________________
પાપાકરણનિયમથી થાય છે. તેથી પાપાકરણનિયમ, મિથ્યાજ્ઞાનના નારા દ્વારા તત્ત્વજ્ઞાનની પ્રત્યે હેતુ હોવાથી પાપાકરણનિયમનો અવશ્ય સ્વીકાર કરવો જોઈએ.
પાપાકરણનિયમનો જે હેતુ છે તે શ્લોકના ઉત્તરાર્ધ્વથી જણાવાય છે. એનો આશય એ છે કે પાપાકરણનિયમમાં, પરની(બીજાની) પ્રત્યે કરાતા અપરાધની નિવૃત્તિનો કારણભૂત અને તત્ત્વજ્ઞાનને અનુકૂળ એવો આત્મામાં પ્રતિષ્ઠિત(સુસ્થિર) થયેલો જે ભાવ(અંત:કરણપરિણામ) છે તે હેતુ છે. આ અંગે ‘યોગબિંદુ’(શ્લો. નં. ૪૧૮)માં જણાવ્યું છે કે “આ પાપાકરણના નિયમનો હેતુ આત્માનો ઉત્કૃષ્ટ પરિણામ છે, જે તે તે પાપસ્થાનના વિષયમાં શત્રુ મિત્ર કે ઉદાસીન જનોની પ્રત્યેના અપરાધની નિવૃત્તિનું કારણ છે તેમ જ પ્રધાન એટલે કે યથાવસ્થિત વિજ્ઞાનને અનુસરનારી કરુણાસ્વરૂપ છે-આ પ્રમાણે સૂક્ષ્મદર્શી એવા મહાત્માઓ કહે છે.’
આ રીતે પાપાકરણનિયમની ઉપપત્તિ થયે છતે વૃત્તિક્ષયનું ઔચિત્ય છે. તે તે ફળના(દુષ્ટસંસારસ્વરૂપ ફળના) હેતુને ન કરવાના કારણે ફળની અનુત્પત્તિસ્વરૂપ પર્યાયની પણ ઉપપત્તિ(સસ્કૃતિ) સિદ્ધ થાય છે. “આત્યંતિક દુ:ખવિગમ પૂર્વે તેનો(દુ:ખનો) પ્રાગભાવ નાશ પામે છે. તેથી દુ:ખની અનુત્પત્તિ થાય છે. એમાં હેત્વકરણ(પાપાકરણ)નિયમને કારણ માનવાની આવશ્યકતા નથી.'’-આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે દુ:ખની ઉત્પત્તિની યોગ્યતાના વગમ સ્વરૂપ, દુ:ખ-પ્રાગભાવનો અપગમ પણ વસ્તુત: તેના હેત્વકરણનિયમને લઈને જ
૩૮