________________
ઉદગ્ર(ઉત્કટ) હોય છે. તેથી યોગ પ્રવૃત્તિ વખતે પટુ પણ
સ્મૃતિ હોય છે. આમ હોવા છતાં વંદનાદિની પ્રવૃત્તિ દ્રવ્યથી થાય છે. પરંતુ પ્રયત્નવિશેષથી તેવી વ્યક્તિના કારણે પ્રવૃત્તિ થાય છે. તેથી પ્રથમ ગુણસ્થાનકની અહીં પરાકાષ્ઠા હોય છે-એમ આગમના જાણકારોનું કહેવું છે.
સ્થિરાદષ્ટિ તો જેમણે ગ્રંથિભેદ ર્યો છે એવા ભિન્નગ્રંથિક જીવોને હોય છે. તે દષ્ટિ રત્નપ્રભાજેવી હોય છે. અર્થાત્ અહીં અવબોધ રત્નની આભા જેવો હોય છે. તે ભાવ અપ્રતિપાતી, ઉત્તરોત્તર વધતો, અપાયથી રહિત, પરિતાપને નહિ કરનારો, આત્માને સંતોષ ઉપજાવનારો અને પ્રાયઃ પ્રણિધાનાદિ આશયને ઉપજાવનારો હોય છે. કોઈ તથાવિધ નિકાચિત કોટિનાં કર્મોનો ઉદય ન હોય તો આ દષ્ટિનો અવબોધ પ્રણિધાનાદિને અવશ્ય ઉત્પન્ન કરે છે.
કાંતાદષ્ટિ તારાજેવી છે. અર્થાત્ તારાઓની પ્રભા જેવો કાંતાદષ્ટિનો બોધ છે. તેથી તે અહીં સ્થિત જ છે. સ્વભાવથી જ અહીં યોગાનુષ્ઠાન અતિચારથી રહિત હોય છે. શુદ્ધ ઉપયોગને અનુસરનારું, વિશેષ પ્રકારના અપ્રમાદની સહાયવાળું, વિનિયોગ નામના આશયની પ્રધાનતા(મુખ્યતા)વાળું એ અનુષ્ઠાન ગંભીર અને ઉદાર આશયવાળું હોય છે. સાતમા ગુણસ્થાનકના પ્રશ્યને પ્રાપ્ત કરવા માટેની યોગ્યતા લગભગ અહીં પ્રાપ્ત થાય છે.
સૂર્યની પ્રભા જેવો બોધ જેમાં છે તે સૂર્યજેવી સાતમી દષ્ટિ છે. સૂર્યની કાંતિ જેવી કાંતિ છે જેમાં એવી આ દષ્ટિ સદાને માટે સધ્યાનનું કારણ બની રહે છે. પ્રાય: કરી અહીં વિકલ્પનો અવસર નથી. આ પ્રભાષ્ટિમાં