SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે-તે વર્ણવાય છે सम्प्रज्ञातोऽवतरति, ध्यानभेदेऽत्र तत्त्वतः । तात्त्विकी च समापत्ति, र्नात्मनो भाव्यतां विना ।।२०- १५ ।। “વાસ્તવિક રીતે સમ્પ્રજ્ઞાતયોગ ધ્યાનમાં અવતરે છે. તાત્ત્વિક સમાપત્તિ તો આત્માને ભાવ્ય માન્યા વિના ઘટતી નથી.” આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સમ્પ્રજ્ઞાત અને અસમ્પ્રજ્ઞાત આ બે પ્રકારના યોગમાંથી સમ્પ્રજ્ઞાતયોગનો અવતાર (સમાવેશ) ધ્યાનસ્વરૂપ યોગભેદમાં થઈ શકે છે. કારણ કે તે સ્થિર અધ્યવસાયસ્વરૂપ છે. અધ્યાત્મ ભાવના ધ્યાન સમતા અને વૃત્તિસંક્ષય આ પાંચ પ્રકારનો યોગ છે. એમાંના અધ્યાત્મ ભાવના અને ધ્યાન : આ ત્રણ ભેદમાં યથાસમ્ભવ સમ્પ્રજ્ઞાતયોગનો અવતાર થાય છે. સમતા અને વૃત્તિસંક્ષય : આ છેલ્લા બે યોગમાં સમ્પ્રજ્ઞાત-સમાધિનો અવતાર થતો નથી. એ તાત્પર્ય છે. ‘યોગબિંદુ’માં (શ્લો. નં. ૪૧૯) આ અંગે ફરમાવ્યું છે કે-‘મનુષ્ય નારક વગેરે આત્મપર્યાયસ્વરૂપ વૃત્તિઓ અને દ્વીપ પર્વત સમુદ્ર વગેરે સ્વરૂપ અર્થને તે તે સ્વરૂપેયથાર્થપણે નિશ્ચય કરવાવડે માનવાથી આ અધ્યાત્માદિ યોગને બીજા દર્શનકારોએ સમ્પ્રજ્ઞાતયોગ તરીકે વર્ણવ્યો છે. તાત્ત્વિક-ઉપચાર વિનાની સમાપત્તિ તો આત્માને ભાવનાનો વિષય બનાવ્યા વિના ઘટી શકે એમ નથી. યદ્યપિ શુદ્ધ એવા આત્માનું ધ્યાન ન હોવા છતાં અહ્વારોપાધિવિશિષ્ટ આત્માનું ધ્યાન સાઝ્યોએ માન્યું ૨૪
SR No.023225
Book TitleYogavatar Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy