________________
પરિશીલનની પૂર્વે
યોગવિવેક' બત્રીશીમાં સ્વાભિમત યોગનું નિરૂપણ કરીને અન્યદર્શનકારોએ વર્ણવેલા યોગ; તે ક્યા યોગમાં સમાય છે આવી જિજ્ઞાસાને શાંત કરવા આ બત્રીશીમાં ‘યોગાવતાર’ જણાવાય છે. ચિત્તવૃત્તિઓના નિરોધને યોગ તરીકે વર્ણવીને પતલિ વગેરે યોગના જાણકારોએ સમ્પ્રજ્ઞાત અને અસપ્રજ્ઞાત : આ બે મુખ્ય ભેદો વર્ણવ્યા છે.
તેના અવાર ભેદોનું સ્વરૂપ, તેનું ફળ અને તેને પ્રાપ્ત કરવાના સામાન્ય ઉપાયો વગેરેના વર્ણન સાથે યોગીઓના ચિત્તની દશાદિનું વર્ણન; પાતંજલયોગસૂત્ર વગેરેમાં વિસ્તારથી કરેલું છે. એને અનુલક્ષીને પૂ. મહામહોપાધ્યાયજી મહારાજાએ આ બત્રીશીની શરૂઆતમાં ચૌદ શ્લોક દ્વારા ખૂબ જ સંક્ષેપથી વર્ણન કર્યું છે. ખૂબ જ સ્વસ્થ ચિત્તે એકાગ્રતાપૂર્વક તેનું અધ્યયન કરવાથી અન્યદર્શનના યોગના સ્વરૂપાદિનો ખ્યાલ આવી શકે છે.
મૌલિક આત્માદિના સ્વરૂપમાં જ મતભેદ હોવાથી ખરેખર તો તેમની જ માન્યતા મુજબ તેમણે જણાવેલી વાતો સદ્ગત થતી નથી. તેથી તેમની માન્યતા મુજબના યોગની વિચારણા કરવાનો કોઈ અર્થ નથી. પરંતુ યોગના જિજ્ઞાસુઓને જ્યાં પણ યોગની વાત સાંભળવા મળે એટલે તેનો સમાવેશ આપણે ત્યાં ક્યાં અને કઈ રીતે થઈ શકે તે અંગે જિજ્ઞાસા થતી હોય છે. તેને અનુસરીને પંદરમા શ્લોકથી યોગાવતારનો પ્રારંભ કરાયો છે.
અન્યાભિમત યોગનો યથાસંભવ સ્વાભિમત યોગમાં અવતરણ કરતાં ગ્રંથકારશ્રીએ સમાપત્તિનું વર્ણન વિશમા શ્લોકમાં પષ્ટ રીતે કર્યું છે. ત્યાર પછી અસમ્પ્રજ્ઞાતયોગનો સમાવેશ વૃત્તિસંક્ષય નામના યોગમાં જણાવીને તેના ફળ સ્વરૂપે પાપાકરણનિયમનું વર્ણન કર્યું છે, જે યોગનું વાસ્તવિક ફળ છે. એ નિયમના અભાવમાં યોગની પ્રવૃત્તિનું વસ્તુતઃ કોઈ ફળ નથી. દષ્ટાંતથી પાપાકરણનિયમની આવશ્યક્તા સમજાવીને અંતે મોક્ષની પ્રાપ્તિમાં તેનું મહત્વ સ્પષ્ટ કર્યું છે. તેને લઈને જ વૃત્તિસંક્ષયયોગ ઉપપન્ન બને છે...ઈત્યાદિ નિરૂપણ યોગના અર્થીઓ માટે અનુશીલન કરવા યોગ્ય છે. યોગશાસ્ત્ર અને