SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ અનાત્મભૂત શરીરમાં અહટ્ટાર(આત્મત્વ)નો વિગમ થવાથી બાહ્ય વિષયોની પ્રત્યેના આવેશની નિવૃત્તિ થાય છે. પરંતુ આ સાનંદસમાધિમાં(ગ્રહણસમાધિમાં) લીન થવાથી ગ્રહીત પ્રધાન-પુરુષ વગેરે તત્ત્વોનું વિભાજન અહીં હોતું નથી. અનાત્મભૂત શરીરનો અધ્યાસ ન હોવાથી અહીં યોગીને વિદેહ કહેવાય છે. ધ્યાતા ધ્યેયાકાર પરિણત બની જ્યારે તેમાં જ બદ્ધવૃત્તિવાળો બને ત્યારે તેનાથી અતિરિક્તનું વિભાવન કરી શકતો નથી-એ સમજી શકાય છે. સામાન્ય રીતે જે માણસ ભૂત અથવા ઈન્દ્રિયોમાંથી કોઈ પદાર્થમાં આત્મત્વની ભાવના કરી તેનું જ સમાધિમાં આલંબન કરી તેનું જ ધ્યાન કરે છે ત્યારે તે વિદેહ કહેવાય છે. કારણ કે તે દેહપાત પછી ભૂત અથવા ઈન્દ્રિયોમાં લીન હોવાથી તે દેહરહિત થાય છે. જ્યાં સુધી તેઓ એ રીતે ધ્યેયમાં લીન રહે છે ત્યાં સુધી તેમની વૃત્તિઓ વિરુદ્ધ રહે છે. ગ્રાહ્ય અને ગ્રહીતૃ(પૃથ્યાદિ વિષયો અને પુરુષોનું ધ્યાન આ સાનંદસમાધિ વખતે હોતું નથી, જે પ્રધાનપુર્શિન. આ પદથી જણાવ્યું છે. ૨૦-. કોઈ પદાર્થમાં તેનું જ સમાધિ નું જ ધ્યાન કરે અસ્મિતાનુગત સપ્રજ્ઞાતયોગનું નિરૂપણ કરાય છેसत्त्वं रजस्तमोलेशानाक्रान्तं यत्र भाव्यते । स सास्मितोऽत्र चिच्छक्तिसत्त्वयो मुख्यगौणता ॥२०-७॥ “રજોગુણ અને તમોગુણના લેશ(અંશ)થી અનાકાન્ત (રહિત) એવા સત્ત્વનું જ્યાં પરિભાવન છે; તે સાસ્મિત (અસ્મિતાનુગત) સપ્રજ્ઞાતયોગ(સમાધિ) છે. અહીં
SR No.023225
Book TitleYogavatar Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy