Book Title: Yogavatar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 52
________________ દષ્ટિઓ છે. ઈજેવી મિત્રાદષ્ટિ, તેના રસ જેવી તારાદષ્ટિ, કક્કબજેવી બલાદષ્ટિ અને ગોળજેવી દીપ્રાદષ્ટિ છે. ખાંડજેવી સ્થિરાદષ્ટિ, શર્કરાજેવી કાંતાદષ્ટિ, મત્સ્યપ્પી- જેવી પ્રભાદષ્ટિ અને વર્ષોલકજેવી છેલ્લી પરાદષ્ટિ છે. આથી સમજી શકાશે કે શેલડી વગેરે જેમ રસાદિ સ્વરૂપે પરિણમે છે, તેમ મિત્રાદિ દષ્ટિઓ તારાદિ દષ્ટિઓ સ્વરૂપે પરિણમે છે. શેલડી વગેરેની મધુરતાની જેમ અહીં મિત્રાદિ દષ્ટિઓમાં માર્ગ પ્રત્યેની રુચિ વગેરે વિષયોના સ્વરૂપમાં સંવેગ(મોક્ષની અભિલાષા)સ્વરૂપ માધુર્ય વિશેષ ઉપપન્ન છે. જે મિત્રાદિ દષ્ટિઓના વિષયમાં એવું માધુર્ય હોય જ નહિ તો અંતિમ દષ્ટિમાં પણ એ નહિ જ આવે. નલાદિ(વનસ્પતિવિશેષ)જેવા અભવ્યાત્મામાં ક્યારે ય એવું સંવેગમાધુર્ય આવતું નથી. સદાને માટે તેઓ સંવેગાદિ-માધુર્યથી શૂન્ય હોય છે..ઈત્યાદિ સમજી લેવું જોઈએ. ૨૦-૨ દા. આ દષ્ટિ સામાન્યથી સકલયોગીઓના દર્શનમાં હોય છે, તેથી તે જેવાઓને જેવી હોય છે તે જણાવાય છેयमादियोगयुक्तानां, खेदादिपरिहारतः । अद्वेषादिगुणस्थानां, क्रमेणैषा सतां मता ॥२०-२७॥ યમ નિયમ આદિ યોગથી યુક્ત અને અદ્વેષ જિજ્ઞાસા વગેરે ગુણથી સહિત એવા જીવોને ખેદ ઉગ વગેરે દોષના પરિહારથી અનુક્રમે મિત્રા તારા... વગેરે દષ્ટિઓ પતલિ વગેરે વિદ્વાનોએ માની છે.'-આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62