________________
मार्गाभिमुखभावेन, कुर्वते मोक्षयोजनम् ॥२०-३१॥
કહેવાનો આશય એ છે કે જીવમાત્રની મિથ્યાત્વની અવસ્થા અનાદિકાળની હોવાથી મિત્રાદિ ચાર દષ્ટિઓ ત્યારની કેવી અવસ્થામાં પ્રાપ્ત થાય છે : આવી શા સહજ છે. યોગની દૃષ્ટિઓ મોક્ષની સાથે આત્માને જોડી આપે છે તેથી જ તેને યોગની દષ્ટિઓ પણ કહેવાય છે. પરંતુ મિથ્યાત્વકાળે પ્રાપ્ત થનારી પ્રથમ ચાર દષ્ટિઓ મિથ્યાત્વના કાળમાં આત્માને મોક્ષની સાથે કઈ રીતે જોડે.. આ શા પણ ઉદ્ભવી શકે છે. તેના સમાધાનને જણાવવા આ એકત્રીસમો શ્લોક છે.
તેનો અર્થ એ છે કે-“મિથ્યાત્વ મંદ થયે છતે મિત્રાદિ ચાર દષ્ટિઓ પણ આત્માને માર્ગાભિમુખ ભાવ દ્વારા મોક્ષની સાથે જોડી આપે.” એનું તાત્પર્ય સ્પષ્ટ છે કે અપુનબંધકાદિ દશાને પામવાથી મિથ્યાત્વમોહનીયકર્મ મંદતાને પ્રાપ્ત થયે છતે મિત્રા તારા બલા અને દીપ્રા : આ ચાર દષ્ટિઓ પણ જીવને; માર્ગને અભિમુખ કરવા દ્વારા મોક્ષની સાથે જોડી આપે છે. સ્થિરાદિ ચાર દષ્ટિએ જ આત્માને મોક્ષની સાથે જોડી આપે છે એવું નથી. સ્થિરાદિ દષ્ટિઓ આત્માને મોક્ષની સાથે જોડી આપે જ. પણ આ રીતે મિત્રાદિ ચાર દષ્ટિઓ પણ દ્રવ્યયોગસ્વરૂપે(ભાવના કારણ સ્વરૂપે) આત્માને મોક્ષની સાથે જોડી આપે છે. ચરમાવકાળમાં મિત્રાદિ દષ્ટિઓની પ્રાપ્તિ થતી હોવાથી યોગને ઉચિત એવી યોગ્યતાની સિદ્ધિ થાય છે... ઈત્યાદિ અન્યત્ર અનુસંધેય છે. ૨૦-૩૧