________________
આનન્દાનુગતસમાધિમાં સત્ત્વ(અહટ્ટાર)નું પરિભાવન હોય છે અને અસ્મિતાનુગતસમાધિમાં પણ સત્ત્વનું પરિભાવન હોય છે. તેથી અહટ્ટાર(સાનંદસમાધિ) અને અસ્મિતા(સાસ્મિતસમાધિ) : એ બન્નેમાં કોઈ ભેદ નહીં રહે.”આ શડ્ડા કરવી ના જોઈએ. કારણ કે જ્યાં હું અંતઃકરણ છું આ પ્રમાણે વિષય-સત્ત્વનું વેદના થાય છે ત્યાં સાનંદસમાધિ છે. અર્થાત્ તેનો વિષય અહટ્ટાર છે અને જ્યાં પ્રતિલોમ(પાનુપૂર્વી) પરિણામથી પ્રકૃતિના વિકારભૂત ચિત્ત પ્રકૃતિમાં લીન થયે છતે માત્ર સત્તારૂપે(અસ્મિરૂપે) પ્રતીત થાય છે ત્યાં સાસ્મિતસમાધિની વિષયભૂત અસ્મિતા છે.. ઈત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઈએ. તે તે કાર્યનું પોતાના તે તે કારણમાં લીન વિલીન) થવા સ્વરૂપ પરિણામને પ્રતિલોમ પરિણામ કહેવાય છે. ૨૦-ળા.
અસ્મિતાનુગતસમાધિ વખતે યોગીઓનું જે સ્વરૂપ થાય છે તેનું વર્ણન કરાય છે
अत्रैव कृततोषा ये, परमात्मानवेक्षिणः । चित्ते गते ते प्रकृतिलया हि प्रकृतौ लयम् ॥२०-८॥
“આ અસ્મિતાનુગતસમાધિમાં જ જેઓ સંતુષ્ટ થયા છે તે પરમાત્મતત્ત્વને નહિ જોનારા, પ્રકૃતિમાં ચિત્ત લય પામે છતે પ્રકૃતિલય” તરીકે કહેવાય છે.'... આ પ્રમાણે આઠમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે આ અસ્મિતાનુગતસમાધિમાં ગ્રહીતૃસમાપત્તિનું પરિભાસન છે. ગ્રાહ્ય અને ગ્રહણ સમાપત્તિના વિષયની અપેક્ષાએ