SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ઋતસ્મા પ્રજ્ઞાથી પ્રાપ્ત થનારા ઉત્તમ યોગના ફળનું નિરૂપણ કરાય છે. આશય એ છે કે આગમ, અનુમાન અને નિદિધ્યાસન : આ ત્રણ દ્વારા પ્રજ્ઞાને અત્યંત નિર્મળ બનાવવાના કારણે યોગી જનને ઉત્તમ યોગની પ્રાપ્તિ થાય છે, જે ઋતભરા પ્રજ્ઞાનું ફળ છે. તેના કારણે જે ફળ મળે છે; તેનું વર્ણન કરાય છેतजन्मा तत्त्वसंस्कारः, संस्कारान्तरबाधकः । असम्प्रज्ञातनामा स्यात्, समाधिस्तन्निरोधतः ॥२०-१३॥ “ઋતંભરા પ્રજ્ઞાના કારણે ઉત્પન્ન થયેલો તત્ત્વસંસ્કાર સંસ્કારતરનો બાધક બને છે. તેના નિરોધથી યોગીને અસપ્રજ્ઞાતયોગની પ્રાપ્તિ થાય છે.'-આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે જણાવેલી ઋતંભરા પ્રજ્ઞાથી જેનો જન્મ-ઉત્પત્તિ છે એવા સંસ્કારને તજજન્મા તરીકે વર્ણવ્યો છે. આ સંસ્કાર તત્ત્વવિષયક (પરમાર્થવિષયક) હોય છે. પોતાથી ભિન્ન એવા વ્યુત્થાન કાળના(સમાધિથી શૂન્ય કાળના) અથવા નિર્વિચારસમાધિ સુધીના સમાધિકાળના સંસ્કારોનો એ તાત્વિક સંસ્કાર પ્રતિબંધક બને છે. અર્થાત્ વ્યુત્થાનકાળના અથવા સમાધિકાળના સંસ્કારો નાશ પામેલા ન હોવા છતાં તેમની પોતાનું કાર્ય કરવાની શક્તિનો ભ કરનારો એ પારમાર્થિક સંસ્કાર બને છે. આ આશયને જણાવતાં “તન: સંજીડાન્યસંરતિવથી ૨-૧ના આ સૂત્ર યોગસૂત્રકારે જણાવ્યું છે. “તાડજ નિરાધે સર્વનિરોધાત્રિર્વાદ સમાધિ -ધશા” આ સૂત્રથી જે જણાવાયું છે તે જણાવતાં
SR No.023225
Book TitleYogavatar Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy