SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ એક જ પ્રકારનો હોવા છતાં તેને સમજનારા જિજ્ઞાસુઓના મિથ્યાત્વમોહનીયર્મના ક્ષયોપશમાદિની વિચિત્રતાથી તે તે દર્શનોનો ભેદ પ્રવર્યો છે. એ વાત દષ્ટાંતથી સમજાવવા શ્લોકના ઉત્તરાદ્ધનો અંતિમ ભાગ છે. એનું તાત્પર્ય એ છે કે દશ્ય-ઘટાદિ એક હોવા છતાં મેઘવાળી રાતમાં ખૂબ જ થોડી માત્રામાં એનું ગ્રહણ થાય છે. મેઘરહિત રાત્રિએ એ જ દશ્યનું થોડું વધારે ગ્રહણ થાય છે. આવી જ રીતે મેઘસહિત દિવસમાં અને મેઘરહિત દિવસમાં દશ્યના ગ્રહણમાં વિશેષતા સ્પષ્ટ છે. તેમ જ એ દશ્યને જોનાર ચિત્તવિભ્રમવાળો(સગ્રહ) અને ચિત્તવિભ્રમથી રહિત(અગ્રહ) હોય તો ય દશ્યગ્રહણમાં ફરક પડે છે. આવી જ રીતે એ દશ્યને જોનાર બાળક હોય અને યુવાન હોય(બાલથી ભિન્ન, તોય દશ્યગ્રહણમાં વિશેષતા હોય છે. કારણ કે એક મુગ્ધ હોય છે અને બીજામાં વિવેક હોય છે. આ રીતે જ જેની આંખમાં દોષ(ખામી) છે અને જેની આંખમાં દોષ નથી (ગુણ છે) એવા ઉપહત લોચનવાળા અને અનુપહત લોચનવાળા દશ્ય જોનારા હોય તોય દશ્યગ્રહણમાં ફરક પડતો હોય છે. તેવી રીતે જ યોગની દષ્ટિમાં ભેદ સમજી લેવો જોઈએ. એ ભેદને લઈને આ દર્શનોનો ભેદ છે-આ પ્રમાણે યોગાચાર્ય કહે છે. પરંતુ જેમણે રાગદ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રંથિનો ભેદ ક્યો છે, એવા સ્થિરાદિ દષ્ટિવાળા(પાંચમી છઠ્ઠી સાતમી અને આઠમી દષ્ટિવાળા) યોગી જનોને એવો ભેદ વર્તાતો નથી. કારણ કે તેઓને તે તે વિષયને અનુસરી નયાનુસારી બોધ હોય છે. આવા યોગી જનો ઉપદેશાદિની
SR No.023225
Book TitleYogavatar Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy