________________
મિથ્યાત્વની મંદતાને લઈને મિત્રાદિ દષ્ટિઓ મોક્ષનું કારણ બને છે એમાં સૂવાનુંસારિતા જણાવાય છે
प्रकृत्या भद्रकः शान्तो, विनीतो मृदुरुत्तमः । सूत्रे मिथ्यादृगप्युक्तः, परमानन्दभागतः ॥२०-३२॥
મિથ્યાત્વની મંદતાને કારણે મિત્રાદિ ચાર દષ્ટિઓ પણ આત્માને મોક્ષની સાથે જોડી આપે છે તેથી નિસર્ગથી જેઓ ભદ્રક શાંત વિનીત મૃદુ અને ઉત્તમ છે એવા મિથ્યાદષ્ટિ પણ પરમાનંદના ભાજન બને છે.”-આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે જેઓ મિથ્યાદષ્ટિ હોવા છતાં સ્વભાવથી જ અનુપમ કલ્યાણની મૂર્તિ સ્વરૂપ છે, ક્રોધના વિકારથી રહિત છે, વિનીત એટલે કે ઉદ્ધત સ્વભાવ વગરના છે, દંભરહિત છે અને સંતોષના સુખને જ મુખ્ય માનનારા છે; તેઓ સર્વાતિશાયી એવા મોક્ષસુખના ભાજન બને છે.
મિથ્યાત્વની મંદતામાં સ્વભાવથી જ જેઓ ઉપર જણાવ્યા મુજબ ભદ્રકતાદિ ગુણો ધરાવતા હોય તેમની યોગને ઉચિત એવી યોગ્યતા અંગે કોઈ વિવાદ થી. પોતાનું નિરુપદ્રવ સ્વરૂપ, કષાયના વિકારનો અભાવ, નિર્દમ્ભાવસ્થા અને વાસ્તવિક સંતોષસુખનું પ્રાધાન્ય... વગેરે ગુણના જેઓ નિસર્ગથી જ સ્વામી છે; તેઓને યોગ્ય પૂ. ગુરુદેવશ્રીનો યોગ મળતાંની સાથે તેમની એ યોગ્યતા ફળની ઉત્પાદિકા બનતી હોય છે. શિવરાજ ઋષિ... વગેરે આત્માઓના જીવનનો વિચાર કરવાથી એ વાત સમજી શકાય છે. મિથ્યાત્વની અવસ્થામાં પણ અવધિજ્ઞાન