------------------------------------------------------
________________
आद्याश्चतस्रः सापायपाता मिथ्यादृशामिह । तत्त्वतो निरपायाश्च भिन्नग्रन्थेस्तथोत्तराः || २० -२८॥
“પહેલી ચાર દૃષ્ટિઓ મિથ્યાદષ્ટિઓને હોય છે. તે અપાયસહિત અને ચાલી જવાવાળી હોય છે. ત્યાર પછીની છેલ્લી ચાર દષ્ટિઓ તાત્ત્વિક રીતે અપાય વિનાની ભિન્નગ્રંથિક આત્માઓને હોય છે.’’-આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે મિત્રા તારા બલા અને દીપ્રા : આ ચાર દષ્ટિઓ આ જગતમાં મિથ્યાદષ્ટિઓને હોય છે. દુર્ગતિગમનમાં કારણભૂત કર્મના બળે તેમાં(દુર્ગતિગમનમાં) નિમિત્ત બનવાથી આ ચારેય દૃષ્ટિઓ અપાયવાળી(અપાયસહિત) છે અને કર્મની વિચિત્રતાના કારણે એ દૃષ્ટિઓ જતી રહેતી હોવાથી પાતસહિત હોય છે. આ ચારેય દૃષ્ટિઓ અવશ્ય પડવાના સ્વભાવવાળી જ હોય છે એવું નથી. કારણ કે ઉત્તર ચાર દૃષ્ટિઓમાં આ ચાર દષ્ટિઓ પરિણમનારી હોય છે. મિત્રાદિ દૃષ્ટિઓ અવશ્ય પતન પામનારી હોય તો તે સ્થિરાદિ દૃષ્ટિઓ રૂપે ક્યારેય નહીં થાય. તેથી મિત્રાદિ ચાર દષ્ટિઓ સપાત જ છે એવું નથી. ક્વચિત્ કર્મની વિચિત્રતાએ તે પતન પામનારી હોવાથી સપાત પણ છે.
સ્થિરા કાન્તા પ્રભા અને પરા દષ્ટિ તો જેમણે ગ્રંથિભેદ કર્યો છે એવા આત્માઓને જ હોય છે. તાત્ત્વિક રીતે(પરમાર્થથી) તે દૃષ્ટિઓ અપાયથી રહિત છે. સ્થિરાદષ્ટિને પ્રાપ્ત કર્યા પછી પણ શ્રેણિક મહારાજાદિને જે અપાય(નરગમનાદિ) પ્રાપ્ત થયા તે, સ્થિરાદિ દષ્ટિઓની પ્રાપ્તિના અભાવકાળમાં ઉપાત્ત અશુભ કર્મના સામર્થ્યના
૫૦
Page #56
--------------------------------------------------------------------------
________________
કારણે થયા હતા. સ્થિરાદિ દષ્ટિના કારણે એ અપાય પ્રાપ્ત થયા ન હતા. આવા અપાયની વિદ્યમાનતામાં પણ તેમની સદ્દષ્ટિઓનો વિઘાત(નાશ) થયો ન હોવાથી વસ્તુતઃ એ અપાય અનપાય જ છે. વજના ચોખા ગમે તેટલા રાંધીએ તોય તેનો પાક થતો ન હોવાથી ત્યાં જેમ વસ્તુતઃ પાક હોવા છતાં પાક નથી. તેની જેમ અહીં પણ શારીરિક દુઃખ હોવા છતાં શ્રેણિક મહારાજાદિના આશયમાં કોઈ વિકૃતિ આવી ન હતી. અહીં આ રીતે અપાયસહિતત્વ હોવા છતાં નિરપાયત્વનું જે રીતે નિરૂપણ છે તેમાં યોગાચાર્યો જ પ્રમાણભૂત છે... ઈત્યાદિ વિચારવું જોઈએ. આ વિષયમાં યોગદષ્ટિસમુચ્ચયના શ્લોક નં. ૧૯ થી જણાવ્યું છે કે“પહેલી ચાર દષ્ટિઓ સંભાવનાની અપેક્ષાએ પ્રતિપાતવાળી છે. તેવી છેલ્લી ચાર દષ્ટિઓ નથી. પ્રતિપાતને લઈને પહેલી આ ચાર દષ્ટિઓ જ અપાયવાળી છે. છેલ્લી ચાર દષ્ટિઓ પ્રતિપાતના કારણે અપાયવાળી નથી...” ઈત્યાદિ યોગદષ્ટિસમુચ્ચયથી સમજી લેવું જોઈએ.
_૨૦-૨૮ાા.
ઉપર જણાવ્યા મુજબ સ્થિરાદિ દષ્ટિએ પ્રતિપાતાદિથી રહિત છે તો ભવાંતરમાં ચારિત્રાદિ ફળનો અભાવ કેમ થાય છે ? કારણ કે કારણની વિદ્યમાનતામાં કાર્યનો અભાવ સત નથી. તેથી કાર્યના અભાવે તેના કારણભૂત દષ્ટિનો પણ અભાવ માનવો જોઈએ...આ શફાનું સમાધાન કરવા માટે જણાવાય છે
Page #57
--------------------------------------------------------------------------
________________
प्रयाणभङ्गाभावेन, निशि स्वापसमः पुनः । विघातो दिव्यभवतश्चरणस्योपजायते ॥२०-२९॥
પ્રયાણના ભડ્ડના અભાવ વડે રાત્રીએ ઊંઘવા જેવો ચારિત્રનો વિઘાત દિવ્યભવના કારણે થાય છે.'-આ પ્રમાણે
ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે કોઈ એક માણસે કન્યકુબ્ધ વગેરે નગર તરફ અનવરતપણે પ્રયાણ કર્યું હોય ત્યારે રાત પડવાથી કોઈ સ્થાને ઊંધી જાય છે. છતાં એના પ્રયાણનો ભ થયો છે-એમ જેમ મનાતું નથી તેમ અહીં પણ રાત્રીના શયનની જેમ દેવભવના કારણે(અર્થાત્ તાદશ પ્રતિબંધકના કારણે) ચારિત્રનો વિઘાત થાય છે. દષ્ટાંતમાં જેમ રાત્રી વીત્યા પછી સવારે પ્રયાણ શરૂ થાય છે તેમ અહીં પણ દિવ્યભવ પૂરો થયા બાદ ચારિત્રનો યોગ થઈ જાય છે. આથી સમજી શકાશે કે દષ્ટિના અભાવે ચારિત્રનો અહીં વિઘાત નથી પરંતુ દિવ્યભવાદિના કારણે છે. તેથી દષ્ટિનો અપ્રતિપાત સડૂત જ છે. ૨૦-૨૯
ઉપર જણાવેલા દષ્ટાંતને પ્રસ્તુત અર્થમાં ઘટાવાય
છે
तादृश्यौदयिके भावे, विलीने योगिनां पुनः । जाग्रन्निरन्तरगतिप्राया योगप्रवृत्तयः ॥२०-३०॥
તેવા પ્રકારનો ઔદયિકભાવ વિલીન થયે છતે જાગતા માણસની નિરંતર ગતિ જેવી યોગની પ્રવૃત્તિઓ થાય છે.”-આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો
Page #58
--------------------------------------------------------------------------
________________
આશય એ છે કે દેવગતિનું કારણ ઔદયિકભાવવિશેષ છે. સરાગચારિત્રવાન આત્મામાં પ્રશસ્તરાગાદિસ્વરૂપ જે ભાવ છે તે ઔદયિકભાવના કારણે દેવગતિ પ્રાપ્ત થાય છે. આવા પ્રકારનો ઔદયિકભાવ જ્યારે વિલીન થાય છે ત્યારે યોગીઓની યોગ પ્રવૃત્તિઓ શરૂ થાય છે. જાગતા માણસની અવિરતપણે થનારી પ્રવૃત્તિઓ જેવી એ પ્રવૃત્તિઓ છે. એવી પ્રવૃત્તિથી યોગીઓને વિના વિલંબે મોક્ષની પ્રાપ્તિ થાય છે. રસ્તે જતા થાક લાગવાથી રાત્રે ઊંઘીને થાક-શ્રમ દૂર કરી સવારે પ્રયાણ કરનાર માણસને જેમ પોતાના ઈષ્ટ સ્થાનની પ્રાપ્તિ વિલંબ વિના થાય છે તેમ તેવા પ્રકારના કર્મસ્વરૂપ શ્રમના અભાવથી કે જે શ્રમને દૂર કરવા માટે નિદ્રાના જેવા સ્વભાવરૂપ છે, તેનાથી મોક્ષપ્રાપ્તિમાં વિલંબ થતો નથી. જે કાર્ય જેટલા કાળે થવાનું હોય તેટલા કાળે તે કાર્ય થાય તો તે વિના વિલંબે જ થયું છે-એ સમજી શકાય છે. કાર્યની ઉત્પત્તિમાં જે જે અવરોધ છે તે તે અવરોધને દૂર કરવાનું, કાર્યસિદ્ધિનું જ અ છે. તેથી તત્વયુક્ત વિલંબ વસ્તુતઃ વિલંબ નથી... ઈત્યાદિ વિચારવું જોઈએ. ૨૦-૩૦
પહેલી ચાર દષ્ટિઓ મિથ્યાદષ્ટિઓને હોય છે-તે જણાવ્યું. હવે મિથ્યાત્વની કેવી અવસ્થામાં હોય છે-તે જણાવાય છે. કારણ કે મિથ્યાત્વની અવસ્થા તો અનાદિની
मिथ्यात्वे मन्दतां प्राप्ते, मित्राद्या अपि दृष्टयः ।
૫૩
Page #59
--------------------------------------------------------------------------
________________
मार्गाभिमुखभावेन, कुर्वते मोक्षयोजनम् ॥२०-३१॥
કહેવાનો આશય એ છે કે જીવમાત્રની મિથ્યાત્વની અવસ્થા અનાદિકાળની હોવાથી મિત્રાદિ ચાર દષ્ટિઓ ત્યારની કેવી અવસ્થામાં પ્રાપ્ત થાય છે : આવી શા સહજ છે. યોગની દૃષ્ટિઓ મોક્ષની સાથે આત્માને જોડી આપે છે તેથી જ તેને યોગની દષ્ટિઓ પણ કહેવાય છે. પરંતુ મિથ્યાત્વકાળે પ્રાપ્ત થનારી પ્રથમ ચાર દષ્ટિઓ મિથ્યાત્વના કાળમાં આત્માને મોક્ષની સાથે કઈ રીતે જોડે.. આ શા પણ ઉદ્ભવી શકે છે. તેના સમાધાનને જણાવવા આ એકત્રીસમો શ્લોક છે.
તેનો અર્થ એ છે કે-“મિથ્યાત્વ મંદ થયે છતે મિત્રાદિ ચાર દષ્ટિઓ પણ આત્માને માર્ગાભિમુખ ભાવ દ્વારા મોક્ષની સાથે જોડી આપે.” એનું તાત્પર્ય સ્પષ્ટ છે કે અપુનબંધકાદિ દશાને પામવાથી મિથ્યાત્વમોહનીયકર્મ મંદતાને પ્રાપ્ત થયે છતે મિત્રા તારા બલા અને દીપ્રા : આ ચાર દષ્ટિઓ પણ જીવને; માર્ગને અભિમુખ કરવા દ્વારા મોક્ષની સાથે જોડી આપે છે. સ્થિરાદિ ચાર દષ્ટિએ જ આત્માને મોક્ષની સાથે જોડી આપે છે એવું નથી. સ્થિરાદિ દષ્ટિઓ આત્માને મોક્ષની સાથે જોડી આપે જ. પણ આ રીતે મિત્રાદિ ચાર દષ્ટિઓ પણ દ્રવ્યયોગસ્વરૂપે(ભાવના કારણ સ્વરૂપે) આત્માને મોક્ષની સાથે જોડી આપે છે. ચરમાવકાળમાં મિત્રાદિ દષ્ટિઓની પ્રાપ્તિ થતી હોવાથી યોગને ઉચિત એવી યોગ્યતાની સિદ્ધિ થાય છે... ઈત્યાદિ અન્યત્ર અનુસંધેય છે. ૨૦-૩૧
Page #60
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વની મંદતાને લઈને મિત્રાદિ દષ્ટિઓ મોક્ષનું કારણ બને છે એમાં સૂવાનુંસારિતા જણાવાય છે
प्रकृत्या भद्रकः शान्तो, विनीतो मृदुरुत्तमः । सूत्रे मिथ्यादृगप्युक्तः, परमानन्दभागतः ॥२०-३२॥
મિથ્યાત્વની મંદતાને કારણે મિત્રાદિ ચાર દષ્ટિઓ પણ આત્માને મોક્ષની સાથે જોડી આપે છે તેથી નિસર્ગથી જેઓ ભદ્રક શાંત વિનીત મૃદુ અને ઉત્તમ છે એવા મિથ્યાદષ્ટિ પણ પરમાનંદના ભાજન બને છે.”-આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે જેઓ મિથ્યાદષ્ટિ હોવા છતાં સ્વભાવથી જ અનુપમ કલ્યાણની મૂર્તિ સ્વરૂપ છે, ક્રોધના વિકારથી રહિત છે, વિનીત એટલે કે ઉદ્ધત સ્વભાવ વગરના છે, દંભરહિત છે અને સંતોષના સુખને જ મુખ્ય માનનારા છે; તેઓ સર્વાતિશાયી એવા મોક્ષસુખના ભાજન બને છે.
મિથ્યાત્વની મંદતામાં સ્વભાવથી જ જેઓ ઉપર જણાવ્યા મુજબ ભદ્રકતાદિ ગુણો ધરાવતા હોય તેમની યોગને ઉચિત એવી યોગ્યતા અંગે કોઈ વિવાદ થી. પોતાનું નિરુપદ્રવ સ્વરૂપ, કષાયના વિકારનો અભાવ, નિર્દમ્ભાવસ્થા અને વાસ્તવિક સંતોષસુખનું પ્રાધાન્ય... વગેરે ગુણના જેઓ નિસર્ગથી જ સ્વામી છે; તેઓને યોગ્ય પૂ. ગુરુદેવશ્રીનો યોગ મળતાંની સાથે તેમની એ યોગ્યતા ફળની ઉત્પાદિકા બનતી હોય છે. શિવરાજ ઋષિ... વગેરે આત્માઓના જીવનનો વિચાર કરવાથી એ વાત સમજી શકાય છે. મિથ્યાત્વની અવસ્થામાં પણ અવધિજ્ઞાન
Page #61
--------------------------------------------------------------------------
________________
(વિર્ભાગજ્ઞાન) જેવા જ્ઞાનને પામવા સુધીની સાધના ક્ય પછી પણ તેમનું મિથ્યાત્વ ગયું ન હતું. પરંતુ શ્રી વીતરાગ પરમાત્માનો પરિચય થતાં જ તેમને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું. સ્વભાવસિદ્ધ એ ગુણોથી અભિવ્યકત થયેલી એ યોગ્યતા આત્માને પરમાનંદનું ભાજન બનાવે છે-એ પરમાર્થ છે. એને યાદ રાખી એવી યોગ્યતાને પ્રાપ્ત કરવા દ્વારા આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા. ૨૦-૩૨ા.
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥२०-३२॥
॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां योगावतारद्वात्रिंशिका ॥
Page #62
--------------------------------------------------------------------------
_