________________
असम्प्रज्ञातनामा तु, संमतो वृत्तिसंक्षयः । सर्वतोऽस्मादकरणनियमः पापगोचरः || २० - २१ ॥
“વૃત્તિસંક્ષય નામના યોગમાં અસમ્પ્રજ્ઞાતસમાધિ સમાય છે. એ સમાધિના ફળ સ્વરૂપે બધા પ્રકારે પાપના વિષયમાં અકરણનિયમ પ્રાપ્ત થાય છે.''-આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે બીજા દર્શનકારો જેને અસમ્પ્રજ્ઞાતસમાધિ કહે છે, તેને અધ્યાત્માદિ પાંચ યોગમાંથી વૃત્તિસંક્ષય નામના યોગમાં સમાવી શકાય છે. કારણ કે સયોગી કેવલી અને અયોગી કેવલી અવસ્થાના કાળમાં મનના વિકલ્પના કારણે થનારી મનની પરિસ્પન્દરૂપવૃત્તિઓનો ક્ષય થવાથી તે વખતે અસપ્રજ્ઞાતયોગ માનવામાં આવે છે. આ વિષયમાં ‘યોગબિંદુ’ શ્લોક નં. ૪૨૧ થી જણાવ્યું છે કે “આ જ કૈવલ્યસ્વરૂપ-અવસ્થાંતરપ્રાસ જે યોગ છે તેને પરદર્શનીઓ વડે અસમ્પ્રજ્ઞાત(સજ્ઞાતથી ભિન્ન)સમાધિ તરીકે વર્ણવાય છે. કારણ કે ત્યાં સમગ્ર મનોવૃત્તિ અને તેના બીજભૂત કર્મ(ભવાંતરાનુયાયી કર્મ)નો નિરોધ થવા સ્વરૂપ યોગ આત્મસ્વરૂપે પ્રગટ થાય છે. અર્થાત્ આત્માની સાથે યોગનો અનુવેધ(ઐક્યભાવ) પ્રાપ્ત થાય છે.'' આથી સમજી શકાશે કે જે સમાધિમાં વૃત્તિ અને વૃત્તિબીજો સમગ્રપણે નિરુદ્ધ હોય છે અને આત્મા તે સમાધિસ્વરૂપથી અનુવિદ્ધ હોય છે, તે અસમ્પ્રજ્ઞાતસમાધિ માનસ(મનોજન્ય)વિજ્ઞાનથી વિકલ હોય છે. અહીં યાદ રાખવું જોઈએ કે આ અસમ્પ્રજ્ઞાતસમાધિ(વૃત્તિસંક્ષય નામના યોગમાં સમાવિષ્ટ) બે પ્રકારે છે. એક સયોગીકેવલી અવસ્થાભાવી અને બીજો
૩૩