________________
दुःखात्यन्तविमुक्त्यादि, नान्यथा स्याच्छुतोदितम् । हेतुः सिद्धश्च भावोऽस्मिन्निति वृत्तिक्षयौचिती ॥२०-२३॥
“પાપાકરણનો નિયમ ન હોય તો શાસ્ત્રમાં પ્રતિપાદન કરાયેલ દુ:ખોની અત્યંત વિમુક્તિ વગેરે સત નહિ થાય. પાપાકરણનિયમનો સ્વીકાર કર્યો છતે અંતઃકરણનો પરિણામ સ્વરૂપ ભાવ હેતુ તરીકે સિદ્ધ છે. તેથી વૃત્તિસંક્ષયની ન્યાય્યતા થાય છે.'-આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ જેમ યોગની સાધનામાં આત્મા વિકાસ સાધે તેમ તેમ તેને પાપાકરણનિયમની પ્રાપ્તિ થતી હોય છે અને એ રીતે ક્રમે કરી જીવને ફરી પાછા ન આવે એ સ્વરૂપે દુઃખની અત્યંત વિમુક્તિ પ્રાપ્ત થતી હોય છે. પરંતુ આગમમાં વર્ણવેલી એ દુઃખની અત્યંત વિમુક્તિ પાપાકરણનિયમ વિના શક્ય નથી.
યોગબિંદુગ્રંથમાં (શ્લો. નં. ૪૧૭) આ વસ્તુને જણાવતાં ફરમાવ્યું છે કે “પાપાકરણનિયમનો સ્વીકાર કરવામાં ન આવે તો, ફરી પાછું ન આવે એવું આત્મત્તિક મૃત્યુ તેમ જ ફરી પાછા નરકાદિમાં જવાનું ન બને એવી અગતિ વગેરે સદ્યુતિથી ઘટી શકતા નથી. એમ આગમમાં જણાવ્યું છે.” આથી સ્પષ્ટ છે કે પાપાકરણનો નિયમ ન માનીએ તો દુઃખની અત્યંત વિમુક્તિ વગેરે યુક્તિસત નહિ બને. યદ્યપિ તત્ત્વજ્ઞાનથી જ દુઃખની આત્યંતિક વિમુકિત સત થતી હોવાથી તેના માટે (આત્યંતિક દુઃખધ્વસ માટે) પાપાકરણનિયમને કારણ માનવાની આવશ્યકતા નથી. પરંતુ તત્ત્વજ્ઞાનની પ્રત્યે મિથ્યાજ્ઞાનનો નાશ કારણ છે અને મિથ્યાજ્ઞાનનો નાશ